તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે….(રાસ-પાંચમું નોરતું)

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે…

.

સ્વર:અશ્વર્યા મજમૂદાર અને પાર્થિવ ગોહિલ

.

.

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે

મને ગમતું રે…

આ તો કહું છું રે પાતળિયા તને અમથું…

.

તારા પગનું રે પગરખું છમ છમતું રે

અને અંગનું એ અંગરખું તસતસતું રે

મને ગમતું રે…

આ તો કહું છું રે પાતળિયા તને અમથું..

.

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે

મને ગમતું રે…

આ તો કહું છું રે પાતળિયા તને અમથું…

.

હે… પારકો જાણીને તને જાજું શું બોલવું ને

અણજાણો જાણી તને મન શું ખોલવું રે

હે તને, હે તને, હે તને એક રે ભાળીને

મને ગમતું રે,મને ગમતું રે…

આતો કહું છું રે પાતળિયા તને અમથું…

.

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે

મને ગમતું રે…

આ તો કહું છું રે પાતળિયા તને અમથું…

.

હે.. કોણ જાણે કેમ મારા મનની રે ભીતરમાં

એવું તે ભરાયું શું….

એક મને ગમતો આભનો ચાંદલો ને

બીજો ગમતો તું….

હે…ઘરમાં, ખેતરમાં કે ધરતીના થરમાં

તારા સ્વપ્નન માં ?મન મારું રમતું રે

મને ગમતું રે…

આતો કહું છું રે પાતળિયા તને અમથું ..

.

હે..તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે

મને ગમતું રે…

આ તો કહું છું રે પાતળિયા તને અમથું…

.

તારા પગનું રે પગરખું તને છમતું રે

અને અંગનું એ અંગરખું તસતસતું રે

મને ગમતું રે…

આ તો કહું છું રે પાતળિયા તને અમથું …

.

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે

મને ગમતું રે…

આ તો કહું છું રે પાતળિયા તને અમથું…