મટર પનીર …

મટર પનીર …

 

મટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક  પસંદ કરવામાં આવે છે. આજે આપણે મટર પનીરનું શાક બનાવીશું.

સામગ્રી :

૨૫૦ ગ્રામ પનીર  (Cottage Cheese)

૧/૨ કપ લીલા તાજા વટાણા (Green peas)

૨-૩ નંગ ટામેટા

૨- નંગ લીલા મરચા

૧ -ટુકડો આદુ ( ૧ ઈંચ નો ટુકડો)

૧/૨ નાનો કપ ક્રીમ અથવા ઘરના દૂધની મલાઈ

૨- ટે. સ્પૂન રીફાઈન્ડ તેલ

૧/૨ નાની ચમચી જીરૂ

૧/૪ નાની ચમચી હળદર

૧- નાની ચમચી ધાણા પાઉડર

૧/૪ નાની ચમચી (થોડો ઓછો) લાલ મરચાનો પાઉડર

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

મીઠું સ્વાદ અનુસાર

૨- ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારેલી)

 

રીત :

 

ટામેટા, લીલા મરચા, આદુ મિક્સરમાં બારીક પીસી લેવા. આ પેસ્ટમાં ક્રીમ/મલાઈ નાંખી ફરી એક વખત મિક્સર ફેરવી લેવું.

પનીર ચોરસ ટુકડામાં સમરી લેવું અને લીલા વટાણાણે ૧/૨ કપ પાણીમાં બાફી લેવા.

એક કડાઈમાં તેલ નાંખી અને ગરમ કરવું. ગરમ તેલમાં જીરું નાંખવું. જીરૂ શેકાઈ ગયા બાદ, હળદર, ધાણા પાઉડર, મરચું નાંખી અને ચમચાની મદદથી હલાવતાં જવું અને બરોબર શેકવું / સાંતળવું. હવે તમે અગાઉ જે મસાલો પીસીને તૈયાર કરેલ (પેસ્ટ) તે નાંખી અને તેણે ત્યાં સુધી સાંતળવો / શેકવો કે તેમાંથી તેલ છૂટીને સપાટી ઉપર બહાર દેખાવા લાગે.

મસાલો શેકાઈ ગયા બાદ, તમને જે રીતની ગ્રેવી પસંદ હોય, એટલે કે ઘટ કે પાતળી, તે પ્રમાણે જરૂરી પાણી ઉમેરવું. ગ્રેવીમાં અગાઉ ઉકાળેલ/બાફેલા  વટાણા અને સ્વાદ અનુસાર મીઠું નાખવું. ઉફાળો આવ્યા બાદ, પનીર નાંખવું – ૩-૪ મિનિટ સુધી ઉકાળવા દેવું(ગરમ કરવું).

મટર પનીર નું શાક તૈયાર છે. બસ ગેસ બંધ કરી દેવો.

શાકમાં ગરમ મસાલો અને અડધી સમારેલી લીલી કોથમીર નાંખવી. અને શાકને એક કાચના વાસણમાં કાઢી લેવું. બાકીની કોથમીર ત્યાર બાદ, ઉપરથી છાંટવી.

ગરમા ગરમ મટર પનીરનું શાક, નાન – પરોઠા કે રોટલી જે પસંદ આવે તેની સાથે પીરસવું અને ખાવું અને મોજ કરવી.

નોંધ :

(૧) જો તમે કાંદા પસંદ કરતાં હોય તો ૧ કાંદાને બારીક સમારી અને જીરૂ સાંતળી લીધા બાદ, કાંદા તેલમાં નાંખવા અને સાંતળવા. આચા બ્રાઉન કલર આવ્યાબાદ, બાકીના મસાલા ક્રમ અનુસાર આગળ બતાવ્યા મુજબ નાખવા.

જો તમે મટર પનીરની ગ્રીવી અલગ અલગ રીતે બનાવવા ઇચ્છતા હો તો, એક જ શાકના અલગ-અલગ સ્વાદ માણી શકો છો.

(૧)   ખસખસની ગ્રેવી બનાવો …

૨- ટે.સ્પૂન ખસખસ પાણીમાં ધોઈ અને ૧ કલાક સુધી તેને પલાળી રાખવી. એક કલાક બાદ તેને પીસી લેવી. તેલમાં જીરૂ, હળદર, ધાણા પાઉડર નાંખ્યા બાદ, ખસખસની પેસ્ટ તેમાં નાંખવી અને તેલ તેમાંથી છૂટું પડે ત્યાં સુધી સાંતળવી. ત્યાર બાદ, ટામેટાની પેસ્ટ નાંખી મસાલાને કરી શેકવી અને ગ્રીવે જેટલી ઘટ કે પાતળી રાખવી હોય તે હિસાબથી પાણી તેમજ મીઠું ઉમેરવું અને ગ્રેવી તૈયાર કરવી.

(૨)   કાજુની ગ્રેવી બનાવવા માટે …

૨- ટે.સ્પૂન કાજુ પાણીમાં ૧/૨ કલાક માટે પલાળી રાખવા. પલાળેલા કાજુને મિક્સરમાં બારીક પીસી અને પેસ્ટ બનાવવી. તેલમાં મસાલા શેકાઈ/ સાંતળી લીધા બાદ, કાજુની પેસ્ટ નાંખી અને તેલ છૂટુ પડી બહાર સપાટી પર આવી દેખાવા લાગે ત્યાં સુધી શેકવી. ત્યાર બાદ, ટામેટાની પેસ્ટ નાંખવી અને અને ફરી વાર મસાલો શેકવો / સાંતળવો અને ગ્રીવી જેટલી ઘટ કે પાતળી બનાવવી હોય તેટલું પાણી તેમજ મીઠું સ્વાદ અનુસાર તેમાં નાખવું.

આમ એક જ શાક અલગ – અલગ ગ્રેવી સાથેના સ્વાદમાં માણી શકશો.

 

બ્લોગ લીંક: http://das.desais.net