જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો…

જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો…
સ્વર : હેમંત  ચૌહાણ

જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો
માટીના મહેલમાં તું, કેટલું રહેવાનો …
જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો
માટીના મહેલમાં તું, કેટલું રહેવાનો …
કેટલું રહેવાનો…કેટલું રહેવાનો …

 

જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો
માટીના મહેલમાં તું, કેટલું રહેવાનો …
કેટલું રહેવાનો…કેટલું રહેવાનો …

 

કાયા કેરો જોને, મહેલય લીધો
પગનાયે થાંભલે ઊભો
નવ દરવાજાઓ નવીનિત વિભાતનાં
ઉપર દસમો ઝરૂખો ..

 

રહેવાનો … રહેવાનો જીવતર  … (૨)
આખુંયે   રહેવાનો
રાજવી થઈને આતો, મહેલમાં રહેવાનો ..

 

જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો
માટીના મહેલમાં તું, કેટલું રહેવાનો …
કેટલું રહેવાનો … કેટલું રહેવાનો …

 

રયત જોને, પાંચેય ઈન્દ્રિયોને
રાખજે   રે વશમાં તારી
પૂજાને પ્રાર્થના શ્રધ્ધા બનશે
લાખેરી સેના તારી ..

 

થવાનો થવાનો હુમલો … (૨)
એક દિ થવાનો
કાળા ડિબાંગ જમ નો, હુમલો થવાનો ..

 

જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો
માટીના મહેલમાં તું, કેટલું રહેવાનો …
કેટલું રહેવાનો … કેટલું રહેવાનો …

 

હારશે રે જો ને તારો આત્મ રાજા
નહિ રહે આ કોઈ આરો
પાંચ તત્વમાં ભગડી જાશે
માટીનો મહેલ આ તારો ..

 

રોવાનો રોવાનો ય આખર … (૨)
એક દિ રોવાનો
મનચ્છા નો વૈભવ છોડતાં, અયર રોવાનો ..

 

જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો
માટીના મહેલમાં તું, કેટલું રહેવાનો …
કેટલું રહેવાનો … કેટલું રહેવાનો …

 

કાન રે ધરીને, સુણી લે જીવડા
દીપકનું આ તેડું
મૂળી આ ભજનની, વાપરી ને  તું
ચૂકવી દે પ્રભુનું દેવું ..

 

જવાનો જવાનો ઉપર … (૨)

એક દિ જવાનો

બાંધી મુઠ્ઠી આવ્યો પણ તું
ખોલીને જવાનો ..

 

જવાનો જવાનો જીવડા, એક દિ જવાનો
માટીના મહેલમાં તું, કેટલું રહેવાનો …
કેટલું રહેવાનો … કેટલું રહેવાનો …

 

કેટલું રહેવાનો … કેટલું રહેવાનો …
કેટલું રહેવાનો …