એવી કળયુગની છે આ એંધાણી રે …(ભજન)

એવી કળયુગની છે આ એંધાણી રે …(ભજન)
.
કળિયુગ …
શ્રી કૃષ્ણે ઉદ્ધવને કહ્યું હતું કે હું જ્યારે મૃત્યુલોક છોડીને જઈશ ત્યારે લોકો મંગલહીન થશે અને કલિ પૃથ્વી પર આક્રમણ કરશે. શ્રીકૃષ્ણના ચાલ્યા ગયા પછી કલિનો માણસ પર કેવો પ્રભાવ હશે તેની વાત શુકદેવજી કહે છે:
वित्तमेव कलौ नृणां जन्माचारगुणोदय : |
धर्मन्यायव्यवस्थायां  कारणं बलमेव हि || (१२.२.२)
કલિયુગમાં ધન પર જ મનુષ્યોનાં જન્મ, આચાર તથા ગુણો નિર્ભર રહેશે, બાહુબળ જ ધર્મ, ન્યાય અને નીતિનો નિર્ણય કરશે.
સ્ત્રી તેમજ પુરુષના વિવાહ એકબીજાના આકર્ષણને કારણે જ થશે. એમાં કુળ, ગોત્ર, શીલ, શિક્ષણ, વ્યવહાર વગેરેનો કોઈ પ્રભાવ નહિ રહે. લેવડદેવડના વેપારમાં પ્રપંચ જ મુખ્ય રહેશે. કેવળ માત્ર જનોઈ પહેરવાથી જ બ્રાહ્મણ રૂપે પરિચિત થશે. ઘણું બોલવું તે જ પંડિતાઈ ગણાશે. દંભ જ સજ્જનપણાનું લક્ષણ ગણાશે. નામ-યશ માટે ધર્મનું આચરણ કરવામાં આવશે.
શુકદેવજી ફરી બોલ્યા : ‘હે પરીક્ષિત ! કલિયુગ સર્વદોષનું ઘર છે તેમાં સંદેહ નથી, છતાંય એક મહાન ગુણ તેમાં છે.
कीर्तानादेव कृष्णस्य मुक्तसङ: परं व्रजेत (१२.३.५१)
ભગવાન શ્રીકૃષ્ણનાં નામકીર્તનથી જ મનુષ્ય સંસારનાં બંધનમાંથી મુક્ત થઈને પરમાત્માને પામે છે.
कृते यद्ध्यायतो विष्णुं त्रेतायां यजतो मखै: |
द्वापरे परिचार्यायां कलौ तद्ध् रीकिर्तनात || (१२.३.५२)
સત્યયુગમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાથી, ત્રેતામાં ઘણા યજ્ઞો દ્વારા, દ્વાપરમાં વિધિપૂર્વક પૂજા-સેવા કરવાથી જે ફળ મળે છે તે કળિયુગમાં કેવળ ભગવાનનાં નામનું કીર્તન કરવાથી પ્રાપ્ત થાય છે. તેથી આ કળિયુગ ધન્ય છે !
અનેક દુઃખ કષ્ટથી પીડીત સાંસારિક જીવ જ્યારે આ દુરસ્ત સંસાર સમુદ્ર પાર કરવા ઈચ્છે છે, ત્યારે તેના માટે શ્રીભાગવાનની લીલાકાથાનું આસ્વાદન સિવાય કોઈ ઉપાય નથી.
.
કળયુગની એંધાણી …
.
સ્વર: શ્રી નારાયણ સ્વામી …
.

કળયુગની એંધાણી …
.
સાખી :
.
એ … સ્નેહ ને રાખત, બેઠત સંગ
મચાવત જંગ, અતિ સે અભિમાની
કોર્ટ મેં કિતને હુલરે અરુ
હોત સદા ઘર મેં ધન હાની …

.
આખીર સાથ કછુ નહિ આવત
પાપ બઢાવત મૂરખ પ્રાણી
પિંગલ દેખી સદા બિરદાહત
રામ બીરાસન ચાહત જ્ઞાની

.
એવી કળયુગની છે આ એંધાણી રે
કળયુગની એંધાણી રે …
એ ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ
એવી કળયુગની એંધાણી રે …
એ ન જોઈ હોય તો જોઈ લ્યો ભાઈઓ
એવી કળયુગની …

.
વરસો વરસ દુકાળ પડે …
અને વળી સાધુ કરશે સૂરાપાન
એ જી વરસો ..વરસ દુકાળ પડે
અને  સાધુ કરશે સૂરાપાન
આ બ્રાહ્મણ માટી ભરખશે
અને ગાયત્રી ધરે નહિ કાન

.
એ…. એવા જોગી ભોગી, થાશે રે
જોગી ભોગી થાશે રે …
એ જી બાવા થાશે વ્યભિચારી
આ છે કળયુગની એંધાણી  રે…
કળયુગની છે આ એંધાણી રે
એ જી ના જોઈ હોય તો…
જોઈ લ્યો  ભાઈઓ …
એવી કળયુગની છે એંધાણી રે…
એ ના જોઈ હોય તો…
જોઈ લ્યો ભાઈઓ …
એવી કળયુગની …

.
શેઢે શેઢો ઘસાસે …
વળી ખેતરમાં નહિ રહે ફૂંટ
એ જી  શેઢે શેઢો ઘસાસે
અને ખેતરમાં નહિ રહે ફૂંટ
આદિ વહાન છોડી કરી
અને બ્રાહ્મણ ચડશે ઊંટ

.
એવી ગાયો ભેંસો જાશે રે
એ ગાયો ભેંસો, એ જાશે રે
એ દુજાણામાં અજિયા રહેશે
એવી ગાયો ભેંસો જાશે રે
એ દુજાણામાં બકરી રહેશે

.
આ છે કળયુગની એંધાણી રે …
એ ન જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …
આ છે કળયુગની એંધાણી રે .
એ ન જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …
એવી કળયુગની છે …

.
કારડીયા તો કરમી કહેવાશે
અને વળી જાડેજા ખોજ્શે જાળા
એ જી કારડીયા કરમી કહેવાશે
અને વળી જાડેજા ખોજ્શે જાળા
આ નીચને ઘેર ઘોડા બંધાશે
અને શ્રીમંત ચાલશે પાળા

.
એ…ઓલ્યા મહાજન ચોરી કરશે રે
એ…મહાજન ચોરી…ચોરી કરશે …
કરશે રે જી  ….
એ મહાજન ચોરી કરશે રે
એ વાળંદ થાહે વેપારી…
એવી મહાજન ચોરી કરશે રે
અને વાળંદ થાશે વહેપારી

.
આ છે કળયુગની એંધાણી રે
એ ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ
આ છે કળયુગની એંધાણી રે
એ ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ
એવી કળયુગની છે  …

.
એ રાજ તો રાણીઓના થશે
અને વળી પુરુષ થશે ગુલામ
એ જી રાજ તો રાણીઓના થશે …
અને વળી પુરુષ થશે ગુલામ
આ ગરીબની અરજી કોઈ સાંભળશે નહિ
અને સાહેબને કરશે સલામ

.
એવી બેની રોતી જાશે રે
એ ભાઈ, બેની રોતી …
બેની રોતી … એ જાશે …જાશે …
એ બેની રોતી જાશે રે …
અને સગપણમાં તો સાળી રહેશે
એવી  બેની રોતી જાશે રે …
એ સગપણમાં તો સાળી રહેશે

.
આ છે કળયુગની એંધાણી રે
એના જોઈ હોય તો,
જોઈ લ્યો ભાઈઓ …
આ છે કળયુગની એંધાણી રે  ….
એ ન જોઈ હોય તો જોઈ લ્યો ભાઈઓ …
એવી કળયુગની …

.
એ ધરમ કોઈનો રહેશે નહિ
અને એક પ્યાલે વરણ અઢાર ..
એ જી ધર્મ કોઈનો રહેશે નહિ

.
અને એક પ્યાલે વરણ અઢાર
આ શણગારમાં તો બીજું કાંઈ નહિ રહે
અને શોભામાં રહેશે વાળ

.
એ ઓલા વાણિયા વાટુ આ લૂંટશે રે
એ વાણિયા વાટુ… લૂંટશે રે …
એ રહેશે નહિ કોઈ પતિવ્રતા નારી
એ એવા વાણીયા વાટુ  લુંટશે  રે
એ રહેશે નહિ ક્યાંય પતિવ્રતા નારી
આ છે કળયુગની એંધાણી રે

.
એ ના જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ
આ છે કળયુગની એંધાણી રે
એ જી ના  જોઈ હોય તો,જોઈ લ્યો ભાઈઓ …
એવી કળયુગની  …

.
છાશમાં માખણ નહિ તરે,
અને વળી દરિયે નહિ હાલે વહાણ
એ જી છાશમાં માખણ નહિ તરે
અને દરિયે નહિ હાલે વહાણ …
આ ચાંદા સૂરજ તો ઝાંખા થશે
એ છે આગમના એંધાણ …

.
એવો દાસ ધીરો એમ આ કહે છે રે
દાસ ધીરો કહે છે રે …
એ કીધું મેં આ વિચાર કરી
એમ દાસ ધીરો ….
ધીરો કહે છે રે …
એ જી કીધું છે આ બધું વિચાર કરી

.
એવી કળયુગની એંધાણી રે ..
એ ન જોઈ હોઈ તો,
જોઈ લ્યો ભાઈઓ …
એવી કળયુગની છે એંધાણી રે
એ ના જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ ..
એવી  કળયુગની છે  …
.