વીણેલા મોતી…

વીણેલા મોતી…

૧. સંયુક્ત કુટુંબ કો સ્થાયી રખને મેં સહનશીલતા અમોઘ શસ્ત્ર હૈ, ભૂલકર ભી ઇસે ન ત્યાગો….

-પ્.પૂ.રણછોડદાસજી મહારાજ

૨. કોઈ પણ દેવાલયમાં પગ મૂક્યા વિના તમે જ્યાં બેઠા છો ત્યાં જ મોક્ષ પ્રાપ્ત થઇ શકે….

-સ્વામી વિવેકાનંદ

૩. પાપ શું છે? ‘ જે દિલમાં ખટકે તે ! ‘….

-મહંમ્મદ પયગંબર સાહેબ

૪. જે વ્યક્તિ પોતાનાં ઘરની બહાર ખુશી ગોતવા જાય છે તે પડછાયા પાછળ દોડે છે….

-દાદા જે. પી. વાસવાણી

૫. ફક્ત વર્તન અને વાણીમાં જ નહિ, પણ વિચારોમાં પણ પવિત્ર બનો, બીજાઓનું સારૂં કરવા પ્રયત્ન કરો જેવી રીતે કે તમે તમારૂ સારૂ કરવા પ્રયત્ન કરો છો….

-સ્વામી વિવેકાનંદ

૬. જેમ આપણે આંતરિક રીતે કંગાળ હોઈએ છીએ, તેમ વધુ પ્રમાણમાં આપણે લોકોને, પ્રતિષ્ઠાને, મિલ્કતને, પ્રણાલિકાને વળગીને બાહ્ય રીતે વધુ સંપન્ન થવા મથીએ છીએ.

– શ્રી જે. કૃષ્ણમૂર્તિ

૭. ઈશ્વર સાથે જેટલું ઐક્ય અનુભવીશું તેટલી જ શક્તિ આપણને મળશે, કારણ કે શક્તિ ત્યાંથી જ આવે છે.

-સ્વેટ માર્ડન

૮. માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મ કૃત્યો કરવાથી સાવધાન રહો. નહિં તો પ્રભુ તરફથી ફળ મળવાનું નથી.

– શ્રી ઈશુ ખ્રિસ્ત, પહાડ પરનું ભાષણ

૯. હૃદયને પ્રભુ પ્રત્યે ખુલ્લુ કરતાં શીખી જવું જોઈએ. ખુલ્લું કરવું એટલે શાંત રહી, નામ-જપ બાદ, પ્રભુનાં આગમનની રાહ જોઈ, નીરવ શાંતિથી ભરી દેવું અને બીજું જ્યારે કોઈ આવરણુ નહીં હોઈ ત્યારે હૃદયમાંથી જવાબ મળશે.

– શ્રી માતાજી શ્રી અરવિંદ સાધના કેન્દ્ર.

૧૦. તરત માફ કરો: ગુસ્સો, મન દુ:ખ, દુષ્ટ ઈચ્છા, દ્વેષ અને ધિક્કાર એ એવા દુર્ગુણ છે કે જેનાથી વેહલા કે મોડા શરીર પર વિપરીત અસર થાય છે અને પરિણામે ગંભીર અસાધ્ય રોગો ઉદ્ ભવે છે. જો આપણને ભૂલી જવાનું અને તરત માફ કરવાનું આવડી જાય તો ઘણી માનસિક અને ભૌતિક સમસ્યાઓનું નિરાકરણ થઈ જાય.

– સ્વામી શિવાનંદ સરસ્વતી

૧૧. બધા પ્રાણીઓને તમારી જાત જ માનો અને તેમની હિંસા ન કરો.

-ભગવાન મહાવીર

૧૨. જે મુસ્લિમ પોતે પેટ ભરીને ખાઈ લે અને પોતાના પાડોશીને ભૂખ્યો રેહવા દે, તે પાકો મુસલમાન નથી.

-મહંમ્મદ પયગંબર સાહેબ

૧૩. પંડિતાઈ કરતાં પ્રેમાળ હૃદય વધારે સારું છે. અને શાળાઓમાંથી પ્રાપ્ત થતો ડહાપણ કરતાં એક ઘવાયેલા ઘેટાની સારવાર કરવી વધારે સારી છે, અને એ જગતનાં મોટાં મોટાં તત્વજ્ઞાનો કરતાંય વધારે ઉંચું છે.

-ભગવાન બુદ્ધ

૧૪. એકતા અને પ્રેમ, સેવા અને સમર્પણનાં ધર્મથી ઉંચો કોઈ ધર્મ નથી.

-સાધુ વાસવાણી

સંકલિત…