સ્પર્શની અગત્ય …(ઠાકુર શ્રીરામકૃષ્ણનો ચમત્કારિક સ્પર્શ …)

સ્પર્શની અગત્ય …

U SWEET ANGEL

શ્રી રામકૃષ્ણદેવ ની ૧૭૫મી જન્મ જયંતિએ શ્રી શ્રી મા -ઠાકુરને શત્  શત્ વંદન

Cool Entertainment Only On Sweet Angel  ?Join US

ઠાકુર શ્રીરામકૃષ્ણનો ચમત્કારિક સ્પર્શ …

 

બાઈબલના ‘નવા કરાર’ માંના સંત લૂકનો કથામૃતના આઠમા અધ્યાયમાં એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે :

ઈસુ ખ્રિસ્ત ટોળાથી ઘેરાઈને જઈ રહ્યા છે. ટોળામાં ધક્કામૂકી પણ થતી હશે અને ઈસુને પણ લોકોના ધક્કાઓનો અનુભવ થતો હશે. આવી રીતે જતાં અચાનક અટકી જઈ, પાછળ નજર નાંખી તેઓ બોલી ઊઠ્યા : ‘કોઈકે મને સ્પર્શ કર્યો છે.’

‘મહારાજ, આ ટોળામાં તો ધક્કા વાગ્યા જ કરે છે. આપને પણ કોઈનો ધક્કો લાગ્યો હશે’, પછીથી ઇસુના પટ્ટશિષ્ય બનનારા પીટર બોલ્યા.

ઈસુ કહે, ‘ના, આ તેવો સ્પર્શ નથી. કોઈ પીડિત વ્યક્તિ મને સ્પર્શી છે અને, મારા પુણ્યમાંથી એણે ભાગ પડાવ્યો છે.’

બધાં ઊભાં તો રહી જ ગયાં હતાં. ઇસુના આ બોલે સૌ વિચારમગ્ન બની ગયાં.

તરત જ, ટોળાના પાછળના ભાગમાંથી એક સ્ત્રી આગળ આવી અને માથું નમાવીને કહેવા લાગી : ‘હા, પ્રભુ, આપની વાત સાચી છે. મને ખૂબ લોહી પડતું હતું તે આપના ડગલાને સ્પર્શ્યા પચી બંધ થઈ ગયું.’ એ પીડિત મહિલા ઇસુના દેહને તો સ્પર્શ પણ કરી શકી ન હતી. એ પ્રભાવ ઇસુના અંગને અડીને રહેલાં એક વસ્ત્રનો હતો. એ વસ્ત્રમાંથી ઈસુની દૈવી શક્તિ નીતરતી હતી.

સ્પર્શની પોતાની એક વિશિષ્ઠ અસર છે. ઠેસ વાગીને પડી જવાથી રોતો બાળક માતાના મૃદુ સ્પર્શે શાતા પામે છે, પોતાનું રુદન થંભાવી દે છે ને સ્વસ્થ થઈ પાછો રમવા દોડી જાય છે. ઈરાનનો એક કવિ પ્રિયતમાના સપર્શ પર એટલો વારી જાય છે કે એ સમરકંદ –બુખારાની બક્ષીસ આપવા તૈયાર થઇ જાય છે.

આપણે મિત્રોની સાથે હસ્તધૂનન કરીએ છીએ, વડીલોને અને ગુરુઓને ચરણે સપર્શ કરીએ છીએ, બાળકના કે જીગરજાન દોસ્તના વાંસામાં ધબ્બો મારી છીએ, નવપરણિતોને મસ્તકે હાથ મૂકી આશીર્વાદ આપીએ છીએ. પાશ્ચાત્ય દેશોમાં તો કોઈ વિશેષ પ્રસંગે કોઈ વ્યક્તિને અનેક માણસો સાથે હસ્તધૂનન કરવું પડે છે.

આ સ્પર્શની શી અસર થાય છે ? કેવળ સ્થૂળ, ભૌતિક દ્રષ્ટિએ વિચારીએ તો, જાણીતા કે અજાણ્યા જે લોકો સાથે આપણે હાથ મિલાવ્યા હોય તેમાંથી કોઈના ને કોઈના હાથમાં કોઈ રોગનાં જંતુઓ હોવાનો સંભવ ખરો. આ દ્રષ્ટિએ જોઈએ તો, આરોગ્યની દ્રષ્ટિએ હસ્તધૂનન આરોગ્યપ્રદ નથી. પણ આજના જગતમાં હસ્તધૂનન સંસ્કારિતાની પારાશીશી બની ગયેલ છે એટલે, એનાથી પૂરા દૂર રહેવાથી મરજાદ-સભ્યતા પાળવાનું શક્ય નથી.

પરંતુ મસ્તક પર કે વાંસા પર પડતા વડીલોના અને ગુરુજનોના હાથ પાછળના સાંસ્કારિક તથ્યને આપને ઘણીવાર ઉવેખીએ છીએ. આપણાં નિકટનાં વડીલોનો, સાધુ સંન્યાસીઓનો અને ગુરુજનોનો આશીર્વાદાત્મક સ્પર્શ આપણને આદરથી, પ્રેમથી, પાવિત્ર્યથી ભારે છે. કોઈ સંતજનને સ્પર્શે અમુકતમુક વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન આવી ગયાના દ્રષ્ટાંતો આપણને સાંભળવા મળે છે.

ઠાકુર શ્રીરામકૃષ્ણદેવનો સ્પર્શ આવા વિશિષ્ટ પ્રકારનો હતો. એમનાં કેટલાક શિષ્યોની જીવનશૈલીમાં એ પાવનકારી સ્પર્શ ગહન પરિણામ લાવનાર બન્યો હતો એમ એ ભાગ્યશાળી શિષ્યોએ જ જણાવ્યું છે.

 

વિવેકાનંદને એ દિવ્ય સ્પર્શની અનુભૂતિ …

ભવિષ્યમાં સ્વામી વિવેકાનંદને નામે પ્રસિદ્ધ થનાર નરેન્દ્રનાથ દત્ત કોલેજમાં ભણતા હતાં અને, કોઈ ભક્તને ત્યાં શ્રીરામકૃષ્ણની દ્રષ્ટિમાં વસી જઈ, તેમના બોલાવ્યા, ઠાકુરને મળવા દક્ષિણેશ્વરમાં કાલી મંદિરે ગયા હતા. પહેલી મુલાકાતે તેઓ દક્ષિણેશ્વરને કાલી મંદિરે ગયા ત્યારે એકલા ગયા ન હતા. એ મુલાકાતનો અનુભવ પણ યુવાન નરેન્દ્રને માટે એવો તો વિચિત્ર હતો કે એ યુવાન કોલેજીયનને ઠાકુર શ્રીરામકૃષ્ણમાં પાગલપણાની શંકા ગઈ હતી !’ બીજીવાર આવજે, ને એકલો’, એ ઠાકુરના આગ્રહભર્યા કહેણે નરેન્દ્રનાથ બીજી વાર, ૧૮૮૨ના આરંભમાં એકલા જ ગયા હતાં તે દિવસની આ ઘટના છે.

તે દિવસે નરેન્દ્રનાથ એકલા જ ગયા હતાં અને એ કાલી મંદિરના પરિસરમાં આવેલ ઠાકુર શ્રીરામ્કૃષ્ણને ઓરડે પહોંચ્યા. ત્યારે, થાકું પણ એકલા જ હતા. પોતાની એ મુલાકાતનું વર્ણન નરેન્દ્રનાથના શબ્દોમાં જોઈએ : ‘એક નાનકડી ચારપાઈ ઉપર મેં એમણે એકલા બેઠેલા જોયા. મને જોઈને તેઓ પ્રસન્ન થયા અને પ્રેમપૂર્વક બોલાવીને ચારપાઈ ઉપર પોતાની પડખે બેસાડ્યો. પરંતુ બીજી જ પળે મેં એમને એક પ્રકારના આવેશમાં આવી ગયેલા જોયા.

કંઈક સ્વગત ગણગણતા, મારી તરફ એક્ટશે જોતા તેઓ ધીમે ધીમે મારી તરફ સરક્યા. મને થયું કે પૂર્વે કર્યું હતું તેવું જ કંઈક વિચિત્ર વર્તન કરશે. પરંતુ નિમીષમાત્રમાં જ એમણે મારી છાતી ઉપર પોતાનો જમનો પગ મૂકી દીધો. એમનો સપર્શ થતાવેંત મને કોઈ અવનવો અનુભવ થયો. આંખો ઉઘાડી હોવા છતાં મેં જોયું કે દીવાલો અને ઓરડામાંની તમામ ચીજવસ્તુઓ એકદમ ફરવા લાગી ને શૂન્યમાં લય પામી ગઈ હતી અને મારા સહિત આખું વિશ્વ એક સર્વગ્રાહી શૂન્યમાં ગરક થઇ જવાની અણી પર હતું ! હું અત્યંત ભયભીત થઇ ગયો. મને થયું કે હું મૃત્યુના મુખમાં છું, કારણ કે વ્યક્તિનો લોપ થતો હોય ત્યાં મૃત્યુના ભાવ સિવાય બીજું કાશું હોઈ શકે નહીં. મારાથી રહેવાયું નહીં તેથી હું બરાડી ઊઠ્યો : ‘તમે મને અ શું કરી રહ્યા છો ? ઘેર મને મારાં માતાપિતા છે !’ આ સાંભળીને એ મોટેથી હસી પડયા અને મારી છાતી પર હાથ ફેરવીને બોલ્યાં : ‘ઠીક હમણાં, આ બધું ભલે બંધ પડે. વખત આવ્યે બધું થઇ રહેશે. આશ્ચર્યની વાત તો એ હતી કે એમણે આમ કહ્યું કે તરત જ મારો એ અવનવો અનુભવ પણ દૂર થઇ ગયો. ફરી હું સ્વસ્થ થયો અને મેં જોયું કે ઓરડાની અંદરની તેમજ બહારની દરેક વસ્તુ પહેલાની જેમ યથાસ્થાને હતી.’

યુવાન કોલેજીયન નરેન્દ્રને કેવળ થોડી સેકન્ડને અંતરે કરેલા બે સ્પર્શની નરેન્દ્રનાથ પર કેવી તો એકમેકથી વિપરીત અસર થઇ છે ! પોતાના જમણે પગેથી નરેન્દ્રની છાતી પર કરેલા સપ્રશે ઠાકુર નરેન્દ્રને ગભરાવી નાખે તેઓ અનુભવ કરાવે છે. એ એટલો ઉચ્ચ આધ્યાત્મિક અનુભવ છે કે નરેન્દ્ર એણે જીરવી શકતા નથી – એણે જીરવવા જેવી યોગ્યતા એમણે હજી પ્રાપ્ત કરી કરી નથી. અને, નરેન્દ્રની ગભરાટની બૂમ સાંભળીને ઠાકુરે કરેલા બીજા સ્પર્શે, પ્રથમ સ્પર્શના અનુભવે ઉત્પન કરેલું એકાકારનું વિશ્વ અસ્ત પામે છે અને એ યુવાન પાછાં ‘સામાન્ય’ થઇ જાય છે. ઠાકુરને પ્રથમ સ્પર્શે નરેન્દ્રનાથ અનંતના મહાસાગરમાં ડૂબકી મારે છે ને તેથી ગભરાટ અનુભવે છે. તરત જ, ઠાકુર એમણે ફરી સપર્શ કરે છે અને એ અનંત મહાસાગરમાંથી નરેન્દ્રનાથ પાછા નક્કર ધરતી પર આવી જાય છે. ઠાકુરે મૂઠ મારી ન હતી. તેઓ મેલી વિદ્યાના જાણકાર ન હતા.

ઠાકુરના આ અનન્ય સ્પર્શોના પ્રભાવે નરેન્દ્રનાથમાં મોટું પરિવર્તન કરી નાખ્યું. પહેલી મુલાકાતે પાગલપણાની છાંટવાળા લાગેલા ઠાકુર નરેન્દ્રનાથ માટે કોયડો બની ગયા હતા. એમના ભણતરમાં, એ જે વિજ્ઞાન ભણ્યા હશે તેમાં, આવા સપર્શ વિશે તેમણે ક્યાંય વાંચ્યું ન હતું. ક્ષણ જેટલા સમયના અંતરે ઠાકુરે કરેલા બે સ્પર્શોની અસરો કેટલી તો વિભિન્ન હતી ? એ સ્પર્શોની પાછળ કામ કરતું તત્વ કયું હતું ? કોલેજિયન નરેન્દ્રનાથ માટે આ કોયડો હતો. એનું રહસ્ય ન ઉકલે ત્યાં સુધી, ફરીવાર આ ‘સ્પર્શના જાદુગર’ પાસે જવું ત્યારે પૂરા સજાગ રહેવાનો પાકો નિશ્ચય નરને કર્યો.

 

ત્રીજા સ્પર્શની કથા …

પોતાના દ્રઢ મનોબળ વડે નરેન્દ્રે સંકલ્પ કર્યો હતો કે, ફરીવાર કાલીમંદિરે જવું ત્યારે પૂરા સાવધાન રહેવું. આ સંકલ્પ સાથે, જતી વેળા પણ મનમાં દદ્રઢતાનો એકડો ઘૂટતા, નરેન્દ્ર ત્રીજીવાર કાલીમંદિરે ઠાકુરને મળવા ગયા ત્યારે, કંઈ ઓચ્છવ – ઉત્સવ જેવું હશે તેથી મંદિરના પરિસરમાં લોકોની અવરજવર વધાર હતી એટલે, કાલીવાડીને અડીને જ આવેલા યદુ માંલ્લીકને ઉદ્યાનગૃહે ઠાકુર નરેન્દ્રને લઇ ગયા.

યદુ સાથે ઠાકુરના સંબંધો ખૂબ સારા હતાં અને યદુએ પોતાના એ બંગલાના રખેવાળને સૂચના આપી રાખેલી કે ‘ઠાકુર જ્યારે પણ આવે ત્યાર, એમણે બેસવા માટે દીવાનખાનું ખોલી આપવું.’

પણ, સીધા તેઓ દીવાનખાને ન જતાં, પહેલાં, ઠાકુર નરેન્દ્ર સાથે ગંગાકાંઠે ને બાગમાં ટહેલવા તથા વાટો કરવા લાગ્યા. આમ થોડીવાર આંટા માર્યા પછી, ઠાકુર નરેન્દ્રને લઈને યદુના બંગલાના દિવાનખાને આવ્યા. બંને કોઈ આસન પર એકબીજાની નિકટ બેઠા. થોડો સમય વીત્યા બાદ, ઠાકુર સમાધિમાં સર્યા અને પોતાની એ સમાધિ અવસ્થામાં જ એમણે નરેન્દ્રને સ્પર્શ કર્યો. ઠાકુરના આ સ્પર્શથી નરેન્દ્રનાથના દ્રઢ મનોબળના કિલ્લાના કાંગરા ખરી પડ્યાં અને એ પણ સમાધિમાં સરી પડ્યા. એ સમાધિ દરમ્યાન શું બન્યું તે વિશે એમણે કશી ખબર જ પડી નહીં. પણ તેઓ પોતાની સમાધિમાંથી જાગ્રત થયા ત્યારે, શ્રીરામકૃષ્ણદેવને પોતાની – નરેન્દ્રની – છાતી પર હાથ ફેરવતા એમણે જોયા હતાં. પોતાની એ સમાધિદશા દરમ્યાન શું બન્યું હતું તે વિશે નરેદ્રનાથને કશો જ ખ્યાલ ન હતો.

પણ, એ વિશે ઠાકુર શ્રીરામકૃષ્ણને પૂરો ખ્યાલ હતો. નરેન્દ્રનાથની એ સમાધિદશા દરમિયાન, પોતાને નરેન્દ્રનાથ વિશે જે દર્શન થયું હતું તેની ખાતરી, વિવિધ પ્રશ્નો દ્વારા મેળવી, ઠાકુરે પોતાનાં એ દર્શનની ખાતરી કરી લીધી હતી.

ઠાકુરના લાડકા નરેનને, એના ઠાકુર પાસે આવવાના આરંભકાળના આ ત્રણ સ્પર્શાનુભવ એકબીજાથી કેટલા ભિન્ન પરિણામ દાયક હતાં તે જોઈ શકાય છે. ૧૮૮૬ના ઓગષ્ટની ૧૨ કે ૧૩ તારીખે પોતાની મહાસમાધિની બે ત્રણ દિવસ પૂર્વે જ, ઠાકુરે નરેન્દ્રનાથને બોલાવ્યા અને ત્યાં જે કોઈ હતું તેણે ચાલી જવા તથા, પોતે બોલાવે નહિ ત્યાં સુધી, કોઈને ન આવવા સૂચના આપી.

 

દ્રષ્ટિનો સપર્શ …

ઠાકુર પોતે બેચાર તકિયાઓનું ટેકણ લઈને પોતાની પથારીમાં બેઠા હતાં. હાથથી નરેનને બોલાવી, તેમને પોતાની બરાબર સાથે બેસવા ઠાકુરે કહ્યું. નરેન્દ્ર તે રીતે બેઠા અને થોડી જ વારમાં ઠાકુર સંધિમાં સારી પડ્યા. નરેન્દ્રને લાગ્યું કે ઠાકુરના દેહમાંથી કશુંક અદશ્ય તત્વ પોતાની અંદર પર્વેશી રહ્યું છે. થોડી જ વારમાં નરેન્દ્ર પણ સમાધિમાં સારી પડ્યાં. એમની એ સમાધિ ઊતરી ત્યારે ઠાકુરની સામે જોતાં એમની આંખોમાંથી આંસું વહેતાં હતાં. એમણે પોતાના પ્રિયતમ શિષ્ય નરેન્દ્રનાથને કહ્યું : ‘નરેન, મારી બધી શક્તિ મેં તને આપી દીધી છે અને હું રંક ફકીર બની ગયો છું. એ શક્તિ વડે તું જગતમાં અદભુત કાર્ય કરી શકીશ. તારે શ્રીમાન મોટું કાર્ય કરવાનું છે.’

અને આ બોલ બોલાયાને સાત વર્ષ અને એક મહિનાનો સમય થાય તેની આસપાસ, ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે, અમેરિકાની શિકાગો નગરીમાં મળેલી વિશ્વ ધર્મપરિષદમાં પહેલી જ બેઠકમાંના પોતાના ટૂંકા પણ પ્રેરક પ્રવચને કોલંબસ હોલ્માન્ના સમગ્ર શ્રોતાગણને મુગ્ધ કરી દીધો હતો અને, અકિંચન ભટકતા, અનામી, આવી પરિષદોમાં જવાના નિયમોથી પૂરા અજાણ હોઈને, કોલંબસ હોલને તોરણેથી એકવાર રવાના કરી દેવાયેલા અને, હાવર્ડ યુનિવર્સીટીના ગ્રીકના પ્રોફેસરે રાઈટની ભલામણે છેક છેલ્લી ઘડીએ પ્રવેશવા દેવાયેલા, કશી જ તૈયારી વગર ગયેલા સ્વામીજીના આ પહેલા જ પ્રવચને એમને વિશ્વવંદ્ય વિભૂતિમાં ફેરવી નાખ્યા હતા. કોલકાત્તાના સીમલા મહોલ્લાના પ્રખ્યાત વકીલ વિશ્વનાથ દત્તના તેજસ્વી ને તોફાની બાળકમાંથી સ્વામી વિવેકાનંદમાં થયેલા આ રૂપાંતર પાચળ ઠાકુરના સ્પર્શનો જાદુ ન હતો એમ કોણ કહી શકશે ?