શિવ વિવાહ …(રચના)

શિવ વિવાહ …


શિવ વિવાહ …

પિનાકીન પરણવા ને આવ્યાં રે, મોંઘેરા મહેમાન સાથમાં
હિમાચલ હરખે ઘેરાણા રે, રહે નહિં હૈયું હાથમાં…

જાન આવી ઝાંપે, લોક સૌ ટાંપે
મોંઘા મૂલા મહેમાનો ને મળશું રે, સામૈયા કરશું સાથમાં…

આવે જે ઉમાને વરવા, હશે કોઇ ગુણિયલ ગરવા
દોડ્યા સૌ દર્શન કરવા ઉમંગે રે, અનેરા જનની આશ માં…

ભાળ્યો જ્યાં ભભૂતી ધારી, શિવજી ની સૂરત ન્યારી
માથે મોટી જટાયું વધારી રે, વિંટણો જાણે મ્રુગ ખાલ માં…

ભષ્મ છે લગાડી અંગે, ફણીધર રાખ્યા સંગે
ભેળાં ભૂત કરેછે ભેંકારા રે, ગોકીરો આખા ગામ માં…

બળદે સવારી કિધી, ગાંજો ભાંગ પ્યાલી પિધી
ભાગીરથી ભોળે શીશ પર લીધી રે, સજાવ્યો સોમને સાથ માં…

ગળે મૂંડ્કા ની માળા, કંઠે વિષ રાખ્યાં કાળ
ત્રિનેત્રિ આવ્યાં છે ત્રિશૂલ વાળા રે, તાણ્યું છે ત્રિપુંડ ભાલમાં…

ભૂંડા ભૂત નાચે, રક્ત માં રાચે
શિવજીના દેખી નયનો નાચે રે, બેસાડે લઇ ને બાથ માં…

ભૂતડાને આનંદ આજે, કરે નાદ અંબર ગાજે
ડાકલા ને દમરુ વગાડે રે, રણશિંગા વાગે સાથ માં…

આવ્યા મૈયા સ્વાગત કરવા, ભાળ્યા રૂપ શિવ ના વરવા
ભામિની ના ભાવિ ને વિચારે રે, સોંપુ કેમ શિવ ના હાથ માં…

નથી કોઇ માતા તેની, નથી કોઇ બાંધવ બેહેની
નથી કોઇ પિતાજી ની ઓળખાણુ રે, જનમ્યોછે જોગી કઇ જાત માં…

નથી કોઇ મહેલો બાંધ્યા, નથી કોઇ સગપણ સાંધ્યા
નથી કોઇ ઠરવાના ઠેકાણા રે, રહેછે જઇને શ્મશાન માં…

સુખ શું ઉમાને આપે, ભાળી જ્યાં કલેજા કાંપે
સંસારીની રીતો ને શું જાણે રે, રહે જે ભૂત ની સાથ માં…

જાઓ સૌ જાઓ, સ્વામી ને સમજાવો
ઉમીયા અભાગી થઇ જાશે રે, જાશે જો જોગી ની જાત માં…

નારદ વદેછે વાણી, જિગી ને શક્યા નહિં જાણી
ત્રિલોક નો તારણ હારો રે, આવ્યોછે આપના ધામ માં…

ત્રિપુરારી તારણ હારો, દેવાધિ દેવ છે ન્યારો
નહિં જન્મ મરણ કેરો જેને વારો રે, અજન્મા શિવ પરમાત્મા…

ભામિની ભવાની તમારી, શિવ કેરી શિવા પ્યારી
કરો તમે વાતો કંઇંક તો વિચારી રે, સમજાવું શિવ રૂપ સાનમાં…

જાણ્યો શિવ મહિમા જ્યારે, આવ્યો ઉર આનંદ ત્યારે
આવ્યાં સૌ દર્શન કરવાને દ્વારે રે, ઝુકાવ્યું શીશ શિવ માન માં….

શિવના સામૈયાં કિધાં, મોતીડે વધાવી લીધાં
હરખે રૂડાં આસન શિવજી ને દીધાં રે, બેસાડ્યા શિવ ગણ સાથ માં..

ઉમીયાજી ચોરી ચડિયાં, શિવ સંગે ફેરા ફરીયા
ભોળો ને ભવાની આજે ફરી મળિયા રે, શોભેછે સતી શિવ સાથ માં…

આનંદ અનેરો આજે, હીલોળે હીમાળો ગાજે
“કેદાર” ની કરુણતા એ કેવી રે, ભળ્યો નહિં ભૂત ની સાથ માં…

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

 

.

આજે મહાવદ ચૌદસ [મહાશિવરાત્રિ] …

આપણા વેદોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(૧) કાળરાત્રિ જે કાળી ચૌદસને નામે ઓળખાય છે.
(૨) મોહ રાત્રિ જે જન્માષ્ટમીની રાત્રિ તરીકે ઓળખાય છે.
(૩) મહારાત્રિ જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે.

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરિકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમજ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.

પરંતુ મહાશિવરાત્રિ મંગળકારી અને કલ્યાણકારી રાત્રિ છે. દેશભરના અલગ અલગ શિવાલયો અને ૧૨  જ્યોતિર્લિંગના દર્શન અને પૂજનનો આજે પવિત્ર પાવન દિવસ કહેવાય છે. શિવજી જ્ઞાનના દેવ કહેવાય છે તેથી આ રાત્રિ જ્ઞાનરાત્રિ કહેવાય છે. શિવજીને આ મહાવદની રાત્રિ અતિપસંદ છે તેથી આ રાત્રિ મહાશિવ રાત્રિ કહેવાય છે.

લિંગપૂજા એ શિવ પૂજાના પ્રતિક રૂપે છે. ભગવાન શિવની પૂજા ફક્ત બીલીપત્ર, ફૂલ અને શુદ્ધ જળથી થાય છે. જો તે શ્રદ્ધા અને અંતઃકરણથી કરવામાં આવે તો અવશ્ય તેમની કૃપા વરસે છે. સંહારનું પ્રતિક ત્રિશૂળ અને સંગીતનું પ્રતિક ડમરૂ એકસાથે રાખનાર આ એક જ દેવ છે. લોકકલ્યાણ ખાતર વિષ પીનારા શિવજી મહાદેવ કહેવાયા. શિવજી આપણા હૃદયને વિકારરહિત બનાવી તેમાં નિવાસ કરે છે.

શંકર એટલે ‘શુભં કરોતી ઈતિ શંકર’, જે કલ્યાણ કરે તે શિવ. શિવજી કહે છે ‘શિવરાત્રિના દિવસે જે ઉપવાસ [ઉપ એટલે સમીપ વાસ એટલે બેસવું] કરી શ્રદ્ધાપૂર્વક જે મારૂં પૂજન કરશે તેને આખું વર્ષ પૂજન કર્મનું ફળ મળશે.

ઋગવેદમાં શિવજીની પ્રાર્થના છે કે ‘જેણે પોતાનાં ત્રણ નેત્રોથી ક્રોધ અને લોભનું દહન કરેલ છે એ શાંત તેજની આપણે ઉપાસના કરીએ છીએ.’ મસ્તકે ગંગા, ભાલ પર ચન્દ્ર ને શરીર પર સર્પોની માળા ધરાવનારા, ભક્તોને રિદ્ધિ-સિદ્ધિ અને મુક્તિ અપાવનાર ત્યાગી હોવા છતાં સંસારી છે. જગત કલ્યાણાર્થે ઝેર પી જઈ નીલકંઠ થનારા, કામને બાળી મૂક્યો છતાં ઉમા સંગ નિવાસ કરનારા, પતિતપાવની ગંગાનું પાન કરનારા, બ્રહ્માંડપતિ, કરુણાસિંધુ, એકાંતવાસી, મહાત્યાગી ને પરમ ઉદાર એવા શિવજીનાં ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. તેઓ સત્યમ, શિવમ અને સુંદરમ છે. તેમના સ્વરૂપને જાણવા એમની કૃપા થાય તો જ શિવતત્વને જાણી શકાય છે.

મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે. આ વ્રતને અર્ધરાત્રિ વ્યાપિની ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં ત્રણ પક્ષ છે – (૧) ચૌદશની પ્રદોષ વ્યાપિની. (ર) નિશીથ (અર્ધરાત્રિ) – વ્યાપિની અને (૩) ઉભયવ્યાપિની વ્રતરાજ, નિર્ણયસિન્ધુ તથા ધર્મસિન્ધુ વગેરે ગ્રંથો અનુસાર નિશીથવ્યાપિની ચૌદશ તિથિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી ચૌદશની તિથિ નિશીથવ્યાપિની હોય તે મુખ્ય છે, અગત્યની છે, પરંતુ તેના અભાવમાં પ્રદોષવ્યાપિની સ્વીકૃત હોઈ તે પક્ષ ગૌણ છે. આ કારણે પૂર્વા યા પરા એ બંનેમાં જે પણ નિશીથવ્યાપિની ચૌદશની તિથિ હોય તેમાં જ વ્રત કરવું જોઈએ.

સદાશિવનું પ્રત્યક્ષ બ્રહ્મસ્વરૂપ તેજ અને લલાટે નેત્રની જ્યોતિસ્વરૂપ મહાદેવનું અંતઃકરણથી આ શિવરાત્રિએ આપણા અંતરથી પ્રાર્થના અને પ્રણામ કરી ધન્યતા પામીએ.

સંકલિત …

.


કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું … (ભજન)

સ્વર : શ્રી  નારાયણ સ્વામી …

.

.

સાખી :

એક બિલી પત્રમ એક પુષ્પમ
એક લોટા જલકી ધાર
દયાલુ રિજ કે દેત હૈ ચંદ્રમૌલી ફલચાર
વ્યાઘાંબરમ ભસ્માંબરમ જટાજુટ લીબાસ
આસન જમાયે બૈઠે હૈ
કૃપાસિંધુ કૈલાસ

.

કૈલાશ કે નિવાસી, નમું બાર બાર હું

આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું… કૈલાશ કે નિવાસી

ભક્તો કો કભી તુમને શિવ નિરાશ ના કિયા

માંગા જિન્હેં જો ચાહા વરદાન દે દિયા

બડા હિ તેરા દાયજા, બડા દાતાર તું

આયો શરણ તિહારે પ્રભુ, તાર તાર તું …કૈલાશ કે નિવાસી

.