શ્રીમા શારદાદેવી …(જન્મ જયંતિ)

શ્રીમા શારદાદેવી …(જન્મ જયંતિ)Cool Entertainment Only On Sweet Angel  ?Join US

.

યા દેવી સર્વભૂતેષુ શાન્તિરુપેણ સંસ્થિતા |

નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ: ||

( જે દેવી સર્વજીવોમાં શાંતિ રૂપે રહેલાં છે, એમને પુન: પુન: અમારા નમસ્કાર હોજો !

.

યા દેવી સર્વભૂતેષુ શ્રધ્ધારુપેણ સંસ્થિતા |

નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ: ||

જે દેવી સર્વજીવોમાં શ્રધ્ધા રૂપે રહેલાં છે, એમને પુન: પુન: અમારા નમસ્કાર હોજો !

.

યા દેવી સર્વભૂતેષુ દયારુપેણ સંસ્થિતા |

નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ: ||

જે દેવી સર્વજીવોમાં દયા રૂપે રહેલાં છે, એમને પુન: પુન: અમારા નમસ્કાર હોજો !

.

યા દેવી સર્વભૂતેષુ તુષ્ટિરુપેણ સંસ્થિતા |

નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ: ||

જે દેવી સર્વજીવોમાં તુષ્ટિ રૂપે રહેલાં છે, એમને પુન: પુન: અમારા નમસ્કાર હોજો !

.

એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીમા શારદાદેવી શ્રીરામકૃષ્ણનાં ચરણ તળાંસી રહ્યાં હતાં ત્યારે તેમણે પૂછ્યું: ‘તમે મને કેવી દ્રષ્ટિએ જુઓ છો?’ શ્રીરામકૃષ્ણએ જવાબ આપ્યો: ‘જે મા આ મંદિરમાં રહે છે, જે માએ આ દેહને જન્મ આપ્યો છે અને અત્યારે નોબતખાનામાં રહે છે એ જ માતા મારાં ચરણ તળાંસે છે. ખરેખર હું તમને આનંદદાયિની જગન્માતા રૂપે જોઉં છું.’ પછીથી શ્રીરામકૃષ્ણે એમનાં વિશે કહ્યું હતું: ‘તેઓ મારાં શક્તિરૂપ છે.’ વળી ઉમેરતાં કહ્યું: ‘તેઓ શ્રીશારદા છે, વિદ્યાની દેવી સરસ્વતી છે. તેઓ જ્ઞાન આપવા અવતર્યા છે.’

આ બાજુ શ્રીમા શારદાદેવીનું સમગ્રજીવન શ્રીરામકૃષ્ણને સમર્પિત હતું. તેમના એક શિષ્યે કહ્યું છે : ‘તેઓ શ્રીરામકૃષ્ણ જગજનનીના રૂપે જોતા.’ વળી શ્રીમા શારદાદેવીએ પણ કહ્યું હતું: ‘આ વિશ્વના બધાં જીવંત માનવ અને પ્રાણીઓમાં શ્રીરામકૃષ્ણને માતૃભાવ દેખાતો. આ વખતે આ માતૃત્વના આદર્શનું પ્રગટીકરણ કરવા તેઓ મને અહીં મૂકી ગયા છે.’ બંગાળના એક નાના ગામડાની આ નારી એવાં પોતાનાં સહ્ધાર્માંચારિણીને સુવ્યવસ્થિત અને વ્યવહારુ આચરણની કેળવણી આપીને માતૃત્વના આ અમર સંદેશને આજના આ વિશ્વ સામે મૂકવા માટે શ્રીરામકૃષ્ણે તેમને એક સામાન્યમાતા બનવા ન દીધાં, એને બદલે એમને આ વિશ્વનાં અસંખ્ય સંતાનોની માતા, જગજ્જનની બનાવી દીધાં. તેમની પાસે જે કોઈ આવતાં, પછી તે ભલે ભારતીય હોય કે પશ્ચિમનો હોય, હિંદુ હોય કે મુસ્લિમ કે ખ્રિસ્તી હોય, તે બધાં તેમનાં સંતાનો બની ‘જતાં. અને એ સંતાનોનાં દુઃખપીડાને રાજીપાથી સ્વીકારી લેવાં એ એમનો આનંદ હતો. તેમને પોતાના દુઃખીપીડિત શિષ્યસંતાનો માટે ઘણું સહન કરવું પડે છી જાણીને કોઈકને દુઃખ થતું ત્યારે તેઓ કહેતાં: ના, બેટા ! અમે તો એટલા માટે જ આવ્યાં છીએ. અમે જો તેમનાં પાપ્તાપ ન સ્વીકારીએ, એ બધાંને અમારા ઉપર ન લઈએ, તો બીજું વળી એવું કોણ કરવાનું છે ?’ સર્વને ચાહનારાં શ્રીમાનો હૃદયભાવ જોઈને એક જણને આશ્ચર્ય થયું એટલે એમણે કહ્યું: ‘હું જ સાચી માતા છું. તમારા ગુરુ શ્રીરામકૃષ્ણની માત્ર પત્ની નહિ અને તમારી કોઈ સાવકી માતા કે કહેવા પૂરતી માતા પણ હું નથી; પણ હું તો છું તમારી સાચી માતા.’

શ્રી રામકૃષ્ણે કહ્યું હતું: ‘શ્રીમા શારદાદેવીએ લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું કાર્ય મારા પોતાના કરતાં પણ વધારે જવાબદારીપૂર્વક પોતાને શિરે લેવું પડશે.’ શ્રીમાએ આ મોટી જવાબદારીભર્યું કાર્ય સ્વીકારવા આનાકાની કરી અને પોતાની અશક્તિ જાહેર કરતાં કહ્યું: ‘હું તો એક સ્ત્રી છું, હું શું કરી શકું?’ શ્રીરામકૃષ્ણે જવાબમાં કહ્યું : ‘આમ કદી ન કહેશો. તમારે ઘણું ઘણું કરવાનું છે.’ અને તેમણે વિશ્વનાં નરનારીઓને દિવ્યતાના પથે ઉત્પન કરવા માટે, શ્રીરામકૃષ્ણની દિવ્યશક્તિના પ્રચાર ?પ્રસારણ માટે ઘણું કર્યું છે.

પૂજયમાની પ્યારી પુત્રી ભગિની નિવેદિતાએ પૂજયમાનાં મધુર સ્મિતભર્યા મુખમાં માતા મેરીનાં દર્શન કર્યાં હતાં. એમને બોસ્ટનથી પૂજ્યમાને લખ્યું હતું: ‘ એકલસૂડા દિવસોમાં પોતાનાં સંતાનો માટે, ભગવાન શ્રીરામકૃષ્ણના વિશ્વ પરના પ્રેમ માટે એમનું અમીપાત્ર છો, એમનું પ્રતીક છો.. હવા, સૂર્યપ્રકાશ અને ગંગા પરનાં ઉદ્યાનોની માધુરીની માફક પ્રભુની સઘળી અદભૂત વસ્તુઓ પ્રશાંત છે અને આપણા જીવનમાં જાણ કર્યાં વિના ચોરી છુપીથી પ્રવેશે છે.. આપ આ બધી બધી ચીજો જેવાં છો.’

શ્રી રામકૃષ્ણે ભાખેલી સર્વની માતા-વિશ્વજનની શક્તિ શ્રીમામાં જાગ્રત થઇ. સ્વામી વિવેકાનંદ એમનામાં જીવંત દુર્ગાને નિહાળતા. એટલે તેઓ પોતાના ગુરુબંધુઓ સાથે દુર્ગાષ્ટમીણા પાવન દિવસે બેલુર મઠમાં માનવદેહે રહેલા દુર્ગા તેમની પૂજા કરતા. એમનાં સ્વજનો પણ એમનામાં શ્રીમા કાલીને હાજરાહજૂર જોતાં. એક વખત શ્રીરામકૃષ્ણના ભત્રીજા શિવરામ શ્રીરામકૃષ્ણે ભાખેલી ભવિષ્યવાણી પ્રમાણે શ્રીમા શારદાદેવી ખરેખર શ્રીમા કાલી છે કે કેમ એ જાણવા આતુર હતા. તેઓ અને શ્રીમા કાલી એક જ છે એવી શ્રીમા શારદાદેવી અંતે એમને ખાતરી કરાવી.

પોતાની પરણીતામાં શ્રીરામકૃષ્ણને મા કાલીનાં દર્શન શા માટે થયાં? એનો ઉત્તર ઇતિહાસ જ આપશે. પરંતુ બધી સંસ્કૃતિમાંનાં દેવી પ્રતીકોમાંથી નારીજાગરણ – આંદોલન કરવા સૌ આજે કાલીપૂજા તરફ વિશેષ ઢળ્યા છે. એમાંના એક લખે છે: ‘મનના વિચારો તીવ્રતા દ્વારા કાર્ય કરે છે, એ સર્જકતા છે એની શક્યતાઓ અસીમ છે. થવું, વિકસવું, બધી સીમાઓ ભેળવી, જ્ઞાનની, સર્જનની અને પરિવર્તનની આત્માની ઈચ્છા હોવી.. એ સનાતન તીવ્રતા છે.. એ આપણામાંની કાલી છે.’

વાસ્તવમાં સૌને માટે અ-જનન માતૃત્વનો, નારીજીવનમાં પૂર્ણ સિદ્ધિનો નવો માર્ગ શ્રીરામકૃષ્ણે ખોલી આપ્યો છે. સો વર્ષ પૂર્વે શ્રીમા શારદાદેવીએ સમગ્રમાનવજાતને પોતાનાં સંતાન તરીકે સ્વીકારી હતી. નાતજાત, ધર્મ, રાષ્ટ્રિયતાના બધા ભેદોને શાંતિપૂર્વક ભાંગનાર એ જીવણ હતું; મુસલમાનો, ખ્રિસ્તીઓ, હિંદુઓ સૌને એમણે એકસૂત્રે બાંધ્યા હતા. તેમનાં પ્રેમ, ઉષ્માભરી સંભાળ અને અમીકૃપાનો અધિકાર સૌને એક સરખો હતો. આજે પૂર્વમાં અને પશ્ચિમમાં મેરી, દુર્ગા અને કાલીની સાથે અનેક લોકો શારદાદેવીને પૂજે છે. સ્વામી વિવેકાનંદના શિષ્યા અને વિશેષ પ્રીતિપાત્ર ભગિની નિવેદિતા શારદા માના આશિર્વાદ પામીને ભારતની ભૂમિ પર રવીન્દ્રનાથને દેખાયા મુજબ પછીથી ‘લોકમાતા’ તરીકે ઊભર્યા હતાં. એમનાં જીવણ પરથી ભારતમાતાના ચિત્રની પ્રેરણા મળ્યાનું કહેવાય છે.

માતાજી એક સામાન્ય સ્ત્રીની માફક રહેતાં. માતાજી રોજબરોજની નાની-મોટી તમામ ક્રિયાઓમાં શ્રીરામકૃષ્ણને કેન્દ્રસ્થાને રાખતાં. બાકે બધું ગૌણ. શ્રીરામકૃષ્ણદેવ સર્વ જીવના આધ્યાત્મિક અભ્યુદય માટે આવ્યા હતા. માતાજીએ ચૂપચાપ આટલું મોટું યુગ કાર્ય હસતાં હસતાં પાર ઉતાર્યું. શ્રીરામકૃષ્ણમયી માતાજીનાં મન, પ્રાણ, બુદ્ધિ, કર્મ, સ્થિતિ – અંદર-બહાર, ઘર, મંદિર કે મઠમાં અત્ર તત્ર સર્વત્ર કેવળ શ્રીરામકૃષ્ણ ! માતાજીના પવિત્ર મનમાં એક પળ માટે પણ રામકૃષ્ણ સિવાય અન્ય વિચાર સુધ્ધાં ન આવતા. તો પછી માતાજી શ્રીરામકૃષ્ણની પ્રતિછાયા બની રહે તેમાં નવાઈ શું? પ્રતિછાયાની પાતળી ભેદરેખા આત્મ ઐક્ય દ્વારા ક્યારેક રામકૃષ્ણ અદ્વૈતમાં સ્થિર થઇ જતી.


મા …

મા …

.

જેનો જગમાં જડે નહીં જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવિ મીઠડી માં તેં બનાવી…

નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
પય પાન કાજ ઉર તાણ્યો..કેવિ મીઠડી…

મને પાપા પગલી ભરવી, પડિ આખડી મુજને બચાવી
જીવનની રાહ બતાવી..કેવિ મીઠડી…

જ્યાં હું આવું રોતો રોતો, થોળો સાચો થોળો ખોટો
ત્યાંતો આવે દેતી દોટો..કેવિ મીઠડી…

જ્યારે યોવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
પ્યારી ટપલી મારી ટપાર્યો..કેવિ મીઠડી…

ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિં તોટો
તોએ માને મન ઘાણી ખોટો..કેવિ મીઠડી…

પ્રભુ “કેદાર” કરૂણા તારી, બસ એકજ અરજી મારી
ભવે ભવ હું બનું એનો બેટો..કેવિ મીઠડી…

.

રચિયતા: શ્રી કેદારસિંહજી એમ્. જાડેજા (ગાંધીધામ – કચ્છ)

.

ગાંધીધામ માં રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના વરદ હસ્તે જેમની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું તે સ્વ. શ્રી ધીરૂભાઇ શાહ કે જેઓ ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ હતા તેઓના હસ્તે ૧૯૯૧ માં શ્રી કેદારસિંહજી ની સોસાયટીમાં નવરાત્રી નુ ભવ્ય આયોજન કરેલું; તેમાં શ્રી કેદારસિંહજીને સન્માનીત કરેલા, એ વખતે તેમના ગુરૂ સમાન કવી શ્રી “દાદ” સાથે પોત પોતા ની રચનાઓ નીગરબી માં રમઝટ બોલવેલી. તેની યાદ રૂપી આ તસ્વીર આપ સર્વેની જાણ માટે અહિં પ્રસ્તુત કરેલ છે.

.

[email protected]

http://www.kedarsinhjim.blogspot.com