રોજબરોજ ની શરદી… હોમીઓપેથી ..(૩)

રોજબરોજ ની શરદી… હોમીઓપેથી ..(૩)

રોજબરોજ ની શરદી – ત્રાસદાયક રોગ ને હાશદાયક ઉપચાર – હોમીઓપેથી…
શરદી / ઉધરસ થયા છે એવું વાતમાં આવે એટલે સામે વાળાના ચહેરા પર તો બધું ચિંતાના ભાવ પ્રગટ ના થાય ને કહી દે કે ઓહ એમાં શું મટી જશે થોડા દિવસોમાં, પણ જેને એ થયું હોય એ વ્યક્તિ બિચારી…એક જ વાક્ય બોલી શકે …” ત્રાસ
ત્રાસ છે આનો તો…” સતત છીંકો આવ્યા કરે, વહેતું નાક ફ્રેશનેસ ના લાગે, કંટાળો આવે, ઉઘ વધી જાય, તાવ જેવું લાગ્યા કરે, કોઈ કામમાં ચિત્ત ના ચોંટે. અને..બીજું ઘણું ઘણું…
આ પ્રકાર ની રોજબરોજ ની શરદી સામાન્ય વાયરસ ને કારણે પણ હોઈ શકે કે પછી લાગતી રોજબરોજ ની શરદી કોઈ વસ્તુની એલર્જી ને કારણે પણ હોઈ શકે. આમ તો એના કારણો નું લીસ્ટ બહુ લાંબુ છે પણ એમાં થી આપણાં માના મોટાભાગ ના લોકો ને આવરી લે એવા કારણો ને લીસ્ટ કરવા હોય તો :
૧. વાયરસ
૨. એલર્જી – (ધૂળની, ધુમાડા ની અને ઋતુ બદલાય ત્યારની…એ પછી ખુબ જ લોકોમાં જોવા મળતી તકલીફ છે )
૩. વાંકો નાક નો પડદો
૪. સાઈનુંસાઇટીસ
આ કારણોમાં મોટાભાગના આવી જાય, બાકી હજી બીજા ઘણા કારણો તો છે જ.
ને હા, વગર વાંકે શિકાર બનવાની શક્યતા પાછી આ રોગમાં સૌથી વધારે કારણકે, આ રોગ ચેપી છે. ઘરમાં એક ને શરદી થઇ એટલે..આપણે તૈયાર જ રહેવાનું. કોઈ પણ વ્યક્તિ એક છીંક ખાય ને એમાંએ  જો એનો રૂમાલ એ ઘેર ભૂલી આવ્યો હોય તો ..ગમે કે ના ગમે ..પણ આપણે શરદી સ્વીકારવી જ રહી.
એના ચિન્હો આમ તો,
૧. નાક વહેવું
૨.ગળામાં ચરચરાટી જેવું થવું
૩. નાક બંધ થઇ જવું
૪. માથાનો દુ:ખાવો
૫. આંખો ભારે ભારે લાગવી
૬. છીંકો આવવી
૭. તાવ આવવો ( આવે પણ અને ના પણ આવે)
૮. ઉધરસ થવી
૯. સુસ્તી લાગવી અને કંટાળો આવવો.
ઉપરાંત વ્યક્તિ ની પ્રકૃતિ પ્રમાણે હજી પણ અલગ અલગ પ્રકાર ના ચિન્હો  હોઈ શકે. પણ આટલા તો મોટેભાગ હોય જ છે.
પણ આ હળવા રોગ ની થોડી સીરીયસ નોટ ઉપર આવીએ :
એક તો, વર્ષે દિવસે ક્યારેક એકાદ વાર થાય તો હજી ચાલે પણ ઘણા બધા લોકો ને તો હમેશ રહે એવી શરદી હોય છે ..બારે મહિના. જે એમની કાર્યક્ષમતા, સ્વભાવ બધા પર વિપરીત અસર પડે છે, અને બીજું કે શરદી થાય એટલે આપણે તરત જ નજીક ના જાણીતા ને માનીતા ડોક્ટર પાસે જઈ ને કે કદાચ હવે તો જાતે જ મેડીકલ ની દુકાને જઈ ને જે દવા ઓ લઇ આવીએ છીએ તેનો વારંવાર થતો ઉપયોગ અનહદ નુકસાનકારક છે. એના થી વધુ સુસ્તી લાગવી, ઊંઘ આવવી, યાદ રાખવા ની ક્ષમતા ઉપર વિપરીત અસર થવી, પાચનતંત્ર પર વિપરીત અસર થવી, kidneys ની કાર્યક્ષમતા ઉપર વિપરીત અસર થવી, આવી તો કેટલીયે આડઅસરો છે અને લાંબેગાળે આપણે મોટા રોગ ના શિકાર બનીએ છીએ.
એના કરતા આ સરળ રોગ ને સરળતા થી જ દુર કરવો હોય તો હોમીઓપેથી પાસે ઘણું છે. આમ તો આયુર્વેદ ના ઘરગત્થું ઉપચારો પણ ખુબ જ કામ આવી શકે પણ ઘણી વાર એ ઘણા ને ગરમ પડતા હોય છે એવા સંજોગોમાં હોમીઓપેથી એનું ખુબ સરળ સોલ્યુશન છે.

હોમીઓપેથીમાં આ પ્રકાર ની શરદી માટે ઘણી દવાઓ છે. અલેર્જી અને સાઈનુસાઇટીસ ને આપણે અલગ થી સમજીશું પણ નોર્મલ થતી વાઇરલ પ્રકાર ની શરદી માટે પણ હોમીઓપેથીમાં અકસીર દવાઓ છે.

 

જેમ કે,
Gelsemium – જેલ્સેમીઅમ – જે શરદી, અને એને કારણે આવેલો તાવ અને સુસ્તી વત્તા માથા નો દુખાવો આ ત્રણેય દુર કરે છે, આ ઉપરાંત allium cepa – અલીઅમ સેપા -પણ શરદી અને સળેખમ ને મટાડી દે છે ખાસ કરી ને જયારે નાકમાંથી નીકળતું પાણી બળતરા કરતુ હોય ત્યારે, સાબડીલા કરી ને દવા છે જે ખાસ કરી ને છીંક બહુ જ આવે ત્યારે અકસીર ઈલાજ છે, આ ઉપરાંત arum triph .-એરમ ટ્રીફ. , phos. -ફોસફરસ ,dulcamara – દલ્કામારા ,rhus tox – રસ તોક્ષ , kali bich. જેવી દવાઓ ચિન્હો પ્રમાણે અપાય તો હંમેશ માટે શરદી ને દુર કરે છે. ફરી થી ઉલ્લેખ કરું છું કે કાયમ માટે રહેતી શરદી નો ઈલાજ કરવો હોમીઓપેથી દ્વારા પૂર્ણતઃ શક્ય છે એ માટે ચણા મમરા ખાતા હોઈએ એ ઉત્સાહ થી અલોપેથી ની દવા તરત લેવા દોડી ના જવું.
હા, જરૂરિયાતના સંદર્ભમાં એલોપેથી નો જરા પણ વિરુદ્ધ નથી પણ મારો અંગુલી નિર્દેશ આપની તરત દવા ખાઈ લેવા ની ટેવ પર છે.
આવતી વખતે પાછા કોઈ બીજા રોગ પર વાત કરશું . જતા જતા એક વાત …ગરમ હુંફાળું પાણી દરરોજ સવારે લેશો તો શરદી મોટેભાગે દુર જ રહેશે. ને તોએ થાય તો તો હોમીઓપેથી છે જ. ફરી મળીશું ત્યાં સુધી ….शुभम भवतु !
પ્લેસીબો :
મોટેભાગે  શરૂઆતમાં દરેક રોગ રાઈ જેવડો જ હોય છે, પણ આપણે એના ચિન્હો અનુભવાતા બંધ થાય એ રીતે એ રોગ ને  દબાવ્યા કરીએ છીએ જેમ કે માથા ના દુખાવા માટે ગોળી ગળી લીધી, શરદી ની દવા ખાઈ લીધી ….અને પરિણામે આ તમામ દવાઓની વિપરીત અસર તો ખરી, વત્તા રોગ મૂળમાં તો એમ જ હોય એટલે એની વધતી જતી તીવ્રતા આ બંને મળી ને રાઈનો પહાડ બનાવે છે. ત્યારે પણ આપણા અજ્ઞાનની મજા જુઓ, આપણે એ રાઈ અને એ પહાડ ને અલગ અલગ માનીએ છીએ.
હકીકતમાં એ બંને નું મૂળ એક જ છે. જરૂર છે એ મૂળ ને શોધી ને દવા કરવાની.
” આપ  આપના પ્રતિભાવો તેમ જ પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછશો  ડો. પાર્થ શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે. જો કોઈ ને  એમના પ્રશ્ન કે રોગ બાબતે secrecy રાખવાનો  પ્રશ્ન હોય નડતો હોય તો તેમણે drparthhomoeopath @ gmail .com પર પૂછવી.” –

જાગોને અલબેલા કાન …

જાગોને અલબેલા કાન …
સ્વર : નારાયણ સ્વામી …

.

.
જાગો લોકો મત સુઓ
મત કરો નિંદસે પ્યાર ..(૨)
જૈસો સપ્નો રૈન કો
એસો હૈ સંસાર ..

 

જાગોને અલબેલા કાન ..
જાગોને અલબેલા કાન
મોર મુગુટ ધારી રે
જાગોને અલબેલા કાન …

 

આ સઘળી દુનિયા સુતી જાગી ..

 

સઘળી દુનિયા સુતી જાગી
તમારી નિંદરા ભારી રે
જાગોને અલબેલા કાન …

 

ગોકુળ ગામની ગાયો સુતી
વણજ કરે વેપારી રે ..

 

ગોકુળ ગામની ગાયો સુતી
વણજ કરે વેપારી રે ..
દાતણ કરોને આદિ દેવા ..(૨)
મુખ ધુઓને મુરારી રે
જાગોને અલબેલા કાન …

 

જાગોને અલબેલા કાન
મોર મુગુટ ધારી રે
જાગોને અલબેલા કાન …

 

ભાત ભાતના ભોજન બનાવ્યા
ભરી સુવર્ણ થાળી રે ..

 

ભાત ભાતના ભોજન બનાવ્યા
ભરી સુવર્ણ થાળી રે
પ્રેમ થાકી તમે જમો પુરુષોત્તમ ..(૨)
તમને જમાડે વ્રજ નારી રે
જાગોને અલબેલા કાન …

 

જાગોને … જાગોને …
જાગોને અલબેલા કાન
મોર મુગુટ ધારી રે
જાગોને અલબેલા કાન …

 

કાલીન્દ્રીમાં જઈને કાળી નાગ નાથ્યો
ઉપર કરી અસવારી રે ..

 

કાલીન્દ્રીમાં કાળી નાગને નાથ્યો
ઉપર કરી અસવારી રે
મામા કંસનો ઘાણ જ વાળ્યો ..
મામા કંસનો ઘાણ જ વાળ્યો
માસી પૂતનાને મારી રે
જાગોને અલબેલા કાન …

 

જાગોને … જાગોને …
જાગોને અલબેલા કાન
મોર મુગુટ ધારી રે
જાગોને અલબેલા કાન …

 

સૂરનર મુનિજન ધ્યાન ધરે
બ્રહ્મા વેદ વિસારી રે ..

 

સૂરનાર મુનિજન ધ્યાન ધરે
બ્રહ્મા વેદ વિસારી રે
મીરાં કહે પ્રભુ ગિરધરના ગુણ ..(૨)
હું છું દાસી તમારી રે
જાગોને અલબેલા કાન …

 

જાગોને … જાગોને …
જાગોને અલબેલા કાન
મોર મુગુટ ધારી રે
સઘળી દુનિયા સુતી જાગી ..(૨)
તમારી નિંદ્રા ભારી રે
જાગોને અલબેલા કાન …

 

જાગોને અલબેલા કાન
મોર મુગુટ ધારી રે
જાગોને અલબેલા કાન …

 

જાગોને અલબેલા કાન
જાગોને અલબેલા કાન
જાગોને અલબેલા કાન …