‘ મા …’ ( સ્મરણાંજલિ )

‘ મા …’ ( સ્મરણાંજલિ )

‘મા’ (‘દાદીમા’)

(પરમ પૂજ્ય શ્રીમતિ શારદાબેન શાંતીલાલ. દેશાઇ)

જન્મઃ૧૯૩૫. દેહવિલય: ૦૭.૦૩.૨૦૦૧

Cool Entertainment Only On Sweet Angel  ?Join US

મા વિશે લગભગ બધા સાક્ષરોએ કલમ ચલાવી હશે.

માનો પ્રેમ જેને મળે તે જ જાણે. જે કમનસીબ લોકોને માથે માનો સ્થૂળ અમીમયહસ્ત નથી રહેતો તેમને એની ગેરહાજરી કેવી સાલે તેનું સુંદર ચિત્રણ આ કૃતિમાં થયેલું છે. મંદિરમાંના દેવને ફૂલોથી પૂજતી મા જ્યારે સ્વયં મંદિરની દેવી બની જાય છે ત્યારે એના નિઃસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમના ફૂલોની સુગંધ આપણે માટે મૂકતી જાય છે. મા તો કદી બાળકથી દૂર નથી જતી. વ્યક્ત રૂપેથી વિલીન થનાર મા નિઃસીમ થઈ અવકાશમાં વિસ્તરે છે ત્યારે નભમાંથી એની આંખો નિહાળતી હોવાની મધુર કલ્પના કૃતિમાં અનેરો પ્રાણ પૂરે છે.

મા …

જેનો જગમાં જડે નહીં જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવિ મીઠડી મા તે બનાવી….

નવ માસ તે ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
પય પાન કાજ ઉર તાણ્યો….કેવિ…

મને પાપા પગલી ભરવી, પડિ આખડી મુજને બચાવી
જીવનની રાહ બતાવી….કેવિ..

જ્યાં હું આવુ રોતો રોતો, થોળો સાચો  થોળો ખોટો
ત્યાંતો આવે દેતી દોટો..કેવિ…

જ્યારે યોવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
પ્યારી ટપલી મારી ટપાર્યો…કેવિ…

ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિં તોટો
તોએ માને મન ઘાણી ખોટો…કેવિ..

પ્રભુ “કેદાર” કરૂણા તારી, બસ એકજ અરજી મારી
ભવે ભવ હું બનું એનો બેટો…કેવિ..

 

(મિત્રો, માફ કરજો આજ અન્ય રચના નહિ મૂકતા, આજે અમારા માતુશ્રીની પુણ્યતિથિ નિમિત્તે અમારા સ્નેહી – મિત્ર શ્રી કેદારસિંહજી મે. જાડેજાની (ગાંધીધામ-કચ્છ) રચિત રચના દ્વારા, તેમની મૂક સ્મરણાંજલિ   …)