એલર્જી અને હોમીઓપેથી …(૪)

એલર્જી અને હોમીઓપેથી …(૪)

એલર્જી અને હોમીઓપેથી – રોગ મટાડે ને રોગ પ્રતીકારકતા એટલી જ જાળવી રાખે.
એક દર્દી કન્સલ્ટીંગ રૂમમાં આવ્યો લગભગ ૧૭ એક વર્ષનો  …વધી ગયેલું કે ખુબ બધી દવાઓ ને કારણે ફૂલી ગયેલું શરીર, તરત જ થાકીને  કલીનીકમાં બેસી ગયો. લાગ્યું જ કે આ કોઈ જૂની કહેવાય એવી તકલીફ ને લઇ ને આવેલો વ્યક્તિ છે. પછી અંદાઝ મુજબ જ ખબર પડી કે એને લગભગ ૩ વર્ષનો હતો ત્યારથી જ એલેર્જીની તકલીફ હતી, એ થોડી પણ ધૂળ, રજ, ધુમાડો કે ખાટી વસ્તુના કોન્ટેક્ટમાં આવે એટલે એને તરત જ શ્વાસ લેવામાં તકલીફ પડે  અને ગભરામણ થાય ….
પછી પાછો એ પંપ લે પરિણામે શ્વાસ લેવાય  ..આવું તો દિવસમાં ૨ એક વખત થાય જ, બીજો એક કેસ યાદ આવે છે જેમાં લગભગ ૨૪ વર્ષ ની ઉમરના બહેન ને  હજી તો અગરબત્તીનો  ધુમાડો થોડો નાકમાં જાય કે તરત જ છીંકો પર છીંકો આવવાનું ચાલુ થઇ જાય એટલી  હદે કે એમને એ વખતે થોડો પેશાબ પણ થઇ જાય .. પછી માથું દુ:ખે જે છેવટે બીજે દિવસે ઉતરે.
આ બધાની દવા ..માત્ર જે તે સમયગાળા પર એ વખતે અસર ઓછી કરી આપે પણ જો ફરી પાછા એ પદાર્થ કે બાબતના સંપર્કમાં આવ્યા એટલે યથાવત્ત. આખરે શું કરી શકાય? મોટેભાગે આપણે રોગ મટાડવાનું વિચારીને મૂળ સુધી પહોચવાને બદલે એના ચિન્હો પર જ અટકી જઈએ. દવા આપને એ આવતી છીંકો કે એલર્જીક અસ્થમામાં શ્વાસ લેવામાં પડતી તકલીફની જ નથી કરવાની પણ દવા કરવાની છે આપણી એલર્જીની. કોઈ પદાર્થ કે બાબતને લઇને આપના દ્વારા રજુ થતી આ hypersensitivity  મટાડવાની છે, એલેર્જી એટલે જો medical  science  ની દ્રષ્ટી એ સમજવા જઈએ તો ઘણું બધું technical  કહેવા જવું પડે એટલા ઊંડાણમાં નથી પડતો પણ સરળ ભાષામાં કહું તો, જે વ્યક્તિમાં કોઈ પણ પદાર્થ કે બાબતો કે વાતાવરણમાં થતા ફેરફારો આ બધા ને કે આ બધામાંથી કોઈ પણ એક બાબત ને લઇને ખુબ વધારે પ્રમાણમાં sensitivity  હોય, એટલી વધારે કે શરીર  જાણે એ પદાર્થ કે બાબત એની દુશ્મન હોય ને તાત્કાલિક એ ને શરીરમાંથી દુર કરવું જરૂર હોય, એટલે શરીર એની સામે જરૂર કરતા વધુ પ્રમાણ માં react  કરે.
એક જ વાક્યમાં કહું તો આપણી કોઈ બાબતને લઇને hypersensitivity એટલે એલેર્જી. ઘણાને કોઈ ખાદ્ય પદાર્થની હોય, કેટલાકને વાતાવરણની હોય, કેટલાકને અમુક પ્રકારની ગંધની હોય અને હજી ઘણા ઘણા પ્રકાર ની..
આ એલર્જી ખરેખર આપણી અંદર શા માટે ઉદ્ભવે છે એની કોઈ બહુ ક્લીઅર  થીઅરી નથી પણ એના પણ વારસાગત તેમાં જ પ્રકૃતિગત કારણો હોઈ શકે એવું માનવામાં આવે છે.
હા, વ્યક્તિની પ્રકૃતિગત વધુ પડતી સંવેદનશીલતા પણ એનું અગત્યનું કારણ હોય છે.
એ વાત પર ખાસ વિચાર આપવા જેવો છે કે મોટેભાગે વ્યક્તિ નો સ્વભાવ એનો રોગ ઘડવામાં બહુ જ જરૂરી ભાગ ભજવે છે. એ સ્વભાવ ઘણીવાર કૈક એવો અનુભવ કરાવે છે જેની  શરીર અને મન બંને પર અસર પડે ..  બંને લાગે અલગ અલગ પણ હોય એક જ : એક સામાન્ય ઉદાહરણ લઈએ તો મોટેભાગે ચિંતા કે જવાબદારી કે માનસિક તાણ ને હાઈ બ્લડ પ્રેશરનું કારણ મનાય છે, અને જે વ્યક્તિ ખુબ બધી ચિંતા, કામ કે તાણ વાળા સમયમાંથી પસાર થતો હોય એ વ્યક્તિ મન માટે પણ એમ જ કહેશે કે આ જ કાલ કામનું ખુબ દબાણ છે કે ખુબ લોડ છે કે વર્ક પ્રેશર ખુબ વધુ છે. અહી પ્રેશર એ અનુભવ છે જે મન અને શરીર બંનેથી અભિવ્યક્ત થાય છે મનમાં ચિંતા, ચિડીયાપણું, ઘટેલી ઊંઘ વગેરે દ્વારા અને શરીરમાં વધેલા લોહીના દબાણ દ્વારા. કૈક આવું જ એલર્જીમાં છે કે એલર્જી એ વધુ પડતી સંવેદનશીલતા છે શરીર ની પ્રતિકારક શક્તિ ની પણ એ વ્યક્તિઓ મોટેભાગે મનથી પણ ખુબ સંવેદનશીલ હોય છે જરૂર કરતા વધારે. એ સંવેદનશીલતા પણ નોર્મલ થવી જોઈએ શરીર ની એલર્જી  સાથે.  તો જ સાચા અર્થમાં સ્વાસ્થ્ય નિર્માણ થાય.
હોમીઓપેથીમાં આ પ્રકાર ની hypersensitivity  જે આમ તો આપણી રોગપ્રતિકારકતા નો જ ભાગ છે એને અતિમાંથી સામાન્ય પર લાવવાની ઘણી દવાઓ છે, કયા પ્રકાર ની ને શેની એલર્જી છે એના પર આધારિત દવાઓ આપી શકાય.
પણ મુખ્યત્વે Ars.-alb, Histamanium, nat. – mur, phos., sulph, carcinocinum,calcarea carb.,piper nigricum, piper methasticum, sinnapis alba, Baryta carb, aethusa જેવી દવાઓ આપી શકાય.આમાંની કોઈ પણ દવા યોગ્ય રીતે પ્રકૃતિ ને ઓળખીને આપવામાં આવે તો તે વ્યક્તિની સંવેદનશીલતા નોર્મલ થાય છે અને એલેર્જી દુર થાય છે. હા, એલર્જીમાં વ્યક્તિ જો પદાર્થના સંપર્કમાં આવવાનું ચાલું  રાખે તો તેને દવા થોડા લાંબા ગાળે અસર કરે છે, આથી એલેર્જી મટતા થોડી વાર જરૂર લાગે છે એટલે ધીરજ ધરવી જરૂરી.

પ્લેસીબો:
શરીર અને મન બંને એક બીજા થી એટલા બધા જોડાયેલા છે કે બંનેમાંથી એક પણ બીમાર હોય તો બીજું આપો આપ બીમાર પડી જાય છે. શરીર અને મન બંને એક જ ભાષા બોલે છે, સાથે જ રોગ અભિવ્યક્ત કરે છે અને સાથે જ સ્વસ્થ પણ થાય છે, એક બીમાર ને બીજું મજામાં એ શક્ય જ નથી.

“આપ  આપના પ્રતિભાવો તેમ જ પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછશો  ડો.પાર્થ માંકડ શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે. જો કોઈને  એમના પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા રાખવાનો  પ્રશ્ન  નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના મેલ પર મોકલી આપીશું.” –