પ્રાર્થના …(રચના)

પ્રાર્થના … 

 

 

પરમાત્મા માટે કરેલી સ્તુતિને પ્રાર્થના કહે છે. પ્રાર્થના હૃદયમાંથી નીકળેલી ભાવાત્મક સંવેદના છે. દરેક ધર્મ, દરેક સમુદાય, દરેક ભાષામાં મનુષ્યે સર્વગુણસંપન્ન પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના દ્વારા કંઇ ને કંઇ માગ્યું છે અને દયાળુ પરમાત્માએ પણ ભકતજનોની પ્રાર્થનાઓનો સ્વીકાર કરીને મનવાંછિત વરદાન આપ્યાં છે. એવાં અનેક ઉદાહરણ વિશ્વની પ્રત્યેક ભાષા તથા સાહિત્યમાં જોવા મળશે.

પ્રાર્થના તો મનુષ્ય અને પરમાત્મા વરચેનો અદ્રશ્ય સેતુ છે કે જેના પર થઇને સડસડાટ પરમાત્મા પાસે પહોંચી જઇ શકાય છે. દુ:ખમાં સાંત્વન આપનાર અને મુશ્કેલીઓમાં હિંમત અને શકિત આપનાર પ્રાર્થના જેવું દિવ્ય ઔષધ બીજું એકેય નથી.

(સાભાર: ‘દિવ્યભાસ્કર’)

 

પ્રાર્થના …

ઢાળ:-મારો હાથ જાલી ને લઇ જશે..જેવો…

મને આપજે મહેતલ પ્રભુ, સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરધના કરૂં આપ ની…

આવી ને યમ દળ આંગણે, ઓઢાળે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાન માં, સેવા કરી શિ ઘનશ્યામ ની…

મને ડર નથી કંઇ મોત નો, પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજને પૂછસે,   રટણા કરી શિ રામ ની…

જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએં પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા, તારા ભક્ત ના સૌ ભાર ની..

સદા સ્મરણ હો સરકાર નું, એ છે એક અરજ “કેદાર” ની
બસ એટલી છે અભ્યર્થના,    કરૂં પ્રાર્થના પ્રભુ આપની…

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com