જે ને વહાલાથી વિયોગ રે …(ભજન)

જે ને વહાલાથી વિયોગ રે …(ભજન)

.

 

.

સ્વર: શ્રી નારાયણ સ્વામી….

.

.

સાખી :

સાયાં તું બળો ધણી

અને તુજ સે બળો નહિ કોઈ

તું જેના શિર હથ દે

તો જુગ મેં બળો હોય …

.

માટે રામ રામ રટતે રહો

અને ધરી રાખો મનમાં ધીર

કોઈ દીન કાર્ય સુધારશે

ક્રિપા સિંધુ રઘુવીર …

.

જે ને વહાલાથી, વિયોગ રે

જે ને હરિથી, વિયોગ રે

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ …

.

વહાલાથી વિયોગ રે

જે ને હરિથી વિયોગ રે

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ …

.

પતિવ્રતા નારી, જેના પીયુ ગયા

પરદેશમાં રે, એ રે  રે નહિ …

આત્મ રે રે નહિ…

પતિવ્રતા નારી, જેના પીયુ ગયા

પરદેશમાં રે,

આત્મ રે રે નહિ…

.

આ પતિ ના રે વિયોગે,

એ જી  તલખે જેના …પ્રાણ રે

એ સુખેથી મન કોઈ દી. એ સુવે નહિ…

.

જે ને વહાલાથી વિયોગ રે

જે ને હરિથી વિયોગ રે

સુખેથી મન કોઈ દી એ સુવે નહિ…

.

વહાલાથી વિયોગ રે

જે ને હરિથી વિયોગ રે

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ…

.

પુત્રને પોઢાળતાં, એ જનની ભૂલી…

એનું પારણું રે,

આત્મ રે રે નહિ

આ બાળકને બળાપે

એ જી માતા છાંડે પ્રાણ રે

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ…

.

બાળકને બળાપે,

એ જી છાંડે એના પ્રાણ રે

સુખેથી રે મન કોઈ દી, એ સુવે નહિ…

.

જે ને હરિથી વિયોગ રે

જે ને વહાલાથી આ વિયોગ રે

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ..

.

જળથી એવી ફૂટી …

એ જી જૂરે જેમાં, એક માછલી રે ..

આત્મ રે રે નહિ…

તાપ રે પડવાથી …

એ જી છાંડે તેના પ્રાણ રે

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ…

.

જે ને વહાલાથી વિયોગ રે

જે ને હરિથી આ વિયોગ રે

સુખેથી આ મન કોઈ દી, એ સુવે નહિ…

.

ટોળામાંથી રે વિખૂટી …

એ જી જૂરે જેમાં ..

એકલું બની રે,

આત્મ રે રે નહિ..

.

પારાધી મળેથી …

એ જી છાંડે એના પ્રાણ રે…

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ…

.

મારા વહાલાનાં, વિયોગથી

મારા વહાલાનાં …

દાસ સવો કે છે એવી …

જોગણની આ વિનંતી  રે

આત્મ રે રે નહિ …

.

દર્શન અમને દેજો, એ દેજો હરિ…

દર્શન અમને દેજો

એ જી દિનના દયાળ રે

એ સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ…

.

જે ને વહાલાથી વિયોગ રે

જે ને હરિથી વિયોગ રે

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ …

.

વહાલાથી, વિયોગ રે …

જે ને હરિથી વિયોગ રે …

સુખેથી મન કોઈ દી, એ સુવે નહિ…

.