ભાજી …(રચના)

ભાજી …(રચના)

ઢાળ- રાગ કાલિંગડા જેવો

ગિરધારી મ્હેર કરી તેં મોરારિ
દીન ગરીબ પર દયા દરશાવી, ભાવી ભાજી મારી…

નવલખ ધેનુ ગૌશાળા શોભાવે, મહી માખણ ના ભંડારી
માતા યશોદા થાળ ધારાવે, નિત નવનીત દે ભારી…

પુરી દ્વારિકા સોને મઢેલી, શોભા શિખર ની હીરલે જડેલી
વાયુ વાદળ વિંઝ્ણો ઢોળે, સેવા કરે તમારી…

દુર્યોધન નું દિલડું દુભાવ્યું, મોટપ મારી વધારી
છળ કપટ છોડી છોતરાં ચાવ્યા, સુલભા સ્નેહ સંભારી…

ભાવ થકી ભગવાન જે રિઝાવે, નેહ ન દેતો નિવારી
દીન “કેદાર” પર દયા દરશાવો, મૂખ માં રમજો મોરારી….

.

રચયિતા

કેદારસિંહજી મે જાડેજા

(ગાંધીધામ – કચ્છ)

www.kedarsinhjim.blogspot.com

.


.