સૂકા મસાલાની ચટણી…

સૂકા (ખડા) મસાલાની ચટણી ….

મૂળ રસોઈ બનાવતા પેહલાં તેમાં ઉપયોગમાં લેવામાં આવતા અનેક પ્રકારના મસાલા અને તેની સાથે ઉપયોગમાં લેવામાં આવતી ચટણી, જે અનેક પ્રકારની બનતી હોય છે; જેની જાણકારી મેળવી લેવી જરૂરી છે.

તો ચાલો, આપણે સૂકા મસાલાની ચટણી બનાવીશું….

સામગ્રી:

૨ -ટે. સ્પૂન- આખા ધાણા

૧/૨ – ટે.સ્પૂન- જીરૂ

૧ – ચમચી કાળા મરી

૬-૭ નંગ લવિંગ

૪ – નંગ મોટી એલચી (ફોતરા ખોલી ને દાણા કાઢી લેવા)

૪-૫ નંગ લાલ મરચા સૂકા

૨ – ચૂટકી હિંગ (Pinch)

૧ ચમચી (નાની) મીઠું (સ્વાદાનુસાર)

૧ – નંગ લીંબુ

૧ – ટે.સ્પૂન રીફાઈન્ડ તેલ

રીત:

બધા જ મસાલા સાફ કરીને તૈયાર રાખવા.

એક કડાઈ / લોઢી ગેસ પર ગરમ કરવા મૂકવી. તેમાં, આખા ધાણા અને જીરૂ સેકવા માટે મૂકવું. બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકવું.

સેકાઈ ગયા બાદ તેને ઠંડા કરવા મૂકવું અને તે ઠંડા થઇ જાય બાદ, બાકીના બધાં મસાલા તેની સાથે ભેગા કરવા. આમ બધાં જ મસાલા એકી સાથે મિક્સરમાં નાખવા અને તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરવું કે તે મસાલા પીસાતા તેની પેસ્ટ થાય. એટલે કે જે ચટણી બને તે થોડી ભીની પણ ઘટ રહે. (જાડી)

પેસ્ટ બની ગયા બાદ, એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થાય એટલે તેમાં મસાલા ની પેસ્ટ નાખી અને ૨-૩ મીનીટ સુધી તેમાં મસાલા સાંતળવા / મસાલા શેકવા. શેકાઈ ગયા બાદ, ચટણીને એક વાટકીમાં કે વાસણમાં કાઢી લેવી અને તેના ઉપર લીંબુ નો રસ નીચાવવો અને હલાવી મિક્સ કરવી.

બસ, ચટણી તૈયાર થઈ ગઈ. ……આ ચટણી ભજીયા,કચોરી, સમોસા, વડા તેમજ સ્ટફ પરોઠા સાથે ખાવાના ઉપયોગમાં લઇ શકાય. ચટણી ને ફિઝ્માં રાખવાથી ૧૫ દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય.

નોંધ: ઘરમાં કદાચ લીંબુ ના હોય તો ૧ – નાની ચમચી આમચૂર પાઉડર પણ નાખી શકાય.

બ્લોગ લીંક: htpp://das.desais.net

ચના મસાલાનો પાઉડર…

ચના મસાલાનો પાઉડર …

આજે જોઈશું ચના મસાલામાં વપરાતો મસાલો કઈ રીતે બનાવવો કે જે ને કારણે આપણા ચના (ચણા) મસાલા એકદમ સ્વાદિષ્ટ બને.

છોલે બનાવતી સમયે આ મસાલાનો ઉપયોગ કરવાથી બજારમાં મળતા મસાલા ના ઉપયોગ કરતાં છોલે એકદમ સ્વાદિષ્ટ બનશે.

સામગ્રી :

૧ – ટે.સ્પૂન  અનાર દાણા

૩ -ટે.સ્પૂન  ધાણા (આખા)

૧ -ટે.સ્પૂન  જીરૂ

૨ -નાની ચમચી મોટી એલચીના દાણા

૨ -નાની ચમચી કાળા મરી દાણા

૧/૨ નાની ચમચી લવિંગ

૩-૪ ટૂકડા તજ

૮ -નંગ આખા લાલ મરચા

૧ -નાની ચમચી સંચળ (કાળું મીઠું)

બનાવવાની રીત:

એક કડાઈ લ્યો અને તેને ગેસ પર ગરમ કરવા મૂકો. અને તેમાં દાડમના બી, આખા ધાણા, અને જીરું નાખી ને સામાન્ય બ્રાઉન કલર થાય તેમ સેકવું. અને સેકાઈ ગ્યા બાદ, તેને ઠંડા કરવા રાખવા.

ઠંડા થઇ ગયા બાદ, બાકીના બધાં જ મસાલા એકસાથે ભેગા કરી દેવા અને તેને બારીક પાઉડર થાય તેમ પીસી લેવા. (મીક્ષરમાં)

પાઉડર તૈયાર થઈ ગયા બાદ, તેને એક એર ટાઈટ (હવા ચુસ્ત) વાસણમાં તે પાઉડર ભરી લેવો. જ્યારે ચના કે છોલે બનાવો ત્યારે તેને ઉપયોગમાં લેવો.

૧૦૦ ગ્રામ ચના (ચણા) કે છોલે બનાવવા માટે ૨ -નાની ચમચી ચના મસાલા પાઉડર નાખી શકાય.

બ્લોગ લીંક: htpp://das.desais.net

ઓધાજી મારા વ્હાલાને વઢીને કેહ્જો રે..

ઓધાજી મારા વ્હાલાને વઢીને કેહ્જો રે…

.

સ્વરઃ શ્રી નારાયણ સ્વામી..

.

.

હે.. ઓધવજી રે…

એ મારા વ્હાલાને એ વઢીને કેહ્જો

માને તો મનાવી લેજો રે

મારા વ્હાલાને એ વઢીને કેહ્જો …

.

મથુરાના રાજા થ્યાં છો

ગોવાળોને ભૂલી ગ્યાં છો

માનીતિને મહેલે ગયા છો રે..

એ મારા વ્હાલાને એ વઢીને કેહ્જો રે

માને તો મનાવી લેજો રે

મારા વ્હાલાને એ વઢીને કેહ્જો

.

યમુનાને કાંઠે ગ્યાંતા

લૂંટી તમે માખણ ખાંતા

છોડ્યા કેમ જૂના નાતા રે

મારા વ્હાલાને એ વઢીને કેહ્જો

.

કૂબ્જા તો રંગે કાળી

કાળા તમે વનમાળી

જોડી આવી ક્યાંયે ન ભાળી

ઓધાજી મારા વ્હાલાને વઢીને કેહ્જો

માને તો મનાવી લેજો રે

મારા વ્હાલાને વઢીને કેહ્જો

.

દાસ રે મીઠાના સ્વામી

આવો તમે અંતરયામી

પડી હશે કાંઇક મારા માથાની રે..

ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેહ્જો

.

માને તો … (૨)

માને તો મનાવી લેજો રે

મારા વ્હાલાને વઢીને કેહ્જો રે

.

માને તો મનાવી લેજો રે

મારા વ્હાલાને વઢીને કેહ્જો રે

.

એકવાર ગોકૂળ આવો

અને માતાજીને મોઢે થાવો

ગાયુંને સંભારી જાઓને

એ એમ મારા વ્હાલાને વઢીને કેહ્જો

.

માને તો માનવી લેજો રે

મારા વ્હાલાને એ વઢીને કેહ્જો

હા..વઢીને કેહ્જો રે…

મારા વ્હાલાને એ વઢીને કેહ્જો

વઢીને કેહ્જો રે…

ન્યુટન પેહલાં ગુરુત્વાકર્ષણના નિયમના ભારતીય શોધકો…

ન્યુટન પેહલાં ગુરુત્વાકર્ષણના નિયમના ભારતીય શોધકો…

ન્યુટને ઝાડ પરથી સફરજન નીચે પડતાં એના પર પૂરતી વિચારણા કરીને સર્વપ્રથમ ગુરુત્વાકર્ષણનો નિયમ વિશ્વને આપ્યો એમ આપણે માણીએ છીએ. વાસ્તવિક રીતે પ્રાચીન ભારતના ખગોળ વિદ્યાનાં પુસ્તકોમાં ગુરુત્વાકર્ષણના નિયમની વાતો ભરપૂર ભરી છે. ભારતના આ પ્રાચીન ખગોળ શાસ્ત્રીઓને સાચી રીતે પ્રમાણવાની આવશ્યક્તા છે. ભારતીય તરીકે આપણે તો એમને જાણીએ, ઓળખીએ ! હવે આપણે એની વિગતો જોઈએ :

  • પ્રાચીન ભારતના ખગોળ વિદ્યાના ગ્રંથ ‘ સૂર્યસિધ્ધાંત ‘ માં કહ્યું છે : ‘ ધારણાત્મિકા શક્તિ ‘ પૃથ્વી અવકાશમાં સ્થિર ઊભી છે અને પડતી નથી.

મધ્યે સમન્તાદસ્ય ભૂગોલો વ્યોમ્ની તિષ્ઠતિ |
બીભ્રાણ: પરમાં શક્તિં બ્રાહ્મણો ધારણાત્મિકામ્ ||
(સૂર્યસિદ્ધાંત ૧૨.૩૨)

  • છઠી સદીના વરાહમિહિરે આમ કહ્યું હતું : ‘ દરેકનો આ અનુભવ છે કે ધરતીના કોઈ પણ ભાગ પર અગ્નિની જ્વાળાઓ ઊંચે જાય છે અને જે પદાર્થો આપણે એના પર ફેંકીએ છી તે નીચે પડી જાય છે. ‘

ગગનમુપૈતિ શિખશિખા ક્ષિપ્તમપિ ક્ષિતિમુપૈતિ
ગુરુકિંચિત્ યદ્વદિહ માનવાનામૂઙસુરાણામ્ તદ્વદેવાજગદધ: |
(પંચ સિદ્ધાંત ૧૨.૩૨)

  • ૧૧મી સદીના ભારતના સુખ્યાત ગણિત શાસ્ત્રી ભાષ્કરાચાર્યે પોતાના ગ્રન્થ ‘ લીલાવતી ‘ નામના ગ્રંથમાં ગુરુત્વાકર્ષણની વાત આવી રીતે કરી છે. ધરતીને ‘ ગુરુત્વાકર્ષણ શક્તિ ‘ છે. જુદા જુદા ગ્રહોની વચ્ચેની આકર્ષણશક્તિને લીધે આ ગ્રહો અવકાશમાં પોતાને સ્થિર રાખી શકે છે.

  • પોતાના બીજાં ગ્રંથ ‘ સિદ્ધાંત શિરોમણી ‘ માં ભાષ્કરાચાર્યગુરુત્વાકર્ષણ વિશે આવી વાત કરે છે. પૃથ્વી અવકાશમાં સ્વભાવિક રીતે જ દરેક પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. આ આકર્ષણશક્તિને લીધે બધાં પદાર્થો ધરતી પર પડે છે. બધા ગ્રહોના આકર્ષણમાં એક સરખાપણું કે સમતુલન હોય તો એ પદાર્થો ક્યાં પડવાના ?

સૂર્ય આથમતો નથી કે ઉગતો નથી. ધરતીની ગતિને કારણે આપણને સૂર્ય પૂર્વમાં ઉગતો દેખાય છે અને પશ્ચિમમાં આથમતો દેખાય છે. (ઋગ્વેદ ઐતરૈય બ્રાહ્મણ)

આર્યભટે ‘ લઘુગુરુન્યાય ‘ ના ન્યાય સિદ્ધાંત પ્રમાણે આ જ વિલક્ષણ હળવું, ગુરુ એટલે વજનમાં ભારે. એટલે કે શિષ્ય જેમ ગુરુની આસપાસ ફરતો રહે તેમ નાના પદાર્થો મોટા પદાર્થોની આજુબાજુ ફરતા રહે છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે ચંદ્રને સૂર્યમાંથી પ્રકાશ મળે છે અને પ્રકાશે છે. આ મહામાનવે પ્રથમ વાર જણાવ્યું કે પૃથવી પોતાની ધરીની આસપાસ ફરે છે. એની દૈનિક ગતિના અને સૂર્યની આસપાસ પ્રદક્ષિણાના સમયગાળાની પણ એમને ગણતરી કરી આપી હતી.

ભારતીય દ્રષ્ટિએ સૂર્ય અને ચંદ્ર ગ્રહ છે. ગ્રહ એટલે જે બીજા પર પ્રભાવ પાડે છે અને જે બીજાથી પ્રભાવિત થાય છે.

ભારતનાં વિવિધ ખગોળ શાસ્ત્રીઓની ખગોળ વિષયક અને જ્યોતિષની ગણતરીઓ વિવિધ ખગોળીય પદાર્થોના સ્થાનને આધારે થઇ છે. એટલે આ ગણતરીઓ વિશે આપણે એમ ન કહી શકીએ કે બ્રહ્માંડ પૃથ્વીના કેન્દ્રમાં રહેલું છે. ભારતીય ખગોળશાસ્ત્રીઓમાં આ સર્વસ્પષ્ટ વાત હતી કે સૂર્ય જ બ્રહ્માંડના કેન્દ્રમાં છે. વેદો અને ભારતીય ખગોળ વિદ્યા વિષયક ઉપર્યુક્ત ગ્રંથો આ જ વાતને સમર્થન આપે છે.

(‘ વિવેકાનંદ લાઈફ સ્કિલ્સ એકેડમી ‘ દ્વારા પ્રકાશિત અને જે. ચંદ્રશેખર અને એમ. ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ ઈટરનલી ટેલેન્ટેડ -૧૦૮ ફેક્ટસ ‘ માંથી ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)

લાખો હાથોને કામ આપતો એક અનન્ય માનવ ….

લાખો હાથોને કામ આપતો એક અનન્ય માનવ ….

કદાચ ઘણા ભારતીયો એના નામથી અજાણ હશે. પરંતુ આ અનોખો નોબેલ પારિતોષિક વિજેતા અલગોરાના પર્યાવરણ સુધારણાના વિષયમાં રસરુચિ માટે જાણીતો બન્યો છે. આવાં અનોખા આદમી ડૉકટર અશોક ખોસલાએ ૨૦૧૮ સુધીમાં ગામડાંના ભારતમાં દસ કરોડ કામધંધા ઊભા કરવાની યોજના કરી છે. વિકાસનાં વિકલ્પો (ડેવલોપમેન્ટ ઓલ્ટરનેટિવ્સ) ના સ્થાપક અને ચેરમેનના રૂપે ન્યુ દિલ્હીના નિવાસી ડૉ. ખોસલાએ ગામડાંના માણસોને મળતી પાયાની સુવિધાઓ અને એમાંથી એમણે કામધંધો કે રોટીરોજી આપવાના કાર્ય માટે નાની નાની ફેક્ટરીઓ ઊભી કરવાના કાર્યમાં મશગૂલ બન્યા છે. આમાં ક્યાંય બજારું નફો મેળવવાની વાત નથી. છેલ્લા પંદર વર્ષમાં આવાં કાર્યના પ્રારંભથી ૩૦ લાખ કામધંધા ઊભા થયા છે.

આવા ઉદાત્ત પરોપકારી વિચારો અને આદર્શોને વરેલા આ માનવીએ ૧૨૦ મિલિયન ડોલરનું સફળ સાહસ ખેડ્યું છે. ડૉ. ખોસલા કહે છે: ‘ ગરીબ લોકો વધુ ને વધુ ઉત્પાદિત વસ્તુઓ જુએ છે, પણ એ લઇ શકતા નથી. એનું કારણ એ છે કે એમની પાસે ખરીદશક્તિ નથી. ‘ ૨૦૦૨માં એમણે આવાં ઉમદા કાર્ય માટે યુનાઈટેડ નેસન્સ (વિશ્વસંઘ) નું સાસાકાવા એન્વાયરમેન્ટલ (પર્યાવરણ) પારિતોષિક અપાયું હતું. ૨૦૦૪માં ફાઉન્ડેશનનો સામાજિક ક્ષેત્રે સાહસિકતા માટેનું સારું કાર્ય કરવા માટેનો એવોર્ડ (પુરસ્કાર) મળ્યો હતો. કેમ્બ્રિજ અને હાર્વર્ડ યુની. ના ડૉ. ખોસલાને તાજેતરમાં જ બ્રિટીશ એમ્પાયર (સામ્રાજ્ય) ના અધિકારી તરીકે નીમવામાં આવ્યાં છે. (૨૦૦૯ ની મધ્યમાં )

‘ ડેવલોપમેન્ટ ઓલ્ટરનેટિવ્સ ‘ (વિકાસના વિકલ્પો ) એ સીધા બજારનો અભિગમ દાખવે છે. કોઈ દાન ધર્માદા પર આધાર રાખતું નથી. તે કેવી રીતે કામ કરે છે એ વિશે આશ્ચર્ય થયા વિના ન રહે. ઉદાહરણ તરીકે ગામડામાં પોતાના પ્રકલ્પ માટે જરૂરી સાધન સામગ્રીની ખરીદી માટે સહકારી મંડળ રચે છે. આ કાર્યકરો માટે મજૂરીના દર સામાન્ય રીતે ઓછામાં ઓછા મહેનતાણાની સરખામણીમાં થોડા વધારે હોય છે. ‘ ડેવલોપમેન્ટ ઓલ્ટરનેટિવ્સ ‘ ના સામાજિક ઔદ્યોગિક સાહસિકતા ગ્ર્રમ્ય વિસ્તારની સાર્વત્રિક ઉન્નતી માટે તેમજ ગ્રામ્યજનોએ ઉત્પાદન કરેલ ચીજવસ્તુઓને બજારમાં મૂકવા માટેનું કાર્ય કરે છે.

ગામડામાં રેહવાના મકાનોની અછતને દૂર કરવા માટે સમગ્ર દેશમાં માટીથી બનેલી ઈંટ કે બ્લોકનો ઉપયોગ કરે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાંચ લાખ તેજલા ઘર બાંધવામાં આવ્યા છે. ઈંટ બનાવવામાં માટીને પકડી રાખવા માટે ડાંગરની ફોતરી જેવાં કે ઘઉંના કુંવળ (ભૂંસા) નો ઉપયોગ થાય છે. એમાં યંત્રોનો ઉપયોગ પણ થઇ શકે અને હાથોથી પણ ઈંટો પાડી શકાય. આ સંસ્થા ગરેબ લૂકોને માટે કમાણીની નવી ને નવી તકો આપવા માટે સામાજિક તેમજ પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે.

‘ તારા ‘ અને ‘ ડેવલોપમેન્ટ ઓલ્ટરનેટિવ્સ- ડીએ ‘ પણ એક નવું વણાટકામનું યંત્ર ઊભું કર્યું છે. વણકરો વધુ ઉત્પાદન કરી શકે છે અને સારી ગુણવત્તાવાળું હેન્ડલુમ (હાથવણાટ) આપી શકે છે. એમણે કાગળ બનાવવાનું યંત્ર પણ તૈયાર કર્યું છે. આ યંત્રની મદદથી પસ્તી જેવા નકામા કાગળમાંથી સારી એવી ગુણવત્તાવાળા અને લંબાઈ પોહળાઈવાળા કાગળનું ઉત્પાદન કરી શકે છે. આને લીધે માલસામાન માટે ઉપયોગમાં આવતા જાડા કાગળ તેમજ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ઉપયોગ કરી શકે તેવાં સારા કાગળનું ઉત્પાદન થાય છે.

આ સંસ્થા આટલું જ કાર્ય કરે છે એવું નથી. આ ઉપરાંત ગામડાંના ખેડૂતોની કૃશીપેદાશોને સારી બનાવવાનું, એમાં નવા નવા પ્રયોગો દ્વારા સુધારણા લાવવાનું કાર્ય કરે છે અને એણે હમણાં હમણાં ગામડાંમાં સાઈબરકિઓક્સ-જુદીજુદી માહિતી આપવા માટેનું સંદેશ-વ્યવહાર ઘર સ્થાપવાનું પણ શરૂ કાર્ય છે. દરેક ગામડાંને આવી એક ફ્રેંચાઈઝ આપવામાં આવે છે. આવાં કેન્દ્રોને ‘ તારા કેન્દ્રો ‘ નામ અપાયું છે. આ કેન્દ્રો વ્યવસાયિક તાલીમ, શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન, કૃષિ અને આરોગ્ય વિશે સલાહસૂચનો, પોતાનાં ઉત્પાદનો વેંચવા, તેમજ જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા જેવી બાબતોનાં જ્ઞાનમાહીતિ પણ મેળવી દે છે. એ રીતે ગ્રામ્યજનોને સહાયરૂપ બને છે.

ડૉ. ખોસલાના સબ્દોમાં કહીએ તો ‘ અમે ઊભું કરેલું આ સાઈબરકિઓક્સનું કાર્ય અત્યંત ક્રાંતિકારી પગલું ગણી શકાય. એણે લીધે ગાંડું વૈશ્વિક અર્થકરણમાં ભળે છે અને ભારતનાં ગામડાંની ગરીબીની સમસ્યાઓને ઉકેલવા સારા એવાં સમાધાનો શોધી આપે છે. ‘ આખા દેશમાં અત્યારે ૩૦૦ જેટલાં ‘ તારા ‘ કેન્દ્રો ચાલે છે. આ સંસ્થા ૧૦૦૦ જેટલાં ‘ તારા ‘ કેન્દ્રો ઊભા કરી શકશે ત્યારે નફો રળતી સંસ્થા બની જશે.

ગાંધીજીએ કલ્પેલ સર્વોદય પ્રમાણે ગ્રામોદય યોજનાને ડૉ.ખોસલા જેવાં દેશહિતેચ્છુ કોઈ કમાણીને નજર સમક્ષ રાખ્યા વગર કામ કરતાં બને તો ગ્રામકાલ્યાણ હાથવેંતમાં છે. સરકારી સહાય પર આધાર રાખીને ગામડું બેસી રહે એ દિવસો દૂર કરવાની હવે જરૂર છે.

રામકૃષ્ણ મિશન દ્વારા ‘ પલ્લિમંગલમ્ ‘ યોજના હેઠળ ચાલતા ગ્રામકાલ્યાણનાં કાર્યો પણ આવું કાર્ય કરનારે ધ્યાનમાં રાખવા જોઈએ.

ડૉ.ખોસલા નાં કાર્ય અંગે ની વધુ માહિતી તેમજ તેમની યોજનાઓના ‘ તારા હાટ ‘ નાં ફોટોગ્રાફ્સ જોવા માટે નીચે જણાવેલ લીંક પર ક્લિક કરશો.

http://www.tarahaat.com/photogal.aspx

http://www.tveap.org/?q=news/0211ash.html

(૧) || શ્રીમધુરાષ્ટકમ્ ||(૨) ધૂન- હરિ હરિ બોલ, બોલ હરિ બોલ…

(૧) || શ્રીમધુરાષ્ટકમ્ ||

(૨) ધૂન- હરિ હરિ બોલ, બોલ હરિ બોલ…

.

સ્વરઃ આરતી મુનશી -શ્યામલ -સૌમિલ મુનશી

.

|| શ્રીમધુરાષ્ટકમ્ ||

અધરં મધુરં વદનં મધુરં નયનં મધુરં હસિતં મધુરમ્ |

હૃદયં મધુરં ગમનં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ ||૧||

.

વચનં મધુરં ચરિતં મધુરં વસનં મધુરં વલિતં મધુરમ્ |

ચલિતં મધુરં ભ્રમિતં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ ||૨||

.

વેણુર્મધુરો રેણુર્મધુર પાણિર્મધુર: પાદૌ મધુરૌ |

નૃત્યં મધુરં સખ્યં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ ||૩||

.

ગીતં મધુરં પીતં મધુરં ભુક્તં મધુરં સુપ્તં મધુરં |

રૂપં મધુરં તિલકં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ ||૪||

.

કરણં મધુરં તરણં મધુરં હરણં મધુરં સ્મરણં મધુરમ્ |

વમિતં મધુરં શમિતં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ ||૫||

.

ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા |

સલિલં મધુરં કમલં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ ||૬||

.

ગોપી મધુરા લીલા મધુરા યુક્તં મધુરં ભુક્તં મધુરમ્ |

દૃષ્ટં મધુરં શિષ્ટં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ ||૭||

.

ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા |

દલિતં મધુરં ફલિતં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ ||૮||

.

ઇતિ શ્રીમહાપ્રભુ વલ્લભાચાર્યવિરચિતં શ્રીમધુરાષ્ટકં સમ્પૂર્ણમ્

****************

ધૂન:

હરિ હરિ બોલ, બોલ હરિ બોલ …

.

હરિ હરિ બોલ, બોલ હરિ બોલ (૨)

મુકુન્દ માધવ ગોવિંદ બોલ ..

.

હરિ હરિ બોલ, બોલ હરિ બોલ

મુકુન્દ માધવ ગોવિંદ બોલ

હરિ હરિ બોલ બોલ હરિ બોલ …

.

પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે…

પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે…

.

.

.

પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે

મેં તો મેરે નારાયણ કી

આપ્ હી હો ગઈ દાસી રે

પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે..(૨)

.

લોગ કહે મીરાં ભઈ બાંવરી

ન્યાત કહે કુલ નાશી રે

પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે …(૨)

.

વિષ કા પ્યાલા, રાણાજી ભેજા

પીવત મીરાં હાંસી રે

પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે…(૨)

.

મીરાં કે પ્રભુ ગીરીધર નાગર

સહજ મિલે અવિનાશી રે

પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે…(૨)

.

મેં તો મેરે નારાયણ કી

આપ્ હી હો ગઈ દાસી રે

પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે..

પગ ઘુંઘરું બાંધ …(૨)

પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે…

ગણેશ વંદના …(ગણેશચતુર્થી)…

ગણેશ વંદના …

U SWEET ANGEL

.Cool Entertainment Only On Sweet Angel  ?Join US

સ્વર: અમરનાથ નાથજી…

.

.

સદગુરુ ગુણપતિ શારદા

પ્રથમ નમવાના સ્થાન

શ્રવણ ગળે સુખ આપશે

પુ રે હૃદય ની હામ

.

ગૌરી તમારા પુત્રને

સૌથી સમરીએ અમે

દિવસે સમરે હાટ વાણીયા

રાત્રે સમરે, સંત ને ચોર…

.

સદા ભવાની સહાય રહો

સન્મુખ રહો ગુણેશ

પંચ દેવ મળી રક્ષા કરો

ગુરુ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ

.

પંચ દેવ મળી રક્ષા કરો

ગૌરી નંદ ગુણેશ …

.

સમરુ રે સાંજ, સવેરા

એવા ગુણ ના પતિ

સૂંઢાળા સ્વામી, સૂંઢાળા..

સૂંઢાળા સ્વામી, સૂંઢાળા..

.

માતાજી કહે રે વેળા

પાર્વતી દાતા..

એ…પિતા શંકર ભેળા

એવા ગુણ ના પતિ

સૂંઢાળા સ્વામી, સૂંઢાળા..

.

સમરુ રે સાંજ સવેરા

એવા ગુણ ના પતિ

સૂંઢાળા સ્વામી, સૂંઢાળા..

સૂંઢાળા સ્વામી, સૂંઢાળા..

.

જગ સિંદૂરની તમને

સેવા રે ચડે દાતા…

જી ને સિંદૂરની સેવા રે ચડે દાતા

ગળે ફૂલડાંની માળા

એવા ગુણ ના પતિ

એ..ગળે ફૂલડાંની માળા

એવા ગુણ ના પતિ

સૂંઢાળા સ્વામી, સૂંઢાળા..

.

સમરુ રે સાંજ સવેરા

એવા ગુણ ના પતિ

સૂંઢાળા સ્વામી, સૂંઢાળા..

સૂંઢાળા સ્વામી, સૂંઢાળા..

.

અઢારે વરણ ના દાતા

વિઘન હર છે રે …જી

અઢારે વરણ ના દાતા

મેરે દાતા..

વિઘન હરે છે રે ..જી..

ધર્મ ની બાંધેલ ધર્મશાળા

એવા ગુણ ના પતિ

સૂંઢાળા સ્વામી, સૂંઢાળા..

.

કહે રવિરામ, ગુરુ ભાણ ને પ્રતાપે..

ખેલે સમે રે એ ..દુનિયા નચાળા

એવા ગુણ ના પતિ..

સૂંઢાળા સ્વામી, સૂંઢાળા..

મોદક…

મોદક …

 

મહારાષ્ટ્રમાં ખાસ મોદક પ્રખ્યાત છે અને જે ગણેશજી ને પ્રસાદ રૂપે ધરવામાં આવતાં હોય છે. ગણેશ ઉત્સવ સમયે ઘેર ઘેર મહારાષ્ટ્રમાં મોદક બનાવવામાં આવતાં હોય છે. મોદક ચોખ્ખાના લોટના બનાવવામાં આવે છે અને તેમાં ઘી નો નહિવત એટલે કે સાવ નહિ તેટલો જ ઉપયોગ કરવામાં આવતો હોય તે જેટલા ખાવા હોય તેટલા ખાઈ શકો છો.

સામગ્રી :

૨ કપ – ચોખ્ખાનો લોટ

૨ કપ – ગોળ (બારીક ભુક્કો કરવો)/ ખાંડ નો ઉપયોગ કરવો હોય તો ગોળ ને બદલે કરી શકાય

૨ કપ – નાળિયેર નો ભુક્કો (કાચા નાળિયેર નો )

૫૦ ગ્રામ – કાજુ (એક કાજુ ના ૫-૬ કટકા કરવા )

૨૫ ગ્રામ – કિસમિસ (ડાળખી તોડી ને સાફ કરવી)

૪-૫ – એલચી (છીલ્કા કાઢી લેવા અને ભુક્કો કરવો)

૧ ચમચો – ઘી /શુદ્ધ અને ૧/૨ -ચમચી મીઠું

રીત:

ગોળ અને નાળિયેર નો ભુક્કો એક કડાઈમાં નાખી અને ગેસ પર ગરમ કરવા કડાઈ ને મૂકવી. ગોળ પીગળવા લાગે એટલે સતત ચમચાથી તેને હલાવતા રેહવું અને નાળીયેરના ભુક્કા ને શેકવો. જ્યાં સુધી બંને એકરસ ન થાય ત્યાં સુધી. ત્યારબાદ, કાજુ અને એલચી નાખી તેમાં મિક્સ કરી દેવા. આમ, મોદક નો માવો/ મોદક માં ભરવાનું પૂરણ તૈયાર થઇ જશે.

ત્યારબાદ, ૨- વાટકી પાણી અને ૧- ચમચી ઘી ગરમ કરવું. જેવું પાણીમાં ઉફાળો આવે કે તૂરત જ ચોખ્ખાનો લોટ અને મીઠું તેમાં નાખી અને ગાંઠા ના પડે તેમ મિક્સ કરો અને હલાવતા રહો અને પાંચ (૫) મિનિટ માટે ઢાંકી ને રાખવું.

હવે, જે મિશ્રણ તૈયાર થયું તેનો નરમ લોટ બાંધવો. જો લોટ કઠણ લાગે તો ૧-૨ ચમચા પાણી જરૂરિયાત મુજબ નું નાખી અને લોટ નરમ બાંધવો?ત્યારબાદ, એક વાટકીમાં થોડું પાણી અને બીજી વાટકીમાં થોડું ઘી લેવું.

પાણી અને ઘી બંને હાથમાં લગાડી અને લોટ નું ગોરણુ બનાવી અને લેવું અને તે લોટમાં બીજાં હાથ ના અંગુઠાથી ખાડો કરવો કે જેમાં ૨ – ચમચી જેટલું પૂરણ ભરી શકાઈ. ખાડો થઇ ગયા બાદ તેમાં ૨-ચમચી પૂરણ ભરવું અને ઉપર ચોટલી જેવો ભાગ રહે તેમ તે બંધ કરવું. આમ, બધાં મોદક તૈયાર કરવા.

 

મોદક બધાં તૈયાર થઇ ગયા બાદ, એક મોટાં વાસણમાં ૨-૪ ગ્લાસ (નાના) પાણી ભરવું. અને પાણી ગરમ કરવા ગેસ પર મૂકવું. પાણી ગરમ થાય ત્યારે, મોદક જે બનાવેલ તે એક ચારણીમાં ગોઠવવા, ખાસ ધ્યાન રહે કે એક બીજાને અડી ને ચોંટી જાય તેમ ના ગોઠવવા. એક સાથે ૮-૧૦ વાસણ ણી સાઈઝ મૂજબ ગોઠવાશે.

ત્યારબાદ ૧૦ મિનીટ સુધી તેને ગેસ પર મધ્યમ આંચે બાફવા મૂકવા. બફાઈ ને પાકી જશે એટલે તેના કલરમાં અલગથી ચમક આવશે. જ્યારે તમને એમ લાગે ત્યારે ગેસ બંધ કરી અને મોદક ઉતારી લેવા.

બસ મોદક તૈયાર છે, જે ગરમા ગરમ ઘી સાથે પીરસવા અને ખાવાના ઉપયોગમાં લઇ શકાય.

બ્લોગ લીંક: htpp://das.desais.net

સબ તીરથ કર આઈ તુંબડીયાં…

સબ તીરથ કર આઈ તુંબડીયાં…

.

.સબ તીરથ કર આઈ તુંબડીયાં…

સબ તીરથ કર આઈ તુંબડીયાં…

સબ તીરથ કર આઈ…

.

સબ તીરથ કર આઈ તુંબડીયાં…

સબ તીરથ કર આઈ…

.

ગંગા નાઈ, ગૌમતિ નાઈ

અડસઠ તીરથ ધાઈ…

નિત નિત ઉઠ, મંદિરમેં આઈ

તો ભી ન ગઈ કડવાઈ…તુંબડીયાં…

.

સબ તીરથ કર આઈ તુંબડીયાં…

સબ તીરથ કર …

.

સત્ ગુરુ સંકટે નજર ચડી જબ

અપને પાસ મંગાઈ…

કાટ-કૂટ કર સાફ બનાઈ

અંદર રાખ મિલાઈ…તુંબડીયાં ….

.

સબ તીરથ કર આઈ તુંબડીયાં…

સબ તીરથ કર …

.

રાખ મિલાકર, પાક બનાઈ

તબ તો ગઈ કડવાઈ…

અ મ્રિત જલ ભર લાઈ તુંબડીયાં…

સંતન કે મન ભાઈ તુંબડીયાં…

.

સબ તીરથ કર આઈ…

સબ તીરથ કર આઈ તુંબડીયાં…

સબ તીરથ કર આઈ…

સબ તીરથ કર આઈ…

સબ તીરથ કર આઈ તુંબડીયાં…

.

યે બાતા સબ સત્ય સુનાઈ

જુઠ્ઠ નહિ હૈ, મેરે ભાઈ

દાસ સતાર, તુંબડીયાં ફિર તો..

કળકી ધીરે ઠકુરાઈ …તુંબડીયાં…

.

સબ તીરથ કર આઈ..

સબ તીરથ કર આઈ તુંબડીયાં…

સબ તીરથ કર …