હાઁ હાઁ રે ગોકુળની ગોવાલણી રે …

હાઁ હાઁ રે ગોકુળની ગોવાલણી રે …

.

 

 

.

હાઁ હાઁ રે ગોકુળની ગોવાલળી રે,

જોબનિયે છલકાતી જાય..

હાઁ હાઁ રે ગોકુળની ગોવાલળી રે

જોબનિયે છલકાતી જાય..

.

હે..ઓલી મૂખડાની રે મધ મારી ગોકુળની

ગોવાલળી રે, જોબનિયે છલકાતી જાય..

.

હાઁ હાઁ રે ગોકુળના ગોવાળિયા રે

કાળજળે કોરાતો જાય…

.

હે…ઓલ્યો આંખ્યોનો કામણગારો ગોકુળના

ગોવાળિયા રે,કાળજળે કોરાતો જાય…

.

હાઁ હાઁ રે ગોકુળના ગોવાળિયા રે

કાળજળે કોરાતો જાય…

.

હે…રંગ રાતી કસુંબલ ચોળી ગોવાલણી

હે..જાણી સંધ્યાના રંગમાં ઝબોળી ગોકુળની,

ગોવાલણી રે, જોબનિયે છલકાતી જાય..

.

હે..હાથ વાંસળી ને કેળે કંદોરો, ગોવાળિયા..

હે…નહિ આઘો ને અંદરથી ઓરો, ગોકુળના,

ગોવાળિયા રે કાળજળે કોરાતો જાય..

.

હાઁ હાઁ રે ગોકુળની ગોવાલળી રે

જોબનિયે છલકાતી જાય..

.

હે…પંડે પાતાલડી સાગનો સોટો ગોવાલણી

હે…જાણે ગુલાલનો ગોટો ગોકુળની,

ગોવાલળી રે, જોબનિયે છલકાતી જાય..

.

હે…તને પીટયું ને વાગે કોણ પોગે ગોવાળિયા..

હે…મન મોહયું પાઘલડીને છોગે ગોકુળના

ગોવાળિયા રે કાળજળે, કોરાતો જાય..

.

હાઁ હાઁ રે ગોકુળના ગોવાળિયા રે

કાળજળે કોરાતો જાય…

.

હે…હાલે હાલે ચટકતી ચાલે ગોવાલણી

હે…ગૌરી ગૌરી ને ત્રાજવડું ગાલે ગોકુળની

ગોવાલળી રે, જોબનિયે છલકાતી જાય..

.

હે…રૂડો રૂડો ને રંગે છે કારો ગોવાળિયા

હે…કારે કાંકરડી ના ચાહો ગોકુળના

ગોવાળિયા રે કાળજળે, કોરાતો જાય..

.

હાઁ હાઁ રે ગોકુળની ગોવાલળી રે

જોબનિયે છલકાતી જાય..

.

હાઁ હાઁ રે ગોકુળના ગોવાળિયા રે

કાળજળે કોરાતો જાય…

.

હાઁ હાઁ રે ગોકુળની ગોવાલળી રે

જોબનિયે છલકાતી જાય..

.