એક લખું છું કહાણી કરુણા …

એક લખું છું કહાણી કરુણા … (સારસ – સારસી)

.

.

સારસ અને સારસી …

 

એક લખું છું કહાણી કરુણા

એક લખું છું …

કહાણી કરુણા … એક લખું છું ..

આંસું આંખલડીમાં આણી .. (૨)

 

સુંદર તટની હતી સરિતા

સુંદર તટની ..

હતી સરિતા જ્યાં ..

વહેતા ખળખળ પાણી ..

 

સુંદર તટની ..

હતી સરિતા ..

જ્યાં વહેતા ખળખળ પાણી

જુગલ વસે ત્યાં ખગની જોડી … (૨)

સારસ – સારસી રાણી  … (૨)

આંસું આંખલડીમાં આણી …

 

એક લખું છું કહાણી ..

એક લખું છું …

કહાણી કરુણા ..

એક લખું છું કહાણી

આંસું આંખલડીમાં આણી …

 

પંખી બંનેને પ્રેમ ઘણેરો

પંખી બંનેને …

પ્રેમ ઘણેરો એને ..

વર્ણવી શકે નહિ વાણી ..

એને વર્ણવી શકે નહિ વાણી ..

 

દેહ જુદા એનો, જીવડો એક જ છે

દેહ જુદા … જીવડો એક જેમ

વેલ તરૂ ને વીંટાણી ..

જેમ વેલ તરૂ ને વીંટાણી  ..

આંસું આંખલડીમાં આણી …

 

માદા હતી તેણે ઈંડા મૂક્યાં

માદા હતી તેણે .. ઈંડા મૂક્યાં ને

હૈયે અતિ હરખાણી .. એતો

હૈયે અતિ હરખાણી ..

 

 

માદા હતી એણે ..

ઈંડા મૂક્યાં ને, હૈયે અતિ હરખાણી

પંખી ઊડ્યો એના પોષણ કાજે

 

પંખી ઊડ્યો .. ઊડ્યો .. ઊડ્યો ..

પંખી ઊડ્યો ..

પંખી ઊડ્યો એના.. પોષણ કાજે

ઉરમાં શાંતિ આણી ..

એના .. ઉરમાં શાંતિ આણી ..

આંસું આંખલડીમાં આણી …

 

ચારો લઈને સારસ ચાલ્યો ..

ચારો લઈને ..

સારસ ચાલ્યો ..

ત્યાં તો મોતની નાળ મંડાણી ..

એની માથે .. મોતની નાળ મંડાણી

પારાધીએ  એક તીર ફેંક્યું .. એ ..

પારાધી ..

પારાધીએ ..પારાધી ..

ઓ .. પારાધી .. પારાધીએ એક

તીર ફેંક્યું જ્યાં … ચીસ્કારી સંભળાણી ..

એની ચીસ્કારી સંભળાણી ..

આંસું આંખલડીમાં આણી …

 

એક લખું છું કહાણી કરુણા

એક લખું છું .. કહાણી કરુણા

એક લખું છું કહાણી ..

આંસું આંખલડીમાં આણી …

 

કકળી ઊઠી ત્યારે કામની ..

કકળી ઊઠી … ત્યારે કામની ..

હૃદયની ગતિ વિંધાણી ..

એની હૃદયની ગતિ વિંધાણી ..

 

કકળી ઊઠી .. ત્યારે કામની ..

હૃદયની ગતિ વિંધાણી ..

પિયુ પિયુ .. એવા કર્યાં પૂકારો એણે

 

પિયુ .. પિયુ ..

પિયુ .. પિયુ .. પીયુ ..

એવા કર્યાં પૂકારો એણે ..

પિયુ .. પિયુ .. પિયુ ..

એવા કર્યાં પૂકારો ..

કર્યાં એ પૂકારો..

પિયુ .. પિયુ .. કર્યાં પૂકારો ..

ત્યાંતો એની આત્મ જ્યોત ઓલાણી ..

એની .. આતમ જ્યોત ઓલાણી ..

આંસું આંખલડીમાં આણી …

 

એક લખું છું કહાણી કરુણા ..

એક લખું છું, કહાણી …

આંસું આંખલડીમાં આણી … (૨)

 

કઠણ હૃદયની ..

એવી કેવી રે વિધાતા ..

કઠણ હૃદયની ..

એવી .. એવી ..આ કેવી વિધાતા

કઠણ હૃદયની ..

કઠણ હૃદયની કેવી વિધાતા

એની કલમ ન કાં અટકાણી ..

કઠણ હૃદયની .. કેવી વિધાતા ..

એની કલમ ન કાં અટકાણી

 

કાન કહે ઈંડાનું શું થયું હશે ..

કાન .. કાન કહે ..

કાન કહે ..

ઓલા ઈંડાનું શું થયું હશે ..

કાન કહે .. કાન કહે .. કાન કહે ..

કાન કહે .. ઈંડાનું શું થયું હશે .. એની ..

એની કથી શકું ન કહાણી ..

એની.. કથી શકું ન  કહાણી

આંસું આંખલડીમાં આણી …

 

એક લખું છું કહાણી કરુણા

એક લખું છું .. કહાણી કરુણા

એક લખું કહાણી ..

આંસું આંખલડીમાં આણી …

આંસું આંખલડીમાં આણી …

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મારે બાળપણની પ્રિતુ રે ..

મારે  બાળપણની પ્રિતુ  રે ..

.

સ્વર: શ્રી નારાયણ સ્વામી ..

.

.

એ મારે બાળપણાની  પ્રિતુ રે …

 

એ મારે બાળપણાની પ્રિતુ રે

મારે પૂર્વ જન્મની આ પ્રિતુ રે

એ.. ઓધા મોહલે આવો …

 

બાળપણાની પ્રિતુ રે

મારે પૂર્વ જન્મની પ્રિતુ રે

એ.. ઓધા મહેલે આવો …

 

જોઈ જોઈને ઓરીએ જાતું

બીબા વિના પડે નહિ ભાતું રે

 

જોઈ જોઈને ઓરીએ જાતું

બીબા વિના પડે નહિ ભાતું રે

બહાર જીવે આ ભીતું રે .. (૨)

ઓધા .. મહોલે આવો રે …

 

મારે બાળપણાની  પ્રિતુ રે

મારે પૂર્વ જન્મની પ્રિતુ રે

એ.. ઓધા મહેલે આવો …

 

એ.. દાસી માથે શું છે દાવો

મારે મહોલે ન આવો માવા

 

આ દાસી માથે શું છે દાવો

મારે મહોલે  કીમ ન આવે માવો

શું આવો તે અભાવો રે ઓધા .. (૨)

મહોલે આવો … (૨)

 

મારે બાળપણાની  પ્રિતુ રે

મારે પૂર્વ જન્મની પ્રિતુ રે

એ.. ઓધા મહેલે આવો …

 

તમ વિના પ્રભુ નથી રહેવાતું

વાલમ આવો તો કરીએ વાતું

 

તમ વિના એ નથી રહેવાતું

એ.. વાલમ આવો તો કરીએ વાતું રે

આવી છે એકાંતુ ..રે ઓધા

આવી છે એકાંતુ ઓધા રે ઓધા

મોહલે આવો …

 

બાળપણાની પ્રિતુ મારે

એ મારે બાળપણાની  પ્રિતુ રે

મારે પૂર્વ જન્મની આ પ્રિતુ રે

એ.. ઓધા મોહલે આવો …

 

એ દાસી જીવણ ભીમને ભારી

વારણાં લઉં વારમ વારી

 

દાસી જીવણ ભીમને ભારી

વારણાં લઉં વારી વારી રે

ગરીબી ગવાણી રે ઓધા

 

ગરીબી ગવાણી રે ઓધા

એ મોહલે  આવો …

 

બાળપણાની પ્રિતુ રે મારે

બાળપણાની  પ્રિતુ રે

મારે પૂર્વ જન્મની પ્રિતુ રે

એ.. ઓધા મહોલે આવો …

 

બાળપણાની  પ્રિતુ મારે

મારે પૂર્વ જન્મની આ પ્રિતુ રે

એ.. ઓધા મહોલે  આવો …

 

એ ઓધા મહોલે આવો

એ ઓધા મોહલે આવો …

 

 

 

 

 

 

 

 

 

 

 

શાહી પનીર …

શાહી પનીર …

૪ વ્યક્તિ માટે

સમય : ૨૫ મિનિટ

પનીરના શાક બધાને પસંદ આવે છે. તેમાં પણ શાહી પનીર બહુ જ સ્વાદિષ્ટ બંને છે. શાહી પનીર ઘરમાં કોઈ પ્રસંગ પર કે ખાસ મહેમાનો આવે ત્યારે બનાવીએ, તે બનાવવામાં ખૂબજ આસાન છે. તો ચાલો આજે શાહી પનીર બનાવીએ.

સામગ્રી :

૨૫૦ ગ્રામ પનીર

૩-૪ નંગ મધ્યમ કદના ટામેટા

૨ નંગ લીલા મરચા

૧ નંગ આદુનો ટુકડો (૧ ઈંચ લંબાઈનો)

૨ ટે.સ્પૂન માખણ / ઘી

૧/૨ નાની ચમચી જીરૂ

૧/૪ નાની ચમચી હળદર (થોડી ઓછી લેવી)

૧ નાની ચમચી ધાણા પાઉડર

૧/૨ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (સ્વાદ મુજબ ઓછો-વધુ લઇ શકાય)

૨૫-૩૦ નંગ કાજુ

૧/૨ નાની વાટકી મલાઈ / ક્રીમ

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૩/૪ નાની ચમચી મીઠું (સ્વાદ અનુસાર)

૧ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારી લેવી)

 

રીત :

પનીરના ચોરસ ટૂકડા કાપી લેવા.

કાજૂને અડધો કલાક પાણીમાં પલાળી અને બારીક પીસી પેસ્ટને એક વાટકીમાં કાઢી લેવી.

ટામેટા, આદુ અને લીલા મરચાને મિક્સીમાં પીસી અને પેસ્ટ બનાવવી. પેસ્ટને એક અલગ વાટકીમાં રાખી દેવી. મલાઈને પણ મિક્સીમાં એક વખત ફેરવી લેવી.

એક કડાઈમાં ઘી અથવા માખણ નાંખી અને ગરમ કરવા મૂકવું. ગરમ થાય એટલે તેમાં જીરૂ નાંખવું, જીરૂ બ્રાઉન થાય કે તૂરત હળદર અને ધાણાનો પાઉડર નાંખવો અને સાંતળવો. અને આ મસાલામાં ટામેટાની પેસ્ટ નાંખી નાને ચમચાની મદદથી હલાવતા રહેવું અને સાંતળવી. ટામેટાને પેસ્ટને સાંતલી લીધા બાદ, કાજૂની પેસ્ટ અનેર મલાઈનું મિશ્રણ નાંખી મસાલાને ચમચાની મદદથી હલાવતાં રહેવું અને ઘી સપાટી પર દેખાવા લાગે ત્યાં સુધી શેકવો. આ મસાલામાં ગ્રેવી તમોને જેવી પસંદ હોય, ઘટ કે પાતળી, તે પ્રમાણે પાણી ઉમેરવું અને તે અનુસાર મીઠું  નાંખવું અને જેટલી તિખાસ પસંદ હોય તે મુજબ લાલ મરચાનો પાઉડર  નાખવો.

ઉફાળો ગ્રેવીમાં આવે કે તૂરત પનીર નાંખી અને મિક્સ દેવું.  (થોડું પનીર છીણી લેવું, જે શાક બની ગયા બાદ ગાર્નીસિંગ / સજાવટ માટે ઉપયોગમાં લેવું. બસ શાક તૈયાર છે. ગેસ બંધ કરી તેમાં અડધી લીલી કોથમીર અને ગરમ મસાલો નાંખી અને મિક્સ કરવો.

શાહી પનીરના શાકને એક વાસણમાં કાઢી લેવું. તેની ઉપર બાકીની લીલી કોથમીર અને છીણેલું પનીર છાંટી અને સજાવટ કરવી.

ગરમા ગરમ શાહી પનીરનું શાક, નાન – પરોઠા અને ભાત સાથે પીરસો અને ખાઓ.

 

નોંધ : કાંદા – લસણ જો પસંદ હોય તો જીરૂ શેકી લીધા બાદ, કાંદા અને લસણ  નાંખી અને તેને સાંતળી લેવા. ત્યારબાદ, ઉપર બતાવ્યા મુજબ દરેક વસ્તુ ક્રમ પ્રમાણે લેવી.

બ્લોગ લીંક: http://das.desais.net

સાચી ધર્મપરાયણતા …

સાચી ધર્મપરાયણતા …(શ્રી રામકૃષ્ણ મઠ અને મિશનના,સ્વામી હર્ષાનંદજી મહારાજે લખેલ ‘એનસાઈક્લોપીડિયા ઓફ હિંદુઇઝમ’ નું વિમોચન કરીને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સન્માનીય ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામે રામકૃષ મઠ, બેંગ્લોરમાં ૩૧ મે, ૨૦૦૮ના રોજ આપેલ વ્યક્ત્વ્યનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)

‘એનસાઈક્લોપીડિયા ઓન હિંદુઇઝમ’ ને વાચકો સમક્ષ મૂકવાના કાર્યક્રમમાં સભાગી બનીને મને ઘણી પ્રેરણા મળી છે. ‘ એ કોન્સાઈઝ એનસાઈક્લોપીડિયા ઓફ હિંદુઇઝમ’ ના ત્રણ ગ્રંથોમાં થયેલ હિંદુધર્મનું મૂલ્યાંકન સ્વામી હર્ષાનંદજીએ પોતાના સુદીર્ધ જીવનકાળમાં આપેલ ખરેખર ઉલ્લેખનીય પ્રદાન છે. ભૂતકાળ વર્તમાનને મળે છે અને આ એનસાઈક્લોપીડિયા દ્વારા ભવિષ્ય ઘડે છે એ વિચારના સંકેતસમું છે.

હિંદુધર્મની ઉત્ક્રાંતિ ૭૦૦૦ વર્ષથી વધુ વર્ષો પહેલાં થઇ છે. એમાંય ચાર વેદોએ દર્શન, નીતિશાસ્ત્ર, સંસ્કૃતિ, કલા, વિજ્ઞાન અને સાહિત્ય જેવાં માનવજીવનનાં બધાં પાસાંને સતત સમૃદ્ધ બનાવ્યાં છે. મને ખાતરી છે કે વિદ્ધાનો, માટે હિંદુધર્મનો આ વિશેષ વિશ્વકોષ એક પ્રમાણભૂત ગ્રંથ અને સંદર્ભબની રહેશે. અભ્યાસુઓ, પોતાના જીવનમાં સાચા ધર્મતત્વને જીવી બનાવનાર, સમાજને વધુ સમૃદ્ધ બનાવનાર હિંદુધર્મ વિશેની વધુ સમજણ કેળવી શકશે.

 

ઈશ્વર : ન્યાય, પ્રેમ અને કરુણાની પ્રતિમૂર્તિ …

‘ગોડ –ઈશ્વર’ એ શીર્ષકવાળા આ વિશ્વકોષનો હું પ્રથમ ભાગ વાંચતો હતો. એમાં લેખક કહે છે ‘ ઈશ્વરના ગુણોનું વર્ણન કરતી વખતે હિંદુશાસ્ત્રો ન્વાધારે વાક્ચાતુર્ય ધરાવે છે. તે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે. તેઓ ન્યાય, પ્રેમ અને સૌન્દર્યનું મૂર્તિમંત રૂપ છે. વાસ્તવિક રીતે માણસ ક્યારેય ધારણ ન કરી શકે એવા બધા ઉત્તમ ગુણોનું મૂર્તિમંત રૂપ છે. ઈશ્વર પોતાનાં બધાં સર્જન પર પોતાની કૃપા, કરુણા અને આશીર્વાદ વરસાવવા હંમેશાં તત્પર રહે છે. વાસ્તવિક રીતે કહીએ તો આ વિશ્વના સર્જન પાછળનો એમનો હેતુ બધા જીવો પર પોતાની અમીવૃષ્ટિ કરવાનો, અને ક્રમશ: બધા જીવોને પ્રમાણમાં ઓછી પૂર્ણ અવસ્થામાંથી વધુ ઉચ્ચત્તર પૂર્ણ અવસ્થા તરફ દોરી જવાનો છે. પોતાના ભક્તોનાં શરણાગતભાવ અને પ્રાર્થનાઓથી તે સરળતાથી પ્રસન્ન થાય છે. અલબત્ત, પ્રાર્થનાઓનો એમનો પ્રતિભાવ ચોક્કસ સિદ્ધાંતો અનુસાર મળે છે. તે પ્રાર્થના વિશ્વનાં સર્વસામાન્ય કલ્યાણના વિઅશ્વિક નિયમની વિરુદ્ધ ન હોવી જોઈએ અને વ્યક્તિ વિશેષના કલ્યાણને સ્પર્શતા કર્મયોગની વિરુદ્ધ ન હોવું જોઈએ.’ મને યાદ આવે છે કે હું મારી દરરોજની નમાજમાં ‘અલ્લાહ’ ના ઉચ્ચારણથી પ્રારંભ કરું છું. અલ્લાહ એટલે સૌથી વધારે કલ્યાણકારી, દયાળુ અને દેદીપ્યમાન.

ધર્મ …

જ્યારે મેં હિંદુધર્મની વ્યાખ્યા જોઈ ત્યારે મને જાણવા મળ્યું કે ધર્મ એટલે આ સર્જન કરેલ બ્રહ્માંડને ધારણ કરે છે તે. તે તેણે સંરક્ષે છે અને જાળવે પણ છે, એ સિવાય તો આ બ્રહ્માંડ ટકી ન શકે. જીવનના દરેક તબક્કે ધર્મ ભિન્ન ભિન્ન પ્રકારનાં કાર્યો કરવાનું કહે છે. જ્યારે હું ધર્મ વિશે વિચારું છું ત્યારે મને ધર્માનુરકિત વિશેના આ દિવ્ય સૂત્રની યાદ આવે છે :

ધર્માનુરકિત …

‘જ્યાં હૃદયમાં ધર્માનુરકિત રહે છે ત્યાં વસે ચારિત્ર્યની સુંદરતા. જ્યાં ચારિત્ર્યની સુંદરતા છે તે ઘરમાં સંવાદિતા વસે છે. જે ઘરમાં સંવાદિતા છે તે રાષ્ટ્રમાં સુવ્યવસ્થા રહે છે. જે રાષ્ટ્રમાં સુવ્યવસ્થા છે તે વિશ્વમાં શાંતિ છે જ.’

હૃદય, ચારિત્ર્ય, રાષ્ટ્ર અને વિશ્વની સંલગ્નતા ખરેખર સુંદર છે. સમાજનાં બધાં અંગો સાથે આપણે આ ધર્માનુરકિત રચવાની છે. સમગ્રસમાજ ધર્માનુરક્ત બંને તે માટે કુટુંબમાં, કેળવણીમાં, સેવામાં, કારકિર્દીમાં, વ્યાપાર-ઉદ્યોગમાં, વહીવટી તંત્રમાં, રાજનીતિમાં, સરકારમાં, કાયદા, વ્યવસ્થા અને ન્યાયમાં આ સાચી ધર્માનુરકિતને ઊભી કરવાની આવશ્યકતા છે. આ સંદર્ભમાં મેરઠમાં સર્વત્ર આનંદ અને સ્મિત વેરતા સંયુક્ત કુટુંબના દિવ્ય વાતાવરણના સંગાથમાં થયેલ એક અનુભૂતિની વાત કરવાની ઈચ્છા થાય છે.

પ્રભુની સેવામાં …

મેરઠમાં ૬૦ -૭૦ સભ્યોવાળા આદર્શ ગૃહસ્થાશ્રમની પ્રણાલીએ જીવતા એક કુટુંબ વિશે મને માહિતી મળી. ઈશ્વરનું પ્રત્યક્ષ રૂપ માનીને દરેકને માં આદર આપવાં, ઈશ્વરની કૃપામાં સંપૂર્ણ શ્રદ્ધા, એમનાં નામની રટણા કરવામાં અટલ વિશ્વાસ, આ ત્રણ મહત્વના સિદ્ધાંતો આ પ્રણાલીમાં રહેલાં છે. મેરઠના  અધ્યાત્મ ભાવનાવાળા કુટુંબ વિશે આટલો અભ્યાસ કર્યાં પછી હમણાના પ્રવાસ દરમ્યાન મેરઠમાં મેં એ કુટુંબની મુલાકાત લીધી. આ કુટુંબમાં દાદા દાદીમા, પૌત્રપૌત્રીઓછે. મેરઠના જુદા જુદા વિભાગોમાંથી આવતા યુવાન અને અનુભવવૃદ્ધ સભ્યો આ કુટુંબમાં છે. જ્યારે એમને મેં ભજન ગાતાં સાંભળ્યા ત્યારે તેઓ બધા ભજનની દરેકેદરેક પંક્તિને આનંદથી માણી રહ્યા હતાં અને ઉત્કટ ભાવથી તેઓ ભજન ગાતાં હતાં એ મેં જોયું. ટૂંકમાં કહું તો પ્રાર્થનાના એ સમયમાં આખું કુટુંબ એક નવા આનંદભાવમાં હતું. મેં જ્યારે કુટુંબના સભ્ય સાથે ચર્ચા શરૂ કરી ત્યારે તેમની અભિવ્યક્તિ આવી હતી : તેઓ જે કંઈ કરે છે તે બધું ઈશ્વરની ખાતર જ કરે છે. તેમનું કાર્ય દિવ્ય ભાવના સાથે ઉચ્ચતરભાવે સંલગ્ન રહે છે. દા.ત્. બગીચાનો માળો બગીચાનું કામ કરતી વખતે એવું માને છે કે તે બગીચાની રખેવાળી ઈશ્વરપૂજા માટેનાં પુષ્પો મેળવવા માટે કરે છે. દિવ્યપૂજાઘરને શણગારના કોઈ દિવ્ય સ્થળને વધુ સુંદર બનાવવાના ભાવથી કાર્ય કરે છે. સયુંકત કુટુંબનું કિર્તનકારનું વૃંદ દિવ્ય વાતાવરણને શોભાવે એવી રીતે કંઠ્ય સંગીત રચે છે અને વિવિધ વાદ્યોનો ઉપયોગ કરે છે. કુટુંબના વડીલ માટે ત્યાં રહેલા બધા કુટુંબના સભ્યો ઈશ્વરનું જ રૂપ છે. કુટુંબના સભ્યોના ધંધા કે દરેક સભ્યની કેળવણી કે કારકિર્દી માટે દરેકેદરેક સભ્ય એમ માને છે કે કુટુંબનું આ દિવ્ય વાતાવરણ પોતપોતાની દરેક સભ્ય પ્રવૃતિને કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરે છે અને તેમને હંમેશાં સુખી અને સંતુષ્ટ રાખે છે.

સંયુક્ત કુટુંબનું આવું પ્રભુમય દિવ્ય વાતાવરણ આ દેશનાં ઘણાં સ્થળે, ઘણા ધર્મભાવે અસ્તિત્વમાં હશે, ઘરમાં રહેલી આવી સંવાદિતા રાષ્ટ્રમાં સુશાસન સુવ્યવસ્થા લાવે છે અને એના દ્વારા સમગ્રવિશ્વમાં શાંતિ આવે છે.

મિત્રો, શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે દરિયામાં ઊંડે મોતી તો છે, પણ એ બધાંને શોધવા કોઈકે મરજીવા બનવું પડે. એક વખત આવી ડૂબકી મારવાથી તમને મોતી ન મળે તો તમારે એમ ન માની લેવું કે દરિયામાં મોતી જ નથી. એટલે વારંવાર ડૂબકી મારતા રહો. અંતે તમને બદલો મળવાનો જ. આ દુનિયામાં ઈશ્વરને મેળવવાનું પણ આવું જ છે. જો તમારો પહેલો પ્રયાસ નિષ્ફળ જાય તો હતાશ ન થવું. તમે તમારો પ્રયાસ સતત ચાલુ જ રાખો, અંતે તમને એની અનુભૂતિ થશે જ. માનવજાતે પોતાનાં કાર્યોમાં જેની પાછળ સતત લાગી જવું જોઈએ એ માટેનો કેવો મજાનો સંદેશ ! સ્વામી વિવેકાનંદનો સંદેશ તો તો અનન્ય છે અને આ દુનિયાને એની જરૂર છે. તેઓ કહે છે : ‘મારા નામને મહત્વ ન મળવું જોઈએ, મારા વિચારો જ અનુભવાય એમ હું ઈચ્છું છું.’  દેશમાં અને વિદેશમાં રામકૃષ્ણ મિશનનાં શાખા કેન્દ્રો આ ભવ્ય સંદેશને ખરેખર સર્વત્ર પ્રસરાવી રહ્યા છે.

આ પવિત્ર વાતાવરણમાં આવ્યો છું એટલે મારી આ શાંતિપ્રાર્થના આપણે સંભળાવું છું.

મારી શાંતિપ્રાર્થના …

હે ! પ્રભુ, મારા રાષ્ટ્રના પ્રજાજનો એક મને રહીને જીવે તેવાં વિચાર અને કર્મ તેમનાં મનમાં ઉદભવે એવું કરો.

હે ! સર્વશક્તિમાન પ્રભુ, મારા દેશબંધુઓને ધર્માનુરકિતનો પથ બતાવજે. કારણકે ધર્માનુરકિત ચારિત્ર્યને પ્રબળ તાકાત બક્ષે છે.

હે ! પ્રભુ, મારા દેશના પ્રજાજનો દેશ અને સમાજને વિભાજિત કરનારાં પરિબળોને સામનો કરી શકે એવી શક્તિ તેમને આપવા દેશના ધર્મના અગ્રણીઓને સહાય કરજે.

હે ! નાથ, ભિન્ન ભિન્ન વિચારશ્રેણીઓ માટે પોતાનાં મનની બારી ઉઘાડી રાખે એવું વલણ અપનાવવા મારા દેશજનોને પથ ચીંધજે. સાથે ને સાથે વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર વચ્ચેના વૈરભાવને પરસ્પરની મૈત્રી અને સંવાદિતામાં પલટાવી નાખે એવું કરજે.

હે ! પ્રભુ, ત્રાસવાદ તો માનવજાત પરનો મહા અભિશાપ છે. નિર્દોષનાં જીવન હણનારા ખરેખર પાગલ કે અવિચારી છે. નિર્દોષનાં દુઃખદર્દ એ નિર્દયોનાં મનહૃદયને ગાળી કે ઓગાળી નાખે એવું કર.

રાષ્ટ્રને શાંતિપ્રિય અને સમૃદ્ધ બનાવે એવાં કાર્યો લોકો ખંત અને ઉત્કટતાથી કરતાં રહે એવી અમીદ્રષ્ટિ એમના પર કરજે.

આ શબ્દો સાથે હું વિરમું છું. સ્વામી હર્ષાનંદજી રચિત ‘એનસાઈક્લોપીડિયા ઓફ હિંદુઇઝમ’ ની પ્રથમ પરત મેળવીને હું આનંદ અનુભવું છું. આધ્યાત્મિકતા માધ્યમથી સર્વનાં મનની એકતા રચવામાં રામકૃષ્ણ મિશન સફળ રહે એવી મારી શુભેચ્છાઓ.

 

નંદ દુલારો … (રચના)

નંદ દુલારો …

 

મૈયા તારો નટખટ નંદ દુલારો
કરતો ફરે કેર કાળો……

 

ગોપ ગોવાળ ની ટોળી બનાવી, ચોર નો બન્યો સરદારો
મહી માખણ વ્હાલો ચોરી ચોરી ખાતો, મોહન મોરલી વાળો…

મથુરા વાટે દાણલા માટે, ગોપીઓને દેતો બહુ ગાળો
મારગ રોકે પાલવ પકડે,   છેળે છે છબીલો છોગાળો…

રાજા કંસ નું કરજ વધ્યું છે,  દિન દિન કરે છે દેકારો
કાન્હાને કેદની ક્યાં છે નવાયું, પણ-ગરીબ થી થાશે નહિં ગુજારો…

યશોમતી કોપિ લાવો એને ગોતી, દુર કરી દંવ દેકારો
બાંધું એને તાણી હવે ખૂબ મુંઝાણી, સોટી નો લઉં સથવારો…

રાવ કરી પસ્તાણી ગોપી,  મોહન તો મન હરનારો
માર સોટી નો કેમ કરી ખમસે, “કેદાર” કોમળ છે બાળો…

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

 

રસોડાની ટીપ્સ … (૩)

રસોડાની ટીપ્સ  …

 


 

૧.    લીંબુ સુકાઈ ગયેલ હોય કે બહુ કઠણ –સખત હોય તો તે ગરમ પાણીમાં રાખવાથી તેમાંથી ખૂબ સરળતાથી વધુ રસ નીકળી શકે છે.

૨.    મહિનામાં એક વખત મિક્સર – ગ્રાઈન્ડરમાં મીઠું નાંખી અને તે ચલાવી લેવું. જેથી બ્લેડની ધાર તેજ થશે.

૩.    નૂડલ્સને બાફી લીધા બાદ તેમાં ઠંડું પાણી નાખવામાં આવે તો નૂડલ્સ આપસમાં એકબીજાને ચોંટી /ચિપકી નહિ જાય.

૪.    નૂડલ્સણે બાફતી સમયે તેમાં ૨ ચમચી તેલ નાંખવાથી નૂડલ્સ એક બીજાં સાથે ચિપકી નહિ જાય.

૫.    પનીરને બ્લોટિંગ પેપરમાં લપેટીને ફ્રીઝમાં રાખવાથી તે લાંબો સમય સુધી તાજું રહે છે.

૬.    મેથીમાંથી કડવાશ દૂર/ઓછી કરવા, તેમાં મીઠું નાખી અને થોડો સમય અલગ રાખી દેવાથી કડવાશ ઓછી થઇ જશે.

૭.    એક નાની ચમચી ખાંડ ણે કથાઈ કલર/રંગ થાય ત્યાં સુધી ગરમ કરી અને કેકના મિશ્રણમાં ભેળવી દેવાથી કેકનો રંગ સારો આવશે.

૮.    બટેટાના સ્ટફ્ડ પરોઠા બનાવો ત્યારે તેના માવામાં થોડી કસૂરી મેથી નાંખવાથી તેનો સ્વાદ જ કંઈક અલગથી આવશે અને જે બધા તેણે વધુ પસંદ કરશે.

૯.    ફ્લાવરને બાફવાથી તેના રંગમાં ફેરફાર થઇ જાય છે., ટ ન થવાં દેવું હોય તો ફલાવરના શાકમાં એક ચમચી દૂધ અથવા સિરકો નાંખવાથી તમે જોઈ શકશો કે ફલાવરના રંગમાં કોઇ જ ફેરફાર ન થતા મૂળ રંગ જળવાઈ રહેશે.

૧૦.   રોટલીનો લોટ કે પરોઠાનો લોટ બાંધતી વખતે પાણી સાથે થોડું દૂધ પણ ઉમેરવું. તેનાથી રોટલી અથવા પરોઠાનો સ્વાદ બદલાઈ જશે.

૧૧.   તૂવેરદાળ બાફવા મૂકો ત્યારે તેમાં થોડી હળદર અને સિંગતેલ થોડું નાંખવાથી  (થોડા ટીપા) દાળ ઝડપથી બફાઈ જશે. (પાકી જશે) અને તેનો સ્વાદ પણ અલગ આવશે.

૧૨.   બદામને ૧૫-૨૦ મિનિટ ગરમ પાણીમાં રાખવાથી તેની છાલ આસાનીથી ઉતરી શકશે.

૧૩.   ખાંડના ડબ્બામાં ૫-૬ લવિંગ રાખવાથી તેમાં કીડી ક્યારેય નહિ ચડે/ આવે.

૧૪.   બિસ્કીટના ડબ્બામાં નીચે બ્લોટિંગ પેપર પાથરીને બિસ્કીટ રાખવામાં આવે તો બિસ્કીટ જલ્દી ખરાબ (બગડશે નહિ) નહિ થાય.

૧૫.   સફરજન કાપી અને મીઠાવાળા પાણીમાં રાખવાથી તે જલ્દી કાળા નહિ પડે.

૧૬.   સફરજન કાપેલ હોય તો તેની ઉપર લીંબુનો રસ લગાડવાથી તે કાળા નહિ પડે.

૧૭.   ચામડી દાઝી જાય તો તેની ઉપર કેળાને મેસ કરીને (કેળાને છૂંદીને)દાઝ્યા ઉપર લગાડવાથી ઠંડક થશે.

૧૮.   રસોડાની દરેક  ખૂણામાં બોરિક પાઉડર છાંટી રાખવાથી વાંદા રસોડામાં નહિ આવે.

૧૯.   મરચાના પાઉડરના ડબ્બામાં હિંગ થોડી રાખવાથી મરચું બગડશે નહિ.

૨૦.   લસણ ફોલવા થોડું ગરમ કરવાથી તે આસાનીથી / સરળતાથી ફોલી શકાશે.

૨૧.   લીલાં મરચાની ડાળખી તોડીને મરચા ફ્રીઝમાં રાખશો તો તે જલ્દી ખરાબ નહિ થાય.

૨૨.   લીલાં વટાણાને વધુ સમય તાજા રાખવા હોય તો પ્લાસ્ટીકની થેલીમાં બંધ કરીને ફ્રીઝરમાં રાખવાથી તે વધુ સમય તાઝા રહેશે.

૨૩.   પરંતુ અન્ય એક રીત છે. સૌ પ્રથમ વટાણાને ફોલીને બે વખત પાણીમાં ધોઈ વધારાનું પાણી કાઢી અને એક વાસણમાં વટાણા ડૂબી શકે તેટલું પાણી લઇ અને ગરમ કરવા મૂકવું અને ઉફાળો આવ્યા બાદ વટાણા તેમાં નાંખી અને ૨ મિનિટ માટે તે વાસણ ઢાંકી દેવું અને સમય થઇ ગયા બાદ ગેસ બંધ કરી દેવો. ત્યાર બાદ, જો તેનું વધારાનું પાણી કાઢી અને ઠંડા પાણીમાં રાખી અને ઠંડા કરવા. ઠંડા થઇ ગયા બાદ, ચારણીમાં રાખી અને વધારાનું પાણી કાઢી લેવું.

 

અને પોલીથીન બેગમાં /પ્લાસ્ટીકની કોથળીમાં જરૂરીયાત મુજબ અલગ અલગ પેક કરી અને ફ્રીઝરમાં રાખવા. પ્લાસ્ટિક બેગ પર ટેપ અથવા રબ્બર બેન્ડ મારી અને બંધ કરવી. આમ કરવાથી  તેનો કલર લાંબો સમય સુધી જળવાઈ રહેશે અને જ્યારે ઉપયોગ કરશો ત્યારે તેનો સ્વાદ પણ જળવાઈ રહેશે.

 

વટાણાની જેમ બ્રોકલી અને બીન્સની  પણ આજ રીતે જાળવણી કરી શકો છો.

 

બ્લોગ લીંક: http://das.desais.net

ફાગણ આયો રે …

ફાગણ આયો રે …

.
શનિવારથી ફાગણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. રંગો અને મસ્તીનો આ મહિનો ઘણુ બધુ શિખવતો હોય છે. ફાગણ હિન્દુ વિક્રમ સંવતનો આખરી મહિનો હોય છે. આ કારણે આ સમગ્ર મહિનામાં લોકોના મનમાં રંગોની ધૂમ અને મસ્તી છવાયેલી રહે છે. આ મહિનામાં ધરતી પણ રંગીન બની જાય છે, કેસૂડાના ફૂલોથી પ્રકૃત્તિ લાલમ લાલ બની જાય છે. કેસરીયો રંગ પણ સમ્મન્નતા અને ઉત્સવનું પ્રતીક છે. પ્રકૃત્તિ પોતે આમંત્રણ આપે છે કે, દિલથી આ ઉત્સવના રંગોમાં ડૂબી જાઓ.

ફાગણ મહિનો 19મી ફેબ્રુઆરીથી 19 માર્ચ સુધી રહેશે. 19 માર્ચે હોળીના તહેવારની સાથે તેનું સમાપન થશે અને પછી શરૂ થશે વિક્રમ સંવતનું નવું વર્ષ. હિન્દુ સમાજમાં તેને ખૂબ જ ધૂમ-ધામથી મનાવવામાં આવે છે. વૈષ્ણવ મંદિરોમાં ફાગણ ઉત્સવ શરૂ પણ થઈ ગયો છે. આ ઉત્સવનો મહિનો છે. એક રીતે તો આ વર્ષ હિન્દુઓના વર્ષના ઉત્સવોનું સમાપન છે. નવા વર્ષમાં ફરી ઉત્સવની કડીઓ શરૂ થશે છેક રક્ષાબંધનના તહેવારથી.

હિન્દુ ધર્મની પરંપરામાં તહેવારો મુખ્ય ભૂમિકા ભજવે છે. આપણા ધર્મમાં આખુ વર્ષ જુદાં-જુદાં તહેવારો મનાવવામાં આવે છે. એ જ તહેવારોની કડીમાં હોળીથી સમાપન થાય છે. આ વર્ષની વિદાઈનો તહેવાર પણ છે એટલે રંગોની સાથે જ મનાવવામાં આવે છે જેથી આવનાર નવું વર્ષ પણ રંગો અને ખુશીઓથી ભરેલું રહે.

સંદર્ભ : દિવ્યભાસ્કર -દૈનિક

 

હોળીની વધાઈ… ( કીર્તન) …

હોળીની વધાઈ … (  કીર્તન ) …

.

(१) कान्हा पिचकारी मत मार मेरे घर सास लडेगी रे।

 

कान्हा पिचकारी मत मार मेरे घर सास लडेगी रे।
सास लडेगी रे मेरे घर ननद लडेगी रे।

सास डुकरिया मेरी बडी खोटी, गारी दे ने देगी मोहे रोटी,
दोरानी जेठानी मेरी जनम की बेरन, सुबहा करेगी रे। कान्हा पिचकारी मत मार… ॥१॥

जा जा झूठ पिया सों बोले, एक की चार चार की सोलह,
ननद बडी बदमास, पिया के कान भरेगी रे। कान्हा पिचकारी मत मार… ॥२॥

कछु न बिगरे श्याम तिहारो, मोको होयगो देस निकारो,
ब्रज की नारी दे दे कर मेरी हँसी करेगी रे। कान्हा पिचकारी मत मार… ॥३॥

हा हा खाऊं पडू तेरे पैयां, डारो श्याम मती गलबैया,
घासीराम मोतिन की माला टूट पडेगी रे । कान्हा पिचकारी मत मार… ॥४॥

(२) बड़े भाग से फागुन आयो री


होरी खेलूँगी श्याम संग जाय,
सखी री बडे भाग से फागुन आयो री ॥१॥

फागुन आयो…फागुन आयो…फागुन आयो री
सखी री बडे भाग से फागुन आयो री

वो भिजवे मेरी सुरंग चुनरिया,
मैं भिजवूं वाकी पाग ।
सखी री बडे भाग से फागुन आयो री ॥२॥

चोवा चंदन और अरगजा,
रंग की पडत फुहार ।
सखी री बडे भाग से फागुन आयो री ॥३॥

लाज निगोडी रहे चाहे जावे,
मेरो हियडो भर्यो अनुराग ।
सखी री बडे भाग से फागुन आयो री ॥४॥

आनंद घन जेसो सुघर स्याम सों,
मेरो रहियो भाग सुहाग ।
सखी री बडे भाग से फागुन आयो री ॥५॥

સૌજન્ય : પુષ્ટિ કીર્તન

ભરવાં પનીર ટામેટા … (સ્ટફ્ડ)

ભરવાં  (સ્ટફડ)  પનીર ટામેટા …

(૪ વ્યક્તિ માટે)

(સમય -૪૦ મિનિટ)

 

કોઇપણ સ્ટફ્ડ (ભરેલા) શાકનો સ્વાદ જ ખૂબજ અલગ હોય છે. ક્યારેય પણ (સ્ટફ્ડ) ભરેલું શાક બનાવવાની ઈચ્છા થાય તો સ્ટફ્ડ ટામેટાનું શાક બનાવીને જોવું. તે ખૂબજ સ્વાદિષ્ટ બને છે.

સામગ્રી :

૮ – ૧૦ નંગ ટામેટા (મધ્યમ કદના)

૧૦૦ ગ્રામ પનીર

૨ નંગ બાફેલા બટેટા (જો તમને પસંદ હોય તો)

૧ નંગ લીલું મરચું (બારીક સમારી લેવું)

૧ નંગ આદુ ( ૧ ઈંચ આદુનો ટુકડો) છીણી લેવું

૩/૪ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧/૪ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (સ્વાદાનુસાર વધુ ઓછો કરી શકો)

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૧૦ -૧૨ નંગ કાજુ ( ૧ કાજુના ૬-૭ ટુકડા થાય તેમ સમારવા)

૧૫ – ૨૦ નંગ  કિસમિસ  (ડાળખી કાઢી, ધોઈને સાફ કરી લેવી)

૨ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારી લેવી)

૧/૪ નાની ચમચી જીરૂ

૨ ટે.સ્પૂન તેલ

 

રીત :

ટામેટાને ધોઈ અને ઉપરની બાજુએ ચપ્પુથી ચાર તરફ એક ચોરસ કટ લગાવી (ઢાંકણ ની જેમ) અને ઢાંકણાની જેમ કાઢી લેવું.

ઢાંકણા ને અલગથી પ્લેટમાં રાખી અને બાકી રહેલ ટામેટામાંથી અંદરનો પલ્પ અને બી કાઢી લેવા.  પલ્પ કાઢી લીધેલા ટામેટાને તેના પ્લેટમાં અલગ રહેલ ઢાંકણ સાથે અલગથી રાખી દેવું. આજ રીતે બધા જ ટામેટાનો પલ્પ કાઢી અને તેના ઢાંકણા સાથે અલગ રાખવા.

 

બટેટાનો ઉપયોગ કરવા માંગતા હોય તો, બટેટાને બાફી લેવા. તેની છાલ ઉતારી અને તેણે છૂંદી નાંખવા (મેસ કરવા). પનીરને છીણી લેવું. મીઠું, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને ૧ ટે.સ્પૂન લીલી કોથમીર મિક્સ કરે દેવી. કાજૂ અને કિસમિસ પણ સાથે મિક્સ કરવા.

એક કડાઈમાં ૧ ટે.સ્પૂન તેલ નાંખી ગરમ કરવું. જીરૂ નાંખી અને બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સાંતળવું.  લીલાં મરચા, આદુ અને તામેતામાનથી જે પલ્પ નીકળેલ તે પણ તેમાં નાંખી મિક્સ કરવો. પલ્પ ઘટ થાય કે તેમાં પનીર, બટેટા વાળો મસાલો પણ અંદર નાંખી અને મિક્સ કરી દેવો. બસ, ટામેટામાં ભરવા-/સ્ટફ્ડ કરવા માટેનું પુરણ / મિશ્રણ તૈયાર છે.

પલ્પ કાઢેલા ટામેટામાં ઉપર તૈયાર થયેલ મિશ્રણ ભરી અને તેની ઉપર તેનું ઢાંકણું બંધ કરી દેવું.  આમ બધાજ ટામેટાને ભરી અને તેનું ઢાંકણું બંધ કરી અલગ રાખી દેવા.

આ ટામેટાને આપણે અલગ અલગ રીતે પકાવી શકીએ છીએ.

(૧) એક ભારે તળિયાવાળી કડાઈમાં ટામેટા ગોઠવી, ટામેટા ઉપર ૧/૪ ચમચીથી થોડું ઓછું મીઠું  અને ૧ ટે.સ્પૂન તેલ મિક્સ કરી દરેક ટામેટા પર થોડું થોડું લગાડી / ચોપડી દેવું. ટામેટાના વાસણને ઢાંકી દેવું. અને ધીમા તાપે ગેસ પર ૩-૪ મિનિટ પકવવા. ત્યારબાદ સાવધાનીથી ચિપિયાની મદદવડે  ઉલટાવવા (પલટાવવા). નરમ થાય ત્યાં સુધી પાકવા દેવા. બસ ભરેલા ટામેટાનું શાક તૈયાર છે.

(૨) માઈક્રોવેવમાં …

માઈક્રોવેવમાં ઉપયોગમાં લઇ શકાય તેવા કાચના વાસણમાં ટામેટાને ગોઠવવા. ટામેટા ઉપર ૧ ટે.સ્પૂન તેલ અને ૧/૪ નાની ચમચી મીઠું મિક્સ કરી લગાડી  અને વાસણને ઢાંકી દેવું. માઈક્રોવેવમાં પાંચ (૫) મિનિટનો સમય સેટ કરવો. પાંચ મિનિટ પછી માઈક્રોવેવમાં ચેક કરવું. જો ટે નરમ ન થાયાં હોય તો વધારે (૨) બે મિનિટ માટે પકવવા. બસ, હવે તો ટામેટા નરમ થઇ ગયા હશે. (પાકી ગયા હશે) બસ સ્ટફ્ડ ટામેટા તૈયાર છે.

(૩) ઓવનમાં …

ઓવનની ટ્રે ને તેલ લગાવવું. અને તેમાં ટામેટા ગોઠવવા.

ઓવનને ૩૦૦’ સે.ગ્રે. પર સેટ કરી અને (પ્રી હિટ) ગરમ કરવું. ઓવન ગરમ થઇ જાય એટલે ટામેટા ભરેલી ટ્રે ઓવનમાં રાખવી. તેની ઉપર ૧ ટે.સ્પૂન તેલ અને ૧/૪ નાની ચમચી મીઠું મિક્સ કરી અને દરેક ટામેટા ઉપર લગાડવું. ટામેટાને લગભગ ૬ (છ) મિનિટ સુધી બેક કરવા. ટામેટા પાકી જશે એટલે તેમાંથી તોડો રસ નીકળશે.  બસ સ્ટફ્ડ ટામેટા તૈયાર છે. જે રસ ટામેટામાંથી નેકડેલ તેને દરેક ટામેટા સાથે ઉપર નાંખી અને પીરસવા.

બસ, સ્ટફ્ડ ટામેટા નું (ભરેલ ટામેટાનું )  શાક તૈયાર છે.  શાકને સાવધાનીથી એક વાસણમાં કાઢી લેવું. ટામેટાને છીણેલા પનીર અને લીલી કોથમીર ઉપર છાંટી અને ગાર્નીસ / શણગારવા.


સ્ટફ્ડ ટામેટાને પરોઠા – નાન કે રોટલી સાથે પીરસવા અને ખાવા.

 

બ્લોગ લીંક: http://das.desais.net

પ્રાર્થના …(રચના)

પ્રાર્થના … 

 

 

પરમાત્મા માટે કરેલી સ્તુતિને પ્રાર્થના કહે છે. પ્રાર્થના હૃદયમાંથી નીકળેલી ભાવાત્મક સંવેદના છે. દરેક ધર્મ, દરેક સમુદાય, દરેક ભાષામાં મનુષ્યે સર્વગુણસંપન્ન પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના દ્વારા કંઇ ને કંઇ માગ્યું છે અને દયાળુ પરમાત્માએ પણ ભકતજનોની પ્રાર્થનાઓનો સ્વીકાર કરીને મનવાંછિત વરદાન આપ્યાં છે. એવાં અનેક ઉદાહરણ વિશ્વની પ્રત્યેક ભાષા તથા સાહિત્યમાં જોવા મળશે.

પ્રાર્થના તો મનુષ્ય અને પરમાત્મા વરચેનો અદ્રશ્ય સેતુ છે કે જેના પર થઇને સડસડાટ પરમાત્મા પાસે પહોંચી જઇ શકાય છે. દુ:ખમાં સાંત્વન આપનાર અને મુશ્કેલીઓમાં હિંમત અને શકિત આપનાર પ્રાર્થના જેવું દિવ્ય ઔષધ બીજું એકેય નથી.

(સાભાર: ‘દિવ્યભાસ્કર’)

 

પ્રાર્થના …

ઢાળ:-મારો હાથ જાલી ને લઇ જશે..જેવો…

મને આપજે મહેતલ પ્રભુ, સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરધના કરૂં આપ ની…

આવી ને યમ દળ આંગણે, ઓઢાળે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાન માં, સેવા કરી શિ ઘનશ્યામ ની…

મને ડર નથી કંઇ મોત નો, પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજને પૂછસે,   રટણા કરી શિ રામ ની…

જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએં પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા, તારા ભક્ત ના સૌ ભાર ની..

સદા સ્મરણ હો સરકાર નું, એ છે એક અરજ “કેદાર” ની
બસ એટલી છે અભ્યર્થના,    કરૂં પ્રાર્થના પ્રભુ આપની…

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com