હાલરડું – “કાકુ”

હાલરડું -“કાકુ”

‘માધવ’ તારી પતંગ જેમ, ઝાડમાં બરાબર ફસાયો સુરજ

ડાળીએ ડાળીએ જુલે જાણે દાદીના હાથમાં જુલે ‘માધવ’

સૂરજ ગબડ્યો ડુંગર પાછળ, જાણે સોનું બધુંય સરકી ગયું

દાદીના હાથમાંથી છટકી,’ માધવ’ ચડ્યો અગાશી ઉપર

ધીરેથી ચાંદાને કહ્યું, સૂરજ ગયો, આવીજા તું ઉપર

પાછળથી દાદાજીએ સાંભળી વાત છાની છાની

જકડી બાહોમાં ‘માધવ’ને ને લીધી એક ચુમ્મી

અગાશીમાં હાલરડું ગાઈ હવા ધીમી ધીમી

‘માધવ’ને નીંદર આવે મીઠી મીઠી…

રચિયતા : ‘કાકુ’

સાભાર : – http:kaku.desais.net (સ્વરચિત કવિતાનો બ્લોગ)

“સખી સાંભળ વાતલડી”…(રચના)

“સખી સાંભળ વાતલડી”…“હરિ તારા છે હજાર નામ” ની જેમ મારા કૃષ્ણ કનૈયાના પણ અસંખ્ય નામો છે પણ આ નામ મને માત્ર નામ લેવાની ઇચ્છાએ નથી લેવા મારે તો કૃષ્ણના પ્રત્યેક નામોની સાથે પ્રત્યક્ષ રૂપે કે અપ્રત્યક્ષ રૂપે જોડાવું પણ છે અને આપને જોડવા પણ છે.


રાગ-આવ્યાં શ્રી યમુનાજીના નોતરા ને

“સખી સાંભળ વાતલડી”

૧)આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-આજે યશોદા બની ને “યદુનાથજી” ને વ્હાલ કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-ગોપી બની ને “ગોવર્ધનજી” માટે સામગ્રી સિધ્ધ કરવા મન થાય

સખી સાંભળ વાતલડી

-દહિંથરૂ બની ને “દેવદમનજી” ને પુષ્ટ કરાવવાનું મન થાય

સખી સાંભળ વાતલડી

-માખણ બની ને “માખણચોર” ના હોંઠ ને સ્પર્શવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

.

૨)આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-આજે ગોપ બની ને “ગોપાલ” સાથે મને ગોઠડી કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-આજે ગાય બનીને “ગોવિંદ” સાથે મને વનમાં જવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-મર્કટ બનીને “મોહન” સાથે મને ખૂબ કૂદવાંનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-ગિરિરાજ શીલા બની “શ્યામસુંદર” ની ગાદી બનવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

.

૩)આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-આજે નિકુંજ બની ને “નિકુંજનાયક” માટે ફૂલડા બનવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-કમળકળી બની “કેશવરાયજી”ના હાર માં ગુંથ્થાવા નું મન થાય

સખી સાંભળ વાતલડી

-વ્રજલત્તા બની “વનમાળીજી” સાથે ઝૂલા ઝૂલવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

.

-નવલપોયણી બની “નવલકિશોર” સાથે નૌકાવિહાર કરવા મન થાય

સખી સાંભળ વાતલડી

.

૪)આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

આજે મધુસુદન બની “મધુસુદનજી” ના ગુણલા ગાવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-મુરલી બનીને “મુરલીધર”ના અધરો ઉપર બેસવા મન થાય

સખી સાંભળ વાતલડી

-મોર બનીને “માધવ” સાથે મને “રાધાજી” ને રીઝવવાનું મન થાય

સખી સાંભળ વાતલડી

-રાધા બનીને “રાધારમણજી” સાથે રાસે રમવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

આજે નંદ બનીને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

પૂર્વી મલકાણ મોદી

દો દીન કે મિજબાન…(ભજન)

દો દીન કે મિજબાન…(ભજન)

.

સ્વર: શ્રીનારાયણ સ્વામી..

.

 

.

.

સાખી :

જાના હૈ રહેના નહિ

મરના વિશો વીશ

દો દીન દુનિયા કે લીએ

તુમ મત ભૂલો જગદીશ

.

દો દીન કે મિજબાન

બિગાડું કિનસે …

દો દીન કે મિજબાન…

.

બિગાડું કિનસે

બિગાડું કિનસે …

દો દીન કે મિજબાન …

.

અબ તુમ સોવત સૈજ પલંગ પર

કબ તુમ જાઓગે મશાન

કબ તુમ જાઓગે મશાન …

.

માત-પિતા, સુત, નારી છોડ કે

આખિર હોત હૈ રામ

દો દીન કે મિજબાન …

આખિર હોત હૈ રામ

અબ તુમ દો દીન કે મિજબાન

.

દો દીન કે મિજબાન

બિગાડું કિન સે ...

હૈ દો દીન કે મિજબાન

અબ તો દો દીન કે મિજબાન…

.

રાજ ભી ચલ ગયે

પ્રધાન ભી ચલ ગયે

કુંભકરણ બલવાન

કિટ પતંગ ઔર બ્રહ્મા ભી ચલ ગયે

કોઈ ના રહે બો અવસાન

બિગાડું કિન સે…

દો દીન કે મિજબાન …

કોઈ ના રહે અવસાન

બિગાડું કિન સે…

દો દીન કે મિજબાન …

.

બાઈ મીરાં કહે ગિરધરના ગુણ

બાઈ મીરાં કહે પ્રભુ…

ગિરધરના ગુણ

ધરલે તું રામ કો ધ્યાન

બિગાડું કિન સે

દો દીન કે મિજબાન …

અબ તો દો દીન કે મિજબાન

.

અબ તો દો દીન કે મિજબાન

અબ તો દો દીન કે મિજબાન..

‘વેજીટેબલ નૂડલ સૂપ ..’

‘વેજીટેબલ નૂડલ સૂપ ..’

નૂડલ ની ઘણી જ રેસિપી બનાવી શકાય છે. આજે સાંજના ભોજન પહેલાં વેજીટેબલ નૂડલ સૂપ બનાવીએ અને સાજનું ભોજન વધુ મજેદાર બનાવીએ.


સામગ્રી :

૨ નંગ ટામેટા (મિડિયમ કદના )

૧ નંગ ગાજર (મિડિયમ કદનું )

૧ નંગ કેપ્સિકમ (મિડિયમ કદનું) (સીમલા મિર્ચ)

૧/૨ કપ લીલાં વટાણા

૫૦-૬૦ ગ્રામ નૂડલ

૨- ટે.સ્પૂન માખણ

૨ નંગ લીલાં મરચાં (બારીક સમારેલા)

૧ નંગ આદુ (૧ ઈંચ નો ટૂકડો) (છીણી લેવું)

મીઠું સ્વાદાનુસાર

૧/૨ નાની ચમચી કાળા મરી

૧/૨ નાની ચમચી સફેદ મરચાનો પાઉડર

૧/૨ લીંબુનો રસ (અડધા લીંબુ)

૧ ટે.સ્પૂન લીલી કોથમીર બારીક સમારેલી

 

રીત :

ટામેટા અને ગાજરને પાણીથી ધોઈ – સાફ કરીને બારીક સમારી લેવા.

કેપ્સિકમ સીમલામિર્ચ માંથી બી કાઢી અને બારીક સમારી લેવા.

એક મોટા વાસણમાં માખણ નાંખી અને ગરમ કરવું.

તેમાં લીલાં મરચા, આદુ નાખવું અને ચમચાની મદદથી હલાવતાં રહી ૧ મિનિટ સાંતળવું.

લીલા વટાણા નાંખી અને ૨ મિનિટ સાંતળવા.

હવે ટામેટા, ગાજર અને કેપ્સિકમ (સિમલામિર્ચ) નાંખી અને ૩-૪ મિનિટ સાંતળવા.

બધાજ શાકને સાંતળી લીધા બાદ,

તેમાં ૭૦૦ ગ્રામ (લગભગ પોણા લિટરથી થોડું ઓછું) પાણી નાંખવું.

ઉફાળો આવ્યા બાદ, તેમાં નૂડલ નાંખવા અને ફરીથી ઉફાળો આવે કે તૂરત તાપ ધીમો કરી અને ૪-૫ મિનિટ સીધી તેને પાકવા દેવું. વચ્ચે વચ્ચે ચમચાથી હલાવતાં રેહવું.

મીઠું, સફેદ મરચા નો પાઉડર અને મરી નાંખી અને ધીમા તાપે ૧ -૨ મિનિટ સુધી પાકવા દેવું.

ત્યારબાદ, ગેસ બંધ કરી દેવો.

લીંબુનો રસ નાંખવો. બસ, વેજીટેબલ નૂડલ સૂપ તૈયાર થઇ ગયો છે.

સૂપબાઉલમાં ગરમા ગરમ સૂપ માખણ અને લીલી કોથમીર નાંખી અને પીરસવો અને પીઓ.

 

૪ વ્યક્તિ માટે

સમય ૩૦ મિનિટ

 

 

બ્લોગ લીંક: http://das.desais.net

ધર્મ અને ધર્મનીતિ…(૨)

ધર્મ અને ધર્મનીતિ…(૨)

ધર્મ પછી ધર્મનીતિ – નૈતિકતા. ‘ની’ + ‘કિત’ =નીતિ. ‘ની’ એટલે લઇ જવું. જેને આગળ લઇ જવો એણે નીતિ કહેવાય. ક્યા પથે લઇ જાય છે ધર્મપથે અને ત્યાગસંયમના પથે.

ધર્મ અને ધર્મનીતિને આપણે ભિન્ન ગણીએ છીએ, પરંતુ એ ભૂલ છે. વસ્તુત: એ બંને એક જ છે. નીતિ તો ધર્મની વ્યવહારિક દિશા છે. અને એ સમષ્ટિ પ્રત્યેનું વ્યષ્ટિનું સ્વાર્થસંકોચન અર્થાત્ સંયમસાધના.

નીતિ આવા વિધિનિષેધ આપે છે: સત્યવચન બોલવું, ચોરી ન કરવી, ક્ષમા આપવી, હત્યા કે હિંસા ન કરો, દયાળુ બનવું, પરસ્ત્રીથી દૂર રહેવું, ઇત્યાદિ. જગતમાં જો એક જ માણસ હોત તો આ બધા વિધિનિષેધોની જરૂર ન રહેત. આપણા સિવાય આ જગતમાં બીજાં લોકો પણ છે. ટૂંકમાં કહીએ તો સમષ્ટિ છે, સમાજ છે, જીવજગત છે એટલે જે આ વિધિનિષેધોની જરૂર છે. માત્ર ‘એમ’ અને ‘અમારું’ ન ચાલે.

પાડોશીઓ છે, સમાજ છે, દેશ છે – આ સમજણને લીધે જ પ્રત્યેક વ્યક્તિને પોતાનો અધિકાર છે, એક પ્રત્યે બીજાનું કર્તવ્ય પણ છે. એટલે જ સ્વાધિકાર અને કર્તવ્ય એ ભાવનો ઉદ્ભવ થયો છે. આ બંને સ્વતંત્ર નથી પણ સાપેક્ષ છે. સ્વાધિકાર હોય તો કર્તવ્ય હોવાનું જ, કર્તવ્ય હોય તો સ્વાધિકાર પણ રહેવાનો. આ સ્વાધિકાર અને કર્તવ્યનો નિર્ણય નીતિશાસ્ત્રનો નિયમ છે.

કાયદો અને ન્યાયનું શાસ્ત્ર પણ ધર્મનીતિ પર પ્રતિષ્ઠિત થયું છે. ધર્મનીતિના વ્યવહારિક ઉપયોગને કાયદો કહે છે. કાયદાનો નિયમ એ છે કે સમાજમાં દરેક વ્યક્તિને પોતપોતાનો અધિકાર છે, એટલે તમે ૧૦૦% સ્વાર્થભાવથી રહી ન શકો. બીજાના અધિકારને આપણે ધ્યાનમાં લેવો જ જોઈએ. એટલે જ કાયદાની વ્યવસ્થામાં પણ ત્યાગ-સંયમ આવી જાય છે.

માનવ સભ્યતાના ઇતિહાસમાં પ્રથમ ધર્મ જોવા મળે છે, પછી ધર્મનીતિ જોવા મળે છે, પછી કાયદો. સમાજનાં વિસ્તાર અને આવશ્યકતા પ્રમાણે ક્રમશ: આ બધાનું સર્જન થયું છે. ઉદાહરણ સાથે આ વાતને હું વધારે સ્પષ્ટ કરું છું.

માનવ સભ્યતાનો પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે. એ સમયે માનવનાં મનમાં ધર્મભાવ સૌ પ્રથમ ઉદ્ ભવ્યો હતો અને મૂર્ત થયો હતો. પરંતુ એ વખતે સમાજ્ધારણા સ્પષ્ટ ન હતી એટલે ધર્મનીતિનું અનુશાસન વધારે પ્રમાણમાં ન હતું. ઋગ્વેદનો મહ્દભાગમાં વૈદિક દેવતાગણનાં સ્ત્વસ્તુતિ જ વધારે છે. અહિંસા, સત્યનિષ્ઠાનો ઉલ્લેખ એમાં પણ છે. વૈદિકકાળ પછીનાં ૧૦૦૦ વર્ષ પછી નીતિશાસ્ત્રની રચના થઇ. ત્યારે માનવસમાજ સવિસ્તર અને સુવિસ્તૃત હતો. આર્યસમાજમાં ચાતુર્વર્ણ સ્થાપિત થઇ ગયા હતા. એટલે માનવનાં કર્તવ્ય અને અકર્તવ્યનો નિર્દેશ કરનાર નીતિશાસ્ત્રનું પ્રયોજન ઘણું વધી ગયું. મનુ, યાજ્ઞવલ્ક્ય, બૃહસ્પતિ, શુક્રાચાર્ય, વગેરે સમાજ વ્યવસ્થાપક ઋષિઓ આ કામમાં લાગી ગયા. ઘણાં નીતિશાસ્ત્રો રચાયાં. આ બધાં નીતિશાત્રોમાં એક વાત તો સુંદર સ્પષ્ટ રીતે નજરે પડે છે- ઋષિઓએ પ્રથમ તો ધર્મ શું છે એની વિષદ ચર્ચા કરી, ત્યાર પછી વિધિનિષેધમૂલક ધર્મનીતિની સંરચના કરી. આનાથી એટલું તો સ્પષ્ટ થાય છે કે નીતિનું મૂળ ધર્મ જ છે.

ભારતીય સભ્યતા ક્રમશ: દેશદેશાંતરમાં પ્રસરતી ગઈ. ભારતની બહાર ગ્રીસ અને રોમમાં આ ધર્મનીતિએ પ્રવેશ કર્યો. નવભાવે ઉદ્ બુદ્ધ થઈને ગ્રીસે પોતાનું મન માંડ્યું દાર્શનિક તત્વ વિચારમાં અને રોમે પોતાનું મન લગાડ્યું નીતિનિયમ કે કાયદામાં. રોમને જગતનાં પ્રથમ કાયદાદાતા કહે છે. એનો અર્થ એ છે કે કાયદા શાસ્ત્રને આજનું સ્વતંત્ર રૂપ રોમે જ આપ્યું છે. પરંતુ રોમન કાયદાઓના મૂળતત્વની આધારશિલા ભારતીય ઋષિઓના ધર્મશાસ્ત્ર પર રચાઈ હતી. ભારતીય ઋષિઓએ નીતિનિયમ કે કાયદાની વાત ધર્મનીતિના ભંગ રૂપે કરી છે, બીજાં કોઈ પૃથકભાવે નહિ. વસ્તુત: ધર્મ, ધર્મનીતિ અને કાયદા ભલે પૃથક હોય પણ એ ત્રણેય એક સૂરે અને એકતારે બંધાયેલાં છે. કાયદા નીતિ પર અને નીતિ ધર્મ પર આધારિત છે. ભિન્ન ભિન્ન ધર્મમતો મૂળત: એક જ છે, નીતિ એક છે અને કાયદા પણ એક સરખા છે. અંતિમ ધ્યેય તો છે ત્યાગ અને સંયમ.

આજકાલ એવા તરંગો ઊઠે છે કે ધર્મકર્મ, નીતિ વગેરે એક કોરાણે મૂકી દો; નહિ તો દેશનું કામકાજ નહિ થાય. અને કેટલાકતો ઉપહાસપૂર્વક કહે છે – ત્યાગ સંયમની સાધના કરતાં કરતાં તો કપડાં તો ઊંચે સુધી આવી ગયાં ! હવે એ વસ્ત્રવિહીન બનવાનું બાકી છે. એ વિશે એકાદ – બે વાત કરી ને આ લેખ પૂરો કરીશ.

જે લોકોએ આવી ઉક્તિ ઉચ્ચારી છે. એમણે કદાચ ધર્મ અને નીતિનું મૂળ રૂપ શું છે, એનું જ્ઞાન નથી. ત્યાગ અને સંયમ ધર્મ અને નીતિનો મૂળ મંત્ર છે. પરંતુ એનો અર્થ એ નથી કે દેશ અને સમાજ સાથેના બધા સંબંધો તોડીફોડીને એકલા તપશ્ચર્યા કરીને સમગ્ર જીવણ વિતાવી દેવું. શ્રુતિ સ્પષ્ટ શબ્દોમાં શું કહે છે તે સાંભળો – ‘અન્નં બહુ કુર્વીત, તદ્-વ્રતં … ન કંચન વસ્તૌ પ્રત્યાચક્ષિત તદ્-વ્રતં તસ્માત્ જયાકયા ચ વિધયા બહ્ વન્નં પ્રાપ્નુયાત’ (તૈતરીય ઉપનિષદ, ૯.૧૦) અર્થાત્ અન્નની જ્યાં વધારે પ્રમાણમાં પ્રાપ્તિ થાય ત્યાં પ્રયત્ન કરવો. બ્રહ્મવિદગણનું આ જ વ્રત છે. આ વ્રત શા માટે? એના ઉત્તરમાં શ્રુતિ કહે છે: ‘રહેવા માટે કોઈ વ્યક્તિ આવે તેણે પાછો ન વાળવો એ બ્રહ્મવિદ્ કોઈ વ્યક્તિને વસવા માટે સ્થાન આપે તો આહાર માટે અન્ન પણ આપે છે. એટલે જ ગમે તેમ કરીને વધુ ને વધુ અન્ન મેળવવું-જાળવવું.’ કેવો સુંદરમજાનો પ્રાચીન યુગનો આ સામાજિક આદર્શ ! અહીં છે સમાજસેવાની વાત, નહિ કે સમાજ્ત્યાગની !

જે લોકો પોતાની મુક્તિની કામના કર છે એ લોકો બહિર્જગતના બધા સંબંધોનો ત્યાગ કરીને નિર્જન વનમાં પરમાત્મ તત્વનાં ચિંતનમનનમાં લીન રહે છે, અ વાત સાચી છે. પરંતુ અધ્યાત્મ સાધનાની આ એક બાજુ થઇ. એ સિવાય એક બીજી બાજુ પણ છે. એનો નિર્દેશ ભગવાન શ્રીકૃષ્ણે ભૂતકાળમાં પોતે જ કર્યો છે. અને વર્તમાન કાળમાં પ્રવર સંન્યાસી સ્વામી વિવેકાનંદે પોતાના જીવનમાં આ પથનું નિર્દેશન કર્યું છે. એ પથ છે ‘આત્માનો મોક્ષાર્થે જગત્ હિતાય ચ- પોતાની મુક્તિ અને જગતનું કલ્યાણ’ શ્રુતિ વચનની આ વિષદ વ્યાખ્યા છે. સ્વામી વિવેકાનંદ તો ત્યાગ અને સંયમની પ્રતિમૂર્તિ હતા. સાથે ને સાથે વર્તમાન ભારતનાં નવજાગરણના અગ્રદૂત પણ હતા.

ત્યાગ-સંયમની સાધના કરવાનું શીખવાથી ‘હું’ અને ‘મારા’ ની લોખંડી સાંકળ ન તૂટે ત્યાં સુધી પોતાનાં સુખશાંતિની વાત ભૂલીને બીજાના મંગલ ભાવિને કેળવવાનું આપણે શીખી ન શકીએ અને ત્યાં સુધી મારા દ્વારા સમાજ સેવા કે દેશ સેવા એ બધું કેવી રીતે થઇ શકે? આ જ મૂળવાત. એટલે જો કોઈ ખરેખર સમાજ સેવા કે દેશસેવા કરવા ઇચ્છતા હોય તો તેમનું સર્વપ્રથમ કર્તવ્ય છે-ત્યાગ અને સંયમને કેળવવા. કેટલાક વળી કહે છે કે ત્યાગ-સંયમની કેળવણી માટે ધર્મનીતિની આવશ્યકતા નથી. પણ આ મોટી ભૂલ છે. ધર્મનીતિને છોડીને ત્યાગ-સંયમની સાધના સુદ્રઢ ન જ બની શકે. એકાએક આવતી ઉત્તેજનામાં બે-ચાર દહાડા ત્યાગી અને સંયમી બની શકાય પણ મરકત વૈરાગીની જેમ મનનો આ ભાવ ઝાઝો તાકાતો નથી, સાચી ત્યાગ – નિષ્ઠા જન્મતી નથી.

આજે સ્વામી વિવેકાનંદ જેવા કેટલાક ત્યાગી-સંયમનિષ્ઠ મહાપુરુષો હોત તો આ હતભાગી ભારતભૂમિ ઘણી ઘણી આગળ વધી શકી હોત. ઘણા માણસોની માન્યતા એ છે કે ધર્મનીતિના પથે ચાલીને જ ભારત શૌર્ય અને વીર્યહીન તેમજ ચિર પરાધીન બન્યો. પ્રાગૈતિહાસિક યુગમાં યુગાવતાર શ્રીરામચંદ્ર અને શ્રીકૃષ્ણ ધર્મની પ્રતિમૂર્તિ બનવા છતાં પણ રામ-રાવણનું યુદ્ધ થયું અને મહાભારતનો ભીષણ સંગ્રામ થયો. એ બંનેમાં ક્રમશ: રામ અને કૃષ્ણ નાયક બન્યા હતા. આ કેવું તેજ ! આ કેવું વીર્ય ! આ કેવું બુદ્ધિચાતુર્ય ! મહર્ષિ જનક ત્યાગસંયમના મહાન આધાર હોવા છતાં પણ કાર્યદક્ષતા સાથે રાજ્યનું સંચાલન પણ કરતા હતા.

ઐતિહાસિક કાળમાં આવાં ઉદાહરણોનો અભાવ નથી. અશોક, ચાણક્ય, મહારાણા પ્રતાપ, શિવાજી, વગેરે આજે પણ ભારતની ભૂમિ પર દ્રઢ અને અચલ બનીને ઊભા છે. તેઓ એ વાતની સાક્ષી પૂરે છે કે ધર્મનીતિ સંમત ત્યાગસંયમની સાધના કરીને કેટલા વિપુલ પ્રમાણમાં શૌર્ય અને વીર્યની પ્રાપ્તિ કરી શકાય છે !

ભારતની પરાધીનતાનું કારણ ઇતિહાસમાં બીજાં રૂપે પણ વર્ણવામાં આવ્યું છે. હિંદુ રાજાઓ ધર્મનીતિ મૂલક ત્યાગ-સંયમ ત્યજીને ‘હુપણા’ ના ગર્વમાં ડૂબી ગયા અને ‘સ્વ-સ્વપ્રધાન’ બની ગ્યા તેમજ સામાન્ય ક્ષુદ્ર સ્વાર્થ સાથે પરસ્પર કલહ અને વિવાદમાં મગ્ન રહ્યા; એટલે કે એ લોકોમાં સંઘશક્તિનો લોપ થયો ત્યારે જ બહારના શત્રુઓ ભારતમાં પ્રવેશ્યા અને આ દેશ પર એકાધિકાર સ્થાપ્યો. ઇસ્લામ રાજ્યના પતનનું કારણ પણ આ જ છે. કેવળ ભારત જ શા માટે ? અતિવિશાળ ગ્રીસ અને રોમનાં સામ્રાજ્યો ગંજીફાનાં પાનાંના ઘરની જેમ ભાંગી પડ્યાં. એનું કારણ એ છે કે એ લોકોએ પણ ત્યાગ-સંયમનો પથ છોડીને ભોગવિલાસના સ્ત્રોતમાં પોતાને જાતને ડૂબાડી દીધી.

જગતનાં ઇતિહાસમાં એવું એકેય ઉદાહરણ નથી કે કોઈ પણ દેશ કેવળ માત્ર ધર્મ અને નીતિનું યથાર્થ અનુશીલન કરીને વિદેશીઓના હાથમાં આવી પડ્યો હોય. સંકુચિત ધર્મનાં લોકો કેવી વિચિત્ર રીતે ધ્વંશલીલાનું પ્રદર્શન કરે છે, આ બધું તો આપણી આંખ સામે જ થાય છે. બાળકો. વૃદ્ધો, નારીઓ, માંદલા કોઇનેય છોડતા નથી. નિર્દોષ લોકોની વિના કારણે નિર્મમ હત્યાઓ થાય છે. આ બધું શા માટે ? માત્ર ને માત્ર ખોટી આત્મતૃપ્તિનું અનુસરણ કરવાથી જ આ સ્થિતિનું નિર્માણ થયું છે. કોણ કહે છે કે આ શતાબ્દિ સભ્યતાનો યુગ છે ? રાક્ષસી ભોગલાલસાની પ્રતિમૂર્તિ બનીને, ભોગલાલસાની અનેક જ્વલંત જિહવાઓ લઈને એણે મહાદેશના વક્ષ:સ્થળ પર તાંડવ નૃત્યનો આરંભ કર્યો છે. કોણ જાણે એનો અંત ક્યારે આવશે?

એટલે જ કહું છું કે નવભારત આ દશ્ય જોઈને આજે અને અત્યારે જ સાવધાન થઇ જાય એ હિતાવહ છે. ઇચ્છૃંખલ વૃતિ છોડો; પોતાના ધર્મનીતિ સંમત ત્યાગ-સંયમની સાધના કરો; સાચી દેશહિતવૃતિવાળા બની જાઓ; ભૌતિકવાદી પાશ્ચત્યના આ અમંગલ હત્ભાગ્યને આ દેશમાં વિના કારણે નોતરો નહિ.

.

સ્વામી વિવેકાનંદે એક સુંદર ઉદાહરણ આપણી મનોવૃત્તિ માટે આપેલ…

શ્રી રામકૃષ્ણની સમક્ષ એક ઓછી બુદ્ધિવાળો જુવાન હંમેશાં હિંદુશાસ્ત્રો ઉપર દોષારોપણ કર્યાં કરતો. એક દહાડો તેણે ભગવદ્ ગીતાની પ્રશંસા કરી. તુરત શ્રી રામકૃષ્ણે કહ્યું: ‘મને લાગે છે કે કોઈક યુરોપિયન પંડિતે ગીતાની પ્રશંશા કરી હશે; માટે જ આ ભાઈ પણ તેનું અનુકરણ કરે છે.’

હે ભારત ! અહીં જ તારે માટે મહાન ભય છે. પશ્ચિમનું અનુકરણ કરવાની મોહિનીએ તારા ઉપર એવી ભૂરકી નાખી છે કે સારું શું અને ખરાબ શું તે હવે તર્ક્બુદ્ધિથી, ન્યાયબુદ્ધિથી, વિવેકથી કે શાસ્ત્રના આધારથી નક્કી કરાતું નથી. જે વિચારો કે રીતરિવાજો ગોરાઓ વખાણે કે તેમને ગમે તે બધા સારા; જે કાંઈ તેમને ન ગમે કે જેને તેઓ વખોડે તે બધું ખરાબ ! ખરેખર, અફસોસની વાત છે, આના સિવાય મૂર્ખાઈનું વધુ સ્પષ્ટ પ્રમાણ બીજું કયું હોઈ શકે?

-સ્વામી વિવેકાનંદ

ધર્મ અને ધર્મનીતિ …(૧)

ધર્મ અને ધર્મનીતિ …

તારીખ. ૨૮.૮.૨૦૧૦ ના એક પોસ્ટમાં આપણે ધર્મ એટલે શું?… એ વિશે સ્વામી વિવીકાનંદજી ના વિચારો ને જાણ્યા….આજે આપણે ધર્મ અને ધર્મનીતિ વિશે બે અલગ અલગ પોસ્ટમાં જાણવા કોશિશ કરીશું. આજે જોઈએ ધર્મ એટલે શું….?

ધૃ + મ=ધર્મ. ધૃ એટલે ધારણ કરવું. જે રીતે માનવ પોતાને ધારણ કરી રાખે તે ધર્મ. ક્યા પરિબળોથી માનવ પોતાને પકડી ભોગલાલસાની પરિતૃપ્તિ માણસને પકડી રાખે છે. સમગ્ર સૃષ્ટિમાં ‘હું-હું’ અને ‘મારું-મારું’ ની પાછળ સૌ કોઈ દોટ મૂકી રહ્યું છે. જાણે કે ભોગલાલસાની તૃપ્તિ એ જ એમનો મૂળ સ્ત્રોત છે. આવી ખોટી ધૂન લાગી છે નાના જંતુથી માંડીને માનવ સુધી બધાને. આવી ભોગલાલસા માટેની અસંતોષ વૃતિ પાછળ જેટલું દોડીએ એટલી જ એ અધૂરી રહે છે. માનવીની દોડ સાથે એ વધતી જ જાય છે. અંતે જીવ તો એ જ ભોગલાલસાના અસંતોષની પાછળ મૂકેલી દોટના પ્રવાહમાં ડૂબી જાય છે. પણ એને પોતાના જીવનના મૂળ હેતુનું અનુસંધાન ક્યાંય સાંપડતું નથી. આ જ છે સૃષ્ટિનું રહસ્ય. એ છે જન્મમૃત્યુનો વ્યાપાર.

માણસ આ સૃષ્ટિમાં શ્રેષ્ટ જીવ છે. જ્ઞાનના પ્રથમ પ્રભાતે તે આ રહસ્યને જાણી ગયો. તે એ પણ સમજે છે કે આ સતત વહેતા ભોગલાલસાના પ્રવાહથી પોતાની જાતને સંભાળી ન શકે તો એને એનો મૂળ સાચો આનંદ અને શાંતિ પણ મળવાનાં નથી; પછી ઉદ્ધાર ક્યાંથી થાય?

પણ જેનું અવલંબન લેવાથી માનવ પોતાને આ ભોગલાલસાના પ્રવાહમાંથી બચાવી શકે એને સુસ્થિર રીતે ધારણ કરી શકે એવો કોઈ ઉપાય ખરો? એટલે કે એનો ધર્મ શું છે? આ પ્રશ્ન જ્યારે માનવના મનમાં ઊભો થયો ત્યારે એના હૃદયનું મંથન પણ શરૂ થયું. એ ઘણી જૂની વાત છે, માનવીના જ્ઞાનોન્મેષે આ પ્રથમ અન્વેષણ જે યુગમાં વિશિષ્ટ રૂપે અને વિચિત્રભાવે પોતાના આત્મામાં પ્રકાશિત થયું એ યુગ હતો વૈદિક યુગનો આદિકાળ.

વૈદિકકાળના ઋષિઓએ પોતાની અંતદ્રષ્ટિની સહાયથી અનુભવ્યું કે ભોગલાલસાની વૃતિ માનવીના પોતાના મનનું જ સર્જન છે. એ ઋષિઓએ માનવના મનનું વિશ્લેષણ કરીને જોયું કે માણસને ભોગલાલસા તરફ ખેંચીને લઇ જનારી મુખ્યત્વે ત્રણ વૃતિઓ છે – જ્ઞાન, ભાવ અને ઈચ્છા. પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનીકે આ ત્રણેયનાં નામ આ ક્રમમાં આપ્યા છે: નોઈંગ, ફિલિંગ, વિલિંગ. પહેલાં ભોગવસ્તુનું જ્ઞાન, ત્યાર પછી તેના અભાવને લીધે દુઃખનો અનુભવ થવો અને એ ભોગવસ્તુઓને પ્રાપ્ત કરવા માટે ઈચ્છા અને એણે અનુરૂપ બાહ્ય કર્મ. આ ત્રણેય વૃતીઓના મુખ જો વિષયભોગમાંથી બીજી તરફ વાળી દેવામાં આવે તો મનની ગતિ પણ ફરી જાય અને ભોગલાલસાનો સતત વહેતો પ્રવાહ પણ અટકી જાય.

એટલે જ વૈદિક ઋષિઓએ આવો ઉપદેશ આપ્યો છે, હે માનવ ! તમારા મનની આ ત્રણેય વૃતિઓને ભોગલાલસામાંથી ફેરવીને સૃષ્ટિનું જે આદિકારણ છે તે પરબ્રહ્મ તરફ વાળો; આ છે તમારો સાચો ધર્મ.

માનવધર્મનું મૂળ રૂપ અહીં જ પ્રગટે છે. એ માનવધર્મની ગતિ ભોગથી ઊલટી? છે, ત્યાગ અને સંયમના પથે. વૈદિક ઋષિઓએ નિરૂપેલો ધર્મ માનવીની ત્રણ પ્રકારની મનોવૃત્તિ પર પ્રતિષ્ઠિત થયેલો છે – જ્ઞાન, ઉપાસના અને કર્મ. જ્ઞાન એટલે પરબ્રહ્મનું જ્ઞાન. ઉપાસના એટલે એ ન મળવાથી અંતરમાં દુઃખની અનુભૂતિ થવી અને ભક્તિ સાથે પરબ્રહ્મની ઉપાસના. કર્મ એટલે એમને મેળવવાની ઇચ્છાથી પરબ્રહ્મની યજન, પૂજન રૂપી બાહ્ય કર્મ.

પછીથી જે જે ધર્મ-દર્શન આવ્યાં તે બધાં આ વેદોક્ત ધર્મ પર આધારિત રહ્યા છે. -‘વેદ: અખિલં ધર્મ મૂલમ્’. પરંતુ કયો ધર્મમત જ્ઞાનવૃતિ, કયો ધર્મમત ભાવવૃતિ અને કયો ધર્મમત ઈચ્છાવૃતિ (કર્મવૃતિ) પર વધારે ભાર મૂકે છે કેટલાક વિષયની યુક્તિતર્કને લીધે, આ બધા ધર્મમતોમાં ભેદાભેદ જોવા મળે છે. જેમ કે જગતનું મૂળ કારણ એક છે, બે છે કે અનેક છે; તે નિર્ગુણ કે સગુણ, નિરાકાર છે કે સાકાર, વગેરે. આ યુક્તિતર્ક એટલે જ દર્શનશાસ્ત્ર. આ બધું જ્ઞાનવૃતિના ચક્રમાં સમાયેલું છે. એકેએક ધર્મના માટે કોઈને કોઈ વિશિષ્ટ તર્કયુક્ત કરીને આ બધા જટિલ પ્રશ્નોની મીમાંસા કરી છે. એની પણ કાળક્રમે કેટકેટલી શાખા-પ્રશાખા ઉદભવી. પણ કંઈ ફેર પડી જતો નથી. બધા ધર્મમતોનું લક્ષ્ય તો એક જ છે ભોગથી વિપરીત દિશા તરફ જવું. જે ત્યાગ-સંયમ તરફ ન દોરી જાય તે ધર્મ ખરેખર ધર્મ નથી.

પ્રમાણ માટે સંક્ષેપમાં એવો ઉલ્લેખ કરી શકું છું કે ચાર મુખ્ય ધર્મમત છે – પારસી, બૌદ્ધ, ખ્રિસ્તી અને ઇસ્લામ. પહેલાં જરથ્રુષ્ટનો પારસી ધર્મ. તેઓ અર્થવેદના એક ઋષિ હતા. સાકાર વૈદિક દેવતાનો સ્વીકાર ન કરવાને લીધે એમનો પ્રચારિત ધર્મ વૈદિક ધર્મની શાખા હોવા છતાં પણ કાળક્રમે એક સ્વતંત્ર ધર્મ બની ગયો. જગતનાં આદિકારણનું તેઓ નામ આપે છે-મઝદા. મઝદા એટલે નિરાકાર. આ બધું હોવા છતાં પણ મઝાદાનાં યજ્ઞ અને ઉપાસના વૈદિકકાળના યજ્ઞ અને ઉપાસના જેવાં જ છે. આ ધર્મ પણ જ્ઞાન, ઉપાસના, કર્મમૂલક એવં ત્યાગ અને સંયમ પર પ્રતિષ્ઠિત થયો છે. એમનો ઝોક તો વધારે ભાવવૃતિ પર છે.

બીજો ધર્મ છે બૌદ્ધ ધર્મ. શાક્ય વંશના બુદ્ધદેવ પોતે ક્યાંય જગતનાં આદિકારણના કોઈ ચિન્મય પ્ય્રુષની વાત કરી છે કે કેમ એ ખ્યાલમાં નથી; એમનાં પ્રચારિત ધર્મમાં ત્રિ-શરણ-બુદ્ધં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ – માં બુદ્ધદેવતાની શરણાગતિની વાત પહેલી આવે છે. ઉપાસકો એમણે જ પોતાના આરાધ્યદેવ ગણીને ભગવાનજ્ઞાને ઉપાસના કરે છે. એમણે પર્વતાવેલ ધ્યાન-ધારણા ઉપનિષદની પરબ્રહ્મની ધ્યાન-ધારણાનું જ રૂપાંતર છે. બૌદ્ધધર્મનો નિર્વાણલાભ અને ઉપનિષદનો બ્રહ્મ સાક્ષાત્કાર એક સિક્કાની બે બાજુ જેવા છે. જેવી રીતે ભગવાન બુદ્ધની વાણીને વણીને ધમ્મપદ બન્યું છે. આ ધમ્મપદમાં બુદ્ધદેવે સાધકોને સંસારની ભોગલાલસા છોડીને ત્યાગ-સંયમના રસ્તે ચાલવા વારંવાર વિવિધ રીતે ઉપદેશ આપ્યો છે. બૌદ્ધધર્મ પણ જ્ઞાન, ઉપાસના, કર્મ અને ત્યાગ-સયંમ પર પ્રતિષ્ઠિત થયો છે. તેમ છતાં પણ એમનો ઝોક તો ઈચ્છાવૃતિ કે કર્મવૃતિ પર છે.

ત્રીજો છે ઈશુખ્રિસ્તે પ્રબોધેલો ખ્રિસ્તીધર્મ. આ ધર્મમાં જગતનાં આદિકારણ એવા ચિન્મય પુરુષની ત્રણ અવસ્થામાં કલ્પના કરવામાં આવી છે – ‘ગોડ ધ સન’, ‘ગોડ ધ ફાધર’, અને ‘ગોડ ધ એબ્સોલ્યુટ’. આ બધું તો વેદોકત પરબ્રહ્મના વિવિધ ભાવાનુયાય સગુણ – નિર્ગુણ ઇત્યાદિ ભિન્ન ભિન્ન અવસ્થાની કલ્પના છે. પરંતુ મૂળત: આ સચ્ચિદાનંદ પુરુષ એક જ છે. ખ્રિસ્તીઓ ઈશુમાં શ્રીકૃષ્ણની જેમ ભગવાનના અવતાર અને તારણહાર રૂપે શ્રધ્ધા રાખે છે. ખ્રિસ્તીમતમાં આ સચ્ચિદાનંદ પુરુષ નિરાકાર હોવા છતાં પણ એમનાં પ્રિય સંતાન અને અવતાર ભગવાન ઈશુની પ્રાર્થના અને ઉપાસનાનું પ્રયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મમાં પણ જ્ઞાન, ઉપાસના અને કર્મનું સ્થાન છે; પણ એમનો ઝોક તો ભાવવૃતિ પર છે. એ ધર્મના શાસ્ત્રગ્રંથ ‘બાઈબલ’ માં બે શબ્દ આવે છે. ‘સ્પિરિટ-આત્મા’ અને ‘ફ્લેશ-દેહ’. સ્પિરિટ એટલે વેદાંતના પરમાત્મા અને ફ્લેશ એટલે ઇંદ્રિયો સાથેનો ભૌતિક દેહ. આ ભુતિક દેહની લાલસાઓની પરિતૃપ્તિ કરવી એ પાપનો રસ્તો છે, આ વાત તો બાઈબલમાં અનેકવાર કરી છે. પરમાત્મામાં આપણી જાતને પ્રતિષ્ઠિત કરવાં માટે ખૂબ ઉપદેશ આપ્યો છે. અહીં પણ ભોગલાલસાના ત્યાગ અને સંયમની વાત આવે છે. ભગવાન બુદ્ધની જેમ ભગવાન ઈશુ પણ ત્યાગની પ્રતિમૂર્તિ હતા. ત્યાગ – સાધનાના હોમાનલમાં ભગવાન બુદ્ધે સ્ત્રી-પુત્ર અને રાજસંપત્તિની આહુતિ આપી હતી. ભગવાન ઈશુએ પોતાના બહુમૂલ્ય જીવનની હોમાનલમાં આહુતિ આપી હતી.

ચોથો છે મહંમદ પયગંબરે ઉપદેશેલ ઇસ્લામધર્મ. હજરત મહંમદના માટે જગતનું આદિકારણ એક અને નિરાકાર છે. એમનો ધર્મ જ્ઞાન, ઉપાસના અને કર્મમૂલક છે. ભોગલાલસામા વહેતાં રહેવું એ માનવજીવનનો પરમ ઉદ્દેશ છે એવું એમણે ક્યાંય કહ્યું નથી. એમનું જીવન પણ ત્યાગનું જવલંત ઉદાહરણ છે. સાથે ને સાથે એમના ભક્તોને એમણે એ જ પથે ચાલવાનું સ્પષ્ટ આહવાન કર્યું છે.

આમ આપણને જોવા મળે છે કે આ બધા ધર્મમત કે સંપ્રદાયો બાહ્ય રૂપે જુદા જુદા દેખાય છે છતાં મૂળ સ્વરૂપે તો એક છે અને એનો મૂળભાવ કે ધાતુગત અર્થ એક જ છે. આચાર-અનુષ્ઠાન ધર્મ નથી, ધર્મની એક સીમા છે. જેમ માણસો પોતપોતાની જમીનની આડે વાડ કરીને સીમા નિશ્ચિત કરે છે તેવી જ રીતે એકેએક ધર્મની ચોક્કસપણે રક્ષા કરવા માટે કેટલાંક બાહ્ય આચાર-અનુષ્ઠાન દ્વારા એની સીમા બાંધવાનો પ્રયત્ન થયો છે. ?પરંતુ આ વાડને ધર્મ માનીને જે આપણી ભૂલ થાય છે એવી જ રીતે કોઈ ધર્મનાં બાહ્ય આચાર-અનુષ્ઠાનને ધર્મ સમજી લેવાથી એવી જ ભૂલ થાય છે.

(ક્રમશ:)

(શ્રીગદાધરસિંહ રાયનો બંગાળીભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’ નો કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે….)

.

આવતીકાલે અહીં જ આપણે ધર્મનીતિ…. વિશે જાણીશું …. ધર્મનીતિ એટલે શું ?….

ધર્મ પછી ધર્મનીતિ – નૈતિકતા. ‘ની’ + ‘કિત’ = નીતિ. ‘ની’ એટલે લઇ જવું. જેને આગળ લઇ જવો એને નીતિ કહેવાય. ક્યા પથે લઇ જાય છે ?…..

.

રાજા રામ…(ભજન)

શું હું કવિ છું ?…

.

કોઇ પણ કાવ્ય – ભજન – ગરબા રચનાર ને કવિ કહેવામાં આવે છે, અને રચયિતા પણ પોતાને કવિ માને છે, આ મારૂં અંગત માનવું છે. કોઇ કટાક્ષ નથી, પણ હું મારી જાત ને કવિ રૂપે આપની સમક્ષ રજુ કરવા માંગતો નથી,કારણ કે “રામ ચરિત માનસ” જેવા મહા ગ્રંથ ના રચયિતા સંત શિરોમણિ તુલસીદાસજી મહારાજ કહેતા હોય કે “કવિ હું ન મેં ન ચતુર કહાવું, મતિ અનુરૂપ હરિ ગુન ગાઉં” તો પછી મારી શી વિસાત ? મારા ગુરૂ સમાન કવિ શ્રી “દાદે” મારા “દીન વાણી” નામક નાના એવા સંગ્રહ માં લખ્યું છે કે ઇશ્વર ની આરાધના માટે કોઇ ચમત્કૃતિ ન હોય,પ્રાસ મેળ ના અંકોડા ભિડેલ ન હોય, છતાં ભજન એ ભજન છે, ભજન કોઇ કાવ્ય શાસ્ત્રની કસોટીએ ચડાવવાની ચીજ નથી, ભજન કાવ્યને પૂનરોક્તિ દોષ, કે શબ્દ દોષ લાગતો નથી, એમ કાવ્ય શાસ્ત્ર ના વિદ્વાનો કહે છે.

“નીરસાપિ કવેર્વાણી, હરિનામાન્કિતા યદિ સાદરં ગ્રહયતે તજગ્નૈ, શુક્તિર્મુક્તાન્વિતા યથા.”

અર્થાત: કવિ જનની વાણી નીરસ હોવા છતાં જો ભગવાન ના નામ થી અંકિત હોય તો ભક્તજનો નકામી છીપની અંદર રહેલા મોતીની પેઠે આદરથી સ્વિકાર કરે છે. જેમ તુલસીદાસજી લખે છે કે….

“આમિષ ખાત અનગ્રહ રહત, કાયા અપવિતર કૂરિ, રામ જટા સે જાટકી, જટાયુન કી ધૂરી”

જે ઘર વિનાનો, માંસાહારી,અપવિત્ર ગણાતી કાયા વાળો છે એવા જટાયુને ધૂળ માં તરફડતો જોઇને ભગવાન રામે પોતાની જટાથી જટાયુની ધૂળ ખંખેરી” ઇશ્વર તો ફક્ત ભાવ નો ભુખ્યો છે, એ ન્યાયે મારી રચનાઓમાં જો કોઈ ભૂલો, વ્યાકરણ ક્ષતી હોય તો …ક્ષમ્ય ગણી મારો ભાવ જોઇ ને સ્વિકારવા, ગાવા અને ભક્તિમય રહેવા વિનંતી.

એજ

કેદારસિંહજી મે.જાડેજા. સાથે એક ભજન….

.

રાજા રામ…

.

રાજા રામ…

રામ રામ રાજા રામ, ભાવે ભજન કરો સીતા રામ…

.

રામ નામનો મહિમા મોટો, સકળ જગત નો નાતો ખોટો

અંતે આવે એકજ કામ…

.

ધન દોલત તારી કામ ન આવે,માયા ઠગારી મન લલચાવે

અંત એળા વિસરાવે રામ…

.

રામ નામથી નાતો રાખો, હરપલ હરિ ના રસ ને ચાખો

અંત સમય મૂખ આવે રામ…

.

આખર સમયજો હરિ મૂખ આવે, યમદુતો ના ભય ને ભુલાવે

લક્ષ ચોરાશી છોડાવે રામ…

.

હરતાં ફરતાં ભૂધર ભજવાં, સ્વાસે સ્વાસે સમરણ કરવાં

રાખી હ્રદય રઘૂનાથ નું નામ…

.

દીન “કેદાર” ની એકજ અરજી, હૈયે હરદમ રાખો હરજી

શાને ન પાર ઉતારે રામ…

.

રચિયતા : શ્રી કેદારસિંહજી મે. જાડેજા (ગાંધીધામ-કચ્છ)

આજીબાઈનો તખુડો … (બાળવાર્તા)

આજીબાઈનો તખુડો …(બાળવાર્તા)

ઘણાં વરસ પહેલાંની વાત છે.કોઈ એક ગામમાં આજીબાઈ નામે સ્ત્રી રહેતી હતી. એના ઘરવાળાનું અવસાન થયું હતું. આજીબાઈને એક દીકરા સિવાય દુનિયામાં કોઈ સગુંવહાલું નહોતું. દીકરાનું નામ એણે તખતસંગ રાખેલું. પણ બધા એને લાડમાં તખુડો કહેતા.આજીબાઈએ તો દીકરાને ખૂબ લાડ લડાવ્યા. ખૂબ મોઢે ચડાવ્યો. ખવડાવી-પિવડાવીને તગડો બનાવ્યો. પણ એને કામ કશું શીખવ્યું નહીં.
આજીબાઈનું ઘર ગામમાં મોટું ગણાતું. આજીબાઈ સ્ત્રીઓમાં ચતુર ગણાતી. એને આંગણે એક કૂવો હતો, અને કૂવાનું પાણી મીઠું ગણાતું. આથી ઘણી બહેનો આજીબાઈને ઘેર આવતી. કોઈ બેસવા આવતી, કોઈ શિખામણ લેવા આવતી,કોઈ પાણી ભરવા આવતી. ટૂંકમાં આજીબાઈનું ઘર આખો વખત સ્ત્રીઓથી ભર્યુંભર્યું રહેતું અને તખુડો સ્ત્રીઓની વચ્ચે ઉછરતો.
સ્ત્રીઓ એને માટે ખાવાનું લાવતી. તખુડો ખાઈ ખાઈને તગડો બનતો. સ્ત્રીઓ એને માટે રમકડાં લાવતી. તખુડો ઘરને ખૂણે રમ્યા કરતો. સ્ત્રીઓ સાથે છોડીઓ પણ પાણી ભરવા આવતી. તખુડો એમની સાથે ઢીંગલી ઢીંગલી રમતો.આજીબાઈ એને છોકરાઓ સાથે રમવા ન દેતી. હાય બાપ ! મારા છોકરાને રમતાં વાગી જાય તો !આજીબાઈ એને વગડે જવા ન દેતી. દીકરાને ક્યાંક કાંટોબાંટો વાગી જાય તો !આજીબાઈ એને નિશાળે પણ ન મોકલતી. મૂઆ મહેતાજી મારા લાલના કાન ખેંચે તો !
એટલે આજીબાઈનો તખુડો તો ઢીલોપોચો રહ્યો. શરીર જુઓ તો ભીમસેનનું હતું, પણ તાકાત જુઓ તો ઉંદર જેટલી. દેખાવ જુઓ તો સિંહ જેવો, પણ હિંમત નાની સસલી જેટલી!આવો આ તખુડો સોળ વરસનો થયો અને એક અચરજ થયું. એવું અચરજ થયું કે તખુડો દેશ આખાનો લાડકો બની ગયો.
વાત એમ હતી કે તખુના દેશનું નામ ઝાલાવાડ હતું. એને ગોહિલવાડ સાથે કાયમનો ઝઘડો હતો. કદીક ઝાલાવાડની સેના ગોહિલવાડ પર ત્રાટકતી અને કદીક ગોહિલવાડ પર ગોહિલવાડવાળા ઝાલાવાડને ધમરોળી નાખતા.આ વેળા પણ એવું જ બન્યું. ગોહિલવાડના ખૂંખાર લડવૈયા ઝાલાવાડ માથે ત્રાટક્યા. એમણે એક પછી એક ગામને લૂંટવા માંડ્યું. જ્યાં જાય ત્યાં ઘરડા-બૂઢાને અને સ્ત્રી-બાળકને છોડી દે, પણ પુરુષ વર્ગને પકડી લે. કેદી બનાવીને પોતાની સાથે લઈ જાય.
ગોહિલવાડીઓ આજીબાઈના ગામ ઉપર પણ ધસી આવ્યા. એમણે દરેક ઘરને લૂંટી લીધું. દરેક ઘરના પુરુષ વર્ગને પકડી લીધો. પકડાપકડી કરતા તેઓ આજીબાજીને ઘેર પણ આવ્યા. ત્યાં સ્ત્રીઓના ઘેરા વચ્ચે બેઠેલા તખુડાને એમણે ઝડપી લીધો. કહ્યું કે તું અમારો કેદી ! ચાલ, આ ઘોડા પર બેસી જા ! જરાય આઘોપાછો ન થતો.આજીબાઈ આડાં ફર્યા. કહે કે વીરા ! મારો ગગો કદી ઘોડે બેઠો નથી ! એને છોડી દો ! મારા લાડલા લાલને પકડો નહિ !
દુશ્મનો કહે કે ના, એને છોડી દઈએ તો માળો ઝાલાવાડી સેનામાં દાખલ થાય. એને તો અમારી સાથે લઈ જઈશું ને જેલમાં દળણાં દળાવીશું.એમ કહીને એમણે તખુડાને ઘોડે ચડાવવા માંડ્યો. પણ તખુડાને ઘોડાની પીઠે બેસવું ફાવે જ નહિ ને ! પેલા લોકો એક બાજુથી એને ઘોડે ચડાવે તો તખુડો બીજી બાજુએ ગબડી પડે અને બીજી બાજુથી ચડાવે તો આ બાજુ ગબડે ! વળી એને ઘોડે ચડાવે ને વળી એ તો સરકી જાય.એટલે મોટા પાઘડાવાળા ગોહિલવાડીઓએ તખુડાને ઘોડાની પીઠે બાંધી દીધો. તંગોતંગ બાંધી દીધો. જરાય ગબડે નહિ ને જરાય ચસકે નહિ એમ બાંધી દીધો. પછી બધા કેદીઓ ભેળો એનેય લઈને ચાલ્યા.
આ બધો વખત ઝાલાવાડીઓ કાંઈ નવરા બેઠા નહોતા. એમણેય પોતાની સેના જમા કરવા માંડી હતી અને ભોગાવાના મેદાનમાં રાહ જોતાં ઊભા હતાં. જેવા ગોહિલવાડીઓ દેખાય, એવું જ ધિંગાણું કરવાની એમની તૈયારી હતી.બીજે-ત્રીજે દિવસે ગોહિલવાડીઓ ભોગાવાના મેદાન પાસે આવી ગયા. એમણે ઝાલાવાડી સેના જોઈ. એની સાથે ખરાખરીના ખેલ ખેલી નાખવાની તૈયારી આદરી. બધા આમ લડાલડીની તૈયારીમાં પડ્યા. એટલે તખુડો નાસી છૂટવાની તૈયારી કરવા લાગ્યો. કેદીઓને દોરડે બાંધી દીધા હતા. એટલે એ આઘાપાછા થાય તોય બહુ વાંધો નહોતો.
આવી ગરબડનો લાભ લઈ તખુડો છટક્યો. એણે ઘોડાને એડી મારી. એને પોતાના ગામ ભણી ભગાવવાનો તખુનો ઈરાદો હતો.પણ આ તો લડાઈનો ઘોડો ! એણે તો લડાઈના મેદાન તરફ ભાગવા માંડ્યું ! વળી ગોહિલવાડી સેનામાં એ ઘોડાનાં સગાં-વહાલા હતાં. એટલે એ તરફ દોડવા લાગ્યો.હવે તખુડાને લાગી બીક. એને થયું કે કાં હું આ તરફના તીરનો શિકાર થઈ જઈશ, કાં બીજી તરફના ભાલે વીંધાઈ જઈશ ! એટલે એણે નજીકના એક ઝાડને બાથ ભરી લીધી. થોડી વારમાં તો જબરી ખેંચતાણ થઈ ગઈ. ઘોડું માળું ગોહિલવાડી સેના ભણી જોર કરે અને તખુ ઝાડને ઝાલી રાખે. ખેંચાખેંચ…ખેંચાખેંચ.. પણ ગોહિલવાડી ઘોડાએ શેત્રુંજીનાં પાણી પીધેલાં. એણે તો એવું બળ કર્યું કે ઝાડવું મૂળમાંથી જ ઉખેડી નાખ્યું ! એણે તો તખુડાને અને ઝડવાને બેયને લઈને ગોહિલવાડી સેના ભણી દોટ મૂકી અને તખુડાએ ઝાડને મડાગાંઠ ભીડેલી. ઝાડવું એનાથી છોડ્યું છૂટે નહિ. અને ભાઈ, આ ઘોડું ને આ તખુડો ને આ ઝાડવું એ બધુંય કમઠાણ ધસમસતું દોડ્યું ગોહિલવાડી સેનાની સામે ! બચાડા ગોહિલવાડીઓએ આવો તાસીરો કદી દીઠેલો નહિ. એમના તો શ્વાસ અધ્ધર થઈ ગયા. ઓહોહોહોહો ! શો ગજબનો આ લડવૈયો ધસ્યો આવે છે! આખું ઝાડવું ઉખેડીને આવે છે ! અગાઉ રામચંદ્રજીના લંકાવિજય ટાણે હનુમાન આવાં ઝાડવાં ઉખાડીને રાક્ષસો સામે ધસતા. રાક્ષસોનો સોથ વાળી નાખતા. આ એવો જ કોઈ મહાબલી લડવૈયો લાગે છે.
ભાગો રે ભાઈ ભાગો ! ગોહિલવાડી સેનામાં રાડ પડી ગઈ. આ ગંજાવર લડવૈયા સામે ઊભવાની કોઈની હિંમત નહોતી. એ તો બધા ભાગ્યા ! દૂમ દબાવીને ભાગ્યા.તખુડાનું ઘોડું એમની પાછળ ભાગ્યું. એને તો પોતાનાં સગાંવહાલાંને મોઢે થાવું હતું. એણેય જોર કરીને ગોહિલવાડીઓની પૂંઠ પકડી.પણ એ ઘોડું બચાડું કેટલુંક દોડે ? એક તો એને માથે ખાઈ-પીને તગડા થયેલા તખુડાનો ભાર. એમાં વળી આખા એક ઝાડવાનો બોજ. દસ-વીસ ખેતરવા દોડીને ઘોડું તો ભફફાંગ કરતું હેઠું પડ્યું. સાથે તખુડો ને ઝાડવુંય પડ્યાં. પણ ગોહિલવાડીઓ તો નાસતા જ રહ્યા. પાછું વળીને જોવાનીય એકેયની હિમંત નહોતી.ગોહિલવાડીઓને આમ પારોઠ પગલાં ભરતાં જોઈને ઝાલાવાડીઓ ગેલમાં આવી ગયા. એમણે હાકલા ને પડકારા કરવા માંડ્યા. એક-બે જણાએ પોતાના મહાવીર સાથીને ઘોડા સમેત ગબડી પડેલો જોયો. એમણે ઘોડા પરથી હેઠે ઊતરીને તખુડાનાં દોરડાં છોડ્યાં. ઝાડવું છોડાવ્યું. એને પાછો ઘોડે બેસાડવા માંડ્યો. પણ તખુડો કહે કે ના, હું તો ચાલીશ !ઘડીક વારમાં તો આખી ઝાલાવાડી સેના તખુડાની આસપાસ જમા થઈ ગઈ. એના એકલાના ધસારા સામે ગોહિલવાડીઓ ભાગ્યા હતા. એટલે બધાએ તેને શાબાશી આપવા માંડી. એક જણાએ એને ઓળખ્યો : અરે, આ તો આપણાં આજીબાઈનો તખુડો !ઝાલાવાડી રાજાએ તરત જ એ બોલનારને ઠપકો આપ્યો. કહ્યું : ?આવા વીરપુરુષને તખુડો ન કહેવાય. બોલો, શૂરવીર તખતસંગની જે !?અને આખી ઝાલાવાડી સેનાએ ગગનભેદી ગર્જના કરી : “તખતસંગની જે !”
સૌજન્ય: લેખક : યશવન્ત મહેતા પુસ્તક : ઉમંગ બાળવાર્તામાળા = ભાગ – ૩ પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય