રસોડાની ટીપ્સ … (૩)

રસોડાની ટીપ્સ  …

 


 

૧.    લીંબુ સુકાઈ ગયેલ હોય કે બહુ કઠણ –સખત હોય તો તે ગરમ પાણીમાં રાખવાથી તેમાંથી ખૂબ સરળતાથી વધુ રસ નીકળી શકે છે.

૨.    મહિનામાં એક વખત મિક્સર – ગ્રાઈન્ડરમાં મીઠું નાંખી અને તે ચલાવી લેવું. જેથી બ્લેડની ધાર તેજ થશે.

૩.    નૂડલ્સને બાફી લીધા બાદ તેમાં ઠંડું પાણી નાખવામાં આવે તો નૂડલ્સ આપસમાં એકબીજાને ચોંટી /ચિપકી નહિ જાય.

૪.    નૂડલ્સણે બાફતી સમયે તેમાં ૨ ચમચી તેલ નાંખવાથી નૂડલ્સ એક બીજાં સાથે ચિપકી નહિ જાય.

૫.    પનીરને બ્લોટિંગ પેપરમાં લપેટીને ફ્રીઝમાં રાખવાથી તે લાંબો સમય સુધી તાજું રહે છે.

૬.    મેથીમાંથી કડવાશ દૂર/ઓછી કરવા, તેમાં મીઠું નાખી અને થોડો સમય અલગ રાખી દેવાથી કડવાશ ઓછી થઇ જશે.

૭.    એક નાની ચમચી ખાંડ ણે કથાઈ કલર/રંગ થાય ત્યાં સુધી ગરમ કરી અને કેકના મિશ્રણમાં ભેળવી દેવાથી કેકનો રંગ સારો આવશે.

૮.    બટેટાના સ્ટફ્ડ પરોઠા બનાવો ત્યારે તેના માવામાં થોડી કસૂરી મેથી નાંખવાથી તેનો સ્વાદ જ કંઈક અલગથી આવશે અને જે બધા તેણે વધુ પસંદ કરશે.

૯.    ફ્લાવરને બાફવાથી તેના રંગમાં ફેરફાર થઇ જાય છે., ટ ન થવાં દેવું હોય તો ફલાવરના શાકમાં એક ચમચી દૂધ અથવા સિરકો નાંખવાથી તમે જોઈ શકશો કે ફલાવરના રંગમાં કોઇ જ ફેરફાર ન થતા મૂળ રંગ જળવાઈ રહેશે.

૧૦.   રોટલીનો લોટ કે પરોઠાનો લોટ બાંધતી વખતે પાણી સાથે થોડું દૂધ પણ ઉમેરવું. તેનાથી રોટલી અથવા પરોઠાનો સ્વાદ બદલાઈ જશે.

૧૧.   તૂવેરદાળ બાફવા મૂકો ત્યારે તેમાં થોડી હળદર અને સિંગતેલ થોડું નાંખવાથી  (થોડા ટીપા) દાળ ઝડપથી બફાઈ જશે. (પાકી જશે) અને તેનો સ્વાદ પણ અલગ આવશે.

૧૨.   બદામને ૧૫-૨૦ મિનિટ ગરમ પાણીમાં રાખવાથી તેની છાલ આસાનીથી ઉતરી શકશે.

૧૩.   ખાંડના ડબ્બામાં ૫-૬ લવિંગ રાખવાથી તેમાં કીડી ક્યારેય નહિ ચડે/ આવે.

૧૪.   બિસ્કીટના ડબ્બામાં નીચે બ્લોટિંગ પેપર પાથરીને બિસ્કીટ રાખવામાં આવે તો બિસ્કીટ જલ્દી ખરાબ (બગડશે નહિ) નહિ થાય.

૧૫.   સફરજન કાપી અને મીઠાવાળા પાણીમાં રાખવાથી તે જલ્દી કાળા નહિ પડે.

૧૬.   સફરજન કાપેલ હોય તો તેની ઉપર લીંબુનો રસ લગાડવાથી તે કાળા નહિ પડે.

૧૭.   ચામડી દાઝી જાય તો તેની ઉપર કેળાને મેસ કરીને (કેળાને છૂંદીને)દાઝ્યા ઉપર લગાડવાથી ઠંડક થશે.

૧૮.   રસોડાની દરેક  ખૂણામાં બોરિક પાઉડર છાંટી રાખવાથી વાંદા રસોડામાં નહિ આવે.

૧૯.   મરચાના પાઉડરના ડબ્બામાં હિંગ થોડી રાખવાથી મરચું બગડશે નહિ.

૨૦.   લસણ ફોલવા થોડું ગરમ કરવાથી તે આસાનીથી / સરળતાથી ફોલી શકાશે.

૨૧.   લીલાં મરચાની ડાળખી તોડીને મરચા ફ્રીઝમાં રાખશો તો તે જલ્દી ખરાબ નહિ થાય.

૨૨.   લીલાં વટાણાને વધુ સમય તાજા રાખવા હોય તો પ્લાસ્ટીકની થેલીમાં બંધ કરીને ફ્રીઝરમાં રાખવાથી તે વધુ સમય તાઝા રહેશે.

૨૩.   પરંતુ અન્ય એક રીત છે. સૌ પ્રથમ વટાણાને ફોલીને બે વખત પાણીમાં ધોઈ વધારાનું પાણી કાઢી અને એક વાસણમાં વટાણા ડૂબી શકે તેટલું પાણી લઇ અને ગરમ કરવા મૂકવું અને ઉફાળો આવ્યા બાદ વટાણા તેમાં નાંખી અને ૨ મિનિટ માટે તે વાસણ ઢાંકી દેવું અને સમય થઇ ગયા બાદ ગેસ બંધ કરી દેવો. ત્યાર બાદ, જો તેનું વધારાનું પાણી કાઢી અને ઠંડા પાણીમાં રાખી અને ઠંડા કરવા. ઠંડા થઇ ગયા બાદ, ચારણીમાં રાખી અને વધારાનું પાણી કાઢી લેવું.

 

અને પોલીથીન બેગમાં /પ્લાસ્ટીકની કોથળીમાં જરૂરીયાત મુજબ અલગ અલગ પેક કરી અને ફ્રીઝરમાં રાખવા. પ્લાસ્ટિક બેગ પર ટેપ અથવા રબ્બર બેન્ડ મારી અને બંધ કરવી. આમ કરવાથી  તેનો કલર લાંબો સમય સુધી જળવાઈ રહેશે અને જ્યારે ઉપયોગ કરશો ત્યારે તેનો સ્વાદ પણ જળવાઈ રહેશે.

 

વટાણાની જેમ બ્રોકલી અને બીન્સની  પણ આજ રીતે જાળવણી કરી શકો છો.

 

બ્લોગ લીંક: http://das.desais.net

ફાગણ આયો રે …

ફાગણ આયો રે …

.
શનિવારથી ફાગણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. રંગો અને મસ્તીનો આ મહિનો ઘણુ બધુ શિખવતો હોય છે. ફાગણ હિન્દુ વિક્રમ સંવતનો આખરી મહિનો હોય છે. આ કારણે આ સમગ્ર મહિનામાં લોકોના મનમાં રંગોની ધૂમ અને મસ્તી છવાયેલી રહે છે. આ મહિનામાં ધરતી પણ રંગીન બની જાય છે, કેસૂડાના ફૂલોથી પ્રકૃત્તિ લાલમ લાલ બની જાય છે. કેસરીયો રંગ પણ સમ્મન્નતા અને ઉત્સવનું પ્રતીક છે. પ્રકૃત્તિ પોતે આમંત્રણ આપે છે કે, દિલથી આ ઉત્સવના રંગોમાં ડૂબી જાઓ.

ફાગણ મહિનો 19મી ફેબ્રુઆરીથી 19 માર્ચ સુધી રહેશે. 19 માર્ચે હોળીના તહેવારની સાથે તેનું સમાપન થશે અને પછી શરૂ થશે વિક્રમ સંવતનું નવું વર્ષ. હિન્દુ સમાજમાં તેને ખૂબ જ ધૂમ-ધામથી મનાવવામાં આવે છે. વૈષ્ણવ મંદિરોમાં ફાગણ ઉત્સવ શરૂ પણ થઈ ગયો છે. આ ઉત્સવનો મહિનો છે. એક રીતે તો આ વર્ષ હિન્દુઓના વર્ષના ઉત્સવોનું સમાપન છે. નવા વર્ષમાં ફરી ઉત્સવની કડીઓ શરૂ થશે છેક રક્ષાબંધનના તહેવારથી.

હિન્દુ ધર્મની પરંપરામાં તહેવારો મુખ્ય ભૂમિકા ભજવે છે. આપણા ધર્મમાં આખુ વર્ષ જુદાં-જુદાં તહેવારો મનાવવામાં આવે છે. એ જ તહેવારોની કડીમાં હોળીથી સમાપન થાય છે. આ વર્ષની વિદાઈનો તહેવાર પણ છે એટલે રંગોની સાથે જ મનાવવામાં આવે છે જેથી આવનાર નવું વર્ષ પણ રંગો અને ખુશીઓથી ભરેલું રહે.

સંદર્ભ : દિવ્યભાસ્કર -દૈનિક