ભારતિય સંસ્કૃતિનો અડીખમ થાંભલો અને ઉધઇના રાફડા…

ભારતિય સંસ્કૃતિનો અડીખમ થાંભલો અને ઉધઇના રાફડા…

ભારતીય સંસ્કૃતિ નો અડીખમ થાંભલો ને ઉધઈ ના રાફડા,

ભારતીય સંસ્કૃતિ સૌથી જુનો સંસ્કૃતિ સ્થંભ.ચીનનો પણ લગભગ એટલોજ જુનો.ઘણી બધી લાંબી મજલ કાપી ને ઘડાયેલો આ થાંભલો કોરી ખાવા ઉધઈ ના રાફડાઓ વળગ્યા છે.જાત જાત નાં રાફડા ને ભાત ભાત ના રાફડા.જેટલું લાકડું જુનું એટલી ઉધઈ પણ વધારે વળગેલી હોય.પણ પાછું બહુ જુનું લાકડું ઉધઈ ને ગાંઠે નહિ.એમાય વળી શીશમ નું હોય તો જરાય ના ગાંઠે.અહી અમેરિકા ના કેલીફોર્નીયા માં એક ઝાડ છે.૫૦૦૦ વર્ષ જુનું.કદાચ કૃષ્ણ ની મોરલી ના સુર એણે સાંભળ્યા હશે.કદાચ એણે મહાભારત ના યુદ્ધ માં થયેલો વિનાશ જોયો હશે.કદાચ એણે દ્રૌપદી ના હીબકા સાંભળ્યા હશે.

‘મને આટલા બધા જણાં ની વચ્ચે નગ્ન ના કરશો!મને શરમ આવે છે’!!

કદાચ એણે ભાર્ગવ ની માતા ના પોકાર સાંભળ્યા હશે.

‘બેટા પરશુ પિતા ગુસ્સા માં ખોટી આજ્ઞા આપે તેને પાળવાના મોહ માં મારું માથું તારા નિર્દય પરશુ(ફરશી)થી ના વધેરીસ’.

‘નાં માં ના ભવિષ્ય માં ભારતવર્ષ માં કોઈ બેટો એના પિતાની આજ્ઞા ની અવગણના ના કરવો જોઈએ,એનો જડબેસલાક દાખલો આજે મારે બેસાડવો છે,અને પિતાજી પાસે સંજીવની વિદ્યા છે હું કોઈ ઉપાયે એમને તને જીવતી કરવા રાજી કરી લઈશ’

‘બેટા ફીફા ખાંડવા રહેવા દે એવી કોઈ વિદ્યા નથી,ભવિષ્ય માં પણ મરેલા ને સજીવન કરે એવી વિદ્યા તો મળવાની નથી,હા દવાઓ ખાઈ કદાચ જીવન લંબાવી શકાશે.’

પણ ભાર્ગવ માને?માતાની આજીજીઓ આ ઝાડે સાંભળી હશે.પરશુ નો માથું વધેરતો ખટકો એણે સંભાળ્યો હશે.વિરુદ્ધ ગુણ આકર્ષે,એ ન્યાયે કદી યુદ્ધ માં ના જવા ટેવાયેલા બ્રાહ્મણો ના આ સદાય ફરશી લઇ ક્ષત્રિયો ના માથા વધેરતા મહા ભાર્ગવ પરશુરામ તમામ બ્રાહ્મણો ના આદર્શ મહાપુરુષ બન્યા.ક્ષત્રિયોના અન્યાય સામે લડવું જોઈએ,કેમાં ના લડવું જોઈએ?જરૂર લડવું જોઈએ.પણ એક ક્ષત્રીયના પાપે તમામ ક્ષત્રિયો ઉપર વેર રાખવું એમાં મને તો કોઈ ગણિત સમજાતું નથી.ચાલો ઠીક છે,પણ માતાની હત્યા? ને પિતા કદી ગેરવાજબી માંગણી કરી ના શકે એવું કેમ મનાય?ગેરવાજબી હતી માટે તો બીજા ભાઈઓએ ના માની.પિતા ની આજ્ઞા નું પાલન ના કરનાર ભાઈઓને પણ માર્યા.બ્રાહ્મણ મિત્રો કોઈ ખોટું ના લગાડતા.મહાત્માઓએ વિચારવાની બારીઓ,વિન્ડોઝ બંધ કરી દીધી છે.બારી બંધ કરવા??સંજીવની વિદ્યા નું તુત ઘુસાડી દીધું છે.

કોઈ ઉપાય જો સુજે વૈજ્ઞાનિકો ને એ ઝાડ ને સાંભળવાનો તો ગીતા ના ઓરીજીનલ શ્લોક કહી બતાવે.બહુ ઊંચું છે ૩૦ માળ ના મકાન જેટલું.કોઈ ઉધઈ એને ખાઈ ના શકે.કેલીફોર્નીયા માં તો કાયમ જંગલોમાં દવ લાગે.મહિનાઓ સુધી આગ હોલવાય નહિ.નજીક ના ગામ ને ઘરો પણ સળગી જાય.પણ આ ઝાડ ને અગ્નિ બાળી શકતો નથી.એટલે તો ૫૦૦૦ વર્ષ થી અડીખમ ઉભું છે.બે ફૂટ સુધી અગ્નિ ભાઈ ની ઝાપટ ઉપર ઉપર લાગે.ચામડી જરા છોલાય.એવા કેમિકલ છોડે કે અગ્નિ નું કામ તમામ.

ભારતીય સંસ્કૃતિ નો સ્થંભ એનાથી પણ જુનો…પણ ૨૫૦૦૦ કરતાય વધારે સંપ્રદાયો ની ઉધઈ વળગી છે.અને રોજ નવી વળગતી જાય છે.મૂળ થાંભલો દેખાય નહિ તેમ વળગી છે.અરે આ ઉધઈ ને જ લોકો સંસ્કૃતિ માનવા લાગ્યા છે.બુદ્ધ ને ભારતીય સંસ્કૃતિ નો અડીખમ થાંભલો ને ઉધઈ ના રાફડા,

ભારતીય સંસ્કૃતિ સૌથી જુનો સંસ્કૃતિ સ્થંભ.ચીનનો પણ લગભગ એટલોજ જુનો.ઘણી બધી લાંબી મજલ કાપી ને ઘડાયેલો આ થાંભલો કોરી ખાવા ઉધઈ ના રાફડાઓ.. વળગ્યા છે.જાત જાત નાં.. રાફડા ને ભાત ભાત ના રાફડા.જેટલું લાકડું જુનું એટલી ઉધઈ પણ વધારે વળગેલી હોય.પણ પાછું બહુ જુનું લાકડું ઉધઈ ને ગાંઠે નહિ.એમાય વળી શીશમ નું હોય તો જરાય ના ગાંઠે.અહી અમેરિકા ના કેલીફોર્નીયા માં એક ઝાડ છે.૫૦૦૦ વર્ષ જુનું.કદાચ કૃષ્ણ ની મોરલી ના સુર એણે સાંભળ્યા હશે.કદાચ એણે મહાભારત ના યુદ્ધ માં થયેલો વિનાશ જોયો હશે.કદાચ એણે દ્રૌપદી ના હીબકા સાંભળ્યા હશે.

‘મને આટલા બધા જણાં ની વચ્ચે નગ્ન ના કરશો!મને શરમ આવે છે’!!

કદાચ એણે ભાર્ગવ ની માતા ના પોકાર સાંભળ્યા હશે.

‘બેટા પરશુ પિતા ગુસ્સા માં ખોટી આજ્ઞા આપે તેને પાળવાના મોહ માં મારું માથું તારા નિર્દય પરશુ(ફરશી)થી ના વધેરીસ’.

‘નાં માં ના ભવિષ્ય માં ભારતવર્ષ માં કોઈ બેટો એના પિતાની આજ્ઞા ની અવગણના ના કરવો જોઈએ,એનો જડબેસલાક દાખલો આજે મારે બેસાડવો છે,અને પિતાજી પાસે સંજીવની વિદ્યા છે હું કોઈ ઉપાયે એમને તને જીવતી કરવા રાજી કરી લઈશ’

‘બેટા ફીફા ખાંડવા રહેવા દે એવી કોઈ વિદ્યા નથી, ભવિષ્ય માં પણ મરેલા ને સજીવન કરે એવી વિદ્યા તો મળવાની નથી, હા દવાઓ ખાઈ કદાચ જીવન લંબાવી શકાશે.’

પણ ભાર્ગવ ‘માને માતાની આજીજીઓ આ ઝાડે સાંભળી હશે. પરશુ નો માથું વધેરતો ખટકો એણે સંભાળ્યો હશે. વિરુદ્ધ ગુણ આકર્ષે, એ ન્યાયે કદી યુદ્ધ માં ના જવા ટેવાયેલા બ્રાહ્મણો ના આ સદાય ફરશી લઇ ક્ષત્રિયો ના માથા વધેરતા મહા ભાર્ગવ પરશુરામ તમામ બ્રાહ્મણો ના આદર્શ મહાપુરુષ બન્યા. ક્ષત્રિયોના અન્યાય સામે લડવું જોઈએ, કેમાં ના લડવું જોઈએ?જરૂર લડવું જોઈએ. પણ એક ક્ષત્રીયના પાપે તમામ ક્ષત્રિયો ઉપર વેર રાખવું એમાં મને તો કોઈ ગણિત સમજાતું નથી. ચાલો ઠીક છે, પણ માતાની હત્યા ને પિતા કદી ગેરવાજબી માંગણી કરી ના શકે એવું કેમ મનાય? ગેરવાજબી હતી માટે તો બીજા ભાઈઓએ ના માની. પિતા ની આજ્ઞા નું પાલન ના કરનાર ભાઈઓને પણ માર્યા. બ્રાહ્મણ મિત્રો કોઈ ખોટું ના લગાડતા. મહાત્માઓએ વિચારવાની બારીઓ,વિન્ડોઝ બંધ કરી દીધી છે. બારી બંધ કરવાસંજીવની વિદ્યા નું તુત ઘુસાડી દીધું છે.

કોઈ ઉપાય જો સુજે વૈજ્ઞાનિકો ને એ ઝાડ ને સાંભળવાનો તો ગીતા ના ઓરીજીનલ શ્લોક કહી બતાવે. બહુ ઊંચું છે ૩૦ માળ ના મકાન જેટલું. કોઈ ઉધઈ એને ખાઈ ના શકે.કેલીફોર્નીયા માં તો કાયમ જંગલોમાં દવ લાગે. મહિનાઓ સુધી આગ હોલવાય નહિ. નજીક ના ગામ ને ઘરો પણ સળગી જાય.પણ આ ઝાડ ને અગ્નિ બાળી શકતો નથી. એટલે તો ૫૦૦૦ વર્ષ થી અડીખમ ઉભું છે. બે ફૂટ સુધી અગ્નિ ભાઈ ની ઝાપટ ઉપર ઉપર લાગે.ચામડી જરા છોલાય. એવા કેમિકલ છોડે કે અગ્નિ નું કામ તમામ.

ભારતીય સંસ્કૃતિ નો સ્થંભ એનાથી પણ જુનો…પણ ૨૫૦૦૦ કરતાય વધારે સંપ્રદાયો ની ઉધઈ વળગી છે.અને રોજ નવી વળગતી જાય છે. મૂળ થાંભલો દેખાય નહિ તેમ વળગી છે. અરે આ ઉધઈ ને જ લોકો સંસ્કૃતિ માનવા લાગ્યા છે. બુદ્ધ ને મહાવીર કંટાળ્યા. ચાલો નવો થાંભલો રોપીએ.જાત જાત ની કથાઓ ને ભાત ભાત ના પુરાણો ની ઉધઈ. બધા પુરાણો સાચા નથી. અથવા એમના નામે ચરી ખાવું.ઇતિ શ્રી સ્કંદ પુરાણે કહી કથા શરુ.દરેક કથા પાછા વ્યાસજી ઉવાચ. એમાય પાછા સુતજી કહે મને વિષ્ણુજી એ કહેલી એ હવે તમને કહું છું. દરેક વ્રત નું પણ એમજ સમજવું.કાલે જરા ધ્યાન થી સત્યનારાયણ કથા સાંભળી. રાજાનું અડધું શરીર રાજાએ કરવત થી કાપીને સત્યનારાયણ ભગવાન ને આપ્યું. પછી અડધાનું શું કર્યું તે ના કહ્યું. અને આ અડધું શરીર ભગવાને શું કામ માગ્યું હશે? અડધું વળી શું કામમાં આવે? દરિદ્ર બ્રાહ્મણ દરેક માં હોય. સાધુ વાણીયો ને લીલાવતી ને કલાવતી. પ્રસાદ પડતો મુક્યો તો ખલાસ, ગયા જેલમાં. કથા કરી તો રાજાને ભગવાને ધમકી આપી કે તારો સત્યાનાશ કરી દઈશ સાધુ વાણિયા ને છોડી દે. પુરાવે પોતે ને છોડાવવા પાછા ધમકી. કર્મ નો નિયમ ગયો ભાડ માં. ખાલી કથા કરાવો ને સર્વ પાપો કર્યા કરો. કોઈ બોધર ના કરે. પ્રસાદ ના ખાધો? તો દસ પુત્રો મરી ગયા. છેલ્લે પ્રસાદ વહેચાયો તો મેં કહ્યું ખાઈ લેવાદે ભાઈ મારે તો ત્રણ જ પુત્રો છે. બધા મરી જાય તો ઉપાધી થાય. વાઈફે પાછું બાળકો ના થાય તેનું ઓપરેશન કરાવી લીધું છે. અને હવે આ ઉંમરે બીજું બૈરું પણ ના મળે પુત્રો પેદા કરવા. પાછા કાયદા પહેલાના જેવા નથી.એક બૈરા ઉપર બીજું બૈરું કરીએ તો પાછા સળિયા ગણવા પડે. એના કરતા સારો શીરો બનાવ્યો છે, બેસ્ટ શીરા મેકર વાઈફે તો ખાઈ લેવાદે કોઈ ખોટું જોખમ નથી ખેડવું.

કેવી કેવી ઉધઈ ઓ? કોઈ વાર દશામાં નું પુર આવે, કોઈ વાર સંતોષી માતાનું… તો કોઈ વાર વૈભવ લક્ષ્મી… કોઈ વાર સાઈબાબાનું પુર આવે…હમણા સાઈબાબા નું ચાલી રહ્યું છે…પાછા મિત્રો કહેશે લોકોને આસ્થા હોય છે. કોઈ જીભ કાપીને મૂકી દે આવી આસ્થા? આવી આસ્થા વિરુદ્ધ પણ ના બોલાય? ધાર્મિક લાગણી દુભાઈ જાય. વાત વાત માં ખોટું લાગી જાય.

લગભગ ૭૦૦ વર્ષ મહાન ગુપ્ત રાજાઓએ સજ્જડ રીતે સીમાડા સાચવ્યા. સિકંદર જેવો પણ ઘૂંસ માંરી ના શક્યો. બસ પ્રજાને જલસા થઇ ગયા. ના કોઈ યુદ્ધ ના કોઈ હાડમારી.સુવર્ણ યુગ હતો. એજ સતયુગ લાગે છે. તમામ સાહિત્ય ને શાસ્ત્રો એ નવરાશે રચાયા… કવિતાઓ, મહાકાવ્યો રચાયા…પુરાણો રચાયા…પ્રજા ને છેતરવાનું શરુ થયું…ઇતિ શ્રી સ્કંદ પુરાણે કહી ધંધા શરુ થયા…શંકરાચાર્ય આવ્યા…થોડા ફટકા ઉધઈ ખંખેરવા લગાવ્યા…પણ વહેલા જતા રહ્યા. એમના ચેલાઓએ નવી ઉધઈ બનાવી લીધી. નાના મોટા કોઈ કોઈ વચ્ચે ઉધઈ ને ખંખેરવા પ્રયત્નો કરે પણ જેટલો જુનો થાંભલો એટલી જૂની ઉધઈ…પાકી સિમેન્ટ જેવી…ખંખેરવા વાળો જ ઉકલી જાય…દયાનંદ સરસ્વતી આવ્યા, મોરબીના ટંકારા થી. સાલું આ કેવો ભગવાન એના પર ઉંદરડા ફરે ને હટાવી પણ શકતો નથી. ખુબ ડંડા માર્યા, સત્યાર્થ પ્રકાશ નામનો ઘણ માર્યો. પણ ઉધઈ મજબુત. એમને જ લાડવા માં ઝેર આપી દીધું. ખબર પડી તો માંડ્યા દંડ બેઠક કરવા, જે પસીના માં ઝેર નીકળી જાય તેટલું ઓછું. પહેલાવાનો મોકલાતાં તો સ્વામીજી પણ પહેલવાન હતા. ઉચકીને ફેંકી દેતા. પણ કપટ આગળ લાચાર બન્યા. રસોયા ને પૈસા? આપ્યા ને કહે ભાગી જા, મારો ભક્ત રાજા તને ફાંસીએ લટકાવી દેશે.

વિવેકાનંદ આવ્યા.૧૦૦ યુવાનો આપો આખો સ્થંભ ઉધઈ વિહોણો કરી દઉં. ભારત નું કમનસીબ યુવાની માજ શંકરાચાર્ય ની જેમ સિધાવી ગયા. રામ મોહનરાય આવ્યા. એમણે પણ ડંડા ઝાપટ્યા, પણ સાલું જૂની ઉધઈ નવા સ્વરૂપ લઇ લે. એકલ દોકલ ની તતુડી કોણ સંભાળે….ગાંધીજી ને થયું નવો પશ્ચિમનો થાંભલો સારો. પણ જુના સંસ્કાર આડે આવ્યા…જૈન રાજચંદ્ર ને ગુરુ માન્યાં. થોડી સાફસફાઈ શરુ કરી, હરીજન વાસ માં ફરવા લાગ્યા… ભગવી ધજાઓ બગડી…આ વાણીયો તો મંદિરો અભડાવ સે. પણ પહેલા આઝાદી નું કામ કરીએ. ઉધઈ વિફરી ધરબી દીધી ગોળીઓ છાતીમાં. છેલ્લે ના મહાવીર યાદ આવ્યા ના જીસસ, યાદ આવ્યો હે…રામ…અચેતન મનમાં રહેલા સંસ્કાર ના જાય તે આનું નામ.

ગુજરાતી વળી ઉધઈ ને સંસ્કૃતિ માને ને ગાંડા બહુ થાય. દરેક ને ગુજરાત બહુ ભાવે. અહી ધંધો સારો ચાલી જાય. કોઈ યુ.પી થી આવે કોઈ હરિયાણા થી.કોઈ વળી વ્રજ માંથી આવે તો કોઈ વળી છપૈયા થી. ઘણા બધા સાક્ષરો પણ ગોદા મારી લે.પણ નવી પેદા થયેલી બહુ મોટા ગજાની ઉધઈ ના લપેટા માં આવી જાય. ઉધઈ ખોતરવા જાય ને ઉધઈ માં ઘુસતા જાય. પણ પાછો ઉધઈ ને ખોતરવાનો સ્વભાવ, એટલે કલમ નો ગોદો મારીલે કે ‘સાધુઓ તો પરણેલા જ સારા’ ?એ.સી હોલોમાં ઉધઈ ઓ વિકસતી જાય.કરોડો રૂપિયા વપરાય. ગંગા મેલી થાય પણ કોઈ નું ના ચાલે. સ્વામી સચ્ચિદાનંદ દંતાલી વાલા આવ્યા. ખુબ ડંડા મારે ચાલો અભિગમ બદલીએ, વૈજ્ઞાનિક અભિગમ રાખીએ, પણ કોણ જાગે?

અરવિંદ કાકા બુમાબુમ કરે કે અલ્યા ગંદકી નાબુદી ની કથાઓ કરો, મંદિરો માં પૈસા ના વેડફો, ઘોંઘાટ વિરુધ ની કથાઓ કરો. પણ કોણ સાંભળે? મને થયું અરવિંદ કાકા ના અભિયાન માં હું પણ તૂટી પડું. મિત્રો નારાજ થાય. સંસ્કૃતિ ઉપર ઘા કરો છો? રિસાઈ જાય. અલ્યા ભાઈ મૂળ થાંભલી ખોવાઈ ગયી છે એને શોધું છું. હવે આ રાફડા હટાવ્યા વગર પહોચું કઈ રીતે?સંસ્કૃતિ સ્થંભ તો અડીખમ ઉભો છે પેલા કેલીફોર્નીયા ના ૫૦૦૦ વર્ષ જુના ઝાડ જેવો પણ નજીક જવું કઈ રીતે?

સાભારઃભુપેન્દ્રસિંહ રાઓલ..

http://brsinh.wordpress.com

ગાયો ચારી ને ગોવિંદ ઘેર આવ્યાં ને…

ગાયો ચારી ને ગોવિંદ ઘેર આવ્યાં ને…

લોકગીત
સ્વર – નિરુપમા શેઠ
સંગીત – અજીત શેઠ

ગાયો ચારીને ગોવિંદ ઘેર આવ્યાં ને,

ઓવારણાં લઉં વારી વારી.

આંગણીયે આવી કાન ઉઘાડો દીઠો,

પેલી ઝૂલણી ક્યારે વિસારી.

હો નંદલાલ, નાનડિયા રે! ખમ્મા મારાં મનનાં

મોહનજી રે! ?ખમ્મા મારાં તનનાં,

ત્રિકમજી રે! ખમ્મા રાય રણછોડ રંગીલા રે.

હો નંદલાલ ઝૂલણી ક્યારે વિસારી.

રુવે રુવે ને કાન આડો ફરેને

એને લાવી બેસાડું સામે ઓટે

ઝૂલણીને કાજે મોહનજી તો મંદિરિયામાં લોટે

હો નંદલાલ, નાનડિયા રે! ખમ્મા મારાં મનનાં

મોહનજી રે! ?ખમ્મા મારાં તનનાં,

ત્રિકમજી રે! ખમ્મા રાય રણછોડ રંગીલા રે.

હો નંદલાલ ઝૂલણી ક્યારે વિસારી.

સાવ રે સોનાનો સોયો મંગાવુંને,

રૂપલાં કેરાં ધાગા.

રંગીલો દરજી સિવવાને બેઠો,

મારા કાનકુંવરના ધાગા.

હો નંદલાલ, નાનડિયા રે! ખમ્મા મારાં મનનાં

મોહનજી રે! ?ખમ્મા મારાં તનનાં,

ત્રિકમજી રે! ખમ્મા રાય રણછોડ રંગીલા રે.

હો નંદલાલ ઝૂલણી ક્યારે વિસારી.

રૂપિયા તે ગજનો રેજો મંગાવુ,

અને એની સિવડાવું કાનટોપી

છાનો રહે ને કાનકુંવર તને

પરણાવું ગોકુળની ?ગોપી

હો નંદલાલ, નાનડિયા રે! ખમ્મા મારાં મનનાં

મોહનજી રે! ?ખમ્મા મારાં તનનાં,

ત્રિકમજી રે! ખમ્મા રાય રણછોડ રંગીલા રે.

હો નંદલાલ ઝૂલણી ક્યારે વિસારી.

સાભારઃઅભિષેક…

http://www.krutesh.info

કાનાને માખણ ભાવે રે…

કાનાને માખણ ભાવે રે…

સ્વર:- ફાલ્ગુની પાઠક

કાનાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે

ઘારી ધરાવું ને ઘુઘરા ધરુ ઘેવર ધરુ સઈ

મોહનથાળ ને માલપુઆ પણ માખણ જેવા નઈ

–કાનાને માખણ ભાવે રે

શીરો ધરાવુ ને શ્રીખંડ ધરુ સુતરફેણી સઈ

ઉપર તાજા ઘી ઘરુ પણ માખણ જેવાં નઈ

— કાનાને માખણ ભાવે રે

જાત જાતના મેવા ધરાવુ ધૂધ સાકર ને દહીં

છપ્પ્નભોગ ને સામગ્રી ધરાવું પણ માખણ જેવા નઈ

— કાનાને માખણ ભાવે રે

ગોપીએ માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રઈ

દીનાનાથ રે જપ્યા રે નાચ્યા થૈ થૈ થૈ

— કાનાને માખણ ભાવે રે

સાભારઃનીલા કડકિઆ..

http://geet-gunj.blogspot.com