અમે મૈયારા રે ગોકુળ ગામના…(રાસ -સાતમું નોરતું)

અમે મૈયારા રે.. ગોકુળ ગામના…

.

 

.

 

.

અમે મૈયારા રે ગોકુળ ગામના

હાઁ રે મહીં વેંચવાને જાવાં મૈયારા રે..

ગોકુળ ગામના …

અમે મૈયારા રે ગોકુળ ગામના

.

મથુરા ને વાટ મહીં વેહંચવાને નીસરી

નટખટ એ નંદ કિશોર માંગે છે દાણજી

હાઁ રે દાણ દેવા ને લેવા મૈયારા રે ..

ગોકુળ ગામના …

અમે મૈયારા રે ગોકુળ ગામના

.

હે…મેલી દિયોને ગિરધારી મા રગડો મારો…

મિલી દિયોને ગિરધારી …

.

હાઁ રે સાસરિયામાં આવતા ને જાતા

હે…તમે સામા મળ્યા છે સંસારી મા રગડો મારો..

મેલી દિયોને ગિરધારી…

.

હે…મેલી દિયો ને ગિરધારી મા રગડો મારો

મેલી દિયોને ગિરધારી ..

.

માવડી જશોદાજી કાનાજી ને વારો

દુ:ખડા દિયે હજાર નંદજીનો લાલો

હે…મારે દુ:ખ સેહવાને કેહવા મૈયારા રે

ગોકુળ ગામના…

.

અમે મૈયારા રે ગોકુળ ગામના …

.

હે…મેલી દિયોને ગિરધારી મા રગડો મારો

મેલી દિયોને ગિરધારી…

.

ખારા સમદરિયામાં મીઠી એક વિરડી

હે…એના પાણી ભરે છે પણિયારી મા રગડો મારો

મેલી દિયોને ગિરધારી…

.

હે…મેલી દિયોને ગિરધારી મા રગડો મારો

મેલી દિયોને ગિરધારી…

.

જમુનાને તીરે કાન વાંસળી વગાડતો

ભુલાવે ભાન સાન, ઊંઘથી જગાડતો

મારે જાગી જોવું ને જાવું મૈયારા રે

ગોકુળ ગામના..

.

અમે મૈયારા રે.. ગોકુળ ગામના ..

મેલી દિયોને ગિરધારી મા રગડો મારો

મેલી દિયોને ગિરધારી…

.

અમે મૈયારા રે ગોકુળ ગામના….