પાલક પનીર સેન્ડવીચ …

પાલક પનીર સેન્ડવીચ …

પાલકની સેન્ડવીચ સ્વાદિષ્ટ હોય છે અને સાથે સાથે પુષ્ટિ પણ ખરી. બાળકોને ટીફીન  બોક્ષમાં કે નાસ્તા સમયે આપી શકાય. બધાંને બહુજ પસંદ આવશે.

સામગ્રી :

૮ નંગ બ્રેડ સ્લાઈઝ

૪૦૦ ગ્રામ પાલક (૨-કપ, બારીક સમારી લેવી)

૨ ટે.સ્પૂન માખણ

૧૦૦ ગ્રામ પનીર

૧ ટે.સ્પૂન મકાઈના દાણા  (સ્વીટ કોર્ન)

૧/૨ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧/૪ નાની ચમચી મરીનો પાઉડર અથવા સફેદ મરચાનો પાઉડર (જે પસંદ હોય )

૧ નાની ચમચી શેકેલા જીરાનો પાઉડર

૨ નાની ચમચી લીંબુનો રસ

રીત :

પાલકના પાનમાંથી ડાંડી હટાવી લેવી અને પાનને પાણીમાં ડૂબાડી દેવા અને (૨) બે વખત પાણીથી સારી રીતે ધોઈને સાફ કરવા. ધોયેલા પાનને ચારણીમાં અથવા થાળીમાં રાખી અને વાસણને ઊભું ત્રાંસુ ગોઠવવું, જેથી પાલકમાં રહેલ વધારાનું પાણી બહાર નીકળી જાય.

હવે આ પાલકના પાનને બારીક સમારી લેવા.

એક કડાઈમાં ૨ નાની ચમચી માખણ નાંખી ગરમ કરવું, માખણમાં સમારેલી પાલકના પાન, સ્વીટ કોર્ન. મીઠું અને કાળા મરીનો પાઉડર નાંખી અને મિક્સ કરવો. પાલકના પાનને ઢાંકી અને ૨-મિનિટ પાકવા દેવા.. ઢાંકણું ખોલી અને પાલકમાંથી નીકળેલું પાણી પૂરું બળી ના જાય ત્યાંસુધી પાલકને પાકવા દેવી. ત્યારબાદ, આગ બંધ કરી દેવી.

આ પાલક ને પનીરના મિશ્રણમાં (શાકમાં) પનીરને છીણીને (ક્રમબલ) નાખવું. ત્યારબાદ, શેકેલું જીરૂ અને લીંબુનો રસ નાંખી દેવો. અને બધીજ વસ્તુને સારી રીતે મિક્સ કરવી. બસ સેન્ડવીચનું મિશ્રણ /શાક તૈયાર છે. આ મિશ્રણના એક સરખા ૪ ભાગમાં વહેંચી દેવું.

બે (૨) બ્રેડની સ્લાઈઝ લેવી તેની અંદરના ભાગમાં ઓઆછું માખણ લગાવું, એક બ્રેડમાં જ્યાં માખણ લગાડેલ છે તેની ઉપર મિશ્રણનો ૧-ભાગ મૂકી અને ટે મિશ્રણ બ્રેડ ઉપર એક સરખું ફેલાવી દેવું. ત્યારબાદ, બીજી માખણ લગાડેલ બ્રેડને તેની ઉપર ઢાંકી અને હાથેથી થોડું દબાવી પેક કરવી. આજ રીતે બીજી સેન્ડવીચ પણ તૈયાર કરવી.

સેન્ડવીચ ટોસ્ટરમાં સેન્ડવીચ રાખી અને ગ્રીલ કરવા મૂકવી. ૩-૪ મિનિટમાં લગભગ સેન્ડવીચ ગ્રીલ થઇ જશે.

સેન્ડવીચ બહાર કાઢી અને પ્લેટમાં ગોઠવવી. આજ રીતે બીજી સેન્ડવીચ, સેન્ડવીચ ટોસ્ટરમાં રાખી, ગ્રીલ કરી કાઢી લેવી અને પ્લેટમાં ગોઠવવી.

પાલક પનીર સેન્ડવીચ (પાલક-કોર્ન-પનીર સેન્ડવીચ તૈયાર છે. ગરમા ગરમ પાલક પનીર સેન્ડવીચ લીલી કોથમીરની ચટણી, અને ટામેટા કેચપ સાથે પીરસવી.

નોંધ :લીલી ચટણીની રેસિપી તેમજ અન્ય ચટણીની  રેસિપી, અહીં બ્લોગ પર ચટણીની કેટેગરીમાંથી જાણી અને માણી શકો છો.

 

બ્લોગ લીંક: http://das.desais.net

ગઝલ …. (રચિયતા – અનિલ ચાવડા…)

ગઝલ ….  (રચિયતા અનિલ ચાવડા..)
( મૂળ કારેલા (તા. લખતર, જિ. સુરેન્દ્રનગર)  ના વતની અને હાલ અમદાવાદમાં ફિલ્મ કથા-પટકથાના સ્ક્રીપ્ટ રાઈટર, ફિલ્મીગીત, નાટક, ડોક્યુમેન્ટરી, અનુવાદ, સંપાદન, રેડિયો નાટક વિ. નું લેખન કાર્યમાં  કાર્યરત  શ્રી અનિલભાઈ ચાવડા  ખૂબ સારા સાહિત્યકાર  છે. તેઓએ એમ.એ., બી.એડ, જર્નાલીઝમનો અભ્યાસ કરેલ છે.  તેમના કાવ્યો-ગઝલ તેમજ રચનાઓ ગુજરાતના તમામ સાહીત્યક સામાયિકોમાં પ્રસિઘ્ઘ થઈ  છે, તેમને સાહિત્યમાં ખુબજ રસ છે. તેઓએ ગુજરાતના અનેક શહેર તેમજ દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં કાવ્યપાઠમાં હિસ્સો લીધો છે. દાદીમા ની પોટલી પર તેમની આ સુંદર રચના પ્રકાશિત કરવાની ફરી અમોને તક આપવા બદલ તેમના  અત્રે અમો  ખૂબ ખૂબ આભારી છીએ..  તેમનો  સંપર્ક  તેમના ઈ મેલ એડ્રેસ [email protected] પર કરી શકાય છે.)
ગઝલ ….  (૧)


શ્વેત  ચાદર ને  ફૂલોના  હારનો  ઉપહાર આપ્યો,
મૃત્યુ વેળાએ તમે જબરો વળી શણગાર આપ્યો!

 

સૌપ્રથમ તો આગિયાની આંખનો ચમકાર આપ્યો,
ને  પછીથી  સૂર્યની  સામે  થવા  પડકાર  આપ્યો.

 

આપતા તો આપી દીધા હાથ બે દમયંતીના પણ,
તો  પછીથી  કેમ માછીમારનો અવતાર આપ્યો ?

 

પાંદડુંયે  જો  હલાવ્યું   તો   ખબર  મેં   મોકલાવ્યા,
મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો ?

 

આ તો એનું એ જ ને ? આમાં અમારી મુક્તિનું શું ?
ઇંટમાંથી   બહાર  કાઢી  ભીંતનો  આકાર  આપ્યો.

 

-અનિલ ચાવડા

 

ગઝલ .. (૨)
– અનિલ ચાવડા..

એકદમ  ગંભીર  એવા હાલ પર  આવી ગયા,
ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.

 

કોઇ બિલ્લી જેમ ઉતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયા.

 

એમણે  એવું  કહ્યું  જીવન  નહીં  શતરંજ   છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

 

શું હશે? સાચ્ચું હશે? અફવા હશે કે શું  હશે?
સર્વ રસ્તા એક્દમ દીવાલ પર આવી ગયા.

 

– રચિયતા… અનિલ ચાવડા…

 

 

(૧) મહાવત નારાયણ … અને (૨) ભગવાનને કેવી રીતે શોધવા?…(બોધકથાઓ) …

મહાવત નારાયણ …(બોધકથા) …

કોઈ એક જંગલમાં એક સાધુ રેહતા હતાં. તેમને અનેક શિષ્યો હતાં. એક દિવસ તેમણે શિષ્યોને ઉપદેશ આપ્યો કે બધામાં નારાયણને જોવા અને એમ માનીને જ સર્વને નમસ્કાર કરવા. એક શિષ્ય સમધિ વિણવા જંગલમાં ગયો. અચાનક તેણે બુમ સાંભળી, ‘રસ્તામાંથી ખસી જાઓ ! એક ગાંડો હાથી આવી રહ્યો છે.’ સાધુના એ શિષ્ય સિવાય બધા જ ત્યાંથી નાસી ગયા. તે શિષ્યે વિચાર્યું કે હાથી પણ બીજા સ્વરૂપમાં નારાયણ જ છે. તો પછી તેણે શા માટે તેની પાસેથી નાસી જવું જોઈએ ? તે સ્થિર ઊભો રહ્યો. તણે હાથીને નમસ્કાર કર્યાં અને તેની સ્તુતિ ગાવાની શરૂઆત કરી. હાથીનો મહાવત બૂમો પાડતો હતો, ‘નાસી જાઓ, નાસી જાઓ,’ તોય શિષ્ય ત્યાંથી ખસ્યો નહિ. પછી હાથીએ તેણે પોતાની સૂંઢથી પકડ્યો, તેણે એક બાજુ ફેંક્યો અને પોતાના રસ્તે આગળ ચાલ્યો. ઘવાયેલા અને લોહીલુહાણ થયેલો શિષ્ય બેભાન હાલતમાં જ જમીન પર પડી રહ્યો. જે બન્યું હતું તે સાંભળીને તેના ગુરુજી અને ગુરુભાઈઓ તેની પાસે આવ્યા અને તેણે ઉપાડીને આશ્રમમાં લઇ ગયા. ઔષધથી તે તરત જ ભાનમાં આવી ગયો. કોઈએ તેણે પૂછ્યું, ‘તું જાણતો જ હતો કે હાથી આવતો હતો તો તેં સ્થલ શા માટે છોડી ન દીધું?’ ‘પણ,’ તણે કહ્યું, ‘આપણા ગુરુજીએ આપણને કહ્યું છે કે નારાયણે પોતે જ પ્રાણી અને માણસનાં સઘળાં સ્વરૂપ ધારણ કરેલાં છે. તેથી એ તો હાથીનારાયણ આવી રહ્યા હતાં એમ માનીને હું ત્યાંથી નાસી ન ગયો.’
ત્યારે ગુરુજીએ કહ્યુંમ્ ‘હા વત્સ, એ સાચું છે કે હાથી-નારાયણ આવતા હતા. પણ આ મહાવત નારાયણે તો તણે ત્યાં ઊભા રેહવાની મનાઈ ફરમાવી હતી. જ્યારે બધાં જ નારાયણનાં સ્વરૂપો છે, ત્યારે તેં મહાવત-નારાયણના શબ્દોનો વિશ્વાસ કેમ ન કર્યો? તારે મહાવત-નારાયણના શબ્દો પર ધ્યાન આપવું જોઈતું હતું.’
બેશક, નારાયણ સહુના અંતરમાં વસે છે, પવિત્ર અને અપવિત્ર, સદગુણી અને દુર્ગુણી બધામાં, પન્માન્સે અપવિત્ર, દુષ્ટ અને અસાધુ સાથે વ્યવહાર કરવો જોઈએ નહિ. તેણે આ બધાની સાથે આત્મીય બનવું જોઈએ નહિ.
(૨)
ભગવાનને કેવી રીતે શોધવા ?
ભગવાનને માટે આકુળવ્યાકુળ થયેલા જો તમે જુઓ તો ચોક્કસ માનજો કે ભગવાનના દર્શન માટે હવે તેણે લાંબો સમય રાહ જોવી નહિ પડે.
એક શિષ્યે તેના ગુરુને પૂછ્યું, ‘ગુરુજી, ક્ર્ય્પા કરીને મને કહો કે હું કઈ રીતે ભગવાનને પામી શકું?’ ‘મારી સાથે ચાલ,’ ગુરુએ કહ્યું, ‘હું તને તે બતાવીશ.’ પછી ગુરુ શિષ્યને એક તાલાવે લઇ ગયા અને બંને પાણીમાં ઊતર્યા. અચાનક ગુરુએ શિષ્યનું મસ્તક પાણીમાં ડૂબાડી રાખ્યું. થોડીવાર પછી એમણે શિષ્યને છોડી દીધો અને શિષ્યે તેનું માથું બહાર કાઢ્યું અને ઊભો થયો. ગુરુએ પૂછ્યું, ‘તને કેવું લાગ્યું?’ ‘અરે, મને થયું કે હુમારી જઈશ. શ્વાસ લેવા માટે હું તરફડતો હતો,’ શિષ્યે કહ્યું. ‘જ્યારે ભગવાન માટે તું આવું અનુભવીશ ત્યારે જાણજે કે તેમના સાક્ષાત્કાર માટે તારે લાંબો સમય રાહ જોવાની નથી.’
વિષયીનું દુન્યવી પદાર્થો માટેનું આકર્ષણ, સતી સ્ત્રીનું પતિ માટેનું આકર્ષણ અને માનું બાળક માટેનું આકર્ષણ, જો આ ત્રણ આકર્ષણના બળને માણસ પોતાની અંદર એકત્ર કરે અને તેને ભગવાન તરફ વાળે, તો તે ભગવાનને મેળવી શકે છે.’ પ્રેમનાં આ તારણ સ્વરૂપોને જો તમે એકત્ર કરીને એ બધું જ ઈશ્વરને સમર્પિત કરી દયો તો તમને તરત જ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય.

નર નારાયણ …(રચના)

નર નારાયણ …

નર નારાયણ હોવે,
યા તો કરલે સંત જન સેવા, યા હરિજન હોવે…
એક અપરાધી પાપી પારધી, સંત સમાગમ હોવે
છોડ કપટ મહા ગ્રંથ રચાયા, હરિ અનુરાગી હોવે…
બીલ્વમંગલ સુરદાસ કહાવે, જબ નિજ નજરેં ખોવે
રાસ વિહારી રાહ દિખાવે,    ઘટ ઘટ દર્શન હોવે…
તુલસીદાસ મન મોહ અનેરા, નારી વશ પત ખોવે
એક શબ્દ મેં સત્ય સમજ કર,   સંત શિરોમણી હોવે…
કામ ક્રોધ મદ છોડદે બંદા, ક્યું માયા વશ હોવે
દીન “કેદાર” હરિ નામ સુમરલે, હોની હો સો હોવે…
સાર-
૧]- વાલીયો લુટારો, લુંટ માર,શિકાર કરીને જીવન ગુજારતો, એક વખત નારદ મુનિનો સંપર્ક થયો.  ત્યારે નારદ મુનિએ પુછ્યું કે તું જે આ કર્મો  તારા  પરિવાર માટે કરે છે  તો શું  તે તારા કર્મો માટે તારો  પરિવાર તારા પાપ ના ભાગીદાર છે? પણ પરિવારે  આમાં ભાગીદાર  ના હોવાનું જણાવતાં તે નારદજી ના ચરણોમાં પડી ગયો અને રસ્તો બતાવવા કહ્યું,બોધ મળતાં તે રામ નામમાં લીન બન્યો અને વાલ્મિકી મુની બનીને રમાયણ જેવા મહા ગ્રંથની તેણે રચના કરી.
૨]  સુરદાસજી વિશે અલગ અલગ કથા મળે છે, એક જગ્યાએ તેમને જન્મથી જ અંધ છે એવો ઉલ્લેખ છે, જ્યારે મને  એક આધારભુત સુત્રો દ્વારા સાંભળવા મળ્યા મુજબ તેનું નામ બિલ્વમંગલ હતું, તેના કોઇ કર્મો ના આધારે તેને વલ્લભાચર્ય જેવા ગુરુ મળ્યા અને તેને સદ માર્ગે ચાલવા સમજાવ્યા. એક વખત એક ગામના પાદરે એક પાણી ભરી ને જતી સ્ત્રી પર તે મોહ પામ્યા અને તેની પાછળ પછળ તેના ઘર સુધી ચાલ્યા ગયા, પણ સદ ભાગ્યે તેમને તેના ગુરુ ની યાદ આવતાં તેણે તે સ્ત્રી પાસે સોય મંગાવી ને પોતાની બન્ને આંખો ફોડી નાંખી અને ક્રુષ્ણ ભજનમાં લાગી ગયા. એમની ભક્તિ એટલી પ્રબળ બની કે ખુદ કૃષ્ણ ભગવાન બાળક નું રૂપ લઇને તેમને માર્ગ બતાવતા. સુરદાસજી પણ સમજવા લાગેલા કે મને લાલોજ માર્ગ બતાવે છે, તેથી મનમાં મનમાં હસ્તા અને કહેતા “લાલા તું મને છેતરે છે પણ મને હવે બધીજ ખબર છે કે આ લાલો કોણ છે. હું તો મારા ઘટ ઘટમાં તારાં દર્શન કરૂં છું.”
સુરદાસજીએ અમુક સંખ્યામાં પદો લખવાની ટેક રાખેલી, પણ એ પહેલાંજ તેમની જીવન યાત્રા સમાપ્ત થઇ જતાં ખુદ ભગવાને તેમના પદો પુરાં કર્યા છે તેમ કેહવાય છે. સુરદાસજી પોતાના પદ ના અંતે “સુરદાસ” લખતાં જ્યારે જે પદો ભગવાને લખ્યા તેમાં ” સુર શ્યામ” લખ્યું છે.
આ પ્રસંગે મને એક કોઇ સંત ના મુખેથી સાંભળેલી એક સરસ વાત યાદ આવી જે લખવા નું મન થાય છે. સુરદાસજી અને તુલસીદાસજી એક વખત એક જંગલ માંથી પસાર થતા હતા ત્યારે કોઇએ બુમ પાડી કે રસ્તામાંથી હટી જાવ કોઇ હાથી ગાંડો થયો છે, તુલસીદાસજી તો પોતાની મસ્તી માં ચાલતા રહ્યા પણ સુરદાસજી લાલા ની મૂર્તિ લઇ ને એકબાજુ જતા રહ્યા. જ્યારે હાથી પસાર થઇ ગયો ત્યારે તુલસીદાસજી એ પુછ્યું કે આપના જેવા સંત ને ભગવાન પર એટલો ભરોંસો નથી કે આપ એક બાજુ જતા રહ્યા, ત્યારે સુરદાસજીએ કાહ્યું કે આપના આરાધ્ય તો ધનુષધારી છે એને હાથી નો શો ડર, પણ મારો  લાલો તો હજુ નાનો છે એને મારે જ સંચવવો જોઇએ. આવી છે સંતો ની વાતો.
૩] તુલસીદાસજી ને  પોતાની સ્ત્રી માટે નો મોહ અનહદ હતો, ધોધમાર વરસાદમાં પિયર ગયેલી પત્નિ ને મળવા એક મુડદા ને લાકડું   સમજી ને નદી પાર કરી, અને સાપને દોરડું સમજી અને ઘરના કઠોળે ચડી ગયા હતાં,  પણ પત્નિએ ટકોર કરી કે જેટલી મારા પર પ્રીતિ છે તેટલી જો પ્રભુ પર રાખી હોત તો તમારો બેડો પાર થઇ જાત, બસ આ એકજ શબ્દે તુલસીદાસ રામ મય બન્યા વાલ્મિકી ની જેમ સરળ  શબ્દોમાં લોકો આસાની થી સમજી શકે તેવા રામ ચરિત માનસ ની રચના કરી અને અનેક પદો પણ લખ્યા.તુલસીદાસજી ને વલ્મિકી મુની ના અવતાર ગણવામાં આવે છે.
ઉપર નું દરેક લખાણ મારું અંગત મંતવ્ય અને સમજ છે જે કદાચ કોઈને અનુકુળ ના હોય કે માન્ય પણ ના  હોઈ શકે? તેમણે વિનતી કે મારા અગંત મંતવ્ય નો કોઈ આધાર લેવો નહિ.
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ
www.kedarsinhjim.blogspot.com

 

આધાશીશી -માથાના દુ:ખાવા જેવો જ પણ જરા હઠીલો રોગ …અને હોમીઓપેથી… (૬)

આધાશીશી –  માથાના દુ:ખાવા જેવો જ પણ જરા હઠીલો રોગ …અને હોમીઓપેથી… (૬)
-ડૉ.પાર્થ માંકડ …

આધાશીશી – migraine  એ મૂળ ગ્રીક ભાષામાંથી આવેલો શબ્દ છે અને જેનો અર્થ અડધું માથું કે અડધો ખોપરીનો ભાગ એવો થાય છે. અને એનું નામ જ એનું મુખ્ય લક્ષણ પરથી જ પડેલું છે .. કારણ કે આધાશીશીમાં મોટેભાગે વ્યક્તિ ને બિલકુલ અડધું માથું દુ:ખે છે, ડાબી કે જમણી કોઈ પણ તરફનું.
કારણો: …
માઈગ્રેન થવા પાછળનું કોઈ એક કારણ તો જાણી શકાયું નથી પણ  આપણા મગજમાં જરૂરી  કેમિકલ – સિરેતોનીનની માત્રમાં ફેરફાર થવા ને કારણે મુખ્યત્વે થતું હોય છે. આધાશીશીમાં થવા પાછળ ની પ્રોસેસ જે થાય એના કરતા એ જે કારણે ટ્રીગર થાય એ એક દર્દી તરીકે જાણવું વધુ જરૂરી છે.
આધાશીશીને શરુ કરવાની જરૂરી કિક આપતા પરિબળો ઘણા હોઈ શકે જેમ કે, …
૧. જમવા ના સમયમાં ફેરફાર.
૨. ઊંઘમાં  ફેરફાર.
૩. વાતાવરણમાં ફેરફાર.
૪. માનસિક તાણમાં કોઈ કારણસર થયેલો વધારો.
આમાંના કોઈ પણ કારણે જો વારંવાર માથા નો દુ:ખાવો થાય અને એ પણ પાછો એક જ તરફ થાય અને વારંવાર થાય તો એમ કહી શકાય કે તમને આધાશીશી છે.
ચિન્હો :
આધાશીશી બે પ્રકારની હોય છે : …
એક તો ઓરા સાથેની આધાશીશી અને બીજી ઓરા વિનાની. ઓરા વિનાની આધાશીશી ના ચિન્હો પહેલા જાણી લઈએ.
૧.]  એક તરફ થતો અસહ્ય માથાનો દુ:ખાવો.
૨.]  ઉબકા આવવા કે ઉલટી જેવું થાઉં.
૩.]  ઊંઘ વધુ આવવી.
૪.]  સ્વભાવમાં ચિડીયાપણું આવવું.
૫.]  થાક વધારે લાગવો.
૬.]  વધુ પડતા બગાસા આવવા.  વિગેરે ..
હવે જો ઓરા સાથે ની આધાશીશી હોય તો એમાં કેટલાક ચિન્હો ઉમેરાય છે જેમ કે : ..
૧.]   દ્રશ્ય જોવામાં તકલીફ પડે કે ઘણી વાર અડધું કે ઝાંખું દેખાય.
૨.]  આંખ  સામે લાઈટ ના ઝબકારા દેખાય કે કોઈ જગ્યા એ કાળું ટપકું દેખાય.
૩.]  ચક્કર આવે.
આ પ્રકારના ચિન્હો દુ:ખાવો શરૂ થવાના કેટલાક કલાકો પહેલા અનુભવવાના શરૂ થાય અને પછી દુ:ખાવો શરૂ  થાય.

ઉપાયો : ..
આધાશીશીના ભોગ બનવાથી બચવું હોય અને જો બનેલા હોઈએ તો એનો એટેક ના આવવા દેવો હોય, તો એનો ઉપાય બે  શબ્દોમાં જ કહી શકાય :
” નિયમિત રહેવું .”
નિયમિત આહાર, નિયમિત ઊંઘ  અને ઓછી માનસિક તાણ આ ત્રણેય જો સાથે રહે તો મોટેભાગે આધાશીશી નડતો નથી…પણ જો નિયમિતતાની આગળ ‘ અ ‘ લાગી ગયો, એટલે કે  ‘અનિયમિતતા’  તો  … આધાશીશી પરેશાન કરી મુકે છે.
હોમીઓપેથીમાં આધાશીશીને લઇને ઘણી અસરકાર દવાઓ છે ..
જેમ કે :
૧] glononie , Cocculus Indicus , Iris versicolor – ખાસ કરી ને ઓરા સાથે ની આધાશીશી માટે,
૨] spigelia , Cyclamen વગેરે.
વધુ એકવાર માથાના દુ:ખાવા… એક જ પ્રકારના જ લેખમાં આજે ફરી ગયો છું, જેના કારણ બે છે ..
૧] એક તો એનાથી આપણામાંના ઘણા લોકો હેરાન થાય છે અને
૨] બીજું તો એને મટાડવા ખવાતી દવાઓ ખુબ જ આડઅસર કરનારી અને નુકસાનકારક છે. જેની જાગૃતિ આપવા માટે…
એટલે હોમીઓપેથી કે આયુર્વેદ કે યોગ જેવા વધુ અસરકારક અને ઓછા નુકસાનકારક ઉપાયો કરતા રહેવા એ મારો એની પાછળનો સ્પષ્ટ સંદેશ છે.
અને હા, જો આપણે આ બાબતને માનતા હોઈએ તો આજુબાજુમાં પણ ચણા મમરા ની જેમ વારે તહેવારે પેઈન કીલરનો નાસ્તો કરનારાઓને પણ આ બાબતની જાગૃતિ આપતા રહીએ.
ફરી મળીશું આવતા સપ્તાહે વધુ એક રોગના સંદર્ભ સાથે ત્યાં સુધી… “શુભમ્ ભવતુ.”
પ્લેસીબો :
”  રોગનું દુર થવું એટલે નહિ કે રોગના ચિન્હો અનુભવવાના બંધ થવા..આ ચિન્હો તો ભાષા છે આપણા મન અને શરીરની આપણને કહેવા માટેની કે ‘મિત્ર જરા સ્વસ્થ મન અને સ્વસ્થ તન રાખો – હું અસ્વસ્થ છું’  “
-ડૉ. પાર્થ માંકડ …
“આપ  આપના પ્રતિભાવો તેમજ આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ…  આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા રાખવાનો  પ્રશ્ન નડતો હોય તો તેમણે  [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું. ” –

(સ્વાસ્થ્યની વાત મનમાં આવે એટલે તરત જ આપણા મનમાં ડર મિશ્રિત ચિંતા ડોકાય,  ને થોડા attention (વિચારણામાં)માં પણ આવી જઈએ. મોટેભાગે આપણે બધા જ પૈસા, સંબંધો અને સ્વાથ્ય આ ત્રણેય માટે હંમેશ અસુરક્ષિતતા ની લાગણી ને સતત સાથે લઇ ને ચાલીએ છીએ. આવા સંજોગોમાં સ્વસ્થ જીવન જીવવા માટે ની જરૂરી બાબતો જાણવીને એનું જરૂરિયાત મુજબ નું application આ બને બાબતો કદાચ આપણને નીરોગી રાખવામાં બહુ અગત્ય નો role play- (ભૂમિકા ભજવી) કરી શકે. ડૉ.પાર્થ માંકડ દ્વારા અહી અપાતા લેખ એ સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ એમાં હોમીઓપેથી ના role ની, (ભૂમિકાની) જાગૃતિ ના  હેતુ થી શરુ કરાયેલું ખિસકોલી કાર્ય છે…. ડૉ.પાર્થ માંકડ દ્વારા ‘દાદીમા ની પોટલી’http://das.desais.net બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી  છીએ. તેમના અન્ય લેખ વાંચવા અને સાથે સાથે અન્ય સામગ્રીઓ  માણવા આપ સૌ ફેશબુક પર ના મિત્રો  ‘દાદીમા ની પોટલીની’ જરૂર મુલાકાત લેશો અને આપના મંતવ્યો પણ બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો.)


મિક્સ વેજીટેબલ ભુરજી …

મિક્સ વેજીટેબલ ભુરજી … (Mix Vej. Bhurji) …

સામન્ય સંજોગમાં શિયાળામાં આપણે શરૂઆત થાય એટલે માર્કેટમાં નવા અને તાજા લીલાં શાકભાજી આપણને જોવા મળે છે. પરંતુ હવે તો સમય બદલાઈ ગયો છે, મોટાભાગના શાકભાજી આપણે બારેમાસ મેળવીએ છીએ. આજે આપણે  લીલાં વટાણા, ફ્લાવર (બંધ કોબી), કોબીચ (પતા કોબી), ગાજર, તેમજ અન્ય લીલાં શાકભાજીના ઉપયોગથી બનાવેલ મિક્સ્ડ વેજ. ભુરજી બનાવીશું. વેજ. ભુરજી તમને તેમજ તમારા પરિવારને બહુ જ પસંદ જરૂર આવશે.

સામગ્રી :

૪૦૦ ગ્રામ ફ્લાવર (૨-કપ) બારીક સમારી લેવું)

૨૦૦ ગ્રામ કોબીચ (૧-કપ) બારીક સમારી લેવી)

૧ કપ લીલાં વટાણા

૨ નંગ કેપ્સિકમ (સીમલા મિર્ચ)

૨૦૦ ગ્રામ પનીર (૧-કપ) બારીક છીણી લેવું)

૨-૩ નંગ ટામેટા (મીડીયમ આકારના )

૧-૨ નંગ લીલાં મરચા

૧ નંગ આદુનો ટુકડો ( ૧ઇન્ચ્ લંબાઈમાં )

૧૦૦ ગ્રામ દહીં (૧/૨ – કપ)

૪ ટે.સ્પૂન તેલ

૧/૨ નાની ચમચી જીરું

સાબુત / ખડા (ગરમ) મસાલા ..

૧૦ નંગ કાળા મરી

૪ નંગ કાળા મરી

૪ નંગ લવિંગ

૨ નંગ મોટી એલચી (ખોલી નાંખવી)

૧ નંગ નાનો ટુકડો તજ

૧/૨ નાની ચમચી હળદર

૧ નાની ચમચી ધાણા પાઉડર

૧/૪ નાની ચમચી મરચાનો પાઉડર (જો તમને પસંદ હોય તો)

૧-૧/૨ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧૨-૧૫ નંગ કાજુ (૧ –કાજુ ના ૪-૫ ટુકડા થાય તેમ બધા સમારી લેવા)

૨૦-૨૫ નંગ કિસમિસ  ( ડાળખી કાપી અને સાફ કરી લેવી)

૧ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારી લેવી)

રીત :

ફ્લાવરને સાફ કરવું. (ફ્લાવરને સાફ કરવા એક વાસણમાં ગરમ પાણી (નવશેકું) લઇ તેમાં થોડું મીઠું અને હળદર નાંખી અને ઉંધુ ૪-૫ મિનિટ માટે ડૂબાડી દેવું,) જેને કારણે તેમાં રહેલ દવા અને જીવાત સાફ થઇ જશે.) પાણીમાંથી ફ્લાવર બહાર કાઢી અને તેને ચોખ્ખા પાણીથી ૨ વખત સાફ કરવું. અને ત્યારબાદ તેને બારીક સમારવું.

કોબિચને પણ સાફ કરી અને બારીક સમારી લેવી.

વટાણા સાફ ધોઈ અને સાફ કરી લેવા. સીમલા મિર્ચ પણ ધિ અને સાફ કરી અને બારીક સમારી લેવી.

ટામેટા, લીલાં મરચાં અને આદુ ને બારીક મિક્સરમાં પીસી લેવા. ટામેટામાં દહીં નાખીને ફરી એક વખત મિક્સરમાં ફેરવી લેવા જેથી ટામેટાના મસાલામાં દહીં બરોબર મિક્સ થઇ જાય.

 

આખા / સાબૂત ગરમ મસાલા ને કરકરા પીસી લેવા.

એક કડાઈમાં (૨)બે ટે.સ્પૂન તેલ ઉમેરવું અને ગરમ કરવું. ગરમ તેલમાં લીલાં વટાણા નાંખી અને તળી લેવા અને એક પ્લેટમાં અલગ બહાર કાઢી લેવા. બાકી વધેલા તેલમાં સમારેલી કોબી, સિમલા મિર્ચ ને ૨-૩ મિનિટ માટે તળી (ફ્રાઈ કરી) અને બહાર કાઢી લેવા.

કડાઈમાં બાકી વધેલ (૨) બે  ટે.સ્પૂન તેલ નાંખી અને તેલમાં જીરૂ નાંખી અને શેકવું, તે બ્રાઉન થાય એટલે ગરમ મસાલા (અધકચરા પીસેલા) તેમાં નાંખી અને આછા શેકવા. ત્યારબાદ, હળદર પાઉડર, ધાણાનો પાઉડર નાખવો. અને બાકીના પીસેલા મસાલા નાખવા ને ચમચાની મદદથી ધીરે ધીરે હલાવીને શેકવા, જ્યાં સુધી તેલ મસાલા શેકાઈને તેની ઉપર બહાર આવી ના જાય.

શેકેલા મસાલામાં સમારેલું ફ્લાવર નાખવું, અને એક વાસણ કડાઈ ઉપર ઢાંકી અને (૨) બે મિનિટ ધીમા તાપે પાકવા દેવું. ત્યારબાદ, ઢાંકણ ખોલી અને શાકમાં વટાણા, કોબીચ, સીમલા મિર્ચ, અને સમારેલું પનીર નાખવું.અને બધું મિક્સ કરવું. ત્યારબાદ, મીઠું, મરચું, કાજુ કિસમિસ. અને અડધી સમારેલી કોથમીર ન્બાખી અને શાકને પાંચ (૫) મિનિટ સુધી સારી રીતે પાણી સોકાઈ ના જાય ત્યાં સુધી ચમચાની મદદથી હલાવતાં રેહવું અને પાકવા દેવું.

બસ, ગરમા ગરમ સ્વાદિષ્ટ વેજ. ભુરજી તૈયાર છે. બાકી રહેલ કોથમીર તેની ઉપર છાંટી દેવી અને મિક્સ કરવી.

મિક્સ વેજ. ભુરજી એક કાચના વાસણમાં કાઢી અને રોટલી, પરોઠા કે ચોખા (ભાત) સાથે પીરસો અને ખાઓ.

મિક્સ વેજ ભુરજી બનાવવાની અન્ય એક રીત :

બધા શાક – ફ્લાવર, કોબીચ, વટાણા, સીમલા મિર્ચ નાના ટુકડામાં સમારી માઈક્રીવેવના વાસણમાં નાંખી અને વાસણ ઢાંકી ૩-૪ મિનિટ સુધી માઈક્રોવેવમાં રાખી અને પાકવા દેવું. ત્યારબાદ કડાઈમાં રહેલાં  શેકેલા મસાલામાં શાક, મીઠું, લાલ મરચાનો પાઉડર અને સમારેલી કોથમીર મિક્સ કરી અને શાકને ૩-૪ મિનિટ સુધી ચમચાની મદદથી હલાવતાં રેહવું અને પાકવા દેવું.

આ રીતે પણ મિક્સ વેજ. ભુરજી નું શાક સ્વાદિષ્ટ બને છે.

ભુરજીનું શાક તમારી પસંદગીની વધુ સારૂ બનાવા તમે લીલાં શાકભાજીમાં તમને પસંદ શાક હજુ ઉમેરી  શકો છો જેવાકા, બટેટા, ગાજર, વગેર. અને ઉપરોક્ત શાકમાંથી કોઈ પસંદ ના હોય તો તેની કમી પણ કરી શકો છો.

બ્લોગ લીંક: http://das.desais.net

સંસાર અને આધ્યત્મ-સાધના ..

સંસાર અને આધ્યત્મ-સાધના ..

ભક્ત – અમે સંસારી માણસો,અમને કાંઈ કહો.
શ્રી રામકૃષ્ણ પરમહંસ… ઈશ્વરને ઓળખીને, એક હાથ ઈશ્વરના ચરણકમળમાં રાખીને, બીજે હાથે સંસારનું કામકાજ કરો.
ભક્ત – મહાશય, સંસાર શું મિથ્યા?
શ્રીરામકૃષ્ણ – જ્યાં સુધી ઈશ્વરને ઓળખી ન શકાય ત્યાં સુધી મિથ્યા. ત્યારે તેને ભૂલી જઈને માણસ ‘મારું, મારું’ કરે, માયામાં બંધાઈ, કામ-કાંચનમાં મુગ્ધ થઈને વધારે અને વધારે ડૂબતો જાય, માણસ માયામાં એવી રીતે અજ્ઞાની થઈને રહે કે છોટવાનો રસ્તો હોય છતાં છૂટી શકે નહિ !
એક ગીત છે :
‘એવી મહામાયાની માયા, રાખ્યો છે શો ભેદ કરી;
બ્રહ્મા-વિષ્ણુ ભાન ભૂલ્યા, જીવો તે શું જાણી શકે?
ખાડો કરી પાંજરું મૂકો, મત્સ્ય તેમાં પ્રવેશ કરે,
નીકળવાનો માર્ગ છતાં મીન નવ નાસી શકે.
રેશમનો કીડો કોશ કરે, ધારે તો તે શકે છૂટી,
મહામાયાથી બદ્ધ કીડો પોતાની જાળમાં પોતે મારે.
“ તમે તો જાતે જ જુઓ છો કે સંસાર અનિત્ય, જુઓને કેટલાં માણસો આવ્યાં અને ગયાં ! કેટલાંય જન્મ્યાં, કેટલાં માર્યા ! સંસાર આ ઘડીએ છે અને બીજી ઘડીએ નથી. અનિત્ય ! જેમણે આટલાં ‘મારાં મારાં’ કરો છો તે બધાંય આંખ મીંચાવાની સાથે જ તમારાં કોઈ નથી. બીજું કોઈ ન હોય છતાં દીકરાના દિકરા સારું અટકી જઈને કાશીએ ન જવાય. કેહશે, ‘મારા હરીયાનું શું થાય?’ ‘નીકળવાનો માર્ગ છતાં. મીન નવ નાસી શકે. રેશમનો કીડો પોતાની જાળમાં પોતે મરે.’ એ પ્રમાણે સંસાર મિથ્યા; અનિત્ય.”
ભક્ત – મહાશય ! એક હાથ ઈશ્વરમાં અને બીજો હાથ સંસારમાં શા માટે? જો સંસાર અનિત્ય, તો પછી એક હાથ પણ સંસારમાં શું કામ રાખવો?
શ્રીરામકૃષ્ણ – ઈશ્વરને ઓળખીને સંસારમાં રહીએ તો એ અનિત્ય નથી ! એક ગીત સાંભળો : મન તું ખેતીકામ ન જાણે …
શ્રીરામકૃષ્ણ – ગીત સાંભળ્યું? કાલી નામની વાડ બાંધો, તો મોલ ખરાબ થાય નહિ. ઈશ્વરનાં શરણાગત થાઓ, તો બધું મળશે. એ તો મુક્તકેશીની સખત દીવાલ, પાસે થઈને જમ ચાલે નહિ. સખત દીવાલ ! ઈશ્વરને જો પ્રાપ્ત કરી શકો તો સંસાર અસાર લાગે નહિ. જેણે ઈશ્વરને જાણ્યો છે, તે જુએ કે જીવ, જગત એ ઈશ્વર પોતે જ થઇ રહેલ છે. તે પોતાના છોકરાઓને ખવડાવે પીવડાવે, ત્યારે એવી ભાવના રાખે કે ઈશ્વરને ખવડાવે પીવડાવે છે. પિતામાતાને ઈશ્વર-ઈશ્વરીરૂપે જુએ અને સેવા કરે. ઈશ્વર-પ્રાપ્તિ પછી સંસાર કરે  તો પરણિત સ્ત્રીની સાથે ઘણે ભાગે દુનિયાદારીનો સંબંધ રહે નહિ. બેય જણાં, ભક્ત, કેવળ ઈશ્વરની વાતો કરે, ઈશ્વરની ચર્ચા કરતાં રહે, ભક્તોની સેવા કરે; સર્વભૂતમાં પ્રભુ છે, તેમની સેવા બંને જણ કરે.
ભક્ત – મહાશય, એવાં સ્ત્રીપુરુષ તો જોવામાં આવતાં નથી.
શ્રીરામકૃષ્ણ –છે, પણ બહુ જૂજ. વિષયી માણસો તેમને ઓળખી શકે નહિ. પણ એવાં દંપતી થવું હોય તો બંનેએ સારું થવું જોઈએ. બંને જણને જો એ ઈશ્વરાનંદનો સ્વાદ આવે, તો જ એમ થવું સંભવે. એણે માટે ભગવાનની ખાસ કૃપા જોઈએ. નહિતર રોજ મતભેદ થાય. એક જણને અલગ થવું પડે. જો મેળ ન હોય તો ભારે ઉપાધી. કાં તો સ્ત્રી રાતદિન બોલ્યાં કરે : ‘બાપે અહીં શું કામ પરણાવી ! ન તો હું સુખે ખાઈપી, પહેરીઓઢી શકી,  કે ન તો છોકરાંઓને ખવડાવી, પીવડાવી,પેહરાવી, ઓઢાડી શકી, કે નહિ બે ઘરેણાંની છોતરાં ! તમે મને કયાં સુખમાં રાખી છે? આંખ મીંચીને ભગવાન, ભગવા, કરો છો તે એ બધી ગાંડાઈ મૂકો હવે !’
ભક્ત- એ બધા પ્રતિબંધ તો છે જ, પણ તે ઉપરાંત કાં તો છોકરા ઉદ્ધત હોય. એ સિવાય કેટલી અરે આપદા છે? ત્યારે મહાશય, ઉપાય શો?
શ્રીરામકૃષ્ણ – સંસારમાં રહીને સાધના કરવી બહુ કઠણ. ત્યાં કેટલાંય વિઘ્ન. એ બધાં કાંઈ તમને કેહવાની જરૂર ન હોય. રોગ, શોક, ગરીબાઈ, વળી પત્નીની સાથે મેળ નહિ, છોકરાં કહ્યા બહાર, મૂરખ, ગમાર.
‘છતાં ઉપાય છે. વચ્ચે વચ્ચે એકાંતમાં જઈને પ્રભુની પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુને મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.’
ભક્ત – શું ઘર છોડીને ચાલ્યા જવું જોઈએ?
શ્રીરામકૃષ્ણ – સાવ નહિ. જ્યારે વખત મળે, ત્યારે કોઈ એકાંત સ્થાનમાં જઈને એકબે દિવસ રેહવું, કે જ્યાં સંસારી લોકોની સાથે સાંસારિક વિષયો સંબંધી વાતચીત ન કરવી પડે. કાં તો એકાંતવાસ અને કાં તો સાધુ સંગ.
ભક્ત – સાધુને ઓળખાવો કઈ રીતે?
શ્રીરામકૃષ્ણ – જેનાં મન, પ્રાણ, અંતરઆત્મા ઈશ્વરમાં લીન થયેલ છે, તે જ સાધુ: જે કામ-કાંચન ત્યાગી છે તે જ સાધુ. જે સાધુ છે તે સ્ત્રીઓને દુન્યવી દ્રષ્ટિથી દેખે નહિ, હંમેશાં તેમનાથી અલગ રહે, જો સ્ત્રીઓની પાસે જાય તો તેમને માતા સમાન દેખે અને પૂજ્યભાવ રાખે. સાધુ મર્યાદા ઈશ્વરચિંતન કરે, ઈશ્વરી વાતો સિવાય બીજી વાતો કરે નહિ. અને સર્વભૂતોમાં ઈશ્વર રહેલ છે એમ જાણીને તેમની સેવા કરે. ટૂંકમાં આ બધાં સાધુનાં લક્ષણ.
ભક્ત – શું એકાંતમાં કાયમને માટે રેહવું પડે?
શ્રીરામકૃષ્ણ – ફૂટપાથ પરનાં ઝાડ જોયાં છે ને ? જ્યાં સુધી રોપા નાના હોય ત્યાં સુધી ચારેબાજુ વાડ કરવી જોઈએ. નહિતર ગાય-બકરું ખાઈ જાય. ઝાડનું થડ મોટું થાય એટલે પછી વાળની જરૂર નહિ ! ત્યારે હાથી બાંધી ડૉ તોય ઝાડ ભાંગે નહિ ! જો થડ મજબૂત કરી લઇ શકો તો પછી ચિંતા શી, બીક શેની ? પ્રથમ વિવેક પ્રાપ્ત  કરવાનો પ્રયાસ કરો. હાથે તેલ ચોપડી ફણસ ચીરો તો હાથે રસ ચોંટે નહિ.
ભક્ત – વિવેક કોને કેહવાય?
શ્રીરામકૃષ્ણ – ઈશ્વર સત્ અને બીજું બધું અસત્, એ વિચાર. સત્ એટલે નિત્ય, અસત્ એટલે અનિત્ય. જેનામાં વિવેક આવ્યો હોય તે જાણે કે ઈશ્વર જ વસ્તુ. બીજું બધું અવસ્તુ. વિવેકનો ઉદય થાય ત્યારે ઈશ્વરને જાણવાની ઈચ્છા થાય. અસત્ ને ચાહિએ, શરીરસુખ, નામના, પૈસા એ બધાને ચાહીએ તો ઈશ્વર, કે જે સત્ સ્વરૂપ છે તેમને જાણવાની ઈચ્છા થાય નહિ. સત્ –અસત્ નો વિચાર આવે ત્યારે ઈશ્વરને શોધવાની ઈચ્છા થાય. એક ગીત સાંભળો :
‘ચાલને મન ફરવા જઈએ…’
શ્રીરામકૃષ્ણ – મનમાં નિવૃત્તિ આવે ત્યારે વિવેક આવે. વિવેક આવે ત્યારે તત્વકથાનો મનમાં ઉદય થાય. ત્યારે મનને ફરવા જવાની ઈચ્છા થાય કાલિ – કલ્પતરુ – મૂળે. એ ઝાડની નીચે જવાથી, ઈશ્વરની પાસે જવાથી, ચારે ફળ વીણી શકાય, અનાયસે મળે, મફત વીણી લેવાય. ધર્મ, અર્થ, કામ કે જેની સંસારીને જરૂર, એ પણ મળે, જો કોઈ ઈચ્છે તો.
ભક્ત – ત્યારે સંસારને માયા કહે છે શા માટે?
શ્રીરામકૃષ્ણ – જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી ‘નેતિ-નેતિ’ કરીને ત્યાગ કરવો જોઈએ. જેમણે પ્રભુને મેળવ્યા છે તેઓ જાણે છે કે પ્રભુ જ બધું કરી રહેલ છે. ત્યારે અનુભવ થાય કે ઈશ્વર, માયા, જીવ, જગત એક. જીવ-જગત સુધ્ધાં ઈશ્વર. જો એક બિલીના ફળનું છોડું, અંદરનો ગર, તથા બીજ જુદાં પાડી નાખીને કોઈ એમ કહે કે બીલાનું વજન કેટલું હતું તે જુઓ તો, તો તમે શું છોડું તથા બીજ ફેંકી દઈને માત્ર ગરનું જ વજન કરવાના ? ના, વજન કરવું હોય તો છોડું, બીજ એ બધાંને લેવાં જોઈએ. એ બધાંને લો ત્યારે પછી જ કહી શકો કે બિલાનું વજન આટલું હતું. છોડું એ જાણે કે જગત, જીવો જાણે કે બીજ તત્વ વિચાર કરતી વકહ્તે જીવ અને જગતને અનાત્મા કહ્યાં હતાં, આવસ્તુ કહ્યાં હતાં. વિચારની દ્રષ્ટિએ તો અંદરનો ગર જ સાર, છોડું તથા બીજ અસાર લાગે. વિચાર પૂરો થયે એ બધાં મળીને આખું એક બિલું એવું ભાન થાય. અને એમ લાગે કે જે વસ્તુમાંથી ગર બન્યો છે તે જ વસ્તુથી બિલાનું છોડું અને બીજ પણ બન્યાં છે. બિલું સમજવા જતાં એ બધાં જ સમજાય.
‘અનુલોમ અને વિલોમ’ છાશનું માખણ ને માખણની છાશ. જો છાશ થઇ છે તો માખણ પણ થયું છે. જો માખણ તો છાશ પણ થઇ છે. આત્મા જો હોય તો અનાત્માં પણ છે. જેની નિત્યતા, તેની જ લીલા. જેની લીલા તેની જ નિત્યતા. જેની ઈશ્વરરૂપે અનુભૂતિ થાય છે તે જ જીવ, જગત થઇ રહેલ છે. જેણે ઈશ્વરને ઓળખ્યો છે તે જાણે છે કે તે જ બધું થયેલ છે, બાપ, મા, છોકરાં, પાડોશી, જીવ-જંતુ, સારું, નરસું, પવિત્ર, અપવિત્ર, એ બધુંય.’
ભક્ત – તો પછી પાપ –પુણ્ય નથી?
શ્રીરામકૃષ્ણ – છે અને નથી. ઈશ્વર જો અહંકાર રાખી દે તો ભેદભાવના પણ રાખે, પાપ-પુણ્યનું જ્ઞાન પણ રાખી દે. એકાદ બે વ્યક્તિનો અહંકાર સંપૂર્ણ લૂછી નાખે. એ લોકો પાપ-પુણ્ય, સારા-નરસાની પાર થઇ જાય. ઈશ્વર દર્શન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભેદભાવના, સારુંનરસું એ જ્ઞાન રહે જ. તમે મોઢે ભલેને કહો કે મારે પાપ-પુણ્ય સમાન થઇ ગયાં છે, ઈશ્વર જેમ કરાવે છે તેમ કરું છું. પણ મનમાં સમજો કે એ બધી કેવળ કેહવાની વાતો. બૂરું કામ કરતાંની સાથે જ છાતી ધબધબ થાય ! ઈશ્વર-દર્શન પછી પણ જો ઈશ્વરની ઈચ્છા હોય તો ‘દાસ અહંકાર’ રાખી દે. એ અવસ્થામાં ભક્ત કહે છે કે ‘હું દાસ, તું પ્રભુ’ ઈશ્વરની વાટે, ઈશ્વરનું કામ, એ ભક્તને ગમે. ઈશ્વર-વિમુખ માણસો તેને ગમે નહિ. ઈશ્વર સિવાયનું કામ ગમે નહિ. એ જ બતાવે છે કે એવા ભક્તમાં પણ ભગવાન ભેદનું ભાન રાખી દે.
ભક્ત- આપ્ કહો છો કે ઈશ્વરને જાણીને સંસાર કરો. તો શું ઈશ્વરને જાણી શકાય?
શ્રીરામકૃષ્ણ – ઈશ્વરને ઇન્દ્રિયો દ્વારા, આ મનથી જાણી શકાય નહિ. જે મનમાં વિષયવાસના ન હોય તે શુદ્ધ મન વડે તેને જાણી શકાય.
ભક્ત – ઈશ્વરને કોણ જાણી શકે?
શ્રીરામકૃષ્ણ – પૂરેપૂરો કોણ જાણી શકે? આપણને જેટલી જરૂર, તેટલું જાણીએ એટલે બસ. આખાય કૂવાના પાણીની આપણને શી જરૂર? એક લોટો પાણી મળે એટલે બહુ થયું. સાકરના પર્વતની પાસે એક કીડી ગઈ હતી. તેને આખા પર્વતની શી જરૂર? એકાદ બે દાણાથી જ ધરાઈ જાય !
ભક્ત – અમને તો વિકાર થયો છે. એક લોટા પાણીથી ક્યાં પૂરું થાય છે ? એવી ઈચ્છા થાય છે કે પૂરેપૂરો ઈશ્વરને જાણી લઈએ !
શ્રીરામકૃષ્ણ – એ ખરું, પણ વિકારનું ઓસડ પણ છે.
ભક્ત – મહાશય, કયું ઓસડ?
શ્રીરામકૃષ્ણ – સાધુ-સંગ, ભગવાનનાં નામ-ગુણ-કીર્તન, સર્વદા તેની પાસે પ્રાર્થના . મેં માને કહ્યું હતું કે ‘ મા, મારે જ્ઞાન ન જોઈએ, આ લો તમારું જ્ઞાન, આ લો તમારું અજ્ઞાન; મા, મને તમારા ચરણકમળમાં માત્ર ભક્તિ આપો.’ બીજું કાંઈ મેં માગ્યું ન હતું.
‘જેવો રોગ તેવી દવા.’ ગીતામાં ભગવાને કહ્યું છે કે ‘હે અર્જુન, તું મારું શરણ લે, તને બધી જાતનાં પાપમાંથી હું મુક્ત કરીશ.’ પ્રભુનાં શરણાગત થાઓ, એ સદબુદ્ધિ આપશે, એ બધો ભાર લેશે. ત્યારે બધી જાતનો વિકાર નીકળી જશે. શું આ બુદ્ધિ દ્વારા ઈશ્વરને સમજી શકાય? એક શેરના લોટામાં શું ચાર શેર દૂધ સમાય? વળી પ્રભુ પોતે ન સમજાવે ત્યાં સુધી શું સમજાય? એટલે કહું છું કે પ્રભુના શરણાગત  થાઓ. તેમની જેમ ઈચ્છા હોય તેમ કરે. તે ઇચ્છામય, માણસમાં તે શી શક્તિ છે?
(‘શ્રીરામકૃષ્ણ-કથામૃત’માંથી ભા.૧. પૃ.૩૩૮-૩૪૩.)
(૧૦/૨૦૦૧/૨૬૬-૨૬૭)

ગીત અને ગઝલ (અનીલ ચાવડા)

દીકરીની વિદાય … ગીત : ૧

-અનિલ ચાવડા …

( મૂળ કારેલા (તા. લખતર, જિ. સુરેન્દ્રનગર)  ના વતની અને હાલ અમદાવાદમાં ફિલ્મ કથા-પટકથાના સ્ક્રીપ્ટ રાઈટર, ફિલ્મીગીત, નાટક, ડોક્યુમેન્ટરી, અનુવાદ, સંપાદન, રેડિયો નાટક વિ. નું લેખન કાર્યમાં  કાર્યરત  શ્રી અનિલભાઈ ચાવડા  ખૂબ સારા સાહિત્યકાર  છે. તેઓએ એમ.એ., બી.એડ, જર્નાલીઝમનો અભ્યાસ કરેલ છે.  તેમના કાવ્યો-ગઝલ તેમજ રચનાઓ ગુજરાતના તમામ સાહીત્યક સામાયિકોમાં પ્રસિઘ્ઘ થઈ  છે, તેમને સાહિત્યમાં ખુબજ રસ છે. તેઓએ ગુજરાતના અનેક શહેર તેમજ દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં કાવ્યપાઠમાં હિસ્સો લીધો છે. દાદીમા ની પોટલી પર તેમની આ સુંદર રચના પ્રકાશિત કરવાની ફરી અમોને તક આપવા બદલ તેમના  અત્રે અમો  ખૂબ ખૂબ આભારી છીએ..  તેમનો  સંપર્ક  તેમના ઈ મેલ એડ્રેસ [email protected] પર કરી શકાય છે.)ગીત : ૧
દીકરીની વિદાય ..
આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું
મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
દીકરી જાતા એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું
ગમે એટલું સીવો
જેની પગલી પડતાં સઘળે થઇ જાતું રજવાડું
મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
રંગોળીમાં પડશે નહીં રે
પહેલા જેવી ભાત
દૂર દૂર રે ચાલી જાશે
ઘરની આ મિરાંત
આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

 

ગઝલ : ૧


કોઈ અડ્યું તો કમાલ થઇ ગઈ,
ભીતર ધાંધલ ધમાલ થઈ ગઈ.

 

કોઈ  આંખ જો  ભીની  થઇ તો,
કોઈ આંગળી રૂમાલ થઇ ગઈ.

 

પંખીએ   બે    ટહુકા   વેર્યા,
હવા બધી ગુલાલ થઇ ગઈ.

 

શુભ      સંદેશા      ડાળે     ડાળે,
ઋતુઓ સઘળી ટપાલ થઇ ગઈ.

 

વાત કરી જ્યાં ઝાકળની ત્યાં,
સૂરજ સાથે બબાલ થઇ ગઈ.

 

રચિતા : અનીલ ચાવડા …

 

શીલવંત સાધુને વારં વાર નમીએ …(ભજન)

શીલવંત સાધુને વારં વાર નમીએ …
સદગુરુને શરણે … (ગુરુ શરણ)
સ્વર : શ્રી નારાયણ સ્વામી …

.


.

સાખી :

શીલ બડા સંતોષ બડા
બુદ્ધિ બડા ગુણવંત
સબ કે પરસમ દ્રષ્ટિ હૈ
તાકો કહત હૈ સંત ..

 

શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના
બદલે નહિ વ્રતમાન …

 

ચિત્તની વ્રતી જેની
નિર્મળ રેહ રેહ ને .. (૨)
મા’રાજ થયા મે’રબાન ..

 

શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના
બદલે નહિ વ્રતમાન …

 

શત્રુ ને મિત્ર જેને
એકે નહિ ઉરમાં ને
પરમારથમાં જેને પ્રીત .. (૨)

 

મન, કર્મ, વચનથી
મન. કર્મ, વાણીએ, વચનમાં ચાલે
રૂડી પાડે એવી રીત ..

 

શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના ..
બદલે નહિ વ્રતમાન …

 

આઠે પો’ર મન
મસ્ત થૈ ને રે’ વે, જેને ..
જાગી ગયો તુરીયાનો તાર ..

 

નામ રૂપ જેણે
મિથ્યા કરી જાણ્યા ને
સદાય ભજનનો એને આહાર ..

 

શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના
બદલે નહિ વ્રતમાન …

 

સંગત્યું તમે જ્યારે
એવાની રે કરશો પાનબાઈ
સંગત્યું તમે જ્યારે
એવાની રે કરશો ત્યારે ..
ઊતરશો ભવ પાર …

 

ગંગાસતી એમ બોલિયાં ને રે
જેને વચનો સાથે વે’વાર ..

 

શીલવંત સાધુ ને
વારં વાર નમીએ પાનબાઈ
શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના ..
બદલે નહિ વ્રતમાન .. (૨)

 

ચિત્તની વ્રતી જેની
નિર્મળ રેહ રેહ ને
જેને મા’રાજ થયા છે મે’રબાન …

 

શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના
બદલે નહિ વ્રતમાન … (૨)

 

નામમાં વિશ્વાસ …

નામમાં વિશ્વાસ …

શ્રીરામકૃષ્ણ પરમહંસ કહે છે: ‘મનથી જ બદ્ધ, મનથી જ મુક્ત !’ જો મનુષ્ય મનમાં ને મનમાં દ્રઢ સંકલ્પ કરીને કહી શકે  કે તે મુક્ત છે, તો તે ખરેખર મુક્ત જ બની જાય છે. અને એવું ન કરતાં તે લાગાતાર એમ વિચારતો રહે કે હું પાપી છું, હું બદ્ધ છું, તો તે બદ્ધ બની જાય છે. શ્રીઠાકુર કહે છે કે ઈશ્વરના નામમાં એવો વિશ્વાસ હોવો જોઈએ કે – ‘અરે, મેં એમનું નામ લીધું છે, પછી મારે પાપ વળી શેનું!’ આમ કહીને શ્રી ઠાકુરે નિષ્ઠાવાન બ્રાહ્મણ કૃષ્ણકિશોરની વાત કહી : કૃષ્ણકિશોરને એવો વિશ્વાસ હતો કે સમાજમાં અપવિત્ર અને અછૂત ગણાતા મોચીની પાસે જઈને કહ્યું : ‘તું શિવ બોલ’ ; અને એના શિવ ઉચ્ચારણની સાથે જ તેમને શ્રધ્ધા બંધાઈ ગઈ કે તે શુદ્ધ થઇ ગયો છે અને એમના હાથે તેમણે પાણી પી લીધું.
શ્રી રામકૃષ્ણદેવ (શ્રી ઠાકુર) કહે છે: ‘એમના નામમાં શ્રદ્ધા રાખો અને કહો કે જે કાંઈ ખોટું કાર્ય મેં કર્યું છે, તે ફરીથી નહિ કરું.’ આ બંને વાત એકી સાથે થવી જોઈએ. જો તેમના ચરણોમાં શરણાગત થઈને શ્રધ્ધા સાથે તેમનું નામ લેવાય તો તેઓ બધાં પાપોથી આપણો ઉધ્ધાર કરે છે. પરંતુ, સાથે ને સાથે  એ પણ સમજી લેવું પડશે કે જે એમનાં પર નિર્ભર રહે છે, જે એમનો શરણાગત છે, તે ફરીથી કુમાર્ગે જતો નથી અને જો કોઈ કુમાર્ગે ચાલતો દેખાય અને કહે કે, ‘મેં એમનું નામ લીધું છે, હું શુદ્ધ છું, મુક્ત છું,’ તો એનાથી એ સમજવું રહ્યું કે એણે બરાબર નામ નથી લીધું અને ઈશ્વરનામમાં એની શ્રધ્ધા નથી, એટલે ન તો તે શુદ્ધ છે કે ન મુક્ત. એના આચરણ દ્વારા જ એનું સ્વરૂપ પ્રગટ થશે.
ભગવદાશ્રય …
ભાગવતમાં કહ્યું છે કે જે એમનો આશાર્ય લે છે, તેનું ક્યારેય પદસ્ખલન નથી. શ્રી રામકૃષ્ણદેવ એને આમ કેહતા : ‘પગ બેતાલ નથી પડતા.’
ભગવાનનું કે એમનાં પ્રત્યે શુધ્ધ્ભક્તિનું અવલંબન કરીને મનુષ્ય જ્યારે શુદ્ધ અને પવિત્ર બની જાય છે, ત્યારે એ આશ્રયનો સ્વભાવ જ એવો છે કે તે મનુષ્ય ફરીથી પ્રમાદગ્રસ્ત બનતો નથી. તે ક્યારેય ભૂલ કરતો નથી. અને જો તે આંખો મીંચીને પણ દોડે તો પણ એનો પગ લપસતો નથી. જે બાળક પીતાન ખોળામાં બેઠું છે તે મજાથી તાળી વગાડતો જઈ શકે છે. તેને પડવાનો કોઈ ભય નથી રેહ્તો, પરંતુ જે બાળક પિતાનો હાથ પકડીને ચાલે છે તે જો અચાનક કંઈ જોઈને અન્યમનસ્ક બને કે તાળી વગાડવાનો પ્રયાસ કર તો પિતાનો હાથ છૂટી જવાથી પડી શકે છે. એટલા માટે જો કોઈ ભક્તનું વારંવાર પદસ્ખલન થાય છે એવું જોવા મળે તો એ સમજવું પડશે કે એની ભક્તિ આંતરિક ભક્તિ નથી. જો એની ભક્તિ આંતરિક ભક્તિ હોત તો ભગવાન સ્વયં તેનું રક્ષણ કરત અને તેના પગને લથડવા ન દેત.
જે અનન્ય ભાવે ભગવાનનો શરણાગત બને છે, ભગવાન જ એમનો ઉધ્ધાર કરે છે. તેઓ પોતાની પ્રતિજ્ઞાની રક્ષા કરે છે. પરંતુ હા, શરત એ છે કે તેમને મહત્વ આપવું હોય તો સંપૂર્ણ રૂપે દેવું પડશે, એમાં કોઈ પ્રકારની વહેંચણી કરવાથી ચાલશે નહિ.
ભક્ત અને મુખત્યારનામું  – શરણાગતિ …
એક ભક્તે (ગિરિશબાબુ) શ્રીરામકૃષ્ણદેવને મુખત્યારનામું આપીને ઘણી નિરાંત અનુભવી, વિચાર્યું કે હવે હું નિશ્ચિંત બની ગયો. આ પ્રસંગ પછી થોડા દિવસો બાદ વાતવાતમાં ભક્ત બોલી ઊઠ્યા : ‘ મારે ક્યાંક એક જયાએ જવું પડશે.’ આ સાંભળતા જ ઠાકુર બોલી ઊઠ્યા : ‘અરે, આ શું? તમે તો મને મુખત્યારનામું નથી લખી દીધું ? તો પછી ‘આ કરવું પડશે ને તે કરવું પડશે’ – એમ કેમ કહો છો?’ તરત જ ભક્ત સમજ્યા – વાત તો સાચી છે, જ્યારે એમણે મુખત્યારનામું આપ્યું છે ત્યારે ‘થોડું એમનું અને થોડું મારું’ એમ કરવાથી ચાલશે નહિ. જ્યાં જ્યાં આપણું અભિમાન નિહિત છે, ‘આને આપણે કરીશું અને જે કઠિન છે તે તેઓ કરશે.’ આ પ્રકારની કાર્ય વહેંચણીથી કામ થાય નહિ. એટલા માટે શાસ્ત્ર કહે છે કે સંપૂર્ણભાવે અનન્યચિત્ત બનીને તેમના શરણાગત બનવું પડશે. ‘અનન્ય’ બન્યા વિના ચાલશે નહિ. જો આપણે ‘આ પણ થોડું ઘણું’ અને ‘તે પણ થોડું ઘણું’ એમ કરીએ તો એટલું સમજવું રહ્યું કે આપની કોઈના પર નિષ્ઠાશ્રધ્ધા નથી.
એટલે કહ્યું છે : અનન્યચિત્ત બનીને જો કોઈ એમનો શરણાગત બની જાય તો તેઓ બધી રીતે તેની રક્ષા કરે છે. શ્રીઠાકુર તેના ભક્તને આ વાત બરાબર રીતે સમજાવી દે છે કે તેમના પ્રત્યે અનન્યભાવવાળા બનવું પડશે અને સંપૂર્ણપણે એમનાં ઉપર સર્વ કંઈ ચૂડી દેવું પડશે. આ વિશે પછીથી ભક્ત (ગિરિશબાબુ) કેહતા રહેતા – ત્યારે તો હું વિચારતો હરતો કે મુખત્યારનામું આપીને હું નિશ્ચિંત તહી ગયો છું, પરંતુ પછીથી પ્રત્યેક કાર્ય પહેલાં, ત્યાં સુધી કે પ્રત્યેક શ્વાસોચ્છવાસ પહેલાં, મારે એ વિચારવું પડતું હતું કે આ કાર્ય પણ હું કરું છું કે શ્રીઠાકુર કરી રહ્યા છે. મુખત્યારનામું દેવાનો અર્થ એટલો બધો ગુઢ છે, આ વાત એ સમયે એમની સમજમાં આવી શકી ન હતી. ‘જગદંબા જ કરાવી લે છે, છોઅદાતી નથી.’ આ વાત એટલી બધી સરળ નથી એ બધું સંસાર સામે પ્રદર્શિત કરવા માટે તો પોતાના પ્રિય સંતાનો પાસે કઠોર સાધના કરાવી લીધી હતી. પરંતુ હા, જો કોઈ એના ઉપર આધાર રાખે તો, તો જે કંઈ પણ કરાવવાનું છે તે પોતે કરાવી લે છે.
જે ‘નામ’ લે છે, ‘જપ’ કરે છે, તેઓ એટલું ‘પાપી’, પાપી’ કેમ કરે છે? આનાથી તો એવું લાગે છે કે એમને  નામ પર એટલી શ્રધ્ધા નથી. પુરાણમાં એક આખ્યાયિકા આવે છે :
કોઈ એક રાજા બ્રહ્મહત્યા કરીને તેનું પ્રાયશ્ચિત કેવી રીતે કરી શકાય તે જાણવા માટે એક ઋષિ પાસે ગયા. ઋષિ ઘેર ન હતા, ઋષિપુત્ર હતા. તેણે કહ્યું : ‘બ્રહ્મહત્યા કરીને આવ્યા છો ! બરાબર, ત્રણવાર ‘રામ’, ‘રામ’ રટો. તેમણે આ પ્રમાણે કર્યું એટલે ઋષિપુત્રે કહ્યું : હવે તમે નિષ્પાપ બની ગ્યા.’ ઋષિજી ઘેર આવ્યા ત્યારે તેના બાળકપુત્રે તેમણે આ બધી વાત કરી. આ સાંભળીને ઋષીએ કહ્યું : ‘અરે ! તે આ શું કર્યું ? એક રામનામ કોટી બ્રહ્મહત્યાના પાપને હરિ લે છે, અને તેં તેની પાસે ત્રણવાર રામનામ જપાવ્યું?’
એટલે જ શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે આટલું નામ રતન કર્યાં પછી પણ મનુષ્ય જો પોતાને ‘પાપી’, ‘પાપી’ કહેતો રહે તો એનાથી આટલું તો સમજવું પડશે કે એમણે નામ પર શ્રધ્ધા નથી.
આપણે ભગવાન સાથે એવો સંબંધ જોડવો પડશે કે આપણે તેમનાં સંતાન છીએ; તેમના અનંત આધ્યાત્મિક ઐશ્ચર્ય પર આપનો અધિકાર છે; એમની પવિત્રતા, એમની શુધ્ધતા, બધાં બંધનોથી એમની ઉપરતિ – આ બધા પર આપણો દાવો છે – હક્ક છે – એવો દાવો કે જેનામાં કોઈ ઉપેક્ષા કે બાંધછોડ ચાલતી નથી..
આપનામાં આવો વિશ્વાસ –શ્રધ્ધા હોવા જોઈએ કે જો હું એમનું નામ સ્મરણ કરું તો ઉદ્ધાર તો મારી મુઠ્ઠીમાં જ સાચવી રાખ્યો છે. પણ જો નામ લેતાં લેતાં પણ જો આપણે ચિંતા કરીએ તો આટલું સમજવું પડશે કે એમનાં ‘નામ’માં આપણને ન તો શ્રદ્ધાવિશ્વાસ છે કે ન ભક્તિ.

 

(કથામૃત ૧/૫/૬: ૨૭.૧૦૧૯૮૨)(૧૦/૦૧/૨૫૧-૫૨)