“સખી સાંભળ વાતલડી”…(રચના)

“સખી સાંભળ વાતલડી”…“હરિ તારા છે હજાર નામ” ની જેમ મારા કૃષ્ણ કનૈયાના પણ અસંખ્ય નામો છે પણ આ નામ મને માત્ર નામ લેવાની ઇચ્છાએ નથી લેવા મારે તો કૃષ્ણના પ્રત્યેક નામોની સાથે પ્રત્યક્ષ રૂપે કે અપ્રત્યક્ષ રૂપે જોડાવું પણ છે અને આપને જોડવા પણ છે.


રાગ-આવ્યાં શ્રી યમુનાજીના નોતરા ને

“સખી સાંભળ વાતલડી”

૧)આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-આજે યશોદા બની ને “યદુનાથજી” ને વ્હાલ કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-ગોપી બની ને “ગોવર્ધનજી” માટે સામગ્રી સિધ્ધ કરવા મન થાય

સખી સાંભળ વાતલડી

-દહિંથરૂ બની ને “દેવદમનજી” ને પુષ્ટ કરાવવાનું મન થાય

સખી સાંભળ વાતલડી

-માખણ બની ને “માખણચોર” ના હોંઠ ને સ્પર્શવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

.

૨)આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-આજે ગોપ બની ને “ગોપાલ” સાથે મને ગોઠડી કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-આજે ગાય બનીને “ગોવિંદ” સાથે મને વનમાં જવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-મર્કટ બનીને “મોહન” સાથે મને ખૂબ કૂદવાંનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-ગિરિરાજ શીલા બની “શ્યામસુંદર” ની ગાદી બનવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

.

૩)આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-આજે નિકુંજ બની ને “નિકુંજનાયક” માટે ફૂલડા બનવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-કમળકળી બની “કેશવરાયજી”ના હાર માં ગુંથ્થાવા નું મન થાય

સખી સાંભળ વાતલડી

-વ્રજલત્તા બની “વનમાળીજી” સાથે ઝૂલા ઝૂલવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

.

-નવલપોયણી બની “નવલકિશોર” સાથે નૌકાવિહાર કરવા મન થાય

સખી સાંભળ વાતલડી

.

૪)આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

આજે મધુસુદન બની “મધુસુદનજી” ના ગુણલા ગાવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

-મુરલી બનીને “મુરલીધર”ના અધરો ઉપર બેસવા મન થાય

સખી સાંભળ વાતલડી

-મોર બનીને “માધવ” સાથે મને “રાધાજી” ને રીઝવવાનું મન થાય

સખી સાંભળ વાતલડી

-રાધા બનીને “રાધારમણજી” સાથે રાસે રમવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

આજે નંદ બનીને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી

પૂર્વી મલકાણ મોદી