શ્રાધ્ધ પ્રસંગ…(રચના)

શ્રાધ્ધ પ્રસંગ…
ઢાળ:- કીડી બાઇ ની જાન નો

આવ્યો સમય આજે શ્રાધ્ધ નો રે કરે નરશી વિચાર
મેણા મોટા ભાઇ મારતા, આપે કસ્ટો અપાર
કરવું પિતાનું મારે શ્રાધ્ધ છે..

પાંચ બ્રાહ્મણ ને બોલાવશું રે, સંગે ગોર પરીવાર
વાળી વેચી ને સિધૂ લાવશું, સાથ દેસે સરકાર
મોટો દ્વારીકા નો નાથ છે..

લાવ્યા સિધું સૌ સાથમાં રે, ઘી નહિં ઘરમાં લગાર
આપો ઊધારે આટલું, કરે નરસિ પોકાર
દેવા મારેતો પછી દામ છે..

મારે મહેતાને નાગર મેણલા રે, આજ આનંદ અપાર
આવે તેડાં જો આપના, જાવું ભક્ત કેરે દ્વાર
લેવો પ્રભૂ નો પરસાદ છે..

બોલ્યા મહેતાજી ત્યારે ભાવમાં રે, સકળ નાગર સંગાથ
આવો અમારે આંગણે, લેશું ભોજન સૌ સાથ
સાચી પ્રભૂજી ની મ્હેર છે..

નાગર કરેછે ઠ્ઠા ઠેકડિ રે, સુણી નરસિ ની વાત
સાત માણસ નું સીધું નથી, કહે જમાડું હું નાત
વાતો કરવામાં હોંશીયાર છે..

સાચો વહેવાર વંશીધરે રે, નથી નરસિ નું કામ
કેવાં ભોજન ને કેવી વાત છે, ક્યાં છે દમડી કે દામ
ફોગટ ફુલણશી ફુલાય છે..

મળ્યો મહેતા ને એક માલમી રે, આપું ઘી ના ભંડાર
દામ ન હોય દામોદર ભજો, એજ સાચા કલદાર
પછી-નરસિ નરાયણ ગાય છે..

સાદ સૂણીને જાગ્યો જાદવો રે, કિધાં સૌને ફરમાન
ભક્ત મારો ભજને ચડ્યો, નહિં રહે હવે ભાન
જાવું મહેતાજી ને દ્વાર છે..

નાગર બનીને વ્હાલો આવીયા રે, આવ્યા જુનાગઢ મોજાર
શોભે છે રૂપ નરસિ તણું, હૈયે હરખ ન અપાર
કરવાં સેવક ના મારે કામ છે..

કાન ટોપી ધરિ ભૂધરે રે, હાથ લીધી કરતાલ
ભાલે તિલક અતિ શોભતું, સંગે તંબુર નો તાલ
ગોવિંદ ગોવિંદ ના ગુણ ગાય છે..

ગોર બાપા બેઠા રૂસણે રે, નહિં આવું તારે દ્વાર
કોડીનું દાન કરતો નથી, ખોટો તારો વહેવાર
વંશીધર સાચા યજમાન છે..

વિપ્ર બોલાવ્યો એક વિટ્ઠલે રે, નહિં જાણે કોઇ જાપ
પામ્યો મહેર માધવ તણી, મુખે મંત્રો અમાપ
વાણી વેદો ની જાણે ખાણ છે..

પોઠું આવી કોઇ ભાત ની રે, સંગે સાજ શણગાર
સેવક આવ્યા સૌ સાથમાં, પૂછે નરસિ ના દ્વાર
ક્યાં મહેતાજી ના મહેલ છે..

નાગર લાગ્યા સૌ જાણવા રે, ક્યાંથી આવ્યા કયું કામ
કોના સેવક ને કોના દાસ છો, શુંછે માલિક નું નામ
કેવું નરસૈયા કેરૂં કામ છે..

હરિપૂર વાસી હરજીવન, રાખે મહેતા ના માન
જાણી પ્રસંગ આજે શ્રાધ્ધ નો, એણે કિધાં ફરમાન
કરવાં મહેતાજી ના કામ છે..

નાગર બેઠાં સૌ ચીતવે રે, કિધો મોટેરો માર
ભીખ મંગાને શાની ભીડ છે, ક્યાં છે વળતો વહેવાર
નથી કંઇ લાજ કે સર્મ છે..

દ્વારે આવી ને કરે ડોકીયા રે, દિઠાં પિત્રુ પરિવાર
ભાવે ભોજન આરોગતાં, આપે આશિષ અપાર
બોલે નરસિનો જય કાર છે..

વિધ વિધ જાત ની વાનગી રે, જેની ફોરમ ફેલાય
નાગર લાગ્યા સૌ નાચવા, લ્હાવો છોડ્યો નહિં જાય
જમવું મહેતાજી ને ધામ છે..

સઘળાં કૂટુંબ સંગે આવીયા રે, નાગર નરસિ ને દ્વાર
સોના બાજોઠ બીછાવીયા, આપ્યાં સુંદર શણગાર
હીરા મોતી થી ભર્યા થાળ છે..

ભાવતાં ભોજન આવતાં રે, આવ્યાં મેવા મોહનઠાર
ખાધું પિધું ને ભાતું ભર્યું, બોલે નરસિ જયકાર
ધન્ય મહેતાજી તારી સેવ છે..

સોના રૂપા ના દાન દેવાણા, નથી પૈસા નો પાર
કૂળના ગોર ને રીઝાવીયાં, આપ્યાં અઢળક ઊપહાર
પછી-દામોદર દામાકૂંડે જાય છે..

આવ્યા નરસિ જ્યારે આંગણે રે, વાત જાણી વિસ્તાર
કિધી અરજ ક્રૂપાલને, કરો કરૂણા કિરતાર
શાને-ભૂખ્યા ભગવાન ને ભક્ત છે..

આવ્યા દામોદર દોડતાં રે, રાધા રૂક્ષમણા સંગાથ
ભાવે થી ભક્ત ને જમાડીયા, જમે દ્વારીકા નો નાથ
ભક્ત વત્સલ ભગવાન છે..

રચિયતા : શ્રી કેદારસિંહજી એમ જાડેજા

ભાગુ તો મારી ભોમકા લાજે…

ચેલૈયા ની રચના …

.

ભાગુ તો મારી ભોમકા લાજે…

.

.

.

ભાગુ તો મારી ભોમકા લાજે

ને ભોરિંગ ઝીલે નઈ ભાર

મેરુ સરીખા ડોલવા લાગે

આકાશ ને પાતાળ … મેરામણ ..

મેરામણ માઝા મૂકે

ચેલૈયો સત ના ચૂકે

.

મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા

ને દીધા કરણે દાન

શિબી રાજાએ એની જાંગ ને કાપી

ત્યારે મળ્યા ભગવાન..મેરામણ

મેરામણ માઝા મૂકે

ચેલૈયો સત ના ચૂકે

.

દધિચી ઋષી દેવ દયા છે

વાહલુ કરતા વચન

કુવાડે એના અંગડા કાયપા

મળ્યા નહિ દયાના સાગર ..મેરામણ …

મેરામણ માજા મૂકે

ચેલૈયો સત ના ચૂકે

.

શિર મળે પણ સમય મળે નહિ

સાધુ છે મેહમાન

અવસર આવ્યે પાછા ન પડીયે

કાયા થાઈ કુરબાન ..મેરામણ…

મેરામણ માઝા મૂકે

ચેલૈયો સત ના ચૂકે

.

ભાગુ તો મારી ભોમકા લાજે ને

ભોરિંગ જિલે નહિ ભાર

મેરુ સરીખા ડોલવા લાગે

આકાશ ને પાતાળ ..મેરામણ …

મેરામણ માઝા મૂકે …

ચેલૈયો સત ના ચૂકે

મેરામણ માઝા મૂકે…

ચેલૈયો સતા ના ચૂકે

.

કેશર મલાઈ લાડુ …

(૧)  કેશર મલાઈ લાડુ  …

કેશર મલાઈ લાડવા ઘણી જ રીતે બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ લાડવા મલાઈ અને પનીર ના બનાવવામાં આવતા હોય છે. તમે તેને માવામાં પનીર નાંખીને પણ બનાવી શકો છો. અને જો તમારી પાસે માવો ના હોય તો કન્ડેન્સ્ડ મિલ્ક અને પનીરનો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય છે.

તમારી પાસે માવો, મલાઈ કે કન્ડેન્સ્ડ મિલ્ક જે સેહલાઈથી ઉપલબ્ધ હોય, તેનો ઉપયોગ કરવો. બધી જ રીતે લાડવા સ્વાદિષ્ટ બનશે.

 

કેશર મલાઈ લાડવા માટે ની સામગ્રી:

 

૪૦૦ ગ્રામ પનીર (૨-કપ) છીણી લેવું.

૨૦૦ ગ્રામ મલાઈ (૧ કપ) (ઘરના દૂધની મલાઈ પણ ચાલશે)

૨૦૦ ગ્રામ ખાંડ (૧ – કપ)

૧/૨ નાની ચમચી કેશર અથવા પીળો ફૂડ લાલર (એક ચપટિક)

૨ ટે.સ્પૂન કાજુ (કટકા કરી લેવા)

૧૦ નંગ પિસ્તા (બારીક સમારી લેવા)

૪ – ૫ નંગ નાની એલચી (ફોલીને દાણા કાઢી લેવા)

 

રીત:

 

એક કડાઈમાં મલાઈ નાંખી અને ગેસ ઉપર ગરમ કરવા મૂકવી અને ચમચાથી હલાવતાં રેહવું. મલાઈ જ્યારે પીગળી જાય, કે તૂરત જ પનીર ને તેમાં નાંખવું. અને ચમચાથી સતત તેમાં હલાવતાં રેહવું અને પનીરને સાંતળવું. જ્યારે એમ થાય કે અંદરનું મિશ્રણ ઘટ થવાં લાગે, ત્યારબાદ, અંદર ખાંડ ઉમેરવી અને તેને હલાવતાં રેહવી. ધીરે ધીરે ઘટ થવાં દેવું.

કેશરને એક વાટકીમાં ૧ ટે.સ્પૂન દૂધ લઈ અને ઘોળવું. કેશર ના હોય તો પીળો ફૂડ કલર (એક ચપટીક-Pinch) દૂધમાં ઘોળવો. ત્યારબાદ, તે દૂધ કડાઈમાં નાંખી અને અંદર રહેલ મિશ્રણ સાથે મિક્સ કરવું અને હલાવતાં રેહવું અને ઘટ કરવું.

કડાઈમાંથી થોડું મિશ્રણ બહાર કાઢી ચેક કરવું કે બહાર કાઢ્યા બાદ, તે જામી જાય છે કે નહિ ? તે જામી જવું જોઈએ.

ત્યારબાદ, કાજુના કટકા તેમાં નાંખી અને મિક્સ કરવા. અને ગેસ બંધ કરવો.

ઠંડું થઇ ગયા બાદ, થોડું મિશ્રણ (માવો) હાથમાં લઇ અને તેને લાડવાના આકારમાં ગોળા બનાવવા અને એક પ્લેટમાં અલગથી રાખવા. બધા જ લાડવા બની ગયા બાદ, તે લાડવા ઉપર એલચી દાણા તેમજ બારીક સમારેલ પિસ્તા લગાડવા. ( જો તમારી પાસે બદામ હોય તો તે પણ બારીક સમારી લગાડી શકાય).

 

બસ, સ્વાદિષ્ટ કેશર મલાઇના લાડવા તૈયાર થઇ ગયા. ફ્રીઝમાં રાખવાથી ૪ થી ૫ દિવસ ઉપયોગ કરી શકો. હવે તેને ખાવાના ઉપયોગમાં લઇ શકો છો.

 

નોંધ : કેશર ને સીધું દૂધમાં ના ઘોળવું હોય તો સૌ પ્રથમ એક ચમચીમાં કેશર લઇ અને તેને ગેસ ઉપર થોડું ગરમ કરવું અને ત્યારબાદ તેને દૂધમાં ઘોળવાથી તેમાં કેશરનો કલર તૂરત આવશે. કેશર ગરમ કરતાં બળી ના જાય તે ખાસ ધ્યાન રહે .)

(૨) કેશર મલાઈ લાડવા (માવાનો ઉપયોગ દ્વારા )

 

સામગ્રી :

 

૪૦૦ ગ્રામ પનીર (૨-કપ) છીણી લેવું.

૨૦૦ ગ્રામ માવો (૧ – કપ)

૨૦૦ ગ્રામ ખાંડ (૧ – કપ)

૧/૨ નાની ચમચી કેશર અથવા પીળો ફૂડ કલર (Pinch)

૧ ટે.સ્પૂન કાજૂ (કટકા કરી રાખવા)

૧૦ – ૧૫ નંગ પિસ્તા (બારીક કતરી ની જેમ સમારવા)

૪ – ૫ નંગ નાની એલચી (ફોલીને દાણા કાઢી લેવા)

 

રીત:

 

એક કડાઈમાં માવો નાંખી અને ગેસ ઉપર ૩-૪ મિનિટ સુધી શેકવો. માવાને શેકી લીધા બાદ, પનીર તેમાં નાંખવું અને સાતત્ય તેને હલાવતાં રેહવું અને શેકવું.

ત્યારબાદ, ખાંડ નાંખી અને તે પૂરી ઓગળી જાય અને મિક્સ થઇ અને મિશ્રણ ઘટ ત્યાં સુધી હલાવતાં રેહવું અને શેકવું.

કેશર ને એક વાટકીમાં દૂધ લઇ અને તેમાં ઘોળવું. કેશર ના હોય તો પીળો કલર ને ઘોળવો.

ત્યારબાદ, તે કેશરવાળું દૂધ તે મિશ્રણમાં નાખવું અને મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી હલાવતાં રેહવું. ત્યારબાદ, કાજુના કટકા તેમાં નાંખી અને મિક્સ કરવા અને ગેસ બંધ કરી દેવો.

મિશ્રણ ઠંડું થઇ ગયા બાદ, તેમાંથી થોડું હાથમાં લઇ અને લાડવા નો આકાર આપી ગોળા બનાવવા અને એક પ્લેટમાં અલગથી રાખવા. બધા જ લાડવા બની ગયાબાદ, તે લાડુ ઉપર એલચી દાણા તેમજ બારીક સમારેલા પિસ્તાની કતરી લગાડવી. ( બદામ હોય તો બદામ ની કતરી લગાડવી) અને ત્યારબાદ, તેને ખાવાના ઉપયોગમાં લેવા.

ફ્રીઝમાં રાખાવાથી ૪ – ૫ દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.

 

(૩) કેશર મલાઈ લાડવા …(કન્ડેન્સ્ડ મિલ્ક ના ઉપયોગ દ્વારા)

 

સામગ્રી:

 

૪૦૦ ગ્રામ પનીર (૨ – કપ) છીણી લેવું

૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક

૧ ટે. સ્પૂન ઘી

૧/૨ નાની ચમચી કેશર અથવા ફૂડ પીળો કલર

૧ ટે.સ્પૂન કાજુ (કટકા કરે લેવા)

૧૦-૧૫ નંગ પિસ્તા (બારીક સમારી લેવા)

૪ – ૫ નંગ નાની એલચી ( ફોલીને દાણા કાઢી લેવા)

 

રીત:

 

એક કડાઈમાં કન્ડેન્સ્ડ મિલ્ક (દૂધ), ઘી અને પનીર નાંખી અને ગેસ પર ગરમ કરવા મૂકવું અને ચમચાથી સતત તેને હલાવતાં રેહવું.

ઘટ થઇ ગયા બાદ, કેશર ને એક ટે.સ્પૂન દૂધમાં ઘોળી અને તે ઘોળેલ કેશરવાળું દૂધ તેમાં ઉમેરવું અને ફરી સતત હલાવતાં રેતી મિક્સ કરવું જ્યાં સુધી ફરી ઘટ ના થાય ત્યાં સુધી. ત્યારબાદ, કાજૂ ના કારકા તેમજ તમને પસંદ હોય તે સૂકો મેવો તેમાં નાંખી અને મિશ્રણમાં મિક્સ કરવો. અને ગેસ બંધ કરી દેવો અને મિશ્રણ ને ઠંડું પાડવા દેવું.

ઠંડું પડી ગયા બાદ, તેમાંથી થોડું મિશ્રણ હાથમાં લઇ અને લાદવાના આકાર આપી ગોળા બનાવવા અને એક પ્લેટમાં અલગથી રાખવા.

બધા જ ગોળા/લાડવા તૈયાર થઇ ગયા બાદ, એલચી દાણા તેમજ બારીક સમારેલા પિસ્તા, (બદામ) તેની ઉપર લગાડવા. અને ત્યારબાદ, તેને ખાવાના ઉપયોગમાં લેવા.

આ લાડવા ફિર્ઝ્માં રાખવાથી ૪ થી ૫ પાંચ દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.

 

બ્લોગ લીંક: htpp://das.desais.net

નાળિયેરની ચટણી…

નાળિયેરની ચટણી …

ઢોસા, ઈડલી, વડા સાથે નારિયેળની ચટણી ના હોય તો ખાવામાં કશુક ખૂટે છે તેમ લાગે.

 

સામગ્રી:

 

૧/૨ – અડધું સુકું નાળિયેર

૧/૨ – કપ લીલી કોથમીર (મોટા પીસમાં ચૂંટી લેવી)

૨ – નંગ લીલા મરચાં

૧ – નંગ નાનું લીંબુ

૩/૪ – નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

વઘાર માટેની સામગ્રી:

૨ – નાની ચમચી તેલ

૧ – નાની ચમચી રાઈ

૧- ચૂટકી (Pinch) લાલ મરચાનો પાઉડર (જો તમને પસંદ હોય તો)

 

રીત:

 

નાળીયેર ને સાફ કરી અને તેના નાના નાના ટૂકડા કરી લેવા.

ત્યારબાદ, નારિયેલ, લીળી કોથમીર, લીલા મરચાં, લીંબુ નો રસ, મીઠું સ્વાદાનુસાર અને બે (૨) ચમચા પાણી મીક્ષર (મિક્સી)મા નાંખી અને તેને બારીક પીસવું.

ચટણી જેટલી (ઘટ) જાડી રાખવી હોય તે ધ્યાનમાં રાખી તે મુજબ પાણી ઉમેરી ને પીસવી. અને પીસાઈ ગયાબાદ તેને એક વાટકી અથવા વાસણમાં કાઢી લેવી.

ત્યારબાદ, નાની વાટકી કે વઘારીયામાં તેલ નાંખી અને ગરમ કરવા મૂકવું. તેલમાં રાઈ નાંખી નાંખવી અને તેને સાંતળવી, તે શેકાઈ ગયા બાદ, તૂરત જ ગેસ બંધ કરી દેવો અને તેમાં લાલ મરચાનો પાઉડર એક ચપટીક નાંખવો અને તે તેલ ચટણીમાં છાંટી દેવું.

ચટણી બસ તૈયાર થઇ ગઈ છે, જેને ખાવાના ઉપોયોગમાં લઇ શકાય છે.

આજ ચટણીને વધુ સ્વાદિષ્ટ બનાવી હોય તો, નારેયેળના ટૂકડા, લીલા મરચાં અને સેકેલ ચણાની દાળને મિક્સરમાં પિસ્તા પેહલાં થોડા તેલમાં સેકી લેવામાં આવે અને ત્યારબાદ, પીસવામાં આવે તો તે વધુ સ્વાદિષ્ટ બનશે.

ચણાની દાળ ની બદલે, દાળિયા કે કાબુલી બાફેલા ચણાનો પણ ઉપયોગ કરી શકાય છે.

 

બ્લોગ લીંક: htpp://das.desais.net

પગ મને ધોવા દયો રઘુરાયજી …

પગ મને ધોવા દયો રઘુરાયજી …

રચયતા : કવિ દુલા કાગ બાપુ

.

.

સ્વર:પાર્થિવ ગોહિલ..

.

.

પગ મને ધોવા દયો રઘુરાય

મને શક પડ્યો મન માંહ્નય

પગ મને ધોવા દયો રઘુરાય…

.

રામ લક્ષ્મણ જાનકી તીર ગંગાજીને જાયજી

નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ

પગ મને ધોવા દયો રઘુરાય…

.

રજ તમારી કામણગારી, મારી નાવ નાર બની જાયજી

તો તો મારા રંક જનની, આજીવિકા ટળી જાયજી

પગ મને ધોવા દયો રઘુરાય…

.

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુશ્કુરાયજી

અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાયજી

પગ મને ધોવા દયો રઘુરાય…

.

દિન દયાળુ આ જગતમાં,ગરજ કેવી ગણાયજી

આપ્ જેવા તે ઊભા રાખી, પગ પખાળી જાયજી

પગ મને ધોવા દયો રઘુરાય…

.

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલ રાયજી

પારી ઉતારી ને બોલ્યાં, તમે શું લેશો ઉતરાયજી

પગ મને ધોવા દયો રઘુરાય…

.

નાઈની કદી નાઈ લે નહીં, આપણે ધંધા ભાઈજી

?કાગ? ના માંગે ખારવો કદી, ખારવાની ઉતરાયજી

પગ મને ધોવા દયો રઘુરાય…

કેવટ પ્રસંગ…(રચના)

કેવટ પ્રસંગ…

મેંતો જાણી લીધો ભેદ તમારો, સીતાના સ્વામી,પ્રેમે કહો પાવલાં પખાળો..

ભવ સાગર ભર તારણ હારો, માંગે આજ આશરો અમારો
નાવ માંગે હરિ પાર ઉતરવા, કેવટ મનમાં મુંઝારો..સીતાના સ્વામી..

મર્મ તમારો જાણું હું ભગવંત, જાણું અવતાર તમારો
પરથમ પહેલાં પાય પખાળું, પછી કરૂં પાર કિનારો..સીતાના સ્વામી..

રાત વેળાએ કરતા લક્ષમણ, ન્રુપ સંગ વેદ ના વિચારો
વેદ નો ભેદ મેં એકજ જાણ્યો, જાણ્યો ચરણ ચમકારો.. સીતાના સ્વામી..

રજ તમારી પડી પથ્થર પર, પ્રગટ્યો ત્યાં દેહ દમકારો
જો રજ પરસે નાવ અમારી, તુટે ગરીબ નો ગુજારો..સીતાના સ્વામી..

શીદ ગંગાજળ શુધ્ધ ગણાતું, શીદ શુધ્ધ ગંગા કિનારો
શીદને ભક્ત ગણ ભાગીરથી સેવે, જાણી લીધો વેદ વરતારો..સીતાના સ્વામી..

ગંગા કિનારે જીવન વિતાવ્યું, -તેથી- આવ્યો સમય આજ સારો
ભવ સાગરનો તારણ હારો, કહે મને પાર ઉતારો..સીતાના સ્વામી..

આજ કિનારે બીજી ન નાવડી, અવર ઉતરવા ન આરો
પગ પખાળી પછી પાર ઉતારૂં, માંગુ નહીં આપથી ઉતારો..સીતાના સ્વામી..

જો તેં જાણી લીધું નીર ગંગાનું, જાણી લીધો વેદ વરતારો
શીદ પખાળે પછી પાવલા મારાં, કરે નાહિં ગંગ થી ગુજારો..સીતાના સ્વામી..

જળ ગંગાએ નીચ જન તાર્યા, કીધો અનેક નો ઉગારો
અધમા અધમ હું અતિ અધમ નો, નહિં કરે નીર ઉધ્ધારો..સીતાના સ્વામી..

પ્રેમ પિછાણી રઘુવિર રીઝીયા કહે, તું જીત્યો ને હું હાર્યો
ચરણામ્રુત લઇ મેલ્યું મુખ માંહી, રોમે રોમ ઉજીયરો..સીતાના સ્વામી..

પરભવ કેરો કચ્છ કેવટ રીઝાવી, તાર્યા કુટુંબ પરીવારો
પાર ઉતરી પુછે પ્રભુજી હવે, આપું તને કેવા ઉપહારો..સીતાના સ્વામી..

આજ પ્રભુજી મને શું શું ન મળિયું, અનહદ કર્યાછે ઉપકારો
અવર ન આશ પણ એટલું માંગું, કરજો હવે એક’દિ ઉતારો..સીતાના સ્વામી..

આજ ગંગાજળ પાર મેં કરાવ્યાં, આવે અંત આયખો અમારો
લખ ચોરાસીના લેખા ન લેજો, દેજો મને આશરો તમારો..સીતાના સ્વામી..

દીન “કેદાર”નો દીન દયાળુ, ભક્ત કેરા ભાર હર નારો
છળ કપટ છોડી રામ જે રીઝાવે, પામે એતો મોક્ષ નો કિનારો..સીતાના સ્વામી..

સ્વાર્થ ની સગાઇ…

સ્વાર્થ ની સગાઇ

સાખીઓ

સગા ને સ્નેહીઓ સઘડાં, સ્વાર્થ મહીં ગરકાવ છે
સબંધ છે સ્વાસ સાથે નો, પછી ક્યાં યાદ રાખે છે

રડે સૌ રાગ તાણી ને, મલાજો મોત નો કરવા
સમય જાતાં વિસારી દે, પછી ક્યાં યાદ રાખે છે….

સ્વાર્થ ની સગાઇ…

સ્વાર્થ તણી છે સગાઇ, જગત માં બધી…..
સ્વાર્થ ની સાસુ સ્વાર્થ ના સસરા, સ્વાર્થ તણી કોઇ માઇ….

પુત્ર કમાણી કરી ઘર લાવે તો, દીપક કૂળ ગણાઇ
શરીર ઘટે કે રોગ સતાવે તો, બોજ બને ઘર માંઇ……

માત પિતાની સેવા કરતો-કેમકે-, થઇ નથી ભાગ બટાઇ
વારસો મળતા વસમા લાગે, હવે ડોસો ને ડોશી છે ગંધાઇ…

હરખે સ્વામી હાર ઘડાવે તો, સેવા કરતી સવાઇ
ભાગ્ય ફરે ને ભૂખ સતાવે તો, નિશ દિન કરતી લડાઇ…

પુત્રી કેરા પાય પખાળે તો, વ્હાલો લાગે જમાઇ
જો સૂત નારી સંગે હંસે તો, લાજ કુટુંબ ની લુંટાઇ…

દીન “કેદાર”પર દયા દરશાવી મારી, અળગી કરો અવળાઇ
સ્વાર્થ સઘળાં મારા મનથી મટાવી, પ્રેમ થી લાગું હરિ પાઇ….

સૌજન્ય:રચઈતા શ્રીકેદારસિંહજી મે.જાડેજા,ગાંધીધામ-કચ્છ

ચોકલેટ કેક ..(ઈંડાના ઉપયોગ વિના)…

ચોકલેટ કેક ..(ઈંડાના ઉપયોગ વિના) …

ઘણી વખત વીજળીની સમસ્યાને કારણે કે ઓવન ઘરમાં ન હોવાને કારણે કેક ઘરમાં બનાવવી હોય તો પણ કેવી રીતે બનાવવી ? તો આ માટે કુકર નો પ્રયોગ કરવો જરૂરી લાગ્યો. જે મોટેભાગે દરેક ના ઘરમાં હોય જ !

આ ઉપરાંત કેક તો બનાવી છે, પણ પોતાની સંસ્કૃતિને ધ્યાનમાં રાખી ઈંડાની કેક તો નથી બનાવવી કે નથી ખાવી તો પછી શું કરવું? જો કે હવે તો ઈંડા વિનાની કેક પણ માર્કેટમાં મળે છે; પરંતુ તે શું કામ ખાવી જાતે જ ઈંડા વિનાની કેક ઘરમાં કેમ ના બાનવીએ.

તો ચાલો આજે ચોકલેટ કેક ઈંડા ના ઉપયોગ કર્યાં વિના બનાવીએ.

 

સામગ્રી:

૨૦૦ ગ્રામ મેંદો (૧-કપ)

૬૦ ગ્રામ માખણ અથવા ઘી

૧૦૦ ગ્રામ ખાંડ -પીસેલી

૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક (અથવા ઘરમાં મલાઈ હોય તો તે પણ લઇ શકાય.)

૫૦ ગ્રામ ચોકલેટ પાઉડર

૧ નાની ચમચી ઇન્સ્ટન્ટ કોફી પાઉડર (જો તમને પસંદ હોય તો જ)

૨૦૦ ગ્રામ દૂધ

૧ નાની ચમચી બેકિંગ પાઉડર

૧/૪ નાની ચમચી મીઠું (જો તમને પસંદ હોય તો)

 

રીત:

સૌ પ્રથમ કેક માટે ઉપયોગમાં લેવાની બધીજ સામગ્રી એક ટેબલ પર અલગથી રાખી દેવી.


કેક જે કૂકરમાં બનાવવાની હોય તે કૂકરમાં સમાય તે વાસણ (ડબ્બો) પણ ઘી લગાડી તેના ઉપર લોટ આછો છાંટી અને અલગ તૈયાર રાખી દેવું.

ત્યારબાદ, કેક માટેના મેંદામાં મીઠું અને બેકિંગ પાઉડર નાંખી તને મિક્સ કરી અને લોટ ને ચારણીથી ચાળી (બે -વખત) લેવો.

ત્યારબાદ એક વાસણમાં ઘી/માખણ અને ખાંડ લઇ અને તેને ફેંટો, (હલાવો) ખાસ ધ્યાન રહે કે જેનાથી તે (મિક્સ કરો) ફેંટો તે એક તરફ જ ચમચો કે સાધન ફેરવવું. લગભગ ૨ થી ૩ મિનિટ બાદ માખણ સફેદ ફીણ જેવું થવાં લાગશે. માખણ અને ખાંડ ને ઝડપથી ફેંટવા.ધીમે ધીમે મિક્સ નહિ કરવું.

ત્યારબાદ ચોકલેટ પાઉડર અને કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી અને ફરી એક જ દિશામાં હલાવી અને ફેંટો. લગભગ ૨ થી ૩ મિનિટ ફેંટો.

ત્યારબાદ, તેમાં ચાળેલો મેંદો થોડો થોડો ઉમેરતા જવું અને ધીરે ધીરે મિક્સ કરવું, ખ્યાલ રહે કે મેંદાના ગાંઠા ના પડે. બધો જ મેંદો મિક્સ થઇ ગયા બાદ, ફરી ૨ થી ૩ મિનિટ એકતરફ જ તેને હલાવતાં રેહવું અને ખૂબજ સારી રીતે ફેંટો. અને તેમાં વચ્ચે-વચ્ચે થોડું થોડું દૂધ ઉમેરતા જવું. (નાખતા જવું) આમ કેકનું મિશ્રણ ભજીયાના લોટ જેવું પાતળું રેહવું જરૂરી.

દૂધ ઉમેરી દેશો એટલે મિશ્રણ તૈયાર થઇ જશે. તેમાં તમે કોઈપણ પ્રકારના સૂકામેવા (કિસમિસ, કાજુ, બદામ, અખરોટ) સમારી તમને પસંદ હોય તો નાંખી શકો છો. સૂકો મેવો નાખ્યા બાદ, તેને એકદમ મિક્સ કરી દેવો.

કૂકરમાં કેક બનાવતા હોય ત્યારે ધ્યાન રાખવું કે કૂકરમાં મૂકવાનું વાસણ કૂકરના તળિયાને અડોઅડ (અડીને) ના રહે. તેમ કરવાથી કેક તળિયામાંથી બળી/ દાઝી જશે. તે ના થાય તે માટે કૂકરના તળિયામાં એક વાટકી અથવા રીંગ રાખવી અને તેની ઉપર કેક ના મિશ્રણ નું વાસણ રાખવું.

અથવા કૂકરના તળિયામાં એક વાટકી મીઠું પાથરી દેવું, અને ફૂલ ગેસ ચાલુ કરી અને કૂકારનું ઢાંકણું ૨ થી ૨-૧/૨ મિનિટ સુધી બંધ કરીને ગરમ કરવું. આમ કરવાથી કૂકર કેક બનાવવા માટે યોગ્ય ગરમ થઇ જશે. (પ્રી હીટેડ ઓવન ની જેમ)


ત્યારબાદ, કેકનું મિશ્રણ જે અગાઉ ઘી-લોટ લગાડેલ વાસણ તૈયાર રાખેલ,તેમાં પાથરવું અને પેહલેથી ગરમ રાખેલ કૂકરમાં તે વાસણ રાખી અને કૂકારનું ઢાંકણું બંધ કરી દેવું.


કૂકરના ઢાંકણ બંધ કરો ત્યારે તેમાં સિટી લગાડવાની જરૂર નથી. અને ગેસને મધ્ય તાપ (ધીમો) રાખી અને ૪૦ મિનિટ સુધી કેકને પાકવા દેવી.

લગભગ ૪૦ મિનિટમાં કેક પાકીને તૈયાર થઇ જશે. ૪૦ મિનિટ બાદ ઢાંકણ ખોલીને ચપ્પુની અણી અંદર ખૂપાવીને ને જોવું કે કેક ચોંટે નહિ તો તૈયાર થઇ ગઈ છે તેમ સમજવું.

ત્યારબાદ, કેકને ઠંડી કરવા મૂકવી અને ઠંડી થઇ ગયા બાદ, કિનારે કિનારે ચપ્પુની ધાર ધીરે ધીરે ફેરવીને કેક એક પ્લેટમા બહાર કાઢવી.


આમ કૂકરમાં બનાવેલ કેક તૈયાર થઇ જશે. જે ખાવાના ઉપયોગમાં લઇ શકો છો.

બ્લોગ લીંક: htpp://das.desais.net


ભાખરવડી…

ભાખરવડી …

 

ભાખરવડી …

 

 

 

ભાખરવડી સામાન્ય રીતે તળી ને બનાવવામાં આવે છે. પરંતુ તમે ઈચ્છો તો ઓવન માં પણ બેક કરી શકાય છે. ભાખરવડી અનેક સ્વાદમાં બનાવવામાં આવતી હોય છે. . જેમ કે તીખી, લસણ વાળી, લીલા મરચા વાળી, આદુ મરચાના સ્વાદ વાળી, બટેટા ના મસાલા વાળી અને સામાન્ય મસાલાવાળી.

 

સામગ્રી :

 

૧૦૦ ગ્રામ ચણાનો લોટ

 

૧૦૦ ગ્રામ મેંદો (૧/૨ કપ)

 

૫૦ ગ્રામ તેલ (૧/૪ કપ) લોટમાં ભેળવવા

 

૧/૨ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

 

૧/૪ નાની ચમચી હળદર પાઉડર

 

૧/૨ નાની ચમચી અજમો

 

તેલ ભાખરવડી તળવા માટે

 

ભાખરવડીમાં ભરવાના મસાલા માટેની સામગ્રી :

 

૧ ટે. સ્પૂન તલ

 

૧ ટે. સ્પૂન નાળિયેરનું છીણ

 

૧/૨ ટે. સ્પૂન ખસખસ

 

૧/૨ નાની ચમચી આદુનો પાઉડર (પેસ્ટ)

 

૧/૨ નાની ચમચી ગરમ મસાલો

 

૧ નાની ચમચી જીરાનો પાઉડર

 

૧ નાની ચમચી ધાણા નો પાઉડર

 

૩/૪ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

 

૨ નાની ચમચી ખાંડ (પીસેલી)

 

૧ ટે. સ્પૂન લીલી કોથમીર (જીણી સમારેલી)

 

આંબલીનું પાણી અથવા લીંબુનો રસ

 

 

 

રીત:

 

મેંદા ના લોટને અને ચણાના લોટને એક વાસણમાં ચારણીથી ચારી લેવો. અને ત્યારબાદ તેમાં, મીઠું, હળદર, અજમો અને તેલ નાંખી અને સારી રીતે મિક્સ કરવો અને ત્યારબાદ જરૂરી પાણી ઉમેરી અને પૂરીથી પણ સખત (કઠણ) લોટને બાંધવો. લોટ બંધાઈ ગયા બાદ, તેને એક કપડાથી ૧/૨ કલાક માટે ઢાંકી રાખવો.

 

 

 

ભાખરવડી માં ભરવાનો મસાલો કરવાની રીત :

 

તલ અને ખસખસ ને નાની કડાઈમાં નાંખી અને ગેસ પર શેકવા મૂકવા. ત્યારબાદ નાળીયેરના છીણ ને તેમાં નાંખી અને થોડું શેકવું. અને ત્યારબાદ, આ શેકેલ મસાલાને મીક્ષરમાં (મિક્સીમાં) નાંખી અને કરકરું પીસવું. અને ત્યારબાદ બધાજ મસાલા એક પ્લેટમાં કાઢી અને સારી રીતે મિક્સ કરી દેવા. ત્યારબાદ તે મસાલાના ચાર સરખા ભાગ કરવા.

 

અગાઉ બાંધેલ લોટને એકદમ મસળી લેવો. અને ત્યારબાદ, તેના પણ ચાર સરખા ભાગ કરવા. અને બનેલ ભાગના ગોળા (લુઆ) બનાવવા. એક ગોળાને લઈ અને તેને રોટલીની માફક ૮ થી ૯ ઈંચ ની ગોળાઈમાં વણવો. ત્યારબાદ, તે વણેલ લોટ ઉપર આંબલીનું પાણી ચોપડવું (લગાડવું). (ચિત્રમાં બતાવ્યા પ્રમાણે) આંબલીનું પાણી લાગી ગયા બાદ, તેની ઉપર એક ભાગ મસાલો પૂરા વણેલ લોટ ઉપર લગાડવો (પાથરવો). મસાલો લગાડી દીધા બાદ, તે રોટલીને એક છેડો પકડી અને તેનું ગોળ ફીડલું વાળવું.  અને તેનો છેડો પાણીની મદદથી ચિપકાવો.

 

 

 

આ ગોળ ફીડલું વાળેલ લોટના ચપ્પુથી ૧/૨ ઈંચના અંતરે સરખા ભાગ કરવા. (ચિત્રમાં બતાવ્યા પ્રમાણે) આમ બધાજ લુઆની રોટલી બનાવી અને તેના ઉપર આંબલીનું પાણી લગાડી અને ત્યારબાદ, મસાલો એક ભાગ લગાડી અને તેના કટકા કરવા. (બધાજ લોટના લગભગ ૨૦-૨૫ કટકા થશે.)

 

ત્યારબાદ, એક કડાઈમાં તેલ લેવું અને તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ ગયા બાદ, કડાઈમાં સમાઈ શકે તેટલા જ કટકા તેમાં તળવા માટે મૂકવા. ભાખરવડી ધીમા તાપે તળવી. ભાખરવડી તળાઈ ગયા બાદ, તેને એક પ્લેટ ઉપર રાખવી. આમ, ધીરે ધીરે બધીજ ભાખરવડી તળી અને પ્લેટ ઉપર રાખી દેવી.

 

બસ, ભાખરવડી તૈયાર છે. હવે તેને ગરમ ગરમ ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે. અને ઠંડી પડી ગયા બાદ, એક હવાચુસ્ત (એરટાઈટ) વાસણમાં મૂકી અને ઢાંકણ બંધ કરી દેવું. જે ભાખરવડી ૩૦ દિવસ સુધી જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઇ શકાય છે.

 

 

 

અન્ય વિકલ્પ (રીત) :

 

(૧)

 

ભાખરવડી માં બટેટાનો મસાલો બનાવી અને તેમાં લગાડી શકાય છે અને તે ભાખરવડી નો ઉપયોગ તેજ દિવસે કરવો જરૂરી. બટેટાના મસાલો લગાડેલ ભાખરવડી લાંબો સમય રાખી ના શકાય. કોઈ પ્રસંગે પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે આ ભાખરવડી ઉપયોગમાં લઇ શકાય છે.

 

વિકલ્પઃ (૨)

 

આ વિકલ્પ, અમારા બ્લોગ ના વાચક શ્રીમતી પૂર્વીબેન તરફથી અમોને મોકલવામાં આવેલ છે; જેને અમોએ અહીં સાભાર મૂકવા નમ્ર કોશિશ કરેલ છે. આ અગાઉ પણ તેઓશ્રી એ કાંદા ના સમોસાની રેસિપી નો વિકલ્પ જણાવેલ જે અમે અમારાંસમોસાની રેસિપીમાં સમાવેશ કરેલ છે.

 

ભાખરવડી વિષે જાણીને ઘણી જ ખુશી થઈ ભાખરવડી બોલતાં જ પુનાની ચીતળે બંધૂ ની યાદ આવી જાય છે આપની ભાખરવડી હું ચોક્કસ ટ્રાય કરીશ અને આપને જણાવીશ પરંતુ આ સાથે અમારી ભાખરવડી કાંદા અને ગ્રીન બીન્સ (ફણસી)ના માવાની રીત પણ મૂકી રહી છુ.

 

ફણસી ને ગોળ ગોળ જીણી સમારી લેવી કાંદા ને પણ જીણા સમારવા,ગાજર જીણા સમારેલા, લીલું અથવા સૂકું નાળિયેર પાવડર, લસણ,લીલા મરચાં બારીક સમારેલા, ટામેટાં સોસ, લાલ મરચું(બહુ જ થોડું), જીરૂ આખું , મીઠું સ્વાદ અનુસાર, જીરા પાવડર, હિંગ, પાણી , તેલ , ખમણેલી ચીઝ.

 

સૌ પ્રથમ તેલ ગરમ કરી તેમાં જીરૂ અને હિંગ નાખવાં તેમાં કાંદા, લસણ, ફણસી અને ગાજર નાખવાં લીલા મરચાં, જીરા પાવડર, મીઠું, નાખી થોડું પાણી છાટવું અને અને તેના પર ડિશ મૂકી દઈ ડિશ માં પાણી મૂકી વરાળ થી ધીમા તાપે ચડવા દેવું શાક થઈ બાદ તેમાં ટમેટો સોસ, લાલ મરચું અને નાળિયેર નો પાવડર નાખવો મિક્સ કરી તેને બાજુમાં મૂકી શાક ઠંડુ થવા દેવું શાક ઠંડુ થયા બાદ તેમાં ચીઝ મિક્સ કરવું ત્યાર બાદ આ પુરણ ભાખરવડીના રોટલા માં ભરી પિનવ્હીલ બનાવી તળી લેવી (ઓછા કે વધુ તેલમાં પણ તળાય છે, જે બનાવનાર પર આધાર રાખે છે. )

 

આ પુરણ બ્રેડ માં ભરી તેને ભાખરવડીની માફક ગોળ રોલ કરી દોરાથી બાંધી લઈ તળી શકાય અથવા સેન્ડવિચ કે પરોઠાં પણ બનાવી શકાય. આ એક પૂરણ ના વિવિધ સ્વાદ જે આપ લઈ શકો છો જરા પણ વિચાર્યા વગર .

 

 

 

 

 

બ્લોગ લીંક: htpp://das.desais.net

ભાખરવડી સામાન્ય રીતે તળી ને બનાવવામાં આવે છે. પરંતુ તમે ઈચ્છો તો ઓવન માં પણ બેક કરી શકાય છે. ભાખરવડી અનેક સ્વાદમાં બનાવવામાં આવતી હોય છે. . જેમ કે તીખી, લસણ વાળી, લીલા મરચા વાળી, આદુ મરચાના સ્વાદ વાળી, બટેટા ના મસાલા વાળી અને સામાન્ય મસાલાવાળી.

સામગ્રી :

૧૦૦ ગ્રામ ચણાનો લોટ

૧૦૦ ગ્રામ મેંદો (૧/૨ કપ)

૫૦ ગ્રામ તેલ (૧/૪ કપ) લોટમાં ભેળવવા

૧/૨ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧/૪ નાની ચમચી હળદર પાઉડર

૧/૨ નાની ચમચી અજમો

તેલ ભાખરવડી તળવા માટે

ભાખરવડીમાં ભરવાના મસાલા માટેની સામગ્રી :

૧ ટે. સ્પૂન તલ

૧ ટે. સ્પૂન નાળિયેરનું છીણ

૧/૨ ટે. સ્પૂન ખસખસ

૧/૨ નાની ચમચી આદુનો પાઉડર (પેસ્ટ)

૧/૨ નાની ચમચી ગરમ મસાલો

૧ નાની ચમચી જીરાનો પાઉડર

૧ નાની ચમચી ધાણા નો પાઉડર

૩/૪ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૨ નાની ચમચી ખાંડ (પીસેલી)

૧ ટે. સ્પૂન લીલી કોથમીર (જીણી સમારેલી)

આંબલીનું પાણી અથવા લીંબુનો રસ

 

રીત:

મેંદા ના લોટને અને ચણાના લોટને એક વાસણમાં ચારણીથી ચારી લેવો. અને ત્યારબાદ તેમાં, મીઠું, હળદર, અજમો અને તેલ નાંખી અને સારી રીતે મિક્સ કરવો અને ત્યારબાદ જરૂરી પાણી ઉમેરી અને પૂરીથી પણ સખત (કઠણ) લોટને બાંધવો. લોટ બંધાઈ ગયા બાદ, તેને એક કપડાથી ૧/૨ કલાક માટે ઢાંકી રાખવો.


ભાખરવડી માં ભરવાનો મસાલો કરવાની રીત :

તલ અને ખસખસ ને નાની કડાઈમાં નાંખી અને ગેસ પર શેકવા મૂકવા. ત્યારબાદ નાળીયેરના છીણ ને તેમાં નાંખી અને થોડું શેકવું. અને ત્યારબાદ, આ શેકેલ મસાલાને મીક્ષરમાં (મિક્સીમાં) નાંખી અને કરકરું પીસવું. અને ત્યારબાદ બધાજ મસાલા એક પ્લેટમાં કાઢી અને સારી રીતે મિક્સ કરી દેવા. ત્યારબાદ તે મસાલાના ચાર સરખા ભાગ કરવા.

અગાઉ બાંધેલ લોટને એકદમ મસળી લેવો. અને ત્યારબાદ, તેના પણ ચાર સરખા ભાગ કરવા. અને બનેલ ભાગના ગોળા (લુઆ) બનાવવા. એક ગોળાને લઈ અને તેને રોટલીની માફક ૮ થી ૯ ઈંચ ની ગોળાઈમાં વણવો. ત્યારબાદ, તે વણેલ લોટ ઉપર આંબલીનું પાણી ચોપડવું (લગાડવું). (ચિત્રમાં બતાવ્યા પ્રમાણે) આંબલીનું પાણી લાગી ગયા બાદ, તેની ઉપર એક ભાગ મસાલો પૂરા વણેલ લોટ ઉપર લગાડવો (પાથરવો). મસાલો લગાડી દીધા બાદ, તે રોટલીને એક છેડો પકડી અને તેનું ગોળ ફીડલું વાળવું.  અને તેનો છેડો પાણીની મદદથી ચિપકાવો.

 

આ ગોળ ફીડલું વાળેલ લોટના ચપ્પુથી ૧/૨ ઈંચના અંતરે સરખા ભાગ કરવા. (ચિત્રમાં બતાવ્યા પ્રમાણે) આમ બધાજ લુઆની રોટલી બનાવી અને તેના ઉપર આંબલીનું પાણી લગાડી અને ત્યારબાદ, મસાલો એક ભાગ લગાડી અને તેના કટકા કરવા. (બધાજ લોટના લગભગ ૨૦-૨૫ કટકા થશે.)

ત્યારબાદ, એક કડાઈમાં તેલ લેવું અને તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ ગયા બાદ, કડાઈમાં સમાઈ શકે તેટલા જ કટકા તેમાં તળવા માટે મૂકવા. ભાખરવડી ધીમા તાપે તળવી. ભાખરવડી તળાઈ ગયા બાદ, તેને એક પ્લેટ ઉપર રાખવી. આમ, ધીરે ધીરે બધીજ ભાખરવડી તળી અને પ્લેટ ઉપર રાખી દેવી.

બસ, ભાખરવડી તૈયાર છે. હવે તેને ગરમ ગરમ ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે. અને ઠંડી પડી ગયા બાદ, એક હવાચુસ્ત (એરટાઈટ) વાસણમાં મૂકી અને ઢાંકણ બંધ કરી દેવું. જે ભાખરવડી ૩૦ દિવસ સુધી જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઇ શકાય છે.


અન્ય વિકલ્પ (રીત) :

(૧)

ભાખરવડી માં બટેટાનો મસાલો બનાવી અને તેમાં લગાડી શકાય છે અને તે ભાખરવડી નો ઉપયોગ તેજ દિવસે કરવો જરૂરી. બટેટાના મસાલો લગાડેલ ભાખરવડી લાંબો સમય રાખી ના શકાય. કોઈ પ્રસંગે પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે આ ભાખરવડી ઉપયોગમાં લઇ શકાય છે.

વિકલ્પઃ (૨)

આ વિકલ્પ, અમારા બ્લોગ ના વાચક શ્રીમતી પૂર્વીબેન તરફથી અમોને મોકલવામાં આવેલ છે; જેને અમોએ અહીં સાભાર મૂકવા નમ્ર કોશિશ કરેલ છે. આ અગાઉ પણ તેઓશ્રી એ કાંદા ના સમોસાની રેસિપી નો વિકલ્પ જણાવેલ જે અમે અમારાંસમોસાની રેસિપીમાં સમાવેશ કરેલ છે.

ભાખરવડી વિષે જાણીને ઘણી જ ખુશી થઈ ભાખરવડી બોલતાં જ પુનાની ચીતળે બંધૂ ની યાદ આવી જાય છે આપની ભાખરવડી હું ચોક્કસ ટ્રાય કરીશ અને આપને જણાવીશ પરંતુ આ સાથે અમારી ભાખરવડી કાંદા અને ગ્રીન બીન્સ (ફણસી)ના માવાની રીત પણ મૂકી રહી છુ.

ફણસી ને ગોળ ગોળ જીણી સમારી લેવી કાંદા ને પણ જીણા સમારવા,ગાજર જીણા સમારેલા, લીલું અથવા સૂકું નાળિયેર પાવડર, લસણ,લીલા મરચાં બારીક સમારેલા, ટામેટાં સોસ, લાલ મરચું(બહુ જ થોડું), જીરૂ આખું , મીઠું સ્વાદ અનુસાર, જીરા પાવડર, હિંગ, પાણી , તેલ , ખમણેલી ચીઝ.

સૌ પ્રથમ તેલ ગરમ કરી તેમાં જીરૂ અને હિંગ નાખવાં તેમાં કાંદા, લસણ, ફણસી અને ગાજર નાખવાં લીલા મરચાં, જીરા પાવડર, મીઠું, નાખી થોડું પાણી છાટવું અને અને તેના પર ડિશ મૂકી દઈ ડિશ માં પાણી મૂકી વરાળ થી ધીમા તાપે ચડવા દેવું શાક થઈ બાદ તેમાં ટમેટો સોસ, લાલ મરચું અને નાળિયેર નો પાવડર નાખવો મિક્સ કરી તેને બાજુમાં મૂકી શાક ઠંડુ થવા દેવું શાક ઠંડુ થયા બાદ તેમાં ચીઝ મિક્સ કરવું ત્યાર બાદ આ પુરણ ભાખરવડીના રોટલા માં ભરી પિનવ્હીલ બનાવી તળી લેવી (ઓછા કે વધુ તેલમાં પણ તળાય છે, જે બનાવનાર પર આધાર રાખે છે. )

આ પુરણ બ્રેડ માં ભરી તેને ભાખરવડીની માફક ગોળ રોલ કરી દોરાથી બાંધી લઈ તળી શકાય અથવા સેન્ડવિચ કે પરોઠાં પણ બનાવી શકાય. આ એક પૂરણ ના વિવિધ સ્વાદ જે આપ લઈ શકો છો જરા પણ વિચાર્યા વગર .

 

 

બ્લોગ લીંક: htpp://das.desais.net

જલારામ બાપા…(જલારામ જંયતિ)

જલારામ બાપા…

આજે શ્રી જલારામ બાપાની જન્મ જંયતિ છે….

રામ નામ મેં લીન હૈ

દેખત સબ મેં રામ

તાકે પદ વંદન કરું

શ્રી જય જય જલારામ

.

આજે શ્રી જલારામ બાપાની સુંદર રચના (ભજન) માણીશું, જેના રચઈતા શ્રીકેદારસિંહજી મે.જાડેજા,ગાંધીધામ-કચ્છ નિવાસી છે. જે રચના ને મારી જાણ મુજબ હજુ કોઈએ સ્વરબદ્ધ કરેલ નથી તેથી અહીં ફક્ત આપણે તેને વાંચી શકીશું અને જાતે જ ગાવા કોશિશ કરીશું …

શ્રી કેદારસિંહજી ની અન્ય સુંદર રચનાઓ પણ છે; જે પૈકી એક જાણીતી રચના અગાઉ આપણે “બહુ નામી શિવ” શિર્ષક હેઠળ…

શિવ શંકર સુખકારી ભોલે..મહાદેવ

સોમેશ્વર શંભુ, વિશ્વેશ્વર વિષ ધારી ભોલે..

તા.૧૫ ઓગષ્ટ, ૨૦૧૦ ના (ભજન ની પોસ્ટ) શ્રી નારાયણ સ્વામીના સ્વરે અત્રે માણેલ; અન્ય નવી રચના સમયાંતરે અહીં મુકીશું. પોતાની રચના અમારા બ્લોગ પર મૂકવા માટે, અમોને આપેલ સહમતી બદલ અમો શ્રીકેદારસિંહજી મે.જાડેજા, ગાંધીધામ-કચ્છ ના અત્રે ખૂબ ખૂબ આભારી છીએ.

જલારામ બાપા

વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં
દાતા તમે આવ્યા જલા ના વેશ માં..

માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
વીરબાઇ સરીખી મળી અર્ધાગના. ભકિત તરબોળ દરશાણા
સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશ માં..

અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
હાથમાં લાકડી માથે પાધડી, ઓલીયો લાગે છે કેવો ખેસં માં.

લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં
ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઇશ ની કરતાં
ગંગા ને યમૂના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં…

પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં
લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના
પહેરવેશમાં

રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત મૂર્તિ રૂપ મંડાણા
હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઇ ભકતના વેશમાં..

રામના નામની ધૂણી ધખાવી, ભુખ્યાને અન્નજળ આપતાં
દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં
અવળાં ઉતપાત કોઇ અંતર ના આણતાં, બોલે ભલેને કોઇ દ્વેશ માં

દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો
હેતે હરિજન દર્શન કરતાં, પામે સંતોષ પુરે પુરો
એક અધેલો ચડેના ચડાવો, કોઇપણ દાણ ના પ્રવેશ માં..

દીન “કેદાર” પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
સદા રહે મારે હ્ર્દયે રામજી, એવી મતી મારી રાખજો
હરિગુણ ગાતાં ઉડે પંખેરૂ મારૂં, આવુ તારે દ્વારે શુદ્ધ વેશ માં..

રચયિતા
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ (કચ્છ)