રસોડાની ટીપ્સ … (૨)

રસોડાની ટીપ્સ :…


૧] કારેલાને ચીરી મીઠું લગાડવાથી તેની કળવાશ ઓછી થઈ જશે.

૨] બટેટાના છીલ્કા/છાલ કાઢી અને તેમાં કાંટાથી (Fork) કાણાં પાડી અને મીઠાંવાળા પાણીમાં બોળી ઉપયોગ કરવાથી દમ આલું સારા બનશે.

૩] સુક્કા આદુની છાલ ઉતારવી હોઇતો થોડી વખત (અડધો કલાક ) ઠંડા પાણીમાં રાખવાથી ચાલ ઉતરી જશે.

૪] લસણને થોડું ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉતરી જશે.

૫] ખાંડમાં કીડી ન આવે તે માટે તેની બરણીમાં લવિંગ ૪-૫ રાખવા.

૬] તાવિમાંથી (તવી) ડુંગળીની સુગંધ કાઢવી હોઇ તો કાચું બટાકુ (બટેટા) કાપી તાવીમાં લગાડવું.

૭] રોટલીના લોટમાં દહીં નાખવાથી રોટલીનો સ્વાદ સારો આવશે અને રોટલી નરમ બનશે.

૮] ભીંડા બનાવતી સમયે તેમાં એક ચમચો દહીં નાખવાથી ભીંડા ચોંટશે નહિ.

૯] કસુરી મેથીનો વારંવાર ઉપયોગ ન કરવો હોઇતો, મેથીની ભાજીને પેનમાં થોડી ગરમ કરી, ઠંડી કરી ઉપયોગ કારી શકાય.

૧૦] ઈન્સ્ટન્ટ ઢોકળા બનાવવા સુઝી થોડી નાખવાથી ઢોકળા પોચા બનશે.

૧૧] કોથમીર તાઝી રાખવા તેના મૂળિયા પાણીના ગ્લાસમાં બોળી રાખવાથી તે તાઝી રેહશે.

૧૨] સંભારની દાળ બનાવી હોઇતો, તુવેરની દાળ અને ચણાની દાળ સાથે મીઠું અને હળદર નાખીને બાફવી.

૧૩] અથાણું બનાવતી સમયે તેલ ગરમ કારી નાખવું.

૧૪] બેસન / ચણાના લોટના ઢોકળા બનાવવા માટે Fruit salt નો ઉપયોગ કરવાથી ઢોકળા સારા બનશે

૧૫] કેકમાં Nuts નાખતા પેહલા તેને મેંદામાં બોળી નાખવાથી, તે કેકમાં અલગ અલગ રેહશે, ભેગી નહિ થઈ જાય.

ચિંતામુક્ત બનો…

આ સુંદર લેખની શરૂઆત કદાચ કોઇપણ માતાપિતાને પસંદ નહિ આવે,કારણ..’જટિલ સ્વાભાવનાં માતાપિતા ‘ થી કરેલ હોય, પરંતુ હકીકત એ નથી, આપણે આપણા બાળકો પાસે શું અપેક્ષા રાખીએ છીએ અને આજ નું શિક્ષણ વિશે સરસ વાત આપણે સ્વામી શ્રી જગદાત્માનંદજી,શ્રીરામકૃષ્ણ મિશન ,નાં શબ્દ્દોમાં જ જાણીએ …આપના આ અંગેના વિચારો જરૂરથી જણાવશો.

જટિલ સ્વભાવનાં માતાપિતા

ધાકધમકી અને શારીરિક સજા તેમજ કટુકઠોર ભાષાનો ઉપયોગ કરવાથી ભૂલ કરનાર બાળકોને સુધારી શકાય છે-એમ કેટલાંક માતાપિતાઓ ધારે છે. વળી કેટલાંક માતાપિતાઓ એવા પણ હોય છે કે જે પોતાનાં બાળકોની ઉચિત-અનુચિત દરેક માંગને સંતોષીને એમને બગાડી મારે છે. મોટા ભાગનાં માબાપ તો એમ જ ધારે છે કે એકવાર છોકરાને નિશાળમાં દાખલ કારી દીધો એટલે એમની જવાબદારી પૂરી અને પોતાનાં બાળકોને આ રીતે એમના પોતાના નસીબના આધારે છોડી દે છે. કેટલાંક માતાપિતા પોતાનાં બાળકો પ્રત્યે અણધાર્યું વર્તન કરે છે-ક્યારેક એમના ઉપર હાંડલા વરસાવી દે છે, માગે એટલું તત્કાળ આપી દે છે. વળી બીજી જ પળે ક્ષણિક ક્રોધના આવેશમાં આવી જઈને કોઈ પણ પ્રકારની મદદ કરવાનો ઇન્કાર કરીને બાળકો માટે એક સમસ્યારૂપ બની જાય છે. વળી કેટલાંક માબાપ પોતાનાં બાળકોને એના કરતાં વધારે બુદ્ધિમાન અને ચતુર સહપાઠીઓ સાથે સરખાવીને એમની ખામીઓ પ્રત્યે વ્યંગવિનોદ કરી લે છે. આ રીતે એ બાળકોના મન ઉપર એક આઘાત પહોંચાડે છે અને એમના આત્મવિશ્વાસને હણતા જાય છે. મોટા ભાગનાં માતાપિતા એમનાં બાળકોની સામે જ પોતાનાથી મોટા સન્માનનીય વડીલો તથા શિક્ષકો વિશે મનફાવે તેમ બોલે છે અને સંભળાવે છે, એમની ખામીઓની નિંદા -ટીકા કરતા રહે છે. વળી કેટલાંક તો એવા પણ હોય છે કે પોતાનાં બાળકો પાસે અસાધારણ બુદ્ધિનું કાર્ય કરવાની અપેક્ષા રાખે છે અને એની સામાન્ય સિદ્ધિ જોઈને હતાશનિરાશ થઈ જાઈ છે. માતાપિતાનાં મનમાં ઉદભવતા અંધવિશ્વાસ, અપરમાનું ખરાબ વર્તન અને નીચી જાતિમાં જન્મેલામાં રહેલી હીનતાની ભાવના, અહંકાર, ઉદ્ધતતા, રાજનૈતિક સંઘર્ષ આ બધાં બાળકોના મન પર ભિન્ન ભિન્ન પ્રભાવ પાડતાં રહે છે.

ગાંધીજીએ કહ્યું છે: ‘એક ઉત્તમ ઘર જેવું કોઈ વિદ્યાલય નથી અને ચારિત્ર્યવાન અને સદગુણી માતાપિતા સમાં કોઈ શિક્ષક હોઈ ન શકે. આધુનિક વિદ્યાલયઓનું ઉચ્ચ શિક્ષણ ગ્રામીણ બાળકો પર એક ભાર જેવું બની ગયું છે. આ બાળકો ક્યારેય એનો લાભ ઉઠાવી શકશે નહિ અને જો અને સારા કુટુંબની કેળવણી મળી રહે તો તેઓ આવી શાળાની કેળવણીનો અભાવ પણ નહિ અનુભવે.’

આપણી શાળાઓ આવા ઉત્તમ પરિવારોની ઊણપને મહદંશે પૂરી કરે એવી આપણી માતાપિતા તરીકે સ્વભાવિક ઈચ્છા હોય છે. આપણી સરકાર કેળવણી પર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. રશિયાની શિક્ષણ સંસ્થાઓએ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર વધારે ભાર દિધો છે, એ પ્રશંસનીય છે. રશિયાની સરકાર તૂટેલા પરિવારોમાંથી આવેલ બાળકોની માનસિક સમસ્યાઓનો ઉકેલ શોધવા પર વધારે ધ્યાન આપે છે. આને માટે શાળાઓમાં વિશેષ રૂપે નિયમિત કાર્યક્રમો પણ અપાય છે. પણ આપના દેશમાં રોજગાર દેનારનો એક માત્ર ઉદ્દેશ્ય પૈસા કમાઈ લેવાનો છે. આ રીતે આવા વાતાવરણમાં બાળકોની સમસ્યાઓને સમજી લે તો એનો ઉકેલ શોધવામાં મદદ પણ કોણ કરે? ત્યાં સુધીમાં તો બાળકો આવી પડેલી વિરોધી સમસ્યાઓની પરંપરાઓ અને એના વાતાવરણમાં માનસિક તાન સહન કારી ચૂક્યાં જ હોય. એમનાં માનસિક સ્વાસ્થ્યની રક્ષા કરવાના કાર્યની શરૂઆત પ્રાથમિક શાળાએથી જ થવી જોઈએ. સમાજના પછાત વર્ગનાં બાળકોના કલ્યાણ તરફ વિશેષ ધ્યાન અપાવું જોઈએ. બાલ-કલ્યાણમાં રુચિ રાખનારા શિક્ષણ પર વિશેષ ધ્યાન આપનારા, ધીરતાવાળા, કર્તવ્યપરાયણ અને સ્નેહ નિતરતા શિક્ષકોની આ કાર્યમાં મોટી આવશ્યકતા છે. આવા શિક્ષકો આપણને ક્યાંથી મળશે? જો ગુલામ જ કેળવણી આપે તો એ ગુલામોના ટોળાં જ ઊભાં કરે !

નવી ક્ષિતિજ

શું આ સ્થિતિમાં સુધારણા લાવવી સંભવ નથી? નિશ્વય સંભવ છે જ.

સામાન્યત: બાલ્યકાળમાં સાચા પ્રેમથી વંચિત રેહનારા વ્યક્તિ માનસિક પીડા ભોગવે છે. દીર્ઘકાલીન ધૈર્ય અને પ્રેમનો નિર્મળ પ્રવાહ જ એની દિશામાં સુધારો લાવી શકે છે. ત્યારે એ વ્યક્તિનું જીવન આનંદનો સ્ત્રોત બની જાય છે. એના જીવનમાં એક નવા યુગનો પ્રારંભ થઈ જાય છે, પણ પ્રેમ કંઈ બજારમાં વેચાતી મળતી ચીજ નથી. એ તો બહુમૂલ્ય છે. આમ છતા પણ તે સર્વત્ર વિદ્યમાન રહેલ છે અને દરેકને એની આવશ્યકતા રહે છે. વિશુદ્ધ પ્રેમ બધા રોગોની રામબાણ દવા છે. પ્રેમની શક્તિ દ્વારા આ માંદલા જગતને સુખમય સ્વર્ગમાં બદલી શકાય છે.

-સ્વામી જગદાત્માનંદ-શ્રીરામકૃષ્ણ મિશન.