ઓમ શિવ .. ઓમ શિવ .. પરાત્પરા શિવ … (શિવનામ ધૂન)…

ઓમ શિવ  ઓમ શિવ પરાત્પરા  શિવ … (શિવનામ ધૂન)…

 

ઓમ શિવ  ઓમ શિવ પરાત્પરા  શિવ … (શિવનામ ધૂન)…

સ્વર : શ્રી રમેશભાઈ ઓઝા …

.

.

 

ઓમ શિવ … ઓમ શિવ …

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ …

 

ઓમ શિવ … ઓમ શિવ …

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ …

 

નમામી શંકર.. ભવાની શંકર .. (૨)

ઉમા મહેશ્વર તવ શરણમ્ .. (૨)

 

ઓમ શિવ … ઓમ શિવ …

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

હે .. વૃષભ ધ્વજ હે ધર્મ ધ્વજ .. (૨)

શાંભ સદા શિવ તવ શરણમ્ .. (૨)

 

ઓમ શિવ … ઓમ શિવ …

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

હે .. જગદીશ પીનાકીન  મહેશ્વર

દિનયન શંકર તવ શરણમ્

હે .. જગદીશ પીનાકીન  મહેશ્વર .. (૨)

દિનયન શંકર તવ શરણમ્ .. (૨)

 

ઓમ શિવ … ઓમ શિવ

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

હે .. શશી શેખર શંભુ શિવાત્રીય ..

હે .. શશી શેખર શંભુ શિવાત્રીય

હે .. શશી શેખર સદા શિવ .. ટેક ..

શિવ ગંગાધર તવ શરણમ્  ..(૨)

 

ઓમ શિવ … ઓમ શિવ

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

હે .. શૂલ પાણે સોમ શિવાત્રીય .. (૨)

શિવ સ્થિતિ વિસ્તર  તવ શરણમ્ ..

 

હે .. મૃત્યુંજય પશુપતિ શંકર .. (૨)

ભૃજંગ ભૂષણ તવ શરણમ્ .. (૨)

 

ઓમ શિવ … ઓમ શિવ

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

કૈલાશવાસી ઋદ્ર ગિરીશ

પાર્વતી પતિ હર તવ શરણમ્

 

કૈલાશવાસી ઋદ્ર ગિરીશ ..

કૈલાશવાસી ઋદ્ર ગિરીશ .. ટેક

પાર્વતી પતિ ભવ તવ શરણમ્ ..

પાર્વતી પતિ હર તવ શરણમ્ …

 

ઓમ શિવ … ઓમ શિવ

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

હર ભોલે …

ઓમ શિવ … ઓમ શિવ

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

નમામી શંકર, ભવાની શંકર .. (૨)

ઉમા મહેશ્વર તવ શરણમ્ .. (૨)

 

ઓમ શિવ … ઓમ શિવ

પરાત્પરા શિવ ..

ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 

ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય

હર હર ભોલે નમ: શિવાય

 

ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય

હર હર ભોલે નમ: શિવાય

 

ગંગાધરાય  શિવ ગંગાધરાય

હે .. રામેશ્વરાય શિવ રામેશ્વરાય

જટાધરાય શિવ જટાધરાય

હે .. કોટેશ્વરાય શિવ કોટેશ્વરાય

 

હર હર  ભોલે નમ: શિવાય .. (૨)

ભોલે …

નમ: શિવાય ॐ નમ: શિવાય

હર હર ભોલે નમ: શિવાય .. (૨)


ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય

હર હર ભોલે નમ: શિવાય …


ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય

હર હર ભોલે નમ: શિવાય …


ભોલે .. ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય ટેક ..

નમ: શિવાય ॐ નમ: શિવાય

નમ: શિવાય ॐ નમ: શિવાય … ટેક ..


કરચરણ કૃત્મબા કાયજમ્ કર્મજમ્બા

શ્રવણ  નયનજમ્બા માનથમ્બા પરાયણમ્

વિવિતમ્ વિવિતમ વા, સર્વ મેઘ:ક્ષમત્વ:

જય જય કરુણાશ્રી, શ્રીમહાદેવ શંભો


જન્મ મૃત્યુ જરા વ્યાધી, પીડિતમ્ કર્મ બંધને

મૃત્યુંજય મહાદેવ, ત્રાહિમામ શરણાગતમ્


ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય ..

ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય .. ટેક ..


ॐ નમ: શિવાય, સદા શિવાય …

ગંગા ધરાય, જટા ધરાય

નમ: શિવાય ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય

ॐ નમ: શિવાય ॐ નમ: શિવાય …

ॐ નમ: શિવાય …

પાલક પનીર…

પાલક પનીર …

 

 

પાલક પનીરના શાકમાં, પાલક અને પનીર બન્ને પૌષ્ટિક છે. ખાવામાં પાલક પનીરનું શાક બહુજ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં પણ ખૂબજ આસાન /સરળ છે. આ શાક ઘરમાં, નાના – મોટા સૌ પસંદ કરે છે. કોઈ ખાસ પ્રસંગ પર આપણે ઘરમાં બનાવીએ તો બધાં જ પસંદ કરે.  આજે  આપણે પાલક પનીરનું શાક બનાવીશું.

સામગ્રી :

૫૦૦ ગ્રામ પાલક (Spinach)

૧/૨ નાની ચમચી ખાંડ

૨૦૦ ગ્રામ પનીર (પનીરના ૧ ઈંચના ચોરસ ટુકડા કરવા)

૨ ટે.સ્પૂન રિફાઈન્ડ તેલ

૧ Pinch (ચપટીક) હિંગ

૧/૨ નાની ચમચી જીરૂ

૨ નાની ચમચી કસૂરી મેથી (તની ડાળખી તોડી ને સાફ કરી લેવી)

૨-૩ નંગ ટામેટા

૩-૪ નંગ લીલાં મરચાં

૧ નાનો ટુકડો આદુ (૧ ઈંચ લંબાઈનો)

૨ નાની ચાચી બેસન (ચણાનો લોટ)

૨ ટે.સ્પૂન ક્રીમ / મલાઈ (જો તમને પસંદ હોય તો)

મીઠું સ્વાદ અનુસાર

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૨ નાની ચમચી  લીંબુનો રસ

 

રીત  :

 

પાલકની ડાંડી (ડાળખી) તોડી અને પાલકના પાન સારી રીતે પાણીમાં ધોઈ અને એક વાસણમાં રાખવા. તેમાં ૧/૪ કપ પાણી અને ખાંડ નાંખી અને વાસણને ઢાંકીને ગેસ પર ગરમા કરવા મૂકવું. ૫-૬ મિનિટમાં પાલક નરમ થઇ પાકી  જશે. ગેસ તૂરત બંધ કરી દેવો.

 

પનીરને ૧-ઈંચના ચોરસ ટૂકડામાં સમારી લેવું. પનીરનો ઉપયોગ શાકમાં, પનીર ફ્રાઈ/તળીને કે ફ્રાઈ/તળ્યા વગર પણ કરી શકો છો. પનીરને ફ્રાઈ/તળવા માટે નોનસ્ટિક કડાઈમાં થોડું તેલ નાંખી, પનીરના ટૂકડાને બન્ને તરફ  હલકા બ્રાઉન કલરના થાય તેમ તળવા/ફ્રાઈ કરવા.

 

ટામેટાને ધોઈને એના ટુકડા કરવા. લીલાં મરચાની ડાળખીને તોડી લેવી અને મરચા ને ધોઈ લેવા. આદુને ધોઈ, ઉપરથી છીણી અને ૩-૪ ટુકડામાં સમારવું. આ બધાને એકસાથે મિક્સરમાં બારીક પીસી લેવા.

એક કડાઈમાં તેલ નાખી અને ગરમ કરવું. ગરમ તેલમાં હિંગ અને જીરુ નાખવું, જીરૂ શેકાઈ ગયા બાદ, કસૂરીમેથી અને ચણાનો લોટ (બેસન) નાખી તેને થોડો શેકવો,  હવે આ મસાલામાં ટામેટા, આદુ, લીલાં મરચાની પેસ્ટ નાખી અને ૨-(બે)મિનિટ સુધી સાંતળવી /શેકવી. હવે ક્રીમ/મલાઈ નાખી અને મસાલાને ત્યાંસુધી સાંતળવો કે તેલ અંદરથી છૂટું પડીને બહાર સપાટી ઉપર તરવા લાગે (દેખાવા લાગે).

પાલક જે અગાઉ બાફેલ તે, ઠંડી થઇ ગયા બાદ, મિક્સીમાં નાખી અને બારીક પીસી લેવી અને પાલકની પેસ્ટને અગાઉ સાંતળીને તૈયાર કરેલ મસાલા સાથે મિક્સ કરી દેવી. પાલકની ગ્રેવી તમારે કેટલી ઘટ કે પાતળી રાખવી છે તે પ્રમાણે તેમાં પાણી અને મીઠું ઉમેરવા. ઉફાળો આવ્યા બાદ, પનીરના ટુકડા તેમા નાંખી દેવા. ૨(બે) મિનિટ સુધી તેને પાકવા દેવું અને ગેસ બંધ કરી દેવો.

પાલક-પનીરનું શાક તૈયાર છે. શાકમાં ગરમ મસાલો અને લીંબુનો રસ નાંખી મિક્સ કરી દેવો.

 

પાલક-પનીરનું શાક એક વાસણમાં કાઢી અને તેની ઉપર એક નાની ચમચી મલાઈ / ક્રીમ નાંખી અને પીરસવું. પાલક પનીર નું શાક ગરમા ગરમ રોટલી કે નાન સાથે પીરસવું અને ખાવું.

 

નોંધ : (૧)  જો તમે કાંદા (ડુંગળી) નો ઉપયોગ કરવા માંગતા હોય તો એક કાંદાને જીણા સમારી, જીરૂ શેકાઈ ગયા બાદ તૂરત જ તેમાં કાંદા નાંખી અને આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતળવા અને ત્યારબાદ, આગળ બતાવ્યા પ્રમાણે પાલક-પનીરનું શાક તૈયાર કરવું.

બ્લોગ લીંક: http://das.desais.net

 

માતૃ દર્શન …(પ્રસંગ કથા)

માતૃ દર્શન … 

૧૬૫૭ની ઓક્ટોબરની એક સાંજનો સમય છે, સંધ્યા સુંદર ખીલી છે અને વાતાવરણ ગુલાબી છે. શિવાજી માતા ભવાનીના મંદિરમાંથી બહાર આવીને આશ્ચર્યમાં ડૂબી ગયા.

ખચ્ચરો અને બળદગાડીની એક લાંબી કતાર નજરે ચડે છે. હીરા-પન્ના અને જર-જવાહરાતથી ભરેલ અને સોના ચાંદીના ભારથી દબાયેલા પશુ ધીમે ધીમે કિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે.

પ્રધાન મોરો પંતે શિવાજીની જિજ્ઞાસાને શાંત કરતાં કહ્યું : ‘મહારાજ, અંબાજી  સોનદેવે કલ્યાણના સુબા પર આધિપત્ય કરી લીધું છે અને લૂંટનો સામાન લઈને આવ્યા છે.’ શિવાજી અંબાજીને ભેટી પડ્યા અને પોતાનો બહુમૂલ્ય  હાર ઇનામ રૂપે આપ્યો. કલ્યાણના શક્તિશાળી સુબેદાર આટલી આસાનીથી હારી ગયા, એનાથી શિવાજી આશ્ચર્ય અનુભવતા હતા. શિવાજીની છાતી ગર્વથી ફૂલી ઊઠી. પોતાના બહાદૂર વીર સેનાપતિને જોઈને કહ્યું : ‘ શાબાશ અંબાજી !વાહ !તમારી સ્વામીભક્તિ અને બહાદૂરી માટે હું ગર્વ અનુભવું છું.’

ઓચિંતાની એક પાલખી જોઈને તેઓ ચોંકી ઊઠ્યા અને પૂછ્યું : ‘ આ પાલખીમાં શું છે ?’ અંબાજીએ હસતાં હસતાં કહ્યું : ‘મહારાજ, આ પાલખીમાં કલ્યાણની સૌથી ખૂબસૂરત, મુલ અહમદની પુત્રવધૂ સલમા છે. તેનું સૌંદર્ય સમગ્ર મહારાષ્ટ્રમાં પંકાયેલું છે. એનો ક્રૂર સાસરો સેંકડો હિંદુ સ્ત્રીઓની આબરૂ સાથે ખેલ કરતો રહ્યો હતો. આજે એનો બદલો લેવાનો મજાનો અવસર આપણને મળ્યો છે.’ શિવાજીને અંબાજીની આ સફળતા પર ઘણું ગૌરવ થતું હતું પરંતુ આ વાત સાંભળીને શિવાજી વિહવળ થઇ ઊઠ્યા. તેમણે આંખો મીંચી દીધી. એમને પોતાનું બાળપણ યાદ આવવા લાગ્યું. પિતા શાજી વીજાપુરના સુલ્તાનોને ત્યાં જાગીરદાર અને લશ્કરી અધિકારી હતાં. ૩૦૦૦ મરાઠા ઘોડે સવાર અને પાયદળ સીપાઈઓનું એમનું પોતાનું સૈન્ય હતું. માતા જીજાબાઈ કર્તવ્યનિષ્ઠ, સાહસિક અને ધર્મપરાયણ આદર્શ નારી હતાં. પરંતુ પરમાત્માએ એમને રૂપ આપ્યું ન હતું.

શાહજીએ ૩૦ વર્ષની ઉંમરે તુકાબાઈ નામની એક બીજી સુંદર યુવતી સાથે લગ્ન કર્યાં. એમની સાથે તેઓ બેંગ્લોરમાં રહેવા લાગ્યા. ૧૬૨૬માં એમણે જીજાબાઇને બે વર્ષના પુત્ર શિવાજી સાથે શિવનેરના કિલ્લામાં મોકલી દીધાં. દુઃખી જીજાબાઈએ પોતાનું સમગ્ર વહાલ બાળક શિવા પર વરસાવી દીધું. પૂરી ધીરતા સાથે તેઓ પોતાનું જીવન વિતાવતાં હતાં.

સદભાગ્યે દાદાજી કોંડદેવ જેવા સ્વામી ભક્ત અભિવાહક તથા સમર્થ ગુરુ રામદાસ જેવા ભવિષ્ય દ્રષ્ટાનું માર્ગદર્શન બાળક શિવાજીને મળ્યું. એને  લીધે બાળપણથી જ શિવાજીમાં સારા સંસ્કારનાં મૂળિયાં જામવાં લાગ્યાં. સાહસ અને વીરતાની સાથે ધર્મ પ્રત્યે અથાગ શ્રદ્ધાનાં લક્ષણ પણ આ નાના બાળકમાં સ્પષ્ટપણે નજરે પડતાં.

એ જમાનામાં વિવાહ બાળપણમાં જ થઇ જતા. તેઓ ૧૪ વર્ષના થયા ત્યારે માતાએ પોતાના પતિને શિવાજીનાં લગ્ન વિશે લખ્યું. શાહજીએ એ બંનેને બેંગ્લોરમાં પોતાના નિવાસ્થાને બોલાવી લીધા. ત્યાં જીજાબાઈની શોક્ય તુકાબાઈએ એનું અનેક રીતે અપમાન કર્યું. આમ છતાં પણ ૧૨-૧૨ વર્ષની કઠિન તપસ્યાને લીધે જીજાબાઈએ પોતાની જાતને અત્યંત સંયમમાં રાખી હતી. એટલે જ સંયમ એનું ધન બની ગયું હતું.

એમણે શાહ્જીને કેવળ આટલું જ કહ્યું : ‘આપના સુખમાં જ મારું સુખ છે. આપનું બધું ધન અને જાગીર તુકાબાઈ અને એમનાં પુત્ર વ્યંકોજીને ભલે મળે. શિવાને કેવળ પૂના ગામ દેજો. પછી જે એનામાં યોગ્યતા હશે તો તે એમાં વધારો કરી લેશે.’

આ રીતે ૧૫ વર્ષની નાની ઉંમરમાં શિવાજી પૂનાના જાગીરદાર બન્યા. એમણે ઘોડેસવારોની એક નાની ટૂકડી તૈયાર કરી લીધી અને મોકો જોઈને આસપાસના ઇલાકામાં છાપા મારવા લાગ્યા. મુસલમાન સુલતાનો અને અધિકારીઓના અત્યાચારથી લોકો ઘણા દુઃખી હતાં એટલે એમને ક્યાંય વિશેષ રોકવાવાળું કોઈ ન હતું. લૂંટનો સામાન લઈને માની સામે મૂકી દેતા. એમાંથી ત્રીજો ભાગ સિપાઈઓમાં વેંચી દેતા. કેટલોક અંશ જૂના પુરાના મંદિરના પુનુરદ્વારમાં કે કૂવા-વાવ ગળાવવા કે એની મરામત કરવાના ખર્ચમાં વપરાતો. બાકી વધેલું ધન ઉત્તમ ઓલાદના ઘોડા અને નવાં નવાં અસ્ત્રશસ્ત્ર ખરીદવામાં વપરાતું.

બધા પ્રકારે સાધન-સંપન્ન હોવા છતાં પણ તેઓ પોતાને સ્વામી રામદાસના સેવક માત્ર જ મનાતા. એટલે જ એમણે પોતાના ધ્વજને રંગ ભગવો રાખ્યો હતો. ૧૬૫૭માં એમની ઉંમર કેવળ ૩૦ વર્ષની હતી. એ સમય દરમિયાન એમણે મહારાષ્ટ્રના મોટા ભાગના કિલ્લાઓ કબજે કરી લીધા હતા. વીસ હજાર સુસજ્જ મરાઠાવીરોનું સૈન્ય એમની પાસે હતું. દુશ્મનોના મોટાં મોટાં સૈન્યો પર તેઓ બાજની જેમ આક્રમણ કરતા અને બધું લૂંટીને પાછાં રાયગઢના પોતાના અભેદ્ય કિલ્લામાં આવી જતા. ૨૫-૨૫ કોશ સુધી આક્રમણ કરીને મરાઠા સૈન્ય રાયગઢ કોઈ પણ જાતના વિઘ્ન વિના પાછું આવી જતું. લોકોને તો શરૂ શરૂમાં એમાં વિશ્વાસેય ન પડતો. પછીથી અફઘાનો અને પઠાણોના મનમાં એવી ધારણા બંધાઈ ગઈ કે શિવાજીને પ્રેતાત્માનો સહારો છે. એટલે જ એમનું નામ સાંભળતાં જ હથિયાર છોડીને ભાગી જતા.

દિવસ-રાત યુદ્ધમાં મગ્ન રહેવા છતાં પણ પોતાની માતા પાસેથી એમને ધાર્મિક પ્રેરણા મળતી રહી. જો કે એમને હિન્દુધર્મ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા હતી અને યવનોના અત્યાચારને લીધે મંદિરના વિધ્વંશને કારણે એમનું ચિત્ત ખિન્ન થઈ ઊઠતું. આમ હોવા છતાં પણ એમણે બીજા ધર્મની ક્યારેય નિંદા કરી ન હતી. કોઈ મસ્જિદ કે ગિરિજાઘરનો નાશ કર્યો ન હતો કે એવાં સ્થાનોને ભ્રષ્ટ  પણ નોહતા કર્યાં. એટલું જ નહિ, એમણે જૂની-પુરાણી મસ્જિદોની મરામત પણ કરાવી હતી. પોતાના સેનાપતિઓને તેમણે સપષ્ટ આદેશ આપી રાખ્યો હતો કે કોઈ પણ ધર્મ સ્થાનને હાની ન પહોંચાડવી અને દુશ્મનોની કોઈ પણે સ્ત્રીની લાજ ન લૂંટવી.

આવા સંસ્કારશીલ અને સાચા ધર્મપરાયણ શિવાજીએ  જોયું કે પાલખીના ઝીણા બારીક પડદા પાછળ હીરા-ઝવેરાતથી સજ્જ થયેલ એક પરમ સુંદર યુવતી ભયભીત બનીને અને લજ્જાથી સંકોચાઈને એક બાજુએ બેઠી છે. થોડીવાર સુધી તેઓ એકીટસે એના તરફ જોઈ રહ્યા પછી કહ્યું : ‘બહેન, ઉંમરમાં તું મારાથી નાની છો. પણ તારામાં મને ‘મારી મા’ દેખાય છે. હા, એટલો ફરક છે કે પરમાત્માએ તને મારી મા કરતાં અતૂલનીય રૂપ સંપત્તિ પણ આપી છે. મને એવું લાગે છે કે ઈશ્વરે ફૂરસદના સમયે અત્યંત કાળજી અને જાગૃતતાપૂર્વક  તારી રચના કરી હશે. સદભાગ્યે આવા સૌંદર્યનો  થોડો ઘણો અંશ મારી માતાને મળી જાત તો એને  પોતાના સુહાગનું દુઃખ સહન કરવું ન પડત. અને હું પણ સુંદર બાળકરૂપે જન્મ્યો હોત. મારા સેનાપતિએ તમારું અપમાન કર્યું છે. કોઈ પણ કારણ વગર તમને તકલીફ દીધી છે. જે ધારણા સાથે તમને એ અહીં લાવ્યા છે એ સાંભળીને શરમથી મારું માથું નીચે ઝૂકી જાય છે. જો મારી માતા અને મારા ગુરુજી સાંભળશે તો આવા જધન્ય કાર્યમા શિવાજીનો સંકેત જરૂર રહ્યો હશે એમ વિચારશે. બહેન તું ચિંતા ન કર. તને તારી ઈજ્જત સાથે તારા પતિ પાસે પહોંચાડી દઈશ. મારે બહેન નથી,. આજથી તું મારી નાની બહેન બની છો અને હું તારો મોટો ભાઈ.’

પાસે ઊભેલા સૈનિકોએ જોયું તો શિવાજીની આંખો ભીની થઇ ગઈ છે. થોડીવાર પછી મૌન તોડીને ક્રોધથી કાંપતાં કાંપતાં કહ્યું : ‘અંબાજી ! તમે તમારી મૂર્ખતાને લીધે આટલી મોટી જીતને હારમાં ફેરવી નાંખી. શિવાજી પણ પોતાના અંત:પુર માટે પારકી વહુ-દિકરીઓને પણ લૂંટે છે એ વાત જ્યારે લોકો સાંભળશે ત્યારે તેઓ આપણા વિશે શું વિચારશે ? આપણી ઈજ્જત –આબરૂ ક્યાં જવાની ? પછી તો મરાઠી સિપાઈઓ અને એના સરદારો ભર દિવસે સ્ત્રીઓની લાજ લૂંટતા રહેશે. છેલ્લાં ૧૪ વર્ષથી તમે મારી સાથે છો. ક્યારેય તમને આવી ઈચ્છા કે લાલસાનો આભાસ પણ થયો છે ખરો ? તો પછી મારા આદેશની અવગણના કરીને  એક દુઃખી નારીને અહીં લઇ આવ્યા એવી હિંમત તમે કેમ કરી શક્યા ? અંબાજી ! તમે મારી આબરૂ પર કલંક લગાવ્યો છે. જો રાજા પોતે જ પોતાનું ચારિત્ર્ય ગુમાવી દે તો પછી સૈનિકોની મર્યાદા તૂટી જ જવાની. શું આજ મારા ‘હિંદુ પદપાદશાહી ’  નું વિકૃત રૂપ હશે ? ભૂલ તો મારી એટલી મોટી છે કે તમને ફાંસીને માચડે ચડાવી દેવા જોઈએ. પરંતુ આ સમયે હું ક્રોધમાં છું એટલે તમારા વિશે ફેંસલો સોંપવાનો અધિકાર પ્રધાનમંત્રી મોરોપંતને આપું છું.’

અંબાજી વિજયના આનંદ સાથે ઝૂમતો ઝૂમતો આવ્યો હતો અને અહીં બધાની સામે જ આ અપમાનનો ઘૂંટડો એણે ગાળવો પડ્યો. પ્રધાનમંત્રી મોરોપંતને અંબાજી પર ઘણો સ્નેહભાવ હતો. એમણે પોતાની જાત દેખરેખ નીચે બધી રીતે યોગ્ય બનાવીને આટલા મોટા હોદા પર પહોંચાડ્યો હતો. બે હાથ જોડીને શિવાજીને એમણે પ્રાર્થના કરી : ‘મહારાજ ! અંબાજી હજુ જુવાન છે અને થોડો અજ્ઞાની પણ ખરો. એમ છતાં પણ વીર અને સાચો સ્વામીભક્ત છે. આ એનો પહેલો અપરાધ છે, એટલે હું એને ક્ષમા આપવાની પ્રાર્થના કરું છું.’

સલમાને મરાઠાઓની કેદમાં આવી આશા ન હતી. શિવાજી ઈન્સાન છે કે ફરિસ્તા-એ સમજવાનો તે પ્રયત્ન કરવા લાગી. એમનાં સાસરે લડાઈમાં જીતેલી સેંકડો સ્ત્રીઓ આવતી. કેટલીકને પસંદ કરીને, એને લાચાર બનાવીને તેઓ પોતાના માટે રાખી લેતાં અને બાકીની સ્ત્રીઓને સામાન્ય સિપાઈઓમાં વેંચી દેતા. તેમની આબરૂ લૂંટી લેવામાં આવતી અને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે લાચાર બનાવી દેવામાં આવતી. સલમાની આંખોમાં આંસુઓની ધાર વહેવા માંડી.

થોડા દિવસો પછી સલમા વિદાય થઇ રહી હતી. અહીં શિવાજીના ઘેરથી પોતાના સાસરે ! શિવાજીએ પોતાની મોંબોલી નાની બહેનને ભેટીને વિદાય આપી. ખચ્ચર અને ઘોડા પર કરિયાવરનો સામાન પણ હતો. રૂપેરી-સોનેરી પડદાથી ઢંકાયેલ પાલખીની આજુબાજુ સુરક્ષા માટે ઘોડેસ્વાર રૂપે હતા અંબાજી સોનદેવ ! તેઓ આજે પોતાના મહારાજ શિવાજીની અનામત પાછી સોંપવા જઈ રહ્યા હતા.

પાલખી આવી ત્યારે સલમા હિબકા ખાઈ રહી હતી. એની આંખમાં ચિંતા અને આશંકાના આંસું હતાં અને જ્યારે પાલખી આજે વિદાય લઇ રહી હતી ત્યારે પણ એ હિબકે ચડી ગઈ. પણ આજે એ હિબકામાં પ્રેમ આનંદ અને ઉલાસ હતો..

પનીર … (રેસીપી)

પનીર …(Cottage Cheese)…

પનીરનો ઉપયોગ દરેક ઘરમાં વિશેષ થઇ ગયો છે. પનીરની અનેક વાનગીઓ બને  છે, અને બંગાળી મીઠાઈ તો પનીર વિના બનાવી શક્ય જ નથી. પનીરના શાક, પનીરના પકોડા વગેરે..  પનીર (Cottage Cheese) આપણા રોજિંદા જીવનમાં સતત ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. પનીર ફક્ત ડેરી સિવાય હવે બધે જ આસાનીથી પ્રાપ્ત થાય છે. સૂપર સ્ટોરમાં, જનરલ સ્ટોર્સમાં પણ મળે છે. પરંતુ આ પનીર બંગાલી મીઠાઈ જેવી કે રસગુલ્લા, ચમચમ, રસ મલાઈ વગેરે બનાવવામાં ઉપયોગમાં આવતું નથી.


બજારમાં મળતું પનીર
(Cottage Cheese ) પ્રમાણમાં મુલાયમ/નરમ  ન હોતા થોડું પ્રમાણમાં વધુ કઠણ હોય છે.  આ પનીર મોટેભાગે ક્રીમવાળા /ક્રીમયુક્ત દૂધમાંથી બનાવવામાં આવતુ હોતુ  નથી, આ ઉપરાંત તેની લાઈફ / ઉપયોગીતાનો સમય વધારવા માટે તેમા આરાલોટ/તપકીરનો લોટ (Arrowroot)(similar to corn Starch)પણ ઉમેરવામાં આવતો હોય છે. માટે તમે જો રસગુલ્લા, ચમચમ કે રસમલાઈ બનાવવા માંગતા હો તો, બહાર બજારમાંથી પનીર ન લેતા ઘરમાં જ પનીર બનાવવું વધુ ઇચ્છનીય છે.


પનીર બનાવવું એકદમ સરળ છે. તો ચાલો આજે આપણે પનીર બનાવીએ.

સામગ્રી :

૧ લીટર દૂધ (મલાઈયુક્ત)
૨ ચમચા લીંબુનો રસ / સિરકો

રીત :

પનીર બનાવવા માટે હંમેશાં ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ કરવો. ભારે તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધને સતત હલાવતાં રહેવું જેથી નીચે બેસી ન જાય. જ્યારે દૂધમાં ઉફાળો આવે કે તૂરત લીંબુનો રસ /સિરકો અંદર નાંખી અને દૂધ હલાવતાં રહેવું.


દૂધમાં પાણી અને પનીર અલગથી દેખાવા લાગશે. પાણી ને પનીર અલગ દેખાવા લાગે કે તૂરત ગેસ બંધ કરી દેવો. અને વાસણમાં થોડું ઠંડું પાણી અથવા બરફનો ટૂકડો નાંખી દેવો જથી પનીર પાણીથી તૂરત અલગ થઇ જશે.


હવે તે પનીરને એક સાફ સફેદ કોટન  કપડાના ગરણામાં રાખી  અને થોડું ઠંડું પાણી તેમાં નાખવું જેથી લીંબુના રસ/સિરકા ની ખટાશ પનીરમાંથી જે કાંઈ હશે તે નીકળી જશે. અને ત્યારબાદ તેની પોટલી વાળી અને બીજા હાથની મદદથી પોટલીને દબાવવી જેથી વધારાનું પાણી જો તેમાં હશે તો તે પણ નીકળી જશે.


બસ રસગુલ્લા કે બંગાળી મીઠાઈ બનાવવા માટે પનીર તૈયાર છે.જો આ પનીરનો ઉપયોગ મીઠાઈને બદલે શાક બનાવવામાં કરવો હોય તો પનીરને કપડામાંથી બહાર ન કાઢતા કપડા સહિત  તેની ઉપર કોઈ વજનદાર વસ્તુ મૂકી અને અડધા કલાક સુધી તે વજન તેના પર રાખવું. પનીર વજનથી અંદર સખત થઇ જશે.

બસ ત્યારબાદ, પનીર કપડામાંથી બહાર કાઢી લેવું.  શાક બનાવવા માટેનું પનીર તૈયાર છે.

ઘરમાં બનાવેલું પનીર બજારમાં મળતા પનીર કરતાં વધુ નરમ/મુલાયમ  અને સ્વાદિષ્ઠ હોય છે.

બ્લોગ લીંક: http://das.desais.net

કેમ તો મુંજાણી મતિ તારી …(ભજન)

કેમ તો મુંજાણી મતિ તારી …

.

.

સ્વર: શ્રી નારાયણ સ્વામી ..

.

.

.

કેમ તો મુંજાણી મતિ તારી
એ એવો વણજે આવ્યો વપારી …
આવ્યો વ્હેપારી  …

કેમ તો મુંજાણી મતિ તારી
એવો વણજે આવ્યો વેપારી
આવ્યો વ્હેપારી  આવ્યો …

.
સોંઘુ જાણીને તમે, સાટું નવ કરજો ને
સોંઘુ જાણીને તમે …
સાટું નવ કરજો રે … જી…
એ… વસ્તુ જ લેજો વિચારી
એ વણજે આવ્યો, વ્હેપારી
આવ્યો વ્હેપારી  …

.
કેમ તો મુંજાણી મતિ તારી
એવો વણજે આવ્યો, વ્હેપારી
આવ્યો વ્હેપારી  …

.
મનખ્યા પદારથ તને
માંડ કરીને મળ્યો … વ્હાલા
મનખ્યા પદારથ તને ભાઈ …
માંડ કરીને મળ્યો … વ્હાલા ..
એમા બાંધી ભૂંડપની ભારી
એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી  …

.
કેમ તો મુંજાણી મતિ તારી
એ એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
સદગુરુને તમે સંગાથે લેજો વ્હાલા
એ આપે શિખામણ સારી
આપે શિખામણ સારી
એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
કેમ તો મુંજાણી મતિ તારી
એ એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
હરિજન માટે તમે, હરિરસ વ્હોરજોને
હરિજન માટે તમે ..
હરિરસ વ્હોરજોને
શુદ્ધ – બુદ્ધ રહેશે એમાં સારી
એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
કેમ તો મુંજાણી મતિ તારી
એ એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
દાસી જીવણ સંતો, ભીમ કેરે શરણે લે
દાસી જીવણ રે સંતો
ભીમ કેરે શરણે લે
શરણે આવ્યાને લેજો ઉગારી
એ શરણે આવ્યાને લેજો ઉગારી
એવો વણજે આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …

.
કેમ તો મુંજાણી એ મતિ તારી
એ એવો વણજે આવ્યો, આવ્યો વ્હેપારી
આવ્યો વ્હેપારી …  (૩)

.

કળશની કથા …

કળશની કથા … 

બહુ પ્રાચીન વાર્તા છે. આ વાર્તા ભારતનાં કોઈ એક પ્રદેશની પ્રચલિત વાર્તા છે. એક હતો રાજકુમાર. રાજવૈભવના શિખરે બેસીને પણ ઉદાસ રહેતો. તેનો પ્રાણ જાણે કોઈ ગંભીર પ્રેરણાથી વ્યાકુળ. તેણે કોણ જાણે શું આકાશ કે હવામાંથી અમૃતનું આહવાન સાંભળ્યું હશે? કુટુંબીજનો તેને બાંધી શક્યા નહિ. અચાનક એક દિવસ ઘર છોડીને વૈરાગી બનીને ભાગી ગયો. કોઈને તેની ભાળ ન મળી. પરિચિત વાતાવરણથી હંમેશાં માટે ખોવાઈ ગયો. રાજકુમાર માર્ગ પર ચાલતો જ રહ્યો. મનમાં ને મનમાં વિચારે કે મને કોણ રસ્તો બતાવશે ? ક્યાં હશે તે સદગુરુ જે મને ભવસાગર પાર કરાવશે ?

એક સુંદર સવારમાં તે આવી પહોંચ્યો એક લીલાછમ છાયાથી ઘેરાયેલા આશ્રમમાં. દૂર પહાડ, અરણ્ય, નિર્જરનો મૃદુ ધ્વનિ અને આ બાજુ નીરાળું, નિર્જન તપોવન. એક ઋષિ શાસ્ત્ર પાઠ કરે છે. પ્રભાતના પ્રકાશ જેવી તેમની ઉજ્જવળ મુખમુદ્રા. મુગ્ધ રાજકુમાર ઋષિનાં ચરણમાં ઢળી પડ્યો.

–    ક્યાંથી આવો છો ?

–    પ્રભુ, હું માર્ગ ભૂલ્યો છું. મને માર્ગ બતાવો.

–    વત્સ, કયો માર્ગ ઈચ્છો છો ?

–    શ્રેયપથ, ભગવાન્.

–    તે માર્ગ તો અતિ દુષ્કર-તલવારની ધારનો માર્ગ !

તે પથ પર તો અખૂટ મનોબળ લઈને ચાલવું પડે. પ્રત્યેક મુહૂર્તે પતનનો ભય છે.

–    આપના આશીર્વાદથી પથ સરળ થશે, દેવ.

–    સારું, આશ્રમમાં રહો, બેટા. કેટલાંય કામકાજ કરવાં પડશે. તમારું કોમળ શરીર, પરિશ્રમ કરી શકશે તો ?

–    મારી શક્તિ પ્રમાણે અવશ્ય કરીશ.

–    તમે આશ્રમનાં કામકાજમાં અત્યારે જ લાગી જાઓ. જ્યારે સમય થશે ત્યારે બોલાવી લઈશ.

રાજકુમાર હવે આશ્રમવાસી થયો. સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી આશ્રમનું બધું જ કામ કરવું પડે. વણ થાક્યો, વિશ્રામ વગર કર્મનું ચક્ર સતત ફરતું રહે છે. ધીમે ધીમે કામકાજ પૂરું થાય. રાજકુમારના અનભ્યસ્ત હાથમાં ક્રમશ: નિપુણતા આવી. મન હવે સજાગ થયું છે અને દેહ તત્પર. રાજકુમાર ઉધમી બન્યો છે. પરંતુ જે પ્રબલ વૈરાગ્યથી પ્રેરાઈને રાજમહેલ છોડ્યો હતો, તેની સાધના તો ક્યારે શરૂ થશે? દિવસના દિવસ વીતી ગયા. માસ, ઋતુઓ યથાક્રમે ફર્યા કેરે છે. વૃક્ષોના પાંદડાં ખરે, ફરી લીલી કુમળી કુંપણોથી વૃક્ષ ભરપૂર થાય, ફૂલ ઉગે, ફૂલ ખરે, ફળ ઉગે વળી ફળ પડે. કેવળ કુમારની દિનચર્ચામાં કોઈ ફેરફાર નહિ. જાણે જીવન કઠણ નિયમ શૃંખલામાં બંધાઈ ગયું છે ! 

મનમાં ને મનમાં રીસ કરે છે–  પછી શું જીવન આવા શારીરિક પરિશ્રમમાં જ સમાપ્ત થશે? અંતરની પ્રેરણા શું નિષ્ફળ જશે? તેનાં કામકાજથી સહુ ખુશ. ગુરુદેવ પણ. પરંતુ હજુ સુધી કોઈ પાઠ શીખવવાની વાત તેઓ કેમ કહેતા નથી? કુમાર વિચારવા લાગ્યા-હવે નહિ. બીજે ક્યાંક ચાલ્યો જઈશ. ઘણી મહેનત કરી ફળ શું મળ્યું ? આ રીતે વિચારીને તેણે આશ્રમના સાધુઓના પાણી ભરવાના કળશને હાથમાં લીધો. કળશ સુંદર ઘાટનો અને લાલ રંગનો છે. તે લઈને લાંબા માર્ગે પગપાળા જઈને ઝરણાનું જલ લાવવાનું છે. જતાં જતાં વિચારે છે : કળશને ઝરણાનાં કાંઠે રાખીને બે આંખો જ્યાં દોડે ત્યાં ચાલ્યો જઈશ. પછી હું મુક્ત થઈશ.


જેવી ભાવના તેવું જ કામ. પરંતુ કેવું આશ્ચર્ય જાણે કોઈક તેને બોલાવે છે ! પાછું વળીને જોયું તો કુંભના મુખમાંથી વાણી ફૂટે છે. આ તે કેવી અજબ ઘટના ! કળશ કહે છે: ક્યાં જાઓ છો, રાજકુમાર? મને ફેંકીને ચાલ્યા જાઓ છો ? તમે એવું તે કયું કષ્ટ સહ્યું છે? મેં તમારા કરતાં અનેકગણું કષ્ટ સહન કર્યું છે અને અંતે સાધુઓની સેવા માટે ઉપયોગી થયો છું. મારા કષ્ટની રામકહાણી તમે થોડીવાર ચૂપ રહીને સાંભળો. ત્યારબાદ જો ચાલ્યા જવા ઈચ્છો તો તમને રોકીશ નહિ.

વિસ્મય પામીને કુમાર બોલ્યો : કહો, તારા દુઃખની વાત સાંભળીશ. મારા દુઃખની વાત તો તમે જાણો જ છો. તો પછી તમારા  દુઃખની વાત સાંભળવામાં મને શો વાંધો હોય ? કળશ બોલ્યો : તો પછી શરૂઆતથી જ વાત કરું. હું સૌ પહેલા કઠણ માટી હતો. ધરતી માતાની છાતીએ ચોંટીને રહેતો. મારું કોઈ અલગ અસ્તિત્વ ન હતું. બધા મને પગે કચડી ચાલ્યા જતા, તો પણ ચેતના જાગતી નહિ. કારણ મારે પોતાનો ભિન્ન અસ્તિત્વબોધ ત્યારે જાગ્યો ન હતો. અચાનક એક દિવસ કુંભાર મને ખોદીને લઇ ગયો. મારા પરિચિત મૂળમાંથી જાણે ઉખેડીને અન્ય જગ્યાએ સ્તુપાકારે રાખી દીધો. પડી રહ્યો તે પડી જ રહ્યો. ઢગલાબંધ માટી રૂપે પડી રહ્યો. સૂર્યના તાપથી ક્યારેક સુકાઈ જાઉં તો ક્યારેક વરસાદના પાણીમાં કાદવ થઇ જાવ, કોઈને મારી ચિંતા ન હતી. વિચારતો કે શું આમ જ અપમાનજનક સ્થિતિમાં નાશ પામીશ ?

વાહ, અચાનક એક દિવસ કુંભાર આવ્યો અને હાથ લગાવ્યો. મારામાં રહેલા પ્રત્યેક નાના મોટા કાંકરા અને કચરાને દૂર કરવા લાગ્યો – અવાક થઇને વિચાર કર્યો : મને ખબર ન હતી કે મારામાં આટ આટલા કાંકરા, અને કચરો છે ! મારા તો પ્રાણ જાણે ઊડી ગયા કે જશે !  અરે ! માટી સપાટ કરતી વખતે જે યાતના ભોગવવી પડી છે, તે યાદ કરતા કંપી ઊઠું છું. પોતાનામાં આટલું બધું સારું-નરસું છે એમ વિચારતા કોને સારું લાગે, કહો ?

પછી જોયું કે પાણી નાખીને કુંભારે મને ગૂંદીને એક માટીનો પીંડો બનાવ્યો. મને જાણે કોઈ એક આકાર મળ્યો. અલગ વ્યક્તિત્વ મળ્યું. કાંકરા, અશુદ્ધિથી હું મુક્ત થયો. ‘શુદ્ધ હું’ એમ વિચારતા કેટલો આનંદ થાય. પરંતુ ત્યારે તો સમજ્યો નહિ કે હજુય ભયંકર દુઃખ મારી રાહ જુએ છે. આ વખતે કુંભારે મને હાથમાં લીધો અને ચાકડા પર મૂક્યો. મારી સત્તાને કચડી-મચડી ચૂરે-ચૂરો કરી દીધો. આ વખતે તો મોત જ આવ્યું જાણે ! અસહ્ય પીડા ! કેવી વિષમ વ્યથા ! તે રૂક્ષ યાતનાને વ્યક્ત કરવા માટે કોઈ ભાષા ન હતી. પરંતુ ધીરે ધીરે મારામાં એક અકલ્પનીય પરિવર્તન આવ્યું. હું ‘કંઈક – એક’ થઇ ગયો. એક ચોક્કસ આકાર મળ્યો. પરંતુ ત્યારે પણ એકદમ કાચો પોચો છું; મેં જોયું કે હવે હું કંઈક પાત્ર થયો છું. પરંતુ તેમાં કંઈ રાખી શકાય એવો કઠણ તો હજુ નથી થયો.

કુમાર ! તું શું મારે વાત કંઈ સમજી શકે છે ? હા સમજી શકું છું. ગુરુની શિક્ષા ગ્રહણ કરવા માટે હું પણ યોગ્ય પાત્ર થયો નથી. એકદમ કાચો પોચો છું.

કુમાર, અહીં જ વાત પુરી થતી નથી. હું રસ્તા પર તડકામાં પડ્યો રહ્યો. રોજ શેકાતો હતો, તપતો હતો, સળગતો હતો. તો પણ ભાંગી તો ન ગયો. જોયું કે તપતા તપતા હું તો સખ્ત થઇ ગયો ! એકદમ ખટખટ શબ્દ  કરતો થયો. ભાંગી જતો ન હતો. ઢળી પડતો ન હતો. એકદમ સીધોસટ તડકામાં ઊભો છું. મનમાં ણે મનમાં વિચારું છું કે મારાં દુઃખનો અંત આવશે. બરાબર એ વખતે કુંભાર ઉતાવળે આવ્યો અને મને ઊંચકી લીધો, ઘુમાવીને ચારે કોર ચકાસી લીધો.થયું કે મને જોઈ પ્રસન્ન થયો છે. પરંતુ મને લઈને તે ચાલવા માંડ્યો. કયાં ? તે તમે વિચારી પણ નહિ શકો. જોયું કે હળહળ કરતી આગની ભઠ્ઠી સળગે છે. મને તેમાં ફેંકી દીધો. કુંભારે તો મને આગમાં સળગાવ્યો છે. હવે તો અગ્નિદાહની વેદનાથી હું બેશુદ્ધ થઇ ગયો. ધક્ ધક્ કરતા અગ્નિમાં મારો સફેદ રંગ લાલ થઇ ગયો. હું પોતે પોતાને ઓળખી શક્યો નહિ. ત્યારબાદ કુંભારે મને ઠંડા પાણીમાં ડુબાડી દીધો. મારું તપ્ત અંગ શાંત થયું. ધીરે ધીરે એક નવીન શરીર લઈને હું પોતાને નવા સ્વરૂપમાં પામ્યો. વિચારવા લાગ્યો : આટલા દિવસો પછી મને કંઈક ધારણ કરવાની પાત્રતા મળી !  હવે પાણી, દૂધ, ઘી, દહીં કંઈ પણ રાખી શકશે – રહેશે. પડીને નષ્ટ નહિ થાય. એક પ્રકારની તૃપ્તિ થઇ-કઈ રીતે કહો ? મારો કાચો અહમ મરી ગયો અને પાકા અહમે જન્મ લીધો.

ત્યારબાદ  મને દુકાનમાં વેચવા રાખ્યો. મને આશા થઇ કે હવે હું કોઈના કામમાં આવીશ. પરંતુ કોઈ મને ખરીદવા જલ્દીથી આવ્યું નહિ. બધા જુએ – ચકાસે અને ચાલ્યા જાય. અંતે સાધુના એક શિષ્ય આવ્યા. તેણે મને ખરીદ્યો. જુઓ, આટલાં બધાં દુઃખ વેઠ્યા બાદ હું સાધુ સેવા માટે ઉપયુક્ત થયો.’

હવે તમે મને છોડીને ચાલ્યા જાઓ છો ? તમે શું મારા કરતાં ય વધારે દુઃખ વેઠ્યા છે કે જેથી આવો સાધુસંગ છોડીને ચાલ્યા જાઓ છો ?

રાજકુમારનું માથું શરમથી ઝૂકી ગયું. ગુરુનાં દ્વારે પાછો ફર્યો. સાથે કળશ ભરીને સ્વચ્છ જળ. ગુરુ પણ હવે સ્મિતપૂર્વક બોલ્યાં, આવો કુમાર, આજ હું તમને સાધનાનો પાઠ શીખવીશ.

ભાજી …(રચના)

ભાજી …(રચના)

ઢાળ- રાગ કાલિંગડા જેવો

ગિરધારી મ્હેર કરી તેં મોરારિ
દીન ગરીબ પર દયા દરશાવી, ભાવી ભાજી મારી…

નવલખ ધેનુ ગૌશાળા શોભાવે, મહી માખણ ના ભંડારી
માતા યશોદા થાળ ધારાવે, નિત નવનીત દે ભારી…

પુરી દ્વારિકા સોને મઢેલી, શોભા શિખર ની હીરલે જડેલી
વાયુ વાદળ વિંઝ્ણો ઢોળે, સેવા કરે તમારી…

દુર્યોધન નું દિલડું દુભાવ્યું, મોટપ મારી વધારી
છળ કપટ છોડી છોતરાં ચાવ્યા, સુલભા સ્નેહ સંભારી…

ભાવ થકી ભગવાન જે રિઝાવે, નેહ ન દેતો નિવારી
દીન “કેદાર” પર દયા દરશાવો, મૂખ માં રમજો મોરારી….

.

રચયિતા

કેદારસિંહજી મે જાડેજા

(ગાંધીધામ – કચ્છ)

www.kedarsinhjim.blogspot.com

.


.

ચતુર પુત્ર …

ચતુર પુત્ર …

નાનકડા એક ગામમાં રામદીન  નામે એક ખેડૂત તેની પત્ની, એક પુત્ર અને વૃદ્ધ પિતા સાથે રહેતો હતો.

એક સવારે રામદીન પોતાના વૃદ્ધ પિતાને ક્યાંક લઈને જઈ રહ્યો હતો. એ વખતે એનો પુત્ર બોલી ઊઠ્યો, ‘પિતાજી ! આપ દાદાજીને ક્યાં લઇ જઈ રહ્યા છો ?’

‘બેટા ! શહેરમાં  લઇ જઈ રહ્યો છું.’

‘હું પણ શહેરમાં આવીશ.’ પુત્ર જીદ કરવા લાગ્યો.

‘ના, બેટા ! તું અહિંયા જ રહે. તારી માં તને સારી-સારી વસ્તુઓ, મીઠાઈઓ ખવડાવશે.’

‘અંદર ચાલ. તારા પિતાજી ગઈકાલે તારા માટે મીઠાઈ લાવ્યા હતાં, એ ખવડાવીશ.’ એની માએ બાળકને લાલચ આપતાં કહ્યું.

બાળકની માએ તેણે ઘણી લાલચો આપી, પિતાએ ધમકાવ્યો છતાં છોકરો ન માણ્યો અને દોડીને બળદ ગાડીમાં બેઠેલા પોતાના દાદાજીના ખોળામાં બેસી ગયો.

રામદીને ગુસ્સે થતાં કહ્યું : ‘વિચિત્ર મુસીબત છે. હવે આણે પણ સાથે લઇ જવો પડશે.’

‘કંઈ નહીં હવે ! માનતો નથી તો લઇ જાવ. એ નાનો બાળક જ છે ને ! એણે કંઈ ખબર પડશે નહીં.’ રામદીનની પત્ની બોલી.

થોડે આગળ જતાં રામદીને પોતાની ગાડી એક એકાંત જંગલમાં રોકી અને પોતે ગાડીમાંથી નીચે ઉતારી ગયો અને કહ્યું : ‘તમે બંને જણા અહીં જ રહેજો. હું હમણાં આવું છું.’


આટલું કહ્યા પછી એ એક જગ્યાએ જઈ એક ખૂણામાં ખાડો ખોદવા લાગ્યો. થોડીવારમાં એનો પુત્ર પણ ત્યાં આવી પહોંચ્યો.

રામદીને પોતાના પુત્રને ધમકાવતા કહ્યું : ‘તું અહીંયા શા માટે આવ્યો ? જા તારા દાદાજી પાસે બેસ.’

‘બાપુ ! તમે અહીંયા શું કરી રહ્યા છો?’ છોકરાએ નિર્દોષતાપૂર્વક પૂછ્યું.

‘જમીન ખોદી  રહ્યો છું, દેખાતું  નથી ?’ રામદીને ચિડાઈને ઉત્તર આપ્યો.

‘બાપુ ! તમે શા માટે જમીન ખોદો છો ?’

‘જમીનમાં કાંઈ દાટ્યું છે ?’ છોકરાએ ફરી ભોળા ભાવે પૂછ્યું.

રામદીન વિચારવા લાગ્યો કે હવે આને સાચી વાત કરવી જ પડશે. પછી કહ્યું : ‘બેટા ! હું તારા દાદા માટે કબર ખોદી રહ્યો છું.

‘દાદાજી માટે ? પણ દાદાજી તો હજી જીવતા છે ?’ છોકરાએ ફરી નવાઈપૂર્વક કહ્યું.

‘હા, તારી વાત સાચી છે. પણ હવે તે એટલા ઘરડા થઇ ગયા છે કે હવે એ મારા માથે ભારરૂપ બની ગયા છે. હવે એ વધારે દિવસો સુધી જીવતાં નહીં રહે. માટે તારી માએ અને મેં નક્કી કર્યું છે કે તેમને અત્યારથી ખાડામાં દફનાવી દેવામાં ખોટું શું છે ?’

‘તમે આ ઘણું સારું કર્યું બાપુ કે મને આ વાત કરી દીધી.’

‘હા પણ મને પૂરો વિશ્વાસ છે કે મારો રાજુ આ વાત કોઈને નહિ કહે.’ રામદીને છોકરાને પટાવતા કહ્યું.

‘ના બાપુજી ! હું કોઈને વાત નહી કરું. પણ થોડીવાર માટે આ માટી ખોદવાનો પાવડો મને આપોને બાપુજી.’ છોકરા કહ્યું.

રામદીનને  પોતાના પુત્રની વાત સાંભળી નવાઈ લાગી, એમ છતાં પાવડો એના હાથમાં આપી દીધો અને એ શું કરવા માંગે છે એ જાણવા એની પાછળ-પાછળ ચાલવા લાગ્યો.

છોકરો થોડે દૂર ગયા પછી ખાડો ખોદવા લાગ્યો. રામદીનને નવાઈ લાગી એટલે પૂછ્યું : ‘બેટા ! આ તું શું કરી રહ્યો છે ?’

‘પિતાજી ! હું ખાડો ખોદી  રહ્યો છું.’

‘પણ તું શા માટે ખાડો ખોદે  છે ?’

‘પિતાજી ! તમને ખાડો ખોદતાં કેટલીવાર થઇ ગઈ. બિચારા દાદાજી ક્યારના બેસી રહ્યા છે. હું અત્યારથી જ ખાડો ખોદી રાખું તો તમે ઘરડા થાવ ત્યારે મારે તમને જ્યારે આ રીતે ખાડામાં દફનાવવા હોય ત્યારે મારે તમને આવી રીતે વધારે વાર બેસાડી રાખવા ના પડે એટલે અત્યારથી જ ખાડો ખોદી રાખું છું, જેથી તમને તરત જ દાટી શકાય.’

‘બેટા ! આ તું શું કહે છે, તેનું તને ભાન છે ?’

‘હા, પિતાજી ! દાદાજીએ તમને પાળી –પોષી – ઉછેરીને મોટા કર્યાં અને આજે ઘડપણમાં તમારે એને  સાચવવા જોઈએ, સહારો આપવો જોઈએ, તેના બદલે તમે એમને  બોજારૂપ ગણીને જીવતા દાટી રહ્યા છો, તો આવતી કાલે તમે પણ ઘરડા થશો ત્યારે મને પણ ભારરૂપ લાગશો, એટલે મારે પણ તમને જીવતા દાટવા પડશે. એટલે અત્યારથી જ ખાડો ખોદી રાખું છું, જેથી તમને અહીં લાવીને તરત જ દફનાવી શકું. આપણા પરિવારની આ પરંપરા હું બરાબર જાળવી રાખીશ.’

આ સાંભળી રામદીનની આંખ ખૂલી ગઈ. તેણે પોતાના વર્તન માટે અત્યંત પસ્તાવો થવા માંડ્યો. તેણે પોતાના પુત્રને બાથમાં લીધો અને પશ્ચાતાપનાં આંસું સારતો બોલ્યો :

‘પિતાજી ! તો હું પણ તમે ઘરડા થશો ત્યારે એવી જ રીતે તન-મનથી તમારી સેવા કરીશ.’ પુત્ર બોલ્યો.

એ પછી રામદીને પોતાના પિતાજીને ફરી ગાડીમાં બેસાડ્યા અને પુત્રને લઈને ગાડી ઘર તરફ વાળી. અને એના પિતાજી જીવ્યા ત્યાં સુધી ઘણા ખંતથી તેમની સેવા-ચાકરી કરી.

ઉપસંહાર : માતા-પિતાનો ગણ/ઉપકાર  જીવનમાં ક્યારેય ભૂલવો ન જોઈએ. તેનું કોઈ મૂલ્ય ચૂકવી શકાય નહિ. તેમનું  અમૂલ્ય રત્નની જેમ જતન કરવું જોઈએ.

બીજાના માટે ખાડો ખોદશો તો તમારા માટે ખાઈ તૈયાર થયેલી મળશે.

શૂરવીરને તું જોઈને પ્રાણી …(ભજન)

શૂરવીરને તું જોઈને પ્રાણી  …(ભજન)


.
સ્વર : શ્રી નારાયણ સ્વામી …
.

શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં … (૨)

.
સીધે મારગડે જો કોઈ ચાલે
સીધે મારગડે …. હે…
સીધે મારગડે જો કોઈ ચાલે
એને મારગ અવળો બતાવીશમાં
પરાયાનું સારૂં જોઈને
દિલડું તારું દુભાવીશમાં
પરાયાનું સારૂં જોઈને
દિલડું તારું દુભાવિશમાં

.
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં …

.
સુગંધની તને ખબર ન હોય તો  …
સુગંધની તને ખબર ન હોય તો
ફૂલડાને તું તોડીશમાં
પાણી ન પાતો ચાલશે,
પણ, ઊગતા છોડ ઉખેડીશમાં …(૨)

.
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં …

.
દાન ન દેતો, દયા રાખજે
દાન ન દેતો, દયા રાખજે
બોલીને કોઈનું બગાડીશમાં
સમજ્યા વિનાની વાતો કરીને
મૂરખમાં નામ નોંધાવીશમાં … (૨)

.
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં …

.
હરિ ભજનમાં જઈને પ્રાણી
હરિના ભજનમાં જઈને પ્રાણી …
ઘરની વાતો ઉખેડીશમાં
શબ્દ સમજ્યા વિન તાલને ટેકે …
માથું તારું ધુણાવીશમાં
શબ્દ સમજ્યા વિના તાલને ટેકે …
માથું તારું ધુણાવીશમાં
.
શૂરવીરને તું જોઈને પ્રાણી
શૂરવીરને તું …
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં  …

.
નાથ ક્રીપાથી નાવ મળ્યું છે
પ્રભુની કૃપાથી નાવ મળ્યું એને
ઊંઘમાં ઊંધું વાળીશમાં
કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે
અવસર એળે ગુમાવીશમાં
કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે
અવસર એળે ગુમાવીશમાં

.
શૂરવીરને તું જોઈને પ્રાણી
જોઈને પ્રાણી …
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં …
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં …

.

ક્રિમી પાસ્તા …

ક્રિમી પાસ્તા …

પાસ્તા, નૂડલ્સ વગેરે આપણા દેશનું મૂળ ખાવાનું / વ્યંજન નથી. કોઈપણ ખાવાનું સરહદ પારથી અન્ય દેશમાં જાય છે ત્યારે તેના સ્વાદનું મૂળભૂત સ્વરૂપ જળવાતું નથી. દરેક પોતાના સ્વાદ અનુસાર ફેરફાર કરતાં હોય છે. જેમાં પાસ્તા પણ અપવાદરૂપ નથી. વ્હાઈટ સોસ અને ટામેટા સોસને બદલે ક્રીમમાં બનાવેલા પાસ્તા, ઇટાલિયન પાસ્તા ને બદલે વધુ પસંદ આવશે. તમે પણ બનાવીને જુઓ.

 

સામગ્રી :

૨૦૦ ગ્રામ પાસ્તા (૨-કપ)
૧ કપ કોબીચ (બારીક સમારી લેવી)
૧ કપ ગાજર અને કેપ્સિકમ (શિમલા મિર્ચ) (બારીક સમારવા)
૧/૨ કપ તાજા લીલાં વટાણા
૨ ટે.સ્પૂન માખણ
૧૦૦ ગ્રામ ક્રીમ (૧/૨ કપ)
૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)
૧ ટૂકડો આદુ (૧ ઈંચ લંબાઈનો) (છીણી લેવું)
૧/૪ ચમચી કાળા મરી (થોડા ઓછા ચાલશે)
૧ નાનું લીંબુ
૧ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારવી)


રીત :

પાસ્તાને પેકેટમાંથી બહાર કાઢી લેવા.

એક વાસણમાં એટલું પાણી લઈને રાખો કે જેમાં પાસ્તા સારી રીતે ઉકાળી / બાફી શકાઈ. (લગભગ પાસ્તાથી ત્રણ (૩) ગણું ) પાણીમાં ૧/૨ ચમચી મીઠું અને ૧-૨ ચમચી તેલ નાંખવું. પાણીમાં ઉફાળો આવ્યા બાદ, પાસ્તાને પાણીમાં નાંખવા અને પાકવા દેવા. થોડા સમય બાદ, ચમચાની મદદથી પાસ્તા હલાવતાં રહેવા. પાસ્તામાં ફરી ઉફાળો આવે, ત્યારે તાપ ધીમો કરી દેવો. લગભગ ૧૫-૨૦ મિનિટમાં પાસ્તા પાકી જશે. પાસ્તાને હાથથી દબાવીને જોઈ લેવા કે તે નરમ થઇ ગયા છે?

પાસ્તાને પાકવા દઈએ તે દરમ્યાન બધા જ શાક બારીક સમારીને તૈયાર રાખવા.


પાણીમાં ઉકાળેલા પાસ્તાને ચારણીમાં કાઢી અને તેની ઉપર ઠંડું પાણી રેડવું, કારણ તેનાથી તેમાં રહેલી ચિકાસ નીકળી જશે.

એક કડાઈમાં માખણ લેવું અને તેણે ગરમ કરવું. આદુ અને બધાજ શાક સમારેલા તેમાં નાખો. શાકને ચમચાની મદદથી હલાવી બે (૨) મિનિટ સુધી પાકવા દેવું. શાક થોડું પાકે (નરમ થાય) કે તેમાં ક્રીમ, મીઠું અને કાળા મરી સારી રીતે મિક્સ કરવું અને ચમચાની મદદથી ૧-૨ મિનિટ પાકવા દેવું.

બસ, હવે પાસ્તાને નાંખી સારી રીતે ચમચાથી હલાવી મિક્સ કરી ૧-૨ મિનિટ પાકવા દેવા. ગેસ બંધ કરી દેવો. પાસ્તામાં લીંબુનો રસ અને લીલી સમારેલી કોથમીર નાંખી અને મિક્સ કરી દેવું.

સ્વાદિષ્ટ – મઝેદાર ક્રિમી પાસ્તા તૈયાર છે.

ગરમા ગરમ પાસ્તા પીરસો અને ખાઓ. ક્રિમી પાસ્તા તમને પસંદ આવ્યા કે નહિ તે જરૂરથી જણાવજો.

 

બ્લોગ લીંક: http://das.desais.net