બંસીવાલા, આજો મોરા દેશ…

બંસીવાલા, આજો મોરા દેશ…

.

સ્વર: શ્રી નારાયણ સ્વામી…

.

.

બંસીવાલા, આજો મોરા દેશ (૨)

એ… આજો મોરા દેશ (૨)

બંસીવાલા, આજો મોરા દેશ….

બંસીવાલા, આજો મોરા…(૨)

બંસીવાલા, આજો મોરા…

.

આવન આવન કહે ગયે અરુ…(૨)

કર ગયે કોલ અનેક …હે…(૨)

કર ગયે કોલ અનેક..(૨)

ગીનતા ગીનતા ઘસ ગઈ… જીવ્હા..

હારી ઉંગલિયાં ફીરેત

હે.. ઉંગલિયોં ફીરેત …

બંસીવાલા, આજો મોરા દેશ…

.

બંસીવાલા આજો મોરા દેશ..

તોરી સાંવરિ સૂરત હદ વેશ..

હે…સાંવરિ સૂરત હદ વેશ..

બંસીવાલા આજો મોરા દેશ…

બંસીવાલા, આજો મોરા દેશ…

.

એક બન ઢૂંઢી સકલ બન ઢૂંઢી… (૨)

ઢૂંઢ્યો સારો દેશ …

હે… ઢૂંઢયો સારો …

તોરે કારન જોગન હોવુંગી

તોરે કારન …તોરે કારન …

જોગન હોવુંગી …

કરુંગી ભગવો વેશ…

બંસીવાલા, આજો મોરા દેશ…

બંસીવાલા, આજો મોરા દેશ..

આજો મોરા દેશ..

તોરી સાંવરિ સૂરત હદ વેશ..

બંસીવાલા, આજો મોરા દેશ..

.

કાગદ નાહીં મારે, શાહી નાહીં..(૨)

નાહીં કલમ લવલેશ…(૨)

કાગદ નાહીં…શાહી નાહીં…

નાહિ કલમ લવલેશ..(૨)

પંખીઅન મન મેરા નાહીં

કિન સંગ ભેજું સંદેશ…

બંસીવાલા, આજો મોરા દેશ..

આજો મોરા દેશ…(૨)

તોરી સાંવરિ સૂરત હદ વેશ…

આજો મોરા દેશ…

બંસીવાલા, આજો મોરા દેશ…

.

મોર મુગટ શિર છત્ર બિરાજે..

ઘુંઘરું વાલા કેશ..હે…

ઘુંઘરું વાલા…

મીરાં કહે પ્રભુ, ગિરિધર નાગર..

મીરાં કહે પ્રભુ, ગિરિધર નાગર..

આજો એણી વેશ…(૨)

બંસીવાલા, આજો મારે દેશ…

આજો મોરા દેશ…

તોરી સાંવરિ સૂરત હદ વેશ…(૨)

બંસીવાલા, આજો મોરા દેશ…

.

આજો મોરા દેશ …આજો મોરે દેશ ..

હે..તોરી સાંવરિ સૂરત હદ વેશ ..

બંસીવાલા, આજો મોરા દેશ ..

.

બંસીવાલા, આજો મોરા દેશ ..

બંસીવાલા, આજો મોરા દેશ

બંસીવાલા, આજો મોરા દેશ…

મહા મૃત્યુંજય જપ નામ…

મહા મૃત્યુંજય જપ નામ…

.

સ્વરઃપંડીત જશરાજ્જી

.

ૐ…ૐ…ૐ….

ૐ ત્ર્યંબકમ યજામહે

સુગંધિં પુષ્ટિ વર્ધનમ

ઉર્વા-રુકમિવ બંધનાત

મ્રુત્યોર્મુક્ષીય મામૃતાત…

.

Om Tryamlakam Yajamahe

Sugandhim Pusti – vardhanam

Urva – rukamiva Bandhanan

Mrtyor – muksheeya Ma – amritat

Chanting the Maha Mrityunjay Mantra with sincerity, faith and devotion in Bramha Muhurata is very beneficial.The Mahamrityyunjaya mantra, also called the Markandeya Mantra, is considered to be the greatest healing mantra. This mantra is chanted on a mala so that that ailments, disease and poor health may be healed.

સાબુદાણા નો ચેવડો …

સાબુદાણા નો ચેવડો…

ચેવડો સામન્ય આપણે ફરાળમાં ખાવા બજારમાંથી જ ખરીદતા હોય છે. હવે તો સમય પણ લોકો પાસે નથી કે તેહવારમાં ફરસાણ કે મિઠાઈ ઘેર બનાવે ! દરેક વસ્તુ બજારમાં તૈયાર મળતી હોય ઘેર કોણ આવી કળા- ફૂટમાં પળે. પરંતુ જો આપણે ઘરમાં ઘરમાં બનાવવા ઈચ્છીએ તો ખૂબજ સરળતાથી ઘરમાં પણ બનાવી શકાય છે. અને તે બજારમાંથી ખરીદેલ કરતાં વધુ સ્વાદિષ્ટ પણ બને છે.

આજે આપણે સિંગદાણા તેમજ સાબુદાણા નો ચેવડો બનાવીશું. આ ચેવડામાં આપણે કોઈ પણ સૂકા મેવા (ડ્રાઈફ્રુટ) (કાજુ બદામ-કિસમિસ) પણ હલકા સેકી / તળીને અંદર નાખવાથી તે વધુ સ્વાદિષ્ટ બનશે.

આ ચેવડો બની ગયાબાદ તેનો ગમે તેટલા દિવસ ઉપયોગમાં લઇ શકાઈ છે. એક સારા વાસણમાં પેક કરી રાખી દેવો. જે બનાવવામાં પણ આસાન છે.

સામગ્રી:

૨૦૦ ગ્રામ (૧/૨ -કપ ) મોટા સાબુદાણા

૧૫૦-૨૦૦ ગ્રામ સિંગદાણા

૧૫-૨૦ બદામ

૨ કપ તળવા માટે તેલ / ઘી

૧/૨ કપ નાળિયેર ની કાતરી/ ચીરી-પાતળી

૧ નાની ચમચી સિંધાલુ /મીઠું -સ્વાદાનુસાર

૧/૨ ચમચી મરી નો ભૂકો (સ્વાદાનુસાર)-લાલ મરચા નો ભૂક્કા નો પણ ઉપયોગ કરી શકાય

રીત:

મોટાં સાબુદાણા ને એક વાસણમાં લઇ અને તેના પર (બે)૨ નાની ચમચી પાણી છાંટી અને એકદમ સારી રીતે હલાવી મિક્સ કરવા,અને તેને ૧૦ મીનીટ માટે એકબાજુ રાખી દેવા, કારણકે તે થોડા નરમ થઇ જાય.

સિંગદાણા ને સાફ કરી લેવા.

એક ભારે તળિયા વાળી કડાઈ લેવી, અને તેમાં તેલ/ઘી (જરુરીઆત મુજબ લેવું) નાખી અનેતેને ગેસ પર ગરમ કરવા મૂકવું. તેલ જ્યારે બરોબર ગરમ થઈ જાય, ત્યારબાદ, તેલમાં એક ટેબલ સ્પૂન (ચમચો) સાબુદાણા (જે પલાળવા મૂકેલ) ભરી અને નાખવા, ગેસ ત્યારે સાવ ધીમો રાખવો (ધીમી આંચમાં) અને સાબુદાણા ને ફૂલવા દેવા. વચ્ચે સાબુદાણા ને ઝારા થી હલાવતા રેહવા અને એકેય બાજુથીકાચા નથી રહી જતાં તે જોતા રેહવું. જો થોડા કડક પણ કાચા લાગે તો કડાઈ પર એક ઢાકણું પણ ઢાંકી શેકાઈ ને પૂરા ફુલાઈ ગયા બાદ જ તેને એક વાસણમાં કાઢવા.

સાબુદાણા ને હાથમાં લઇ તોડી ને ખાઈ ને ચકાસી લેવા કે તે અંદરથી પૂરા સેકાઈ ગયા છે. કાચા નથી રહી ગયા.આવી જ રીતે બધાં સાબુદાણા ધરા તાપે તળી લેવા.

બધાં સાબુદાણા સેકાઈ ગયા બાદ, સિંગદાણા ને તે જ તેલમાં થોડા થોડા નાખી અને આછા બ્રાઉન થાય તેમ તળી લેવા. સિંગદાણા ૩-૪ મીનીટમાં તળાઈ જશે.

આજ રીતે ત્યારબાદ, બદામ-કાજુ અને નાળિયેરની કાતરી ને પણ આછી તળી લેવી.

આ બધી જ તળેલી વસ્તુઓને એકસાથે ભેગી કરવી અને મિક્સ કરવી; તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખવું અને મરી નો ભૂક્કો નાખી અને હલાવવું.

બસ, સાબુદાણા નો ચેવડો તૈયાર. જે એક ડબ્બામાં કે બરણીમાં ભરી શકાય.

જો પસંદ હોય તો કાજુ, લીલા મરચા ની કટકી તેમજ લીમડો (મીઠ્ઠો) તળી ને નાખી શકાય .

ચેવડામાં  સૂકી વસ્તુ જ ઉપયોગમાં લેવી.

બ્લોગ લીંક: http://das.desais.net

રાખ નાં રમકડા, મારા રામે રમતા રાખ્યા રે…

રાખના રમકડા, મારા રામે રમતા રાખ્યા રે…

.

સ્વર: ડૉ.શ્યામલ મુનશી અને સૌમિલ મુનશી

.

.

રાખ નાં રમકડા….ને રામે,

મારા રામે, રમતા રાખ્યા રે

મૃત્યુ લોકની માટીમાંથી,

માનવ થઇ ને વાગ્યા … હે રાખ નાં રમકડા…

.

બોલે ડોલે, રોજ રમકડા

નિત નિત રમત્યું માંડે..હો

આ મારું આ તારું કહી ને

એક બીજા ને ભાંડે રે…રાખ નાં રમકડા…

રમકડા …

.

હે મારા રામે રમતા રાખ્યા રે…

મૃત્યુ લોકની માટીમાંથી

માનવ થઇ ને વાગ્યા .. રાખ નાં રમકડા ..

.

કાચી માટી ની કાયા માથે

માયા કેરા રંગ લગાયા .. રંગ લગાયા

ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા .. ત્યાં તો..

ભીંજવ્યા ?ભીંજાયા રે…હે રાખ નાં રમકડા ..

રમકડા …

.

હે મારા રામે રમતા રાખ્યા રે..

મૃત્યુ લોકની માટીમાંથી

માનવ થઈ ને વાગ્યા .. હે રાખ નાં રમકડા ..

.

અંત અનંત નો, તંત ન તૂટીયો

ને રમત અધૂરી રહી ….

મનડા ને તનડા ની વાતો

આવી એવી ગઈ ..રે … રાખ નાં રમકડા …

રમકડા…

.

હે મારા રામે રમતા રાખ્યા રે

મૃત્યુ લોકની માટીમાંથી

માનવ થઈ ને વાગ્યા .. હે રાખ નાં રમકડા ..

.

રાખ નાં રમકડા ને રામે, હે મારા રામે રમતા રાખ્યા રે

મૃત્યુ લોકની માટીમાંથી

માનવ થઈ ને ભાખ્યા .. હે રાખ નાં રમકડા ..

હો રાખ નાં રમકડા , હે રાખના રમકડા

હો…..

ચિત્ત હર સાગર મેં ધોલે.રે…

ચિત્ત હર સાગર મેં ધોલે રે….

.

સ્વરઃનારાયણ સ્વામી …

.

.

શિવ સમાન દાતા નહિ

વિપત બિદારણ હાર

અબ લગા મોરી રાખીઓ

શિવ નંદ તે સવાર

.

ચિત્ત હર સાગર મેં ધોલે રે

તેરા રોમ રોમ હર બોલે..બોલે

રોમ રોમ હર બોલે ..

.

ગુરુ કી બાત યહી હૈ જ્ઞાની

બિન ગુરુ ગુણ નહિ પાવે જી

અપને ગુરુ કી સેવા કર લે

હિર દેતે પટ ખોલે

તેરા રોમ રોમ હર બોલે….તેરા...

.

ચિત્ત હર સાગર મેં ધોલે રે

તેરા રોમ રોમ હર બોલે રે…તેરા …

.

જાગ જગત મેં જાગ તું એસા

તન મન સબ કુછ જાગે જી

સોજા તું, સૂર તા કર સોજા

હે મન નહિ કઉંછ ડોલે

તેરા રોમ રોમ હર બોલે…બોલે

.

ચિત્ત હર સાગર મેં ધોલે રે

તેરા રોમ રોમ હર બોલે..બોલે

.

હર મેં સમા કર, હર હી હોજા

હર હી હર દર્શાવે જી

જ્ઞાન કી ચાદર જબ તું ઓઢે

તબ તું હર કા હોવે

તેરા રોમ રોમ હર બોલે …બોલે

તબ તું હર કા હોવે …

તેરા રોમ રોમ હર બોલે રે…તેરા ..

.

શુભ રંગ એ તેરી કાયા માહીં

સબકુછ પરગટ હોવે જી

અપને આપ મેં, સોચ સમજ તું

રાય કહે પર્વત ઓવે… તેરા…

રોમ રોમ હર બોલે..રે..તેરા..

.

ચિત્ત હર સાગર મેં ધોલે રે

તેરા રોમ રોમ હર બોલે…બોલે …..તેરા ..

ચિત્ત હર સાગર મેં ધોલે તું….

ચિત્ત હર સાગર મેં ધોલે.રે..

તેરા રોમ રોમ હર બોલે…બોલે …તેરા..

બટેટા -સિંઘોડાના દહીંવડા: (ફરાળી)…

બટેટા -સિંઘોડાના દહીંવડા: (ફરાળી)…

તસ્વીર નેટ જગતને આભારી છે.

 

ફરાળમાં આપણે સામો, રાજગરાની પૂરી, બટેટાની કે સાબુદાણાની વેફર, ખીચડી વગેરે લેતાં હોય છે, જે એક ને એક વસ્તુ ખાવાથી કોઈ કોઈ વખત કંટાળો આવે, કંઈક નવીન પણ જોઈએ ને…તો ચાલો આજે આપણે ફરાળી દહીં વડા બનાવીએ….

જરૂરી સામગ્રી:

૪૦૦ ગ્રામ બટેટા

૫૦ ગ્રામ સિંઘોડા નો લોટ / કૂટી નો લોટ

૧/૨ ચમચી સિંધાલુ /મીઠું સ્વાદાનુસાર

૧ નાની ચમચી મરી નો ભુક્કો

૨ મોટી એલચી ફોતરા કાઢી લેવા

૪૦૦ ગ્રામ દહીં

ઘી / તેલ તળવા માટે

.

રીત:

બટેટા ને ધોઈ અને બાફવા મૂકવા અને બફાઈ ગયા બાદ, ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી લેવી; અને ત્યારબાદ તેનો દાબી ને છુંદો કરવો. (બટેટા મેશ કરવા)

બટેટા નાં માવામાં સિંઘોડાનો લોટ, મીઠું-સ્વાદાનુસાર, ૧/૨ ચમચી મરી નો ભુક્કો, એલચી દાણા અને લીલી બારીક સમારેલ કોથમીર જો ફરાળમાં લેતાં/ ખાતાં હોય તો તે તેમાં મિક્સ કરવી અને મસળી-મસળી ને લોટ બંધાતા હોય તેમ બટેટાના માવાને તૈયાર કરવો.

દહીં ને ફેંટી/ઝરણીથી હલાવી લેવું. અને ત્યારબાદ, તેમાં સ્વાદાનુસાર મીઠું, મરીનો ભુક્કો નાખી મિક્સ કરવું.

કોઈ કોઈ દહીં વડા નું દહીં થોડું મીઠું/ગળ્યું બનાવતા હોય છે, તો સ્વાદાનુસાર ખાંડ પણ ઉમેરી શકાય.

એક કડાઈમાં ઘી/તેલ જે અનુકુળ હોય તે ગરમ કરવા મુકવું.

ત્યારબાદ, એક સાફ રૂમાલ કે કપડું લઇ અને તેને પાણીમાં પલાળવું, અને તે ભીનું કપડું એક વાટકી ઉપર ઢાંકવું અને કપડાને નીચેથી પકડવું, જેથી ઢીલું ના રહે.


બટેટાના માવાના ગોળા બનાવાના હોય, સિંઘોડાના લોટની મદદથી ગોળા બનાવવા; અને બનેલ ગોળા ને વાટકી પર બાંધેલ ભીના કપડા પર રાખી અને પાણીની મદદથી તેને ચપટા દબાવવા. પાણીની મદદ લેવાથી બટેટાનો માવો હાથમાં ચોંટશે નહિ. એકસાથે ૪-૫ બની જાય, એટલે તેને ઘી/તેલ માં તળવા કડાઈમાં નાખવા, અને બન્ને બાજુ બ્રાઉન થાય તેમ કડાઈમાં પલટાવતાં જવું અને તળવા.

તળાઈ ગયા બાદ, તેને બહાર કાઢી લેવા અને દહીંમાં ડુબાડવા. આમ બધાજ વડા તૈયાર થઇ ગયા પછી દહીંમાં પલાળવા.

ઉપરોક્ત તળેલા વડા, એમ નેમ- કોરા પણ ખાઈ શકાય. જે પણ ખાવામાં સારા લાગે.

આમ, ફરાળી દહીંવડા તૈયાર થઇ જશે. દહીં ઠંડુ કરીને પણ વડા સાથે ખાઈ શકાય.

દહીં વડા પર ખજૂર- આમલી ની ચટણી  છાંટી  અને સર્વ કરવા.

બ્લોગ લીંક: http://das.desais.net

સાબુદાણાના વડા…

સાબુદાણાના વડા …

 

સાબુદાણા ના વડા ગમે ત્યારે બનાવીને ખાઇ શકાય છે. સામન્ય રીતે આપણે વ્રતમાં, તેહવારમા કે અગિયારસમાં ફરાળ તરીકે ઉપયોગમાં લેતા હોય છે.

સાબુદાણા ના વડા બનાવવા માટે નાના સાબુદાણા ને ઉપયોગમાં લેવા, વડા બનાવવા ઘણા સેહલા છે; તો ચાલો આપણે સાબુદાણા ના વડા બનાવીએ.

 

સામગ્રીઃ

 

૧૦૦ -ગ્રામ નાના-સાબુદાણા.-(૧-કપ)

૩-૪ મધ્યમ (મીડીયમ) કદ ના બટેટા

૫૦-ગ્રામ સીંગદાણા-(૧/૨-કપ)

૩-૪ લીલા મરચા. ઝીણા સમારેલા

૨ -ઇંચ લાંબો ટૂકડો આદૂ.-છીણેલુ

લીલી કોથમીર ઝીણી સમારેલ

(ઘણા લોકો ફરાળ માં કોથમીર ખાતા નથી હોતા, તો તેમણે તેનો ઉપયોગ ન કરવો)

૧ – નાની ચમચી મેઠું અથવા સિંધાલુ

તળવા માટે રીફાઇન્ડ તેલ

 

રીતઃ

 

સાબુદાણા ને ધોઈ ને ૨ -કલાક માટે એક બાજુ રાખી દેવા.

સિંગદાણા ને સેકી અને તેના ફોતરા ઉતારી લેવા, અને તેનો ભૂક્કો કરી લેવો.

બટેટા, બાફી, છાલ ઉતારી અને તેનો બારીક છુંદો કરી લેવા.

ત્યારબાદ, પલાળેલ સાબુદાણા લેવા અને તેમાં પાણી દેખાતું નથીને કે રહી ગયું નથી ને તે જોઈ લેવું; અને જો હોય તો પાણી કાઢી લેવું. અને ત્યાબાદ, તે સિંગદાણા નો ભુક્કો અને બટેટા નાં છુંદા સાથે મિક્સ કરવા અને તેમાં આદુ, લીલામરચા બારીક સમારેલ, તેમજ કોથમીર પણ મિક્સ કરી અને મીઠું નાખી હલાવી મિશ્રણ તૈયાર કરવું. જે વડા બનાવવા માટે નું મિશ્રણ/પૂરણ તૈયાર થશે.

એક કડાઈ માં તેલ લેવું, અને ગેસ પર મુકવી, ત્યારબાદ,જે સાબુદાણા નું મિશ્રણ બનાવેલ છે તેના લીંબુ જેવડા ગોળા બનાવવા અને બન્ને હથેળીમાં રાખી ચપટા દાબી દેવા. અનેત્યારબાદ તેને ગરમ તેલમાં તળવા માટે નાખવા. એકી સાથે ૩-૪ વડા કડાઈમાં નાખી શકાય.

વડાને સોનેરી /ગુલાબી થાય ત્યાં સુધી તળવા.અને તળાઈ ગયાબાદ એક પ્લેટમાં કિચન- પેપર મૂકી અને તેના પર રાખવા. આમ બધાં જ વડા તાલી લેવા.

સાબુદાણા નાં વડા, લીલા મરચાની ચટણી કે તમને પસંદ હોય તે ચટણી સાથે ખાઈ શકાય.

 

બ્લોગ લીંક: htpp://das.desais.net

ૐ નમઃ શિવાય.. ૐ નમઃ શિવાય.. ૐ નમઃ શિવાય…(શિવ ધૂન)

શિવ નામ ધૂન…

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય…

સ્વરઃ પંડિત જશરાજ

.

.

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય…

.

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય

હર હર ભોલે નમ: શિવાય..(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય..(૨)

હર હર ભોલે, નમ: શિવાય ….(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય.(૨)

હર હર ભોલે, નમ:શિવાય…(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય.(૨)

.

રામેશ્વરાય, શિવ રામેશ્વરાય

રામેશ્વરાય, શિવ રામેશ્વરાય …

હર હર ભોલે નમ: શિવાય…

રામેશ્વરાય, શિવ રામેશ્વરાય..(૨)

હર હર ભોલે નમ: શિવાય

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય.. (૨)

હર હર ભોલે નમ: શિવાય…

રામેશ્વરાય, શિવ રામેશ્વરાય..(૨)

હર હર ભોલે નમ: શિવાય…

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય…

.

ગંગાધરાય, શિવ ગંગાધરાય (૨)

ગંગાધરાય, શિવ ગંગાધરાય…(૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય,

ૐ નમઃ શિવાય..(૨)

.

જટાધરાય, શિવ જટાધરાય (૨)

જટાધરાય, શિવ જટાધરાય (૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય..(૨)

.

સોમેશ્વરાય, શિવ સોમેશ્વરાય (૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય..(૨)

.

વિશ્વેશ્વરાય, શિવ વિશ્વેશ્વ્રરાય (૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

વિશ્વેશ્વરાય, શિવ વિશ્વેશ્વરાય…(૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય..

ૐ નમઃ શિવાય..(૨)

.

કોટેશ્વરાય, શિવ કોટેશ્વરાય (૨)

કોટેશ્વરાય, શિવ કોટેશ્વરાય…(૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય..

ૐ નમઃ શિવાય..(૨)

હર હર ભોલે નમ: શિવાય…(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય..

ૐ નમઃ શિવાય..

.

ૐ નમઃ શિવાય..(૨)

ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય..(૨)

ૐ…..ૐ….ૐ….

સાબુદાણાની ખીર…

સાબુદાણાની ખીર …

૬ વ્યક્તિ માટે

સમયઃ- ૪૫ મિનીટ


સાબુદાણાની ખીર, નાના કે મોટાં, કોઇપણ સાબુદાણાની બનાવી શકાઈ છે. પરંતુ મોટાં સાબુદાણાની નાના સાબુદાણા કરતાં વધુ સ્વાદિષ્ટ બને છે.

ચાલો તો આજે આપણે મોટાં સાબુદાણાની ખીર બનાવીએ.

સામગ્રી :

મોટા સાબુદાણા -૧૦૦ ગ્રામ

મલાઈવાળું દૂધ -૧ લીટર

ખાંડ -૭૫ ગ્રામ

કાજુ -૧૫-૨૦ નંગ

કિસમિસ -૨૦

નાની એલચી -૪

રીત:

સૌ પ્રથમ સાબુદાણા ચોખ્ખા પાણીએ ધોઈ, ૪ -૫ કલાક પાણીમાં પલાળવા.

દૂધ ને એક જાડા તળિયા વાળા વાસણમાં નાખી અને ઉકળવા મૂકવું. દૂધમાં ઉફાળો આવ્યાં બાદ પલાળેલા સાબુદાણા દૂધમાં નાખવા અને ચમચાથી હલાવતા રેહવું., અને ઉફાળો આવવા દેવો, ઉફાળો આવે ત્યારબાદ, ગેસ ધીમો કરી દેવો; દર ૫-૬ મિનિટે દૂધ ને ચમચાથી હલાવતા રેહવું.

૧૦-૧૨ મિનીટ પછી, ૪-૫ કાજુના ટુકડા કારી અને કિસમિસ દૂધમાં (ખીરમાં) નાખવા. કિસમિસ સાફ ટે પેહલાં કરી લેવી.

જ્યારે સાબુદાણા પારદર્શક થવાં લાગે, એટલે કે ખીર જાડી/ઘટ થતી લાગે, ચમચાથી તપેલીમાં કે વાસણમાં નાખવાથી દૂધ અને સાબુદાણા એક સાથે નીચે પડે, અથવા હાથથી દબાવી જોઈ શકાઈ કે સાબુદાણા નરમ થઇ ગયા છે કે નહિ; ?જો થઈ ગયા લાગે તો, ખીરમાં ત્યારબાદ ખાંડ નાખવી/ઉમેરવી અને ૨-૩ મિનીટ ખીર હલાવતાં રેહ્વી અને પાકવા દેવી.

ત્યારબાદ, ગેસ બંધ કરી દેવું અને એલચી નો ભૂક્કો કારી અને ઉપર છાંટવો અને ખીરમાં ભેળવી/મિક્સ કારી દેવો. બસ ખીર તૈયાર.

સાબુદાણા ની ખીર ગરમા -ગરમ અથવા એકદમ ઠંડી કરી ને ખાવાનાં ઉપયોગમાં લઈ શકાય.

નોંધ: નાના સાબુદાણા ની ખીર પણ આજ રીતે બનાવી શકાઈ છે, પરંતુ નાના સાબુદાણા ફક્ત ૧૦-૧૫ મિનીટ જ પાણી માં પલાળવા; કારણકે ટે જલ્દી ફુલાઈ જાય છે.

આજની ટીપ્સ: તેલ કાળુ ન પડે તે માટે, તેલમાં લીંબુ નો થોડો રસ નાખી અને તળવાથી તેલ કાળુ નહિ પડે.

બ્લોગ લીંક: htpp://das.desais.net

શિવ શંકર સુખ કારી…(ભજન)

આજે શ્રાવણ માસ નો પેહલો સોમવાર, તો આજે, મહાદેવ, સોમેશ્વર, શંભુ, વિશ્વેશ્વર, વિષધારી..ભોલે શિવ શંકર નું સુંદર ભજન ‘બહુ નામી શીવ’,જેના રચઈતા શ્રીકેદારસિંહજી મે.જાડેજા,ગાંધીધામ-કચ્છ નિવાસી છે. જે રચના આપણે શ્રી નારાયણ સ્વામી ના સ્વરમાં અહીં સાંભળીએ અને માણીએ…. શ્રી કેદારસિંહજી ની અન્ય સુંદર રચનાઓ પણ છે; જે આપણે સમયાંતરે અહીં જોઈશું. પોતાની રચના અમારા બ્લોગ પર મૂકવા માટે, અમોને આપેલ સહમતી બદલ અમો તેમના આભારી છીએ.

.
સ્વર: નારાયણ સ્વામી…
.

.

બહુ નામી શિવ

બહુ નામી શિવ

સાખી..

કર ત્રિશુલ શશી શીશ,
ગલ મુંડન કી માલા

કંઠ હલાહલ વિષ ભર્યો,
બૈઠે જાકે હીમાલા…

ત્રિ નેત્ર સર્પ કંઠ,
ત્રિપુંડ ભાલ સોહાય

સંગ ગિરિજા જટા ગંગ,
સબ જગ લાગે પાય…

શિવ
શંકર સુખકારી ભોલે…

મહાદેવ
સોમેશ્વર શંભુ, વિશ્વેશ્વર વિષ ધારી…ભોલે..

ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, સોભે શિવ ત્રિપુરારી

ડમ ડમ ડમ ડમ ડમરૂ બાજે, ભુત પિશાચ સે યારી…ભોલે..

ગંગા ગહેના શિર પર પહેના, ભૂજંગ ભૂષન ભારી

બાંકો સોહે સોમ સુલપાની, ભસ્મ લગાવત ભારી…ભોલે..

વ્યાઘંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી

વ્રષભ વાહન વિશ્વનાથ કા, ભૂમિ સમશાન વિહારી…ભોલે..

મૂખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગત હે ન્યારી

મ્રુત્યુંજય
પ્રભુ મુજે બનાદો, બેઠે જો મ્રુગ ચ્રર્મ ધારી…ભોલે..

ચરન ધુલ કા પ્યાસા પિનાક મે, ભુતેશ ભક્ત હિત કારી

સાભાર:રચઈતાઃકેદારસિંહજી મે.જાડેજા
ગાંધીધામ

http://kedarsinhjim.blogspot.com/2010/07/blog-post.htm