જરા અજમાવી જુઓ…(હેલ્થ ટીપ્સ…)

જરા અજમાવી જુઓ :

હેલ્થ ટીપ્સ:

સફરજન :

યુરોપ અને એશિયાના ઠંડા પહાડી પ્રદેશનું વતની સફરજન એ ઉત્તમ ફળો પૈકીનું એક સુંદર અને આકર્ષક ફળ છે. આપણે ત્યાં સફરજન લગભગ બારે માસ વેચાય છે. તેમાં કાશ્મીર તરફથી આવતાં સીમલાનાં સફરજન સવિશેષ લોકપ્રિય છે. યુરોપ-બ્રિટન-અમેરિકાના દેશોમાં સફરજન સર્વાધિક વપરાય છે. ત્યાં આહારની દ્રષ્ટિએ તેને ખૂબજ મહત્વ અપાય છે. તે વિશે એક કેહવત છે- An Apple a day, keeps a doctor away અર્થાત -રોજ એક સફરજન ખાવ, ને ડોકટરને તમારાથી દૂર રાખો.

સફરજનના વિવિધ નામો : સંસ્કૃતમાં સેવ, બદર કે મુષ્ટિ પ્રમાણ ફલ: હિન્દીમાં સેવ, સેબ, સફરજંગ; મરાઠીમાં સફરચંદ; ફારસીમાં સેબ; કર્ણાટકમાં સેબુ (સેવુ) કહે છે.

૧) મેદસ્વિતા (ચરબીનો જમાવ): તમામ આહાર છોડીને માત્ર સફરજન કે તેનો રસ અને મધ ઉપર જ રેહવું. વધુ વજન ને કારણે જે લોકોને પરિશ્રમ, ભુખ તથા તરસ ખુબ લાગે છે અને તે સહન નથી થતાં તેમજ ગભરાટ થાય છે, તેમણે આ પ્રયોગ ૧૫-૨૦ દિવસ કરી જોવો. સારું લાગે તો પ્રયોગ વધુ સમય ચાલુ રાખવો.

૨) હોજરીનો સોજો: સફરજનનું શરબત, મુરબ્બો કે તેનો રસ નિત્ય વાપરવાથી લાભ થાય છે.

૩) કૃમિ: સફરજનને અંગારમાં ભુંજી લઈને ખાવાથી આંતરડાનાં કરમિયાં તથા ઉદર-દાહ મટે છે.

૪) ઝેરની અસર : વનસ્પતિજ (માદક પદાર્થોના) કે પછી પ્રાણીજ (વીંછી -મધમાખી વગેરેના) ઝેર કે દારૂનું ઝેર સફરજનનો રસ પીવાથી નાબુદ થાય છે.

૫) ઊલટી (વમન) : સફરજનના રસમાં જરા નમક (મીઠું) અગર મધ ભેળવી પીવાથી ઊલટી બંધ થાય છે.

૬) ખાંસી : પાકાં સફરજનના રસમાં મધ અથવા સાકર મેળવીને પીવાથી ખાંસી ને મૂર્ચ્છા દૂર થાય છે.

૭) ગરમીનું ગાંડપણ : પીત્તોન્માદ સફરજનના રસમાં બ્રાહ્મીનો રસ કે તેનું ચૂર્ણ મેળવી રોજ પીવાથી ગરમીના દોષથી થયેલ ગાંડપણ મટે છે.

૮) મગજની નબળાઈ : સફરજનનો મુરબ્બો રોજ ખાવાથી કે તેનો રસ રોજ પીવાથી મગજને શક્તિ મળે છે.

૯) હૃદયની નબળાઈ : શારીરિક અશક્તિ, મોટી ઉંમર કે પિત્ત-વાતદોષજન્ય હૃદયરોગ (હાઈ બ્લડપ્રેશર, ચક્કર, ગભરામણ ) માં સફરજનનો તાજો રસ રોજ નિયમપૂર્વક પીવાથી હૃદય મજબુત બને છે.

૧૦) વીંછીનો ડંખ : સફરજનના ૧ ગ્લાસ રસમાં કપૂર ૪ રતી ઉમેરી પાવાથી વીંછીનું ઝેર -ઊતરે છે. ન ઊતરે તો ૩૦-૩૦ મિનિટે ફરી તે પાવો. (અસામાન્ય સંજોગમાં ડોક્ટરની સારવાર તૂરત લેવી)

૧૧) ખૂબ તરસ : સફરજનના રસમાં સાકર મેળવી પીવાથી વધુ લાગતી તરસ શાંત થાય છે.

૧૨) સફરજન કલ્પપ્રયોગ : તમામ આહાર છોડીને માત્ર સફરજનના રસ કે પાકાં સફરજન ઉપર જ રહી આરોગ્ય સુધારવા ? રોગ નિવારવા જે પ્રયોગો થાય તેને ‘કલ્પપ્રયોગ (કાયાકલ્પ)’ કહે છે. આ પ્રયોગમાં સફજન ઉપરાંત જો દૂધ માફક આવતું હોય તો બીજી વખત સફરજન લીધા પછી ૩ કલાક પછી દૂધ લઇ શકાઈ છે. જેઓને દૂધ માફક ન આવતું હોઈ તેઓ દહીંનો મઠો લઇ શકે છે. જો દર્દીને સોજો હોઈ કે સોજા થતા હોય તો મઠો અને મીઠું ન આપવા.સફરજન કલ્પપ્રયોગ પાચનશક્તિની નબળાઈ, તાવ, રક્તવિકાર, મેદસ્વીતા, પેશાબમાં યુરિક એસિડની વૃદ્ધિ, આમાતિસાર વગેરેમાં લાભપ્રદ છે. તેનાથી સર્વ પ્રકારના વિકારો દૂર થઈ શરીર સ્વસ્થ, સ્ફૂર્તિવાન અને તેજસ્વી બને છે.

નોંધ: સફરજન ઠંડું હોઈ કેટલાકને તેના ઉપયોગથી શરદી, સળેખમ થાય છે. કોઈને તેનાથી કબજિયાત થાય છે. તે ખાવાથી જેમને ઝાડાની કબજિયાત જણાય કે માફક ન આવે તેમણે તેનો પ્રયોગ વૈદ્યની સલાહ લઇ કરવો. સોજાના ઘણા દર્દીને પણ તે પ્રતિકૂળ પડે છે. સફરજન કાચું કે અત્યંત ખાટું હોઈ તો તે ન ખાવું જોઈએ.. મીઠું સફરજન ખાતા પેહલાં પાણીથી ધોઈ, સ્વચ્છ વસ્ત્રથી લૂછ્યા પછી જ ખાવું વધુ હિતકર છે. ફ્રીજમાં રાખેલું સફરજન ધોયા પછી જ ખાવું જોઈએ.. ટૂંકમાં, સફરજન ઉત્તમ ખાદ્ય ફળ, ટોનિક પીણું, ઉત્તમ દવા અને સૌંદર્યવર્ધક સાધન હોઈ All in one (એકમાં બધું) છે.