ઓઢણી મારી મોતી મોતી…

ઓઢણી મારી મોતી મોતી…

ઓઢણી મારી મોતી મોતી…’કાકુ’

.

ઓઢણી મારી કોરી કોરી

એમાં આભલા ટાંકુ કે ટાંકુ મોતી

ઓઢણી મારી સાદી સાદી

એમાં રેશમ ભરુ કે ભરુ ટિકી

સહેલીને પુછ્યું મે વારી વારી

વાલમ સામે જોતી છાની છાની

ઓઢણી મારી કોરી કોરી..

સાસુને પછ્યુ ને નણદી છલકી

એના વિરાને વહાલુ મોતી

વોહરવાને નીકળી હાટડી હાટડી

હાટમાં વેચાય ના એ મોતી

ઓઢણી મારી કોરી કોરી..

મારે દલડાને દરિયે મોતી મોતી

હું તો આખ્યુની કોરેથી છલકતી

ચાલુ હું તો મલકતી મલકતી

કે ઓઢણી મારી મોતી મોતી

.

સૌજન્ય : ‘કાકુ’

‘કાકુ’ ની સ્વરચિત અન્ય રચનાઓ માણવા માટે તેમના બ્લોગ ઉપર જરૂરથી એક મૂલાકાત લેશો અને આપના મૂલ્ય પ્રતિભાવ પણ જરૂરથી તેમણે મૂકશો…..

http://kaku.desais.net