યુદ્ધમાં, અર્જુનને રે એના સગપણ આડા આવે …(ભજન)

યુદ્ધમાં, અર્જુનને રે એના સગપણ આડા આવે …
.
સ્વર: શ્રી નારાયણ સ્વામી …
.


.

.

યુદ્ધમાં, અર્જૂનને રે એના સગપણ આડા આવે …

 

સગા હમારા રામજી ..

અને સહુંદર પુની રામ

ઓર સગા સબ સગ મગા

કોઈ ના આવે કામ

 

સગપણ આડા આવે એના

સગપણ આડા આવે …

એના મનને ખુબ મુંજાવે … યુદ્ધમાં …

અર્જૂનેને રે એના સગપણ આડા આવે …

 

કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી

મધ્યમાં રથને લાવે ..

એ .. મધ્યમાં રથને લાવે

કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી

મધ્યમાં રથને લાવે

લાવે … મધ્યમાં રથને લાવે

 

કોને મારું ને … ક્યાં તીર ચલાવું ..

કોને મારું .. એ .. ક્યાં તીર ચલાવું

મારી સમજણમાં ન આવે

યુદ્ધમાં, અર્જૂનને રે એના..

સગપણ આડા આવે … (૨)

 

કોઈ કોઈનું કોઈ સગું નથી

એમ કૃષ્ણ પ્રભુ સમજાવે

કોઈ કોઈનું આ દુનિયામાં

કોઈ સગું નથી … એમ …

એ કૃષ્ણ પ્રભુ સમજાવે …

 

એ … આવી કાયરતા ક્યાંથી લાવ્યો

આવી કાયરતા ભાઈ… એ ક્યાંથી લાવ્યો

હે … તારી કિર્તી ને કલંક લગાવે

યુદ્ધમાં, આજ અર્જૂનને રે …

એના સગપણ આડા આવે …

 

 

અગ્નિ ન બાળે, પવન ન સૂકવે

એને પાણી ન રે પલાળે

 

અગ્નિ ન બાળે એને પવન ન સૂકવે

પાણી ન રે પલાળે

આત્મતત્વ અમર છે અર્જૂન

આત્મતત્વ ભાઈ, એ અમર છે અર્જૂન

એવા ગીતાના જ્ઞાન સમજાવે

યુદ્ધમાં, અર્જૂનને રે એના ..

સગપણ આડા આવે .. (૨)

 

એ આત્મતત્વ અમર છે અર્જૂન

આત્મતત્વ અમર છે અર્જૂન

એવા ગીતાના જ્ઞાન સમજાવે

યુદ્ધમાં, અર્જૂનને રે એના ..

સગપણ આડા આવે …

એ યુદ્ધમાં, અર્જૂનને રે ..

એના સગપણ આડા આવે …

 

એ દર્દી જાણે દરદની

અને મડદા મરજી ખેર

દર્દી … દર્દી જાણે દરદની

અને મડદા મરજી ખેર

ઓલા રોઝા જો રખડે

એ .. સમજે ન વનચર શામળે

 

સગપણ આડા આવે એના ..

મનને ખૂબ મુંજાવે …

યુદ્ધમાં, અર્જૂનને રે એના ..

સગપણ આડા આવે ..

 

જ્ઞાન ગીતાના દઈને અર્જૂનને

ધનુષ્ય બાણ ધરાવે ..

જ્ઞાન ગીતાના દઈને અર્જૂનને

ધનુષ્ય બાણ ધરાવે …

પુરુષોત્તમના પ્રભુજી પ્રીતે ..

પુરષોત્તમના પ્રભુજી પ્રીતે

ભારતમાં ભારત રચાવે

યુદ્ધમાં, અર્જૂનને રે એના …

સગપણ આડા આવે

 

સગપણ આડા આવે, આવે

હે .. એના મનને ખૂબ મુંજાવે

યુદ્ધમાં, અર્જૂનને રે એના …

સગપણ આડા આવે …

 

સગપણ આડા, સગપણ આડા,

સગપણ આડા આવે …