પોપટ રે બોલે …પિંજરે …(ભજન)

પોપટ રે બોલે …પિંજરે ..
સ્વર: નારાયણ સ્વામી …

.

.

એ જી વ્હાલા પોપટ રે બોલે … પિંજરે …
જુગતી હરિની ન જાણી ..
અકળ કળા..અવી..નાશિની,
સુમરો સારંગ પાણી ..
પોપટ રે બોલે … પિંજરે …

 

 

એ જી વ્હાલા સુમમાંતો શૂડલાની ચાંચ છે
પાંખે પદમની  નિશાની ..
કોટે લીલો, પીળો કાંઠલો પીવે..ગંગાજળ પાણી ..
પોપટ રે બોલે, બોલે.. પિંજરે …

 

 

જુગતી હરિની ન જાણી
અકળ કળા..અવી..નાશિની,
સુમરો સારંગ પાણી ..
પોપટ રે બોલે, જો ને પિંજરે …

 

 

પૂરણ રે બનાવ્યું આ…પીંજરૂ
અક્કલ હોંશિયારી આણી..
એ જી વ્હાલા પૂરણ રે બનાવ્યું ..
છે આ..પાંજરૂ ..
અક્કલ હોંશિયારી આણી
સીધી રે મેલી સળિયું,
પાંજરે પોલડી અડગ કોતરાણી ..

 

 

પોપટ રે બોલે જો ને પાંજરે ..
જુગતી હરિની ન જાણી ..
અકળ કળા..અવી..નાશિની ..
સુમરો સારંગ પાણી ..
પોપટ રે બોલે જો ને પાંજરે …

 

 

એ જી વ્હાલા પ્રાણી–પંખી બેઠો પાંજરે ..
મુખેથી વદે વેદ વાણી ..
પ્રાણી–પંખી બેઠો …પાંજરે ..
મુખથી વદે વેદ વાણી

 

 

સમરણ કરે સતગુરુ ..
એ ના આવે અગમ એંધાણી ..
સમરણ કરે સત..ગુરુજી ..
ના આવે અગમ એંધાણી ..
એ જી વ્હાલા પોપટ રે બોલે .. પિંજરે …

 

 

એ જી વ્હાલા આનંદ પદને તમે..ઓળખો ..
નિર્ભય પદની નિશાની …(૨)
દાસ કુબેરને, નાનક મળ્યા… રે એની ..
દાસ એ કુબેરને… નાનક એ મળ્યા ..
ભીતર જ્યોતિ દર્શાણી ..

 

 

એ જી વ્હાલા પોપટ રે ..
બોલે જો ને પિંજરે …
જુગતી હરિની ન જાણી
અકળ કળા..અવી..નાશિની ..
સુમરો સારંગ પાણી …

 

 

એ જી વ્હાલા પોપટ રે બોલે જો ને પિંજરે ..
જુગતી હરિની ન જાણી ..
અકળ કળા..અવી..નાશિની ..
સુમરો સારંગ પાણી ..
એ જી વ્હાલા પોપટ રે
બોલે એ જો ને પિંજરે …

 

 

એ જી વ્હાલા પોપટ રે
બોલે જો ને પિંજરે ..

 

 

પિંજરે … પિંજરે …