નામમાં વિશ્વાસ …

નામમાં વિશ્વાસ …

શ્રીરામકૃષ્ણ પરમહંસ કહે છે: ‘મનથી જ બદ્ધ, મનથી જ મુક્ત !’ જો મનુષ્ય મનમાં ને મનમાં દ્રઢ સંકલ્પ કરીને કહી શકે  કે તે મુક્ત છે, તો તે ખરેખર મુક્ત જ બની જાય છે. અને એવું ન કરતાં તે લાગાતાર એમ વિચારતો રહે કે હું પાપી છું, હું બદ્ધ છું, તો તે બદ્ધ બની જાય છે. શ્રીઠાકુર કહે છે કે ઈશ્વરના નામમાં એવો વિશ્વાસ હોવો જોઈએ કે – ‘અરે, મેં એમનું નામ લીધું છે, પછી મારે પાપ વળી શેનું!’ આમ કહીને શ્રી ઠાકુરે નિષ્ઠાવાન બ્રાહ્મણ કૃષ્ણકિશોરની વાત કહી : કૃષ્ણકિશોરને એવો વિશ્વાસ હતો કે સમાજમાં અપવિત્ર અને અછૂત ગણાતા મોચીની પાસે જઈને કહ્યું : ‘તું શિવ બોલ’ ; અને એના શિવ ઉચ્ચારણની સાથે જ તેમને શ્રધ્ધા બંધાઈ ગઈ કે તે શુદ્ધ થઇ ગયો છે અને એમના હાથે તેમણે પાણી પી લીધું.
શ્રી રામકૃષ્ણદેવ (શ્રી ઠાકુર) કહે છે: ‘એમના નામમાં શ્રદ્ધા રાખો અને કહો કે જે કાંઈ ખોટું કાર્ય મેં કર્યું છે, તે ફરીથી નહિ કરું.’ આ બંને વાત એકી સાથે થવી જોઈએ. જો તેમના ચરણોમાં શરણાગત થઈને શ્રધ્ધા સાથે તેમનું નામ લેવાય તો તેઓ બધાં પાપોથી આપણો ઉધ્ધાર કરે છે. પરંતુ, સાથે ને સાથે  એ પણ સમજી લેવું પડશે કે જે એમનાં પર નિર્ભર રહે છે, જે એમનો શરણાગત છે, તે ફરીથી કુમાર્ગે જતો નથી અને જો કોઈ કુમાર્ગે ચાલતો દેખાય અને કહે કે, ‘મેં એમનું નામ લીધું છે, હું શુદ્ધ છું, મુક્ત છું,’ તો એનાથી એ સમજવું રહ્યું કે એણે બરાબર નામ નથી લીધું અને ઈશ્વરનામમાં એની શ્રધ્ધા નથી, એટલે ન તો તે શુદ્ધ છે કે ન મુક્ત. એના આચરણ દ્વારા જ એનું સ્વરૂપ પ્રગટ થશે.
ભગવદાશ્રય …
ભાગવતમાં કહ્યું છે કે જે એમનો આશાર્ય લે છે, તેનું ક્યારેય પદસ્ખલન નથી. શ્રી રામકૃષ્ણદેવ એને આમ કેહતા : ‘પગ બેતાલ નથી પડતા.’
ભગવાનનું કે એમનાં પ્રત્યે શુધ્ધ્ભક્તિનું અવલંબન કરીને મનુષ્ય જ્યારે શુદ્ધ અને પવિત્ર બની જાય છે, ત્યારે એ આશ્રયનો સ્વભાવ જ એવો છે કે તે મનુષ્ય ફરીથી પ્રમાદગ્રસ્ત બનતો નથી. તે ક્યારેય ભૂલ કરતો નથી. અને જો તે આંખો મીંચીને પણ દોડે તો પણ એનો પગ લપસતો નથી. જે બાળક પીતાન ખોળામાં બેઠું છે તે મજાથી તાળી વગાડતો જઈ શકે છે. તેને પડવાનો કોઈ ભય નથી રેહ્તો, પરંતુ જે બાળક પિતાનો હાથ પકડીને ચાલે છે તે જો અચાનક કંઈ જોઈને અન્યમનસ્ક બને કે તાળી વગાડવાનો પ્રયાસ કર તો પિતાનો હાથ છૂટી જવાથી પડી શકે છે. એટલા માટે જો કોઈ ભક્તનું વારંવાર પદસ્ખલન થાય છે એવું જોવા મળે તો એ સમજવું પડશે કે એની ભક્તિ આંતરિક ભક્તિ નથી. જો એની ભક્તિ આંતરિક ભક્તિ હોત તો ભગવાન સ્વયં તેનું રક્ષણ કરત અને તેના પગને લથડવા ન દેત.
જે અનન્ય ભાવે ભગવાનનો શરણાગત બને છે, ભગવાન જ એમનો ઉધ્ધાર કરે છે. તેઓ પોતાની પ્રતિજ્ઞાની રક્ષા કરે છે. પરંતુ હા, શરત એ છે કે તેમને મહત્વ આપવું હોય તો સંપૂર્ણ રૂપે દેવું પડશે, એમાં કોઈ પ્રકારની વહેંચણી કરવાથી ચાલશે નહિ.
ભક્ત અને મુખત્યારનામું  – શરણાગતિ …
એક ભક્તે (ગિરિશબાબુ) શ્રીરામકૃષ્ણદેવને મુખત્યારનામું આપીને ઘણી નિરાંત અનુભવી, વિચાર્યું કે હવે હું નિશ્ચિંત બની ગયો. આ પ્રસંગ પછી થોડા દિવસો બાદ વાતવાતમાં ભક્ત બોલી ઊઠ્યા : ‘ મારે ક્યાંક એક જયાએ જવું પડશે.’ આ સાંભળતા જ ઠાકુર બોલી ઊઠ્યા : ‘અરે, આ શું? તમે તો મને મુખત્યારનામું નથી લખી દીધું ? તો પછી ‘આ કરવું પડશે ને તે કરવું પડશે’ – એમ કેમ કહો છો?’ તરત જ ભક્ત સમજ્યા – વાત તો સાચી છે, જ્યારે એમણે મુખત્યારનામું આપ્યું છે ત્યારે ‘થોડું એમનું અને થોડું મારું’ એમ કરવાથી ચાલશે નહિ. જ્યાં જ્યાં આપણું અભિમાન નિહિત છે, ‘આને આપણે કરીશું અને જે કઠિન છે તે તેઓ કરશે.’ આ પ્રકારની કાર્ય વહેંચણીથી કામ થાય નહિ. એટલા માટે શાસ્ત્ર કહે છે કે સંપૂર્ણભાવે અનન્યચિત્ત બનીને તેમના શરણાગત બનવું પડશે. ‘અનન્ય’ બન્યા વિના ચાલશે નહિ. જો આપણે ‘આ પણ થોડું ઘણું’ અને ‘તે પણ થોડું ઘણું’ એમ કરીએ તો એટલું સમજવું રહ્યું કે આપની કોઈના પર નિષ્ઠાશ્રધ્ધા નથી.
એટલે કહ્યું છે : અનન્યચિત્ત બનીને જો કોઈ એમનો શરણાગત બની જાય તો તેઓ બધી રીતે તેની રક્ષા કરે છે. શ્રીઠાકુર તેના ભક્તને આ વાત બરાબર રીતે સમજાવી દે છે કે તેમના પ્રત્યે અનન્યભાવવાળા બનવું પડશે અને સંપૂર્ણપણે એમનાં ઉપર સર્વ કંઈ ચૂડી દેવું પડશે. આ વિશે પછીથી ભક્ત (ગિરિશબાબુ) કેહતા રહેતા – ત્યારે તો હું વિચારતો હરતો કે મુખત્યારનામું આપીને હું નિશ્ચિંત તહી ગયો છું, પરંતુ પછીથી પ્રત્યેક કાર્ય પહેલાં, ત્યાં સુધી કે પ્રત્યેક શ્વાસોચ્છવાસ પહેલાં, મારે એ વિચારવું પડતું હતું કે આ કાર્ય પણ હું કરું છું કે શ્રીઠાકુર કરી રહ્યા છે. મુખત્યારનામું દેવાનો અર્થ એટલો બધો ગુઢ છે, આ વાત એ સમયે એમની સમજમાં આવી શકી ન હતી. ‘જગદંબા જ કરાવી લે છે, છોઅદાતી નથી.’ આ વાત એટલી બધી સરળ નથી એ બધું સંસાર સામે પ્રદર્શિત કરવા માટે તો પોતાના પ્રિય સંતાનો પાસે કઠોર સાધના કરાવી લીધી હતી. પરંતુ હા, જો કોઈ એના ઉપર આધાર રાખે તો, તો જે કંઈ પણ કરાવવાનું છે તે પોતે કરાવી લે છે.
જે ‘નામ’ લે છે, ‘જપ’ કરે છે, તેઓ એટલું ‘પાપી’, પાપી’ કેમ કરે છે? આનાથી તો એવું લાગે છે કે એમને  નામ પર એટલી શ્રધ્ધા નથી. પુરાણમાં એક આખ્યાયિકા આવે છે :
કોઈ એક રાજા બ્રહ્મહત્યા કરીને તેનું પ્રાયશ્ચિત કેવી રીતે કરી શકાય તે જાણવા માટે એક ઋષિ પાસે ગયા. ઋષિ ઘેર ન હતા, ઋષિપુત્ર હતા. તેણે કહ્યું : ‘બ્રહ્મહત્યા કરીને આવ્યા છો ! બરાબર, ત્રણવાર ‘રામ’, ‘રામ’ રટો. તેમણે આ પ્રમાણે કર્યું એટલે ઋષિપુત્રે કહ્યું : હવે તમે નિષ્પાપ બની ગ્યા.’ ઋષિજી ઘેર આવ્યા ત્યારે તેના બાળકપુત્રે તેમણે આ બધી વાત કરી. આ સાંભળીને ઋષીએ કહ્યું : ‘અરે ! તે આ શું કર્યું ? એક રામનામ કોટી બ્રહ્મહત્યાના પાપને હરિ લે છે, અને તેં તેની પાસે ત્રણવાર રામનામ જપાવ્યું?’
એટલે જ શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે આટલું નામ રતન કર્યાં પછી પણ મનુષ્ય જો પોતાને ‘પાપી’, ‘પાપી’ કહેતો રહે તો એનાથી આટલું તો સમજવું પડશે કે એમણે નામ પર શ્રધ્ધા નથી.
આપણે ભગવાન સાથે એવો સંબંધ જોડવો પડશે કે આપણે તેમનાં સંતાન છીએ; તેમના અનંત આધ્યાત્મિક ઐશ્ચર્ય પર આપનો અધિકાર છે; એમની પવિત્રતા, એમની શુધ્ધતા, બધાં બંધનોથી એમની ઉપરતિ – આ બધા પર આપણો દાવો છે – હક્ક છે – એવો દાવો કે જેનામાં કોઈ ઉપેક્ષા કે બાંધછોડ ચાલતી નથી..
આપનામાં આવો વિશ્વાસ –શ્રધ્ધા હોવા જોઈએ કે જો હું એમનું નામ સ્મરણ કરું તો ઉદ્ધાર તો મારી મુઠ્ઠીમાં જ સાચવી રાખ્યો છે. પણ જો નામ લેતાં લેતાં પણ જો આપણે ચિંતા કરીએ તો આટલું સમજવું પડશે કે એમનાં ‘નામ’માં આપણને ન તો શ્રદ્ધાવિશ્વાસ છે કે ન ભક્તિ.

 

(કથામૃત ૧/૫/૬: ૨૭.૧૦૧૯૮૨)(૧૦/૦૧/૨૫૧-૫૨)