ઢોલીડા ઢોલ રે વગાડ… (ચોથું નોરતું)

ઢોલીડા ઢોલ રે વગાડ,કાળી ગરબે રમે રે…

.

 

.

સ્વર:હેમંત ચૌહાણ…

.

.

ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે…

ગરબે રમે ભવાની

ભક્તો ને ગમે રે…

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે …

.

રૂડા ચોક રે ચુવાળ

માડી ગરબે રમે રે

બાળી બહુચર ને સંગે

માડી ગરબે ઘૂમે રે

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે …

.

રૂડા આરાશુર ધામે

માડી ગરબે રમે રે

દેવી અંબિકાને સંગ

માડી ગરબે ઘૂમે રે

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે ..

.

રૂડા માનસરોવર પાળ

માડી ગરબે રમે રે

માતા પાર્વતી ને સંગ

કાળી ગરબે ઘૂમે રે

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે …

.

રૂડા ખૈબર ને ઘાટ

માડી ગરબે રમે રે

ચૌસાઠ જોગણીઓ સંગ

કાળી ગરબે ઘૂમે રે

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે …

.

ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે…

ગરબે રમે ભવાની

ભક્તો ને ગમે રે…

ઢોલીડા..ઢોલીડા ઢોલ રે વગાડ

કાળી ગરબે રમે રે …

મા તારો ગરબો ઝાકમ ઝોળ…(ત્રીજું નોરતું )

મા તારો ગરબો ઝાકમ ઝોળ…

.

.

સ્વરઃ પાર્થિવ ગોહેલ અને એશ્વર્યા મજમૂદાર

.

.
સ્વરઃ હેમંત ચૌહાણ

.

.

હે… ગબ્બરના ગોખવાળી

ચાચરના ચોક વાળી

મા તારો ગરબો ઝાકમ ઝોળ

ઘૂમે ગોળ ગોળ

પાવાગઢની ગોળ મા રે લોલ

.

મા તારી ઓઢણી રાતી ચોળ

ઢોલી છેડે ઢોલ

પાવાગઢની ગોળ મા રે લોલ

ઉડે રંગ છોડ…

.

હે… માડી ગરબે ઘૂમે

સજી સોળ શણગાર

માડી તારા પગલાથી

પાવન પગથાર

મા તારી ઓઢણી રાતી ચોળ

ઉડે રંગ છોડ

પાવાગઢની ગોળ મા રે લોલ

.

હે… ખમ્મા ખમ્મા મા તારો જય જયકાર

માડી તારા ચરણોમાં ઝાંઝર ઝણકાર

મા તારે ગરબે ફૂલોનો ઈંઢોણ

મોંઘો ય અણમોલ

પાવાગઢની ગોળ મા રે લોલ

.

મા તારો ગરબો ઝાકમ ઝોળ

ઘૂમે ગોળ ગોળ

પાવાગઢની ગોળ મા રે લોલ

.

મા તારો ગરબો ઝાકમ ઝોળ

ઘૂમે ગોળ ગોળ

પાવાગઢની ગોળ મા રે લોલ