મા ની સ્તુતી…(પ્રથમ નોરતું )

નવરાત્રી આગમની…

તામગ્નિવર્ણા તપસા જ્વલન્તીં વૈરોચનીં કર્મફલેષુ જુષ્ટામ્ |

દુર્ગા દેવીઁ્ શરણમહં પ્રપધે સુતરસિ તરસે નમ: || ૨ ||

‘હું મા દુર્ગાદેવીના શરણે આવ્યો છું. તમે તપને કારણે પ્રજ્વલિત અગ્નિસમાં અને સૂવર્ણ જેવાં તેજસ્વી છો. વિવિધ રૂપોમાં આવિર્ભૂત થયેલ પરમાત્માની તમે શક્તિ છો. પ્રત્યેક કર્મમાં કર્મફળ ઉત્પન્ન કરનારી શક્તિ રૂપ છો. અમારો ઉદ્ધાર કરવાની હે મા ! તારી શક્તિ અદભૂત છે અને તું અમને સર્વસંકટોમાંથી બચાવી લઈશ. હે મા ! તને વારંવાર નમસ્કાર !’

(‘દુર્ગાસૂક્તમ્’, શ્લોક : ૨)

મા ની સ્તુતી…

હે જગ જનની હે જગદમ્બા,માત ભવાની શરણે લેજે….

.

સાખી…

ચિંતા વીઘન વીનાશીની કમલા સહ ની સકત
વીસહ થી હંસ વાહીની મને માતા દે હો સુમત
અરજ સુણી ને અમ તણી હે ભગવતી
દેત્ય વિદારણ દેવિયો મા તું કર મહેર

.

હે જગ જન ની, હે જગદંબા

માત ભવાની શરણે લેજે

હે જગ જન ની, હે જગદંબા

.

આદ્ય શક્તિ મા આદિ અનાદિ

અરજી અંબા તું, ઉરમાં ધર જે…

હે જગ જન ની, હે જગદંબા

માત ભવાની શરણે લેજે

હે જગ જન ની, હે જગદંબા

.

હોઈ ભલે દુ:ખ મેરુ સરીખું? મા

રંજ એનો ન થવાં દે જે

રજ સરીખું દુ:ખ જોઈ બીજા નું મને

મને, રોવા ને બે આંસુ દે જે…

હે જગ જન ની, હે જગદંબા

માત ભવાની શરણે લેજે

હે જગ જન ની, હે જગદંબા

.

આત્મા કોઈ નો આંનદ પામે

તો ભલે સંતાપી લે મુજ આતમને

આનંદ એનો અખંડ રેહજો

સંકટ દે, સંકટ દે મને, પુષ્પો તેને…

હે જગ જન ની, હે જગદંબા

માત ભવાની શરણે લેજે

હે જગ જન ની, હે જગદંબા

.

ધૂપ બનુ સુગંધ તું લે જે મા

મને રાખ બની ને ઉડી જાવા દે જે

બળું ભલે પણ બાળું નહિ કોઈ ને

જીવન મારું તું સુગંધિત કર જે …

હે જગ જન ની, હે જગદંબા

માત ભવાની શરણે લેજે

હે જગ જન ની, હે જગદંબા

.

કોઈ ના તીર નું નિશાન બની ને

દિલ મારું તું વિંધાવા દે જે

ઘા સહી લઉં ઘા કરુ નહિ કોઈ ને

મને ઘાયલ થઈ પળી રેહવા દે જે…

હે જગ જન ની, હે જગદંબા

માત ભવાની શરણે લેજે

હે જગ જન ની, હે જગદંબા

.

દે જે તું શક્તિ દે જે મને ભક્તિ

દુનિયાના દુ:ખ સેહવા દે જે

શાંતિ દુર્લભ તારા ચારણે

હે મા તું મને ખોળે લે જે? …

હે જગ જન ની, હે જગદંબા

માત ભવાની શરણે લેજે

હે જગ જન ની, હે જગદંબા

.

આદ્ય શક્તિ હે મા આદિ અનાદિ

અરજી અંબા તું ઉરમાં ધર જે…

આદ્ય શક્તિ હે મા આદિ અનાદિ

અરજી અંબા તું ઉરમાં ધર જે…

આદ્ય શક્તિ હે મા આદિ અનાદિ

અરજી અંબા તું ઉરમાં ધર જે…

હે જગ જન ની, હે જગદંબા….

નવરાત્રી આગમની…

નવરાત્રી આગમની…

અન્ય સ્થળે વર્ણવામાં આવેલ છે એ પ્રમાણે દુર્ગાપૂજા મહોત્સવ પાછળ ઘણી પૌરાણિક કથાઓ રહેલી છે. એમાંની એક કથા આવી છે- દર વર્ષે નવરાત્રી દરમિયાન ભગવાન શિવનાં દિવ્ય સહધર્મચારિણી ઉમા જે પાર્વતીને નામે પણ જાણીતાં છે, પોતાનાં માતાપિતા હિમાવત મેનકાને ઘેર આવે છે. બંગાળમાં આવી એક સાર્વત્રિક લોકમાન્યતા અને શ્રધા લોકોના મનમાં બંધાઈ ગઈ છે કે દુર્ગાપૂજાના ત્રણ દિવસ દરમિયાન મા દુર્ગા પોતાનાં સંતાનોના ઘરે પધારે છે. આ પ્રસંગે આગમનીનાં ગીતો ગવાય છે; એમાં પોતાની દિવ્યપુત્રી ઉમા પ્રત્યનો મેનકાનો માતૃપ્રેમ અને ગહનભાવ હૂબહૂ વર્ણવાયો છે. આ ગીતોમાં ગૃહસ્થ માતાપિતાની પરિણિત પુત્રીઓ પ્રત્યેનો પ્રેમભાવ પણ વ્યક્ત થાય છે.

મા શારદા ! (સ્તુતિ)

તું શંભુકરી, શિવંકરી,

ક્ષેમંકરી મા શારદે !

ચરણેર તવ ઐશ્વર્ય સર્વ

ભર્યું પડ્યું સર્વદે !

અખીલેશ્વરી, આનંદેશ્વરી,

અમૃતેશ્વરી તું મા,

અજ્ઞાન હરતી, જ્ઞાન ભરતી

જગત તારિણી તું મા,

ચરણે તુ જ કલ્યાણ બધું જ

આવી વસ્યું નર્મદે !

તુ વિણા વાદિની, ચિતિદાયિની,

મહેશ્વરી તુ મા,

વિશ્વેશ્વરી, વિશુદ્ધકારિણી,

તું વિશ્વંભરી જ મા,

ચરણે તારે સકલ ચેતન

વસી રહ્યું હે શારદે !

તું શંભુકરી, શિવંકરી,

ક્ષેમંકરી મા શારદે !

-પીયૂષ પંડ્યા -‘જ્યોતિ’