નવરંગી ચૂંદડીમાં…(મા નો ગરબો-બીજું નોરતું)

નવરંગી ચૂંદડીમાં…(મા નો ગરબો)

.

.

સ્વરઃ પાર્થિવ ગોહિલ અને એશ્વર્યા મજમૂદાર
.

.

હે … નવરંગી ચુંદડીમાં

ટાંક્યા છે આભલા ને

આભલામાં હસે મોરી મા

ગગનમાં, ગગનમાં ગરબે રમે મોરી મા …

.

હે … નવરંગી ચુંદડીમાં

ટાંક્યા છે આભલા ને

આભલામાં હસે મોરી મા

ગગનમાં, ગગનમાં ગરબે રમે મોરી મા …

.

હે… મા ની ચૂંદડીએ ટાંકયા છે ચૌદે બ્રહ્માંડ

હે… મા ની ચમકે ટાંક્યા છે ત્રિભુવનના તાર

મા ના પાલવ ની કોર,

મારા દલડા ની છોર

મારી અંગે મા ગબ્બરની રાણી

ગગનમાં, ગગનમાં ગરબે રમે મોરી મા …

.

નવરંગી ચુંદડીમાં

ટાંક્યા છે આભલા ને

આભલામાં હસે મોરી મા

ગગનમાં, ગગનમાં ગરબે રમે મોરી મા …

.

હે… મા ના ધમકારે ડોલે છે દશે દિગપાલ

હે… મા ના ઝમકારે બોલે છે મોર રઢિયાળ

મા ની તાળી કેરા તાલે

ગૌરી ગરબે ઘુમને વાલી

માડી પાવાની તું પટરાણી

ગગનમાં, ગગનમાં ગરબે રમે મોરી મા

.

હે … નવરંગી ચુંદડીમાં

ટાંક્યા છે આભલા ને

આભલામાં હસે મોરી મા

ગગનમાં, ગગનમાં ગરબે રમે મોરી મા …

ગગનમાં, ગગનમાં ગરબે રમે મોરી મા …(૨)