આધાશીશી -માથાના દુ:ખાવા જેવો જ પણ જરા હઠીલો રોગ …અને હોમીઓપેથી… (૬)

આધાશીશી –  માથાના દુ:ખાવા જેવો જ પણ જરા હઠીલો રોગ …અને હોમીઓપેથી… (૬)
-ડૉ.પાર્થ માંકડ …

આધાશીશી – migraine  એ મૂળ ગ્રીક ભાષામાંથી આવેલો શબ્દ છે અને જેનો અર્થ અડધું માથું કે અડધો ખોપરીનો ભાગ એવો થાય છે. અને એનું નામ જ એનું મુખ્ય લક્ષણ પરથી જ પડેલું છે .. કારણ કે આધાશીશીમાં મોટેભાગે વ્યક્તિ ને બિલકુલ અડધું માથું દુ:ખે છે, ડાબી કે જમણી કોઈ પણ તરફનું.
કારણો: …
માઈગ્રેન થવા પાછળનું કોઈ એક કારણ તો જાણી શકાયું નથી પણ  આપણા મગજમાં જરૂરી  કેમિકલ – સિરેતોનીનની માત્રમાં ફેરફાર થવા ને કારણે મુખ્યત્વે થતું હોય છે. આધાશીશીમાં થવા પાછળ ની પ્રોસેસ જે થાય એના કરતા એ જે કારણે ટ્રીગર થાય એ એક દર્દી તરીકે જાણવું વધુ જરૂરી છે.
આધાશીશીને શરુ કરવાની જરૂરી કિક આપતા પરિબળો ઘણા હોઈ શકે જેમ કે, …
૧. જમવા ના સમયમાં ફેરફાર.
૨. ઊંઘમાં  ફેરફાર.
૩. વાતાવરણમાં ફેરફાર.
૪. માનસિક તાણમાં કોઈ કારણસર થયેલો વધારો.
આમાંના કોઈ પણ કારણે જો વારંવાર માથા નો દુ:ખાવો થાય અને એ પણ પાછો એક જ તરફ થાય અને વારંવાર થાય તો એમ કહી શકાય કે તમને આધાશીશી છે.
ચિન્હો :
આધાશીશી બે પ્રકારની હોય છે : …
એક તો ઓરા સાથેની આધાશીશી અને બીજી ઓરા વિનાની. ઓરા વિનાની આધાશીશી ના ચિન્હો પહેલા જાણી લઈએ.
૧.]  એક તરફ થતો અસહ્ય માથાનો દુ:ખાવો.
૨.]  ઉબકા આવવા કે ઉલટી જેવું થાઉં.
૩.]  ઊંઘ વધુ આવવી.
૪.]  સ્વભાવમાં ચિડીયાપણું આવવું.
૫.]  થાક વધારે લાગવો.
૬.]  વધુ પડતા બગાસા આવવા.  વિગેરે ..
હવે જો ઓરા સાથે ની આધાશીશી હોય તો એમાં કેટલાક ચિન્હો ઉમેરાય છે જેમ કે : ..
૧.]   દ્રશ્ય જોવામાં તકલીફ પડે કે ઘણી વાર અડધું કે ઝાંખું દેખાય.
૨.]  આંખ  સામે લાઈટ ના ઝબકારા દેખાય કે કોઈ જગ્યા એ કાળું ટપકું દેખાય.
૩.]  ચક્કર આવે.
આ પ્રકારના ચિન્હો દુ:ખાવો શરૂ થવાના કેટલાક કલાકો પહેલા અનુભવવાના શરૂ થાય અને પછી દુ:ખાવો શરૂ  થાય.

ઉપાયો : ..
આધાશીશીના ભોગ બનવાથી બચવું હોય અને જો બનેલા હોઈએ તો એનો એટેક ના આવવા દેવો હોય, તો એનો ઉપાય બે  શબ્દોમાં જ કહી શકાય :
” નિયમિત રહેવું .”
નિયમિત આહાર, નિયમિત ઊંઘ  અને ઓછી માનસિક તાણ આ ત્રણેય જો સાથે રહે તો મોટેભાગે આધાશીશી નડતો નથી…પણ જો નિયમિતતાની આગળ ‘ અ ‘ લાગી ગયો, એટલે કે  ‘અનિયમિતતા’  તો  … આધાશીશી પરેશાન કરી મુકે છે.
હોમીઓપેથીમાં આધાશીશીને લઇને ઘણી અસરકાર દવાઓ છે ..
જેમ કે :
૧] glononie , Cocculus Indicus , Iris versicolor – ખાસ કરી ને ઓરા સાથે ની આધાશીશી માટે,
૨] spigelia , Cyclamen વગેરે.
વધુ એકવાર માથાના દુ:ખાવા… એક જ પ્રકારના જ લેખમાં આજે ફરી ગયો છું, જેના કારણ બે છે ..
૧] એક તો એનાથી આપણામાંના ઘણા લોકો હેરાન થાય છે અને
૨] બીજું તો એને મટાડવા ખવાતી દવાઓ ખુબ જ આડઅસર કરનારી અને નુકસાનકારક છે. જેની જાગૃતિ આપવા માટે…
એટલે હોમીઓપેથી કે આયુર્વેદ કે યોગ જેવા વધુ અસરકારક અને ઓછા નુકસાનકારક ઉપાયો કરતા રહેવા એ મારો એની પાછળનો સ્પષ્ટ સંદેશ છે.
અને હા, જો આપણે આ બાબતને માનતા હોઈએ તો આજુબાજુમાં પણ ચણા મમરા ની જેમ વારે તહેવારે પેઈન કીલરનો નાસ્તો કરનારાઓને પણ આ બાબતની જાગૃતિ આપતા રહીએ.
ફરી મળીશું આવતા સપ્તાહે વધુ એક રોગના સંદર્ભ સાથે ત્યાં સુધી… “શુભમ્ ભવતુ.”
પ્લેસીબો :
”  રોગનું દુર થવું એટલે નહિ કે રોગના ચિન્હો અનુભવવાના બંધ થવા..આ ચિન્હો તો ભાષા છે આપણા મન અને શરીરની આપણને કહેવા માટેની કે ‘મિત્ર જરા સ્વસ્થ મન અને સ્વસ્થ તન રાખો – હું અસ્વસ્થ છું’  “
-ડૉ. પાર્થ માંકડ …
“આપ  આપના પ્રતિભાવો તેમજ આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ…  આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા રાખવાનો  પ્રશ્ન નડતો હોય તો તેમણે  [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું. ” –

(સ્વાસ્થ્યની વાત મનમાં આવે એટલે તરત જ આપણા મનમાં ડર મિશ્રિત ચિંતા ડોકાય,  ને થોડા attention (વિચારણામાં)માં પણ આવી જઈએ. મોટેભાગે આપણે બધા જ પૈસા, સંબંધો અને સ્વાથ્ય આ ત્રણેય માટે હંમેશ અસુરક્ષિતતા ની લાગણી ને સતત સાથે લઇ ને ચાલીએ છીએ. આવા સંજોગોમાં સ્વસ્થ જીવન જીવવા માટે ની જરૂરી બાબતો જાણવીને એનું જરૂરિયાત મુજબ નું application આ બને બાબતો કદાચ આપણને નીરોગી રાખવામાં બહુ અગત્ય નો role play- (ભૂમિકા ભજવી) કરી શકે. ડૉ.પાર્થ માંકડ દ્વારા અહી અપાતા લેખ એ સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ એમાં હોમીઓપેથી ના role ની, (ભૂમિકાની) જાગૃતિ ના  હેતુ થી શરુ કરાયેલું ખિસકોલી કાર્ય છે…. ડૉ.પાર્થ માંકડ દ્વારા ‘દાદીમા ની પોટલી’http://das.desais.net બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી  છીએ. તેમના અન્ય લેખ વાંચવા અને સાથે સાથે અન્ય સામગ્રીઓ  માણવા આપ સૌ ફેશબુક પર ના મિત્રો  ‘દાદીમા ની પોટલીની’ જરૂર મુલાકાત લેશો અને આપના મંતવ્યો પણ બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો.)