જય આદ્યાશક્તિ…(આરતી )વિજયાદશમી…

જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ…(મા ની આરતી )

.

સ્વર: બીપીન શેઠિયા અને વૃંદ (કોરસ્)

.

.

.

જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ

અખંડ બ્રહ્માંડ નીપાવ્યા, અખંડ બ્રહ્માંડ નીપાવ્યા

પળવે પ્રગટ થયા

જ્યોમ જયો મા જગદંબે

.

દ્વિત્યા બેવ સ્વરૂપ, શિવશક્તિ જાણું

મા શિવશક્તિ જાણું,

બ્રહ્મા ગણપતિ ગાવું, બ્રહ્મા ગણપતિ ગાવું

હર ગાવું હર મા

જ્યોમ જયો મા જગદંબે

.

તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા

મા ત્રિભુવનમાં બેઠા

ત્રય થકી તરવેણી, ત્રય થકી તરવેણી

તમે તરવેણી મા

જ્યોમ જયો મા જગદંબે

.

ચૌથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યા

મા સચરાચર વ્યાપ્યા

ચાર ભૂજા ચૌદ દિશા, ચાર ભૂજા ચૌદ દિશા

પ્રગટ્યા દક્ષિણ મા

જ્યોમ જયો મા જગદંબે

.

પંચમે પંચ ઋષી, પંચમી ગુણ પદમાં

મા પંચમી ગુણ પદમાં

પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે

ક્ષમા કરો ઓ મા

જ્યોમ જયો મા જગદંબે

.

ષષ્ટિ તું નારાયણી, મહિસાસુર માર્યો

મા મહિસાસુર માર્યો

નર નારી ને રૂપે, નર નારી ને રૂપે

વ્યાપ્યા સર્વે મા

જ્યોમ જયો મા જગદંબે

.

સપ્તમે સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી

મા સંધ્યા સાવિત્રી

ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી

ગૌરી ગીતા મા

જ્યોમ જયો મા જગદંબે

.

અષ્ટમે અષ્ટ ભૂજા આયી આનંદા

મા આયી આનંદા

સૂનીવર મુનિવર જન્મ્યા, સૂનીવર મુનિવર જન્મ્યા

દેવ દૈત્યો મા

જ્યોમ જયો મા જગદંબે

.

નવમે નવ કુળ નાગ સેવે નવ દુર્ગા

મા સેવે નવ દુર્ગા

નવરાત્રી ના પૂજન, શિવરાત્રીના પૂજન

દર્શન કીધા મા

જ્યોમ જયો મા જગદંબે

.

દશમે દશ અવતાર, જય વિજયા દશમી

મા જય વિજયા દશમી

રામે રામ રમાડ્યા, રામે રામ રમાડ્યા

રાવણ રોળ્યો મા

જ્યોમ જયો મા જગદંબે

.

એકાદશી અગિયારસ કાત્યા અનિતામા

મા કાત્યા અનિતામા

કામ દુર્ગા કાલિકા, કામ દુર્ગા કાલિકા

શ્યામા ને રામા

જ્યોમ જયો મા જગદંબે

.

બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા

મા બહુચરી અંબા મા

બટૂક ભૈરવ સોહિયે, બટૂક (કાળ) ભૈરવ સોહિયે

તારા છે તુજ મા

જ્યોમ જયો મા જગદંબે

.

તેરસે તુળજા રૂપ, તું તારુણી મા

મા તમે તારુણી મા

બ્રહ્મા, વિષ્ણુ, સદા શિવ, બ્રહ્મા, વિષ્ણુ, સદા શિવ

ગુણ તારા ગાતા

જ્યોમ જયો મા જગદંબે

.

ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા

મા ચંડી ચામુંડા

ભાવ-ભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો

શિવ હાની મા

જ્યોમ જયો મા જગદંબે

.

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરૂણા

મા સાંભળજો કરૂણા

વશિષ્ટ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા

ગાએ શુભ કવિતા

જ્યોમ જયો મા જગદંબે

.

સવંત સોળ સતાવન, સોળસે બાવીસ મા

મા સોળસે બાવીસ મા

સવંત સોળમા પ્રગટ્યા, સવંત સોળમા પ્રગટ્યા

રેવાને તીરે

જ્યોમ જયો મા જગદંબે

.

ત્રંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી

મા મન્છાવટી નગરી

સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે, સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે

ક્ષમા કરો ગૌરી

જ્યોમ જયો મા જગદંબે

.

શિવ શક્તિની આરતી, જે ભાવે ગાશે

મા જે ભાવે ગાશે

ભણે શિવાનંદ સ્વામી, ભણે શિવાનંદ સ્વામી

સુખ સંપતિ થાશે, હર કૈલાશે જાશે,

મા અંબા દુ:ખ હરશે

જ્યોમ જયો મા જગદંબે

.

જ્યોમ જયો મા જગદંબે…