ઝંડુભટ્ટના જીવનનાં અદભૂત પ્રેરણાદાયી પ્રસંગો …

ઝંડુભટ્ટના જીવનનાં અદભૂત પ્રેરણાદાયી પ્રસંગો….

‘નામ રહંતાં ઠક્કરાં, નાણાં નવ રહંત’  – એવી જાણીતી કહેવત છે. પરંતુ સુપ્રસિદ્ધ વૈદ્યરાજ ઝંડુભટ્ટે નાણાની કે નામની, કશાની ખેવના રાખી ન હતી. તે  છતાં આયુર્વેદિક ઔષધો બનાવાનાન્રી ઝંડુ ફાર્મસીમાં ભટ્ટજીનું નામ જળવાઈ રહેવા પામ્યું છે.

નાગરોની છ જ્ઞાતીઓમાંની એક તે પ્રશ્નોરા જ્ઞાતિ છે. પ્રશ્નોરાઓ સંસ્કૃતના અભ્યાસી અને વૈદકના પણ એટલા જ ઊંડા અભ્યાસી, ચરક, સુશ્રુત અને વાગ્ભટ્ટના મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવા માટે સંસ્કૃતનું ઊંડું જ્ઞાન આવશ્યક. ઝંડુભટ્ટને વૈદું વારસામાં મળેલું હતું.

જામનગરના રાજવી જામ રણમલના રાજવૈદ્ય મુકુંદજી ભટ્ટ હતા. એમનાં પાંચ પુત્રોમાં સૌથી મોટા પુત્રનો જન્મ સંવત ૧૮૮૭ –ઈ.સ. ૧૮૩૧માં થયો હતો. બાળકની માતાએ કંઈ માનતા માની હશે. એટલે કરુણા શંકરના બાળમોવાળા બાળવયે ઉતરાવવામાં આવ્યા ન હતા. વાળનાં ઝૂંડ-ઝૂંડ વધ્યાં હશે, એટલે નાનપણથી જ ‘ઝંડુ’ નામ પડી ગયું અને તે આજીવન ચીટકી રહ્યું.

એ કાળે વૈદક શીખવતી કોલેજો ન  હતી. પોતાના પિતા પાસે જ કરુણાશંકરે વૈદકનો અભ્યાસ કર્યો. અને વૈદકના ઊંડા અભ્યાસ માટે સંસ્કૃતનું પૂરું પ્રભુત્વ આવશ્યક. કરુણાશંકરે બે પ્રસિદ્ધ પંડિતો પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. વૈદકને લગતા પ્રાચીન ગ્રંથો – હસ્તલિખિત પોથીઓ – ઘરમાં હતાં અને પિતા જેવા જાણકાર ગુરુ હતાં. પરંતુ ઊંડી લગન અને સૂઝ ઝંડુ ભટ્ટનાં પોતાના હતાં. એમણે આર્યુંવેદનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમનાં આયુર્વેદના જ્ઞાનના તથા કેટલીયે વ્યક્તિઓને આપેલ સારવારના કેટલાક દાખલાઓ કર્ણોપકર્ણ ચાલતા આવ્યા છે તેમજ ઇતિહાસને ચોપડે પણ ચડેલા છે.

એમાંના એક માની ન શકાય તેવો, પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે ઝંડુભટ્ટે આપેલી વઢવાણના ઠાકોરસાહેબની સારવારનો. ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસના એક શિષ્ય અને સ્વામી વિવેકાનંદના લાડકા નાના ભાઈ સમા સ્વામી અખંડાનંદે પણ વઢવાણ –આજના સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર) ના ઠાકોર સાહેબની સારવાર કરવા માટે ભટ્ટજીએ કરેલા ગાંઠના ગોપીચંદનનો કિસ્સો પોતાની પ્રવાસ કથામાં વર્ણવ્યો છે. આપણે એ કિસ્સો જોઈએ.

એ સમયના વઢવાણના ઠાકોરસાહેબ દાજીરાજ્જીને કોઈ અસાધ્ય રોગ થયેલો હતો. ડોક્ટરો, વૈદ્યો, હકીમો વગેરેના ઉપચારો નિષ્ફળ ગયા પછી ઠાકોરસાહેબે ઝંડુભટ્ટને પોતાની સારવાર માટે બોલાવ્યા. એ કાળે રેલ્વે આવી નહિ હોય, ભટ્ટજી પોતાના સગરામમાં ગયા. અંતર બસો કિલોમીટર જેટલું અને આજના જેવા પાકાં રસ્તાનો પૂરો અભાવ. ધ્રોલ, પડધરી, રાજકોટ, ચોટીલા જેવા ગામોમાંથી રસ્તો પસાર થતો. નદીઓ ઉપર આજના જેવા પૂલો પણ ન હતા.

એક કરતાં વધારે કુશળ ડોક્ટરો, વૈદ્યો અને હકીમો ‘દર્દ અસાધ્ય છે’ કહી પાછા ચાલ્યા ગયેલા. અલબત્ત સૌ પોતાની પૂર