શાને કરે છે વિલાપ કાયારાણી…(ભજન)

શાને કરે છે વિલાપ કાયારાણી…(ભજન)

 

 

શાને કરે છે વિલાપ …

સ્વર: નારાયણ સ્વામી …

.

.

 

શાને કરે છે વિલાપ કાયારાણી

શાને કરે છે વિલાપ રે …જી

તારે ને મારે હવે કાંઈ નથી … (૨)

કયા રાણી રે … એમ જીવ રાજા કે’છે ..

 

 

શાને કરે છે વિલાપ કાયારાણી

શાને કરે છે, તું વિલાપ રે … જી

તારે ને મારે હવે કાંઈ નથી … (૨)

કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે …

 

 

ઘણા દિવસનો, ઘરવાસ આપણે

એ .. ઘણા દિવસનો ઘરવાસ રે … જી

મૂકીને ન જાઉં મને એકલી …(૨)

જીવ રાજા રે … એમ કાયારાણી કે’છે …

 

 

હે મમતા મૂકી દે, માંયલી

હવે અંતરથી છોડી દે આશ ..

મમતા મૂકી દે માયલી ને

હવે અંતરથી છોડી દે આશ રે …જી

રજા નથી મારા રામની

મને રજા નથી મારા રામની … કાયારાણી રે ..

એમ જીવ રાજા કે’છે …

 

 

રજા નથી મારા રામની …(૨)

કાયારાણી રે …

એમ જીવ રાજા કે’છે …

 

 

અઘોર વનની માયા જીવ રાજા

અઘોર વનની માયા રે …જી

મૂકી ન જાઉં મને એકલી ..

તમે મૂકી ન જાઉં, મને એકલી … જીવ રાજા રે ..

એમ કાયારાણી કે’છે …

 

 

શાને કરે છે વિલાપ કાયારાણી

શાને કરે છે વિલાપ રે

તારે ને મારે હવે કાંઈ નથી …(૨)

કાયારાણી રે …

એમ જીવ રાજા કે’છે …

 

 

શાને કરો છો વિલાપ હવે

શાને કરે છે વિલાપ હવે રે

ઓચિંતાના મૂકામ આવ્યા .. (૨)

કાયારાણી રે …એમ જીવ રાજા કે’છે …

 

 

એ ક્યારે થશે … (૨) હવે મિલાપ …

જીવ રાજા આપણો ..

ક્યારે થશે મિલાપ રે ..

વચન દઈને સિધાવજો

તમે વચન દઈને સિધાવજો ..

જીવ રાજા રે … એમ કાયારાણી કે’છે રે …

 

 

હતી ભાડૂતી વેલ કાયારાણી

હતી ભાડૂતી વેલ રે …

હતી ભાડૂતી, એ આ વેલ, કાયારાણી

હતી ભાડૂતી વેલ રે …

 

 

આતો લેણ–દેણના સંબંધ છે

લેણ-દેણના સંબંધ છે, કાયારાણી રે ..

એમ જીવ રાજા કે’છે …

 

 

એ.. દૂર નથી, મૂકામ આપણો હવે

દૂર નથી મૂકામ રે …

મને આટલે પહોંચાડી, સિધાવજો …

આટલે પહોંચાડીને સિધાવજો,

જીવ રાજા રે … એમ કાયારાણી કે’છે …

 

 

શાને કરે છે વિલાપ, કાયારાણી

શાને કરે છે વિલાપ રે ..

તારે ને મારે હવે કાંઈ નથી …(૨)

કાયારાણી  રે … એમ જીવ રાજા કે’છે …

 

 

એ .. હવે છેલ્લા રામ રામ કાયારાણી

હવે છેલ્લા રામ રામ રે ..

જાઉં ધણીના દરબારમાં …(૨)

કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે …

 

 

પુરષોત્તમના સ્વામી શામળા

ભક્તો તણા રખવાળ રે

સાચા સગા છે ઈ સર્વના ..

સાચા સગા છે  ઈતો સર્વના ..

કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે …

 

 

પુરષોત્તમના સ્વામી શામળા

ભક્તો તણા રખવાળ રે

સાચા સગા છે ઈતો સર્વના …(૨)

કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે ..

 

 

શાને કરે છે વિલાપ, કાયારાણી

શાને કરે વિલાપ રે

તારે ને મારે હવે કાંઈ નથી … (૨)

કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે …

એમ જીવ રાજા કે’છે

એમ જીવ રાજા કે’છે

.