“લઈ કમલિની હસ્તે”… (રચના)

“લઈ કમલિની હસ્તે”… (રચના)

સોહી રહી કમલાસને રસિકા રસિકવર સંગે
લઈ કમલિની હસ્તે
નૈનભર મોહન દેખે રસિકા રાધિકા સમે ઔર રાધિકા ધીમું ધીરું સુ શરમાયે
કર અંગુલિ ફિરાવે કમલિની મહીં
મંદ મધુરું સુ મુસ્કાયે રાધિકા નૈન સો નૈનન તીર મિલાવે
રસિકવર કહે કૌન સો સુકોમલ મે દેખું ?
કમલિની સુ સુકોમલ કી તુમહી, પ્રિયવર તરૂ તરૂણી સી પ્રિયા
સોહી રહી કમલાસને રસિકા રસિકવર સંગે
લઈ કમલિની હસ્તે.
શ્રી રાધિકાજી કમળના આસન પર શ્રી ઠાકુરજી સાથે બિરાજીને શોભી રહી છે તેમના હાથની અંગુલિકામાં કમલિની(કમળ કળી) છે. તેઓની નજર શ્રી ઠાકુરજીના નયન સાથે મળે છે ત્યારે નયનો ની નયન સાથેની વાતચીત થતી જોઈ શ્રી સ્વામીનિજી મંદ મંદ હાસ્ય સાથે શરમાઈ જાય છે તેને કારણે તેમનો ચહેરો કમલિની સમાન ગુલાબી થઈ જતાં શ્રી ઠાકુરજી સ્વામિનીજીને પૂછી રહ્યા છે કે રસિકા પ્રિયે કમલિની અને તમે બંને કોમળ છો પરંતુ આપ બંનેમાંથી વધુ સુકોમળ કોણ છે? શ્રી સ્વામીનિજી રસિકા કમલાસને બિરાજીને શોભી રહી છે રસિકવર એટ્લે કે શ્રી ઠાકુરજી સાથે.
પૂર્વી મોદી મલકાણ