પરમ સખા મત્યુ – કાકા કાલેલકર…

પરમ સખા મત્યુ – કાકા કાલેલકર…
મૃત્યુ – ચિંતન …

 

આ દેહ ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. બાળાપણ, જુવાની અને ઘડપણ ના ચક્રોનો સહુને અનુભવ છે. વિજ્ઞાનીઓ એટલે સુઘી કહે છે કે સાત વરસમાં તો શરીર સદંતર બદલાઈ જાય છે, અને જૂના લોહીનું એક પણ ટીપું શરીરમાં રહેતું નથી. તો આવા ક્ષણેક્ષણે પલટાતા દેહના મરણનો શોક હું શાને કરું છું? અને શું આવો દેહ તે મારું સાચું સ્વરૂપ છે? આજે મરે કે કાલે મરે એવો આ દેહ, તે હું નથી. હું તો કદીય ન મરનારો અખંડ તેમજ વ્યાપક આત્મા છું.

 

આપણે જન્મ્યા ત્યારથી જ મરણ નિશ્વિત છે. માણસની મરણ ભણીની મજલ દરેક ક્ષણે અચૂક કપાતી જાય છે.
આપણો દેહ વસ્ત્ર જેવો છે. જૂનો ફાટી જાય છે, તેથી તો નવો લઈ શકાય છે. આત્માને એકનો એક દેહ કાયમ વળગી રહેતો હોય તો બધોય વિકાસ થંભી જાત, આનંદનો લોપ થાત અને જ્ઞાનની પ્રભા ઝાંખી પડી જાત. માતે દેહનો નાશ હરગિજ શોક કરવા યોગ્ય નથી.

 

જીવનનો બીજો છેડો મરણને અડે છે એ વાત ખ્યાલમાં રાખીને, છેવટની ઘડી પાવન કેવી રીતે થાય તેનો અભ્યાસ આયુષ્યભર રાખવો જોઈએ. ઉત્તમમાં ઉત્તમ સંસ્કાર મન પર કેવી રીતે ઠસે, એનો વિચાર આજથી જ થવો જોઈએ. હું આંખ પવિત્ર રાખીશ, કાન નિંદા સાંભળશે નહીં, મોઢેથી સારું જ બોલીશ, એવી મહેનત હંમેશાં કરતા રહેવું. પવિત્ર સંસ્કાર પડે તેટલા માટે મનમાં ઉદાત્ત વિચારો વાગોળતા રહેવું. હાથને પવિત્ર કામમાં રોકાયેલા રાખવા. અંદર ઈશ્વરનું સ્મરણ અને બહાર સ્વધર્મચરણ.
જે ભારતભૂમિમાં બ્રહ્મવિધાનો જન્મ થયો, તે જ ભૂમિમાં હવે મરણનો આટલો બધો ડર ઘર કરી બેઠો છે ! ઘણા લાંબા સમયથી આપણી પર ઊતરી આવેલી પરતંત્રતાનું એ પરીણામ છે; પરંતું મરણનો આવો ડર એ જ પરતંત્રતાનું એક કારણ છે, એ વાત પણ ભૂલવા જેવી નથી.
દેહથી હું જુદો છું, એ વાત આપણી સમજમાં ઊતરી નથી, ત્યાં સુઘી જુલમગારો આપણા પર જુલમ ગુજારતા રહેશે, આપણને ગુલામ બનાવતા રહેશે, આપણા હાલ બેહાલ કરતા રહેશે. ભયને લીધે જ જુલમ ગુજારવાનું શક્ય બને છે. જુલમ કરવાવાળા બરાબર જાણે છે કે આ લોકો દેહને વળગી રહેનારા છે, એમના દેહને કષ્ટ આપીશું એટલે એ દબાઈને ગુલામ થયા વગર રહેવાના નથી. પણ દેહની આસક્તિ છોડનાર તરત જ સ્વંતંત્ર બનશે, પછી તેની પર કોઈની સત્તા ચાલશે નહીં.
દેહની પારનું અવિનાશી જે આત્મતત્વ, તે હું છું. એ પરમેશ્વરી તત્વ જ્યારે પણ દુષિત થતું હશે, તે વખતે તેના બચાવને સારું આ દેહને હું ફુંકી દઈશ. પરમેશ્વરી તત્વને ઉજ્જ્વળ રાખવા માટે દેહનો હોમ કરવા હું હંમેશ તૈયાર રહીશ.
દેહાસક્તિ છૂટી જાય, તો આપણને એ વાત સમજાય કે દેહ તો સેવાનું સાધન છે. પણ આજે દેહની પૂજાને જ આપણે સાધ્ય માની બેઠા છીએ. સાચું સાધ્ય સ્વધર્મનું આચરણ છે.
મરણનું સ્મરણ માણસ હંમેશ ટાળતો રહે છે. મૃત્યુ સતત પીઠ પાછળ ઊભું છે, છતાં માણસ તો મૃત્યુને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં મંડયો રહે છે.
મરણનો વાઘ હંમેશાં સામે ઘૂરકતો ઊભો હોય, ત્યારે પાપ કરવાનુ સૂઝે ક્યાંથી? પાપ કરવું હોય, તો તેને માટે પણ એક જાતની નિરાંત જોઈએ. માટે મરણાનું હંમેશાં સ્મરણ રાખવું, એવ પાપમાંથી મુક્ત રહેવાનો ઈલાજ છે. મરણ સામે દેખાતું હોય, ત્યારે માણાસ કઈ હિંમતે પાપ કરશે?
મરણ સામું આવીને ઊભું હોય, છતાં રોગીને તેની વાત આપણે કરતા નથી. દાક્તર કહે કે હવે આશા નથી,તો પણ દર્દીને ભ્રમમાં રાખીએ છીએ. દાક્તર પણ ચોખ્ખું કહેતા નથી, અને છેવટ સુઘી ગળામાં દવા રેડ્યા કરે છે. તેને બદલે દર્દીને સાચી વાત જણાવી, ઘીરજ આપીને ઈશ્વરના સ્મરણ તરફ વાળીએ, તો તેના પર કેટલો ઉપકાર થાય ! આનો અર્થ એવો નથી કે આપણે પ્રેમશૂન્ય બની જવું. પણ દેહાસક્તિમાંથી છૂટ્યા વગર ખરા પ્રેમનો કદી ઉદય થતો નથી.
સ્વઘર્મનું આચરણ બરાબર થઈ શકે, તે માટે દેહનું જતન કરવું જોઈએ. પણા જીભના ચસકા પૂરા કરવાની શી જરૂર છે? કડછીને શિખંડમાં બોળો કે કઢીમાં, તેને તો એનું સુખ નથી કે દુઃખ નથી. જીભનું પણ એવું થવું જોઈએ. તેને સ્વાદનું એટલે કે રસનું જ્ઞાન હોવું જોઈએ, પણ ન તો તેનું સુખ હોવું જોઈએ કે ન તો દુઃખ.
હરણની પાછળ વાઘ પડ્યો છે. હરણું ચપળા છે, પણ તેનું જોર નરમ પડતું જાય છે. આખરે તે થાકી જાય છે. પાછળ પેલો વાઘ, પેલું મરણ આવી રહ્યું હોય છે. તે ક્ષણે એ હરણની હાલત કેવી થાય છે? વાઘ તરફ તેનાથી નજર કરી શકાતી નથી. જમીનમાં મોં ખોસીને તે ઊભું રહે છે. ?આવ ભાઈ, અને માર હવે ઝપટ ,? એમ જાણે કે તે નિરાધાર થઈને કહે છે. એમ આપણે પણ મરણનું સામું જોઈ શકતા નથી. છતાં છેવટેતે આપણને પકડી પાડ્યા વગર રહેતું નથી.
આપણે હાથે અસંખ્ય ક્રિયાઓ થતી રહે છે. મન પર એ બધી ક્રિયાઓના સંસ્કાર પડ્યા કરે છે. પણ છેવટે માત્ર થોડા સંસ્કાર બાકી રહી જાય છે. જીવનની છેલ્લી ક્ષણ આવે ત્યારે આખા જન્મારામાં કરેલી કમાણી બેચાર વાતોમાં દેખાય છે. માટે, મરણ વખતે જે સંસ્કાર ઉપર તરી આવે એવી ઇચ્છા હોય, તેને અનુસરીને આખા જીવનનો પ્રવાહ વાળીએ, રાત ને દિવસ તેના તરફ મનનું વલણ રાખીએ. હંમેશ મરણનું સ્મરણ રાખીને જીવનનો વહેવાર કરીએ

 

 

બિલીપત્ર …

 

અણગમતો આવાસ તજીને ચાલી નિકળો,
જીવ્યાનો આભાસ તજીને ચાલી નિકળો.
ક્યાં લગ રહેશું આ રીતે મોહતાજ હવાના,
ચાલો અહીંથી શ્વાસ તજીને ચાલી નિકળો.

 

 

– ઉમેશ ઉપાધ્યાય

 

 

સાભારઃઅક્ષરનાદ.કોમ

http://AksharNaad.com/

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

દાળ ઢોકળી – Dal Dhokli…

દાળ ઢોકળી – Dal Dhokli …

 

 

Ingredient Make Daal Dhokli
દાળ ઢોકળી -સ્વાદિષ્ઠ ગુજરાતી વાનગી
 1. 250gm Pigeon Pea
 2. 200gm Wheat Flour
 3. 2Spoon Turmeric Powder
 4. 2Spoon Red Chili Powder
 5. 1Spoon Carom Seed
 6. 3-4Cloves
 7. 2-3Cinnamon
 8. 1Spoon Black  Mustard Seeds
 9. 10-15 Curry Leaves?
 10. 2Green Chilies (Cut in pieces)
 11. Pinch of Asafetida
 12. ½Spoon Tamarind Paste
 13. 25gmCashew nut
 14. 50gm Groundnut
 15. ½Spoon Garam Masala
 16. 1Spoon Tomatoes Paste
 17. 3Spoon Oil
 18. 1Spoon Ghee
 19. Saltas per Taste
 1. ૨૫૦ ગ્રામ તુવર-દાળ
 2. ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
 3. ૨ ચમચી હળદર
 4. ૨ ચમચી લાલ મરચું
 5. ૧ ચમચી અજમો
 6. ૩-૪ લવિંગ
 7. ૨-૩ તજ
 8. ૧ ચમચી રાઈ
 9. ૧૦-૧૫ મીઠા લીમડાના પત્તા
 10. ૨ લીલા મરચા (ટુકડા કરેલા)
 11. ચપટી હિંગ
 12. ૧/૨ ચમચી આંબલીની પેસ્ટ
 13. ૨૫ ગ્રામ કાજુ
 14. ૫૦ ગ્રામ સિંગદાણા
 15. ૧/૨ ચમચી ગરમ મસાલો
 16. ૧ ચમચી ટામેટાની પેસ્ટ
 17. ૩ ચમચી તેલ
 18. ૧ ચમચી ઘી
 19. સ્વાદ અનુસાર મીઠું

?

Method
પદ્ધતિ
 1. Take Wheat Flour and knead with Water.
 2. Add 1 spoon each of Turmeric Powder, Red Chili Powder and Carom Seed.
  Also add Salt as per taste.
 3. Mixall of them well.
 4. Now knead again with 1 Spoon Oil
 5. Make Roti and cut into desired pieces to make Dhokli.
 6. Wash Pigeon Pea (Tuvar Dal) with clean water and cook in pressure cooker
  for 10 minutes.
 7. Cool it down for 15 minutes.
 8. Get Pigeon Pea (Tuvar Dal) out of pressure cooker.
 9. Heat
  2 spoons Oil and 1 spoon Ghee in a metal bowl.
 10. Pour Cloves, Cinnamon and then add Black Mustard Seeds in heated
  Oil/Ghee.
 11. Add
  Curry Leaves, Green Chilies Pieces and a Pinch of Asafetida.
 12. Pour cooked Pigeon Pea (Tuvar Dal) into it.
 13. Add Tamarind Paste, Cashew Nuts, Groundnuts, Garam Masala, and 1 spoon
  Red Chili Powder, and Mix them.
 14. Add
  Tomato Paste, 1 spoon Turmeric Powder, Salt and 2 cups of Water.
 15. Let them boil properly.
 16. Pour
  pieces of Dhokli one by one in to boiling Dal.
 17. Boil for 10 minutes.
 18. Serve HOT and add Ghee on it to make it TESTIER…
 1. થાળીમાં ઘઉંનો લોટ લઇને તેમાં પાણી ઉમેરો.
 2. હવે તેમાં હળદર, લાલ
  મરચું અને અજમાની એક એક ચમચી નાખો,?અને સ્વાદ
  અનુસાર મીઠું ઉમેરો.
 3. હવે બધાને બરાબર ગુંદી લો.
 4. ૧ ચમચી તેલ નાખીને લોટને ફરીથી ગુંદો.
 5. રોટલી વણીને ઈચ્છા મુજબ ઢોકળીના ટુકડા કાપી લો.
 6. હવે તુવર-દાળને ચોક્ખા પાણીથી ધોઈને પ્રેશર કુકરમાં ૧૦ મિનીટ સુધી
  બાફો.
 7. ૧૫ મિનીટ સુધી ઠરવા દો.
 8. તુવર-દાળને
  પ્રેશર-કુકર માંથી કાઢી લો.
 9. હવે તપેલીમાં ૨ ચમચી તેલ અને ૧ ચમચી ઘીને ગરમ કરો.
 10. ઉકાળેલા તેલ/ઘીમાં લવિંગ, તજ
  અને રાઈ નો વઘાર કરો.
 11. વઘારમાં મીઠા લીમડાના પાન,?લીલા
  મરચાંના ટુકડા અને ચપટી હિંગ નાખો.
 12. હવે તેમાં બાફેલી તુવર-દાળ
  ઉમેરો.
 13. હવે તેમાં આંબલી, કાજુના
  ટુકડા,સિંગદાણા, ગરમ
  મસાલો અને ૧ ચમચી લાલ મરચું નાખો,?બરાબર હલાવી
  ને મિક્ષ કરો.
 14. હવે એમાં ટામેટાની પેસ્ટ, ૧
  ચમચી હળદર,મીઠું અને ૨ કપ પાણી ઉમેરો.
 15. બરાબર ઉકળવા દો.
 16. કાપેલા ઢોકળીના ટુકડાને ઉકળતી દાળ માં એક પછી એક ઉમેરો.
 17. ૧૦ મિનીટ ઉકળવા દો.
 18. ગરમા ગરમ પીરસો અને સ્વાદિષ્ટ બનાવવા ઉપરથી ઘી નાખો.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

રીંછે કાનમાં શું કહ્યું ?…

રીંછે કાનમાં શું કહ્યું ?

 

એક હતો ગોપાલ અને એક હતો મોહન.
મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક. બન્ને નિશાળમાં સાથે ભણે. બન્ને ભાઈબંધ હતા. નિશાળમાં રજાના દિવસે બન્ને નજીકના જંગલમાં ફરવા ગયા. મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો.
મોહન કહે – ગોપાલ, મને તો બીક લાગે છે. કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો ?
ગોપાલ કહે – તું તો સાવ ડરપોક છે. તારી સાથે હું છું તેથી તારે ડરવાની જરા પણ જરૂર નથી.
મોહન ફરી બોલ્યો – પણ ગોપાલ, આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી તેનું શું ?
ગોપાલ કહે – હથિયારની શું જરૂર છે ? આપણે બન્ને મોટા અવાજ કરી એને ભગાડી દેશું.
બન્ને મિત્રો આમ વાતો કરતા થોડું આગળ ચાલ્યા ત્યાં અચાનક ગોપાલે સામેથી એક રીંછ આવતું જોયું. ગોપાલનાં બધાં બણગાં હવામાં ઊડી ગયાં. તે તો રીંછને જોતાં જ પોતાના મિત્રની પરવા કર્યા વિના પોતાનો જીવ બચાવવા ભાગ્યો.
ગોપાલ દોડીને પાસેના ઝાડ પર ચડી ગયો. મોહને રીંછને નજીક આવતું જોઈ બૂમ પાડી – મિત્ર, ગોપાલ ! મને બચાવ ! પણ ગોપાલ તો ઝાડની ઊંચી ડાળીએ પહોંચી પાંદડાંની ઘટામાં સંતાઈ ગયો.
મોહનને ઝાડ પર ચઢતાં આવડતું ન હતું. તેને થયું કે હવે કરવું શું ? પણ મોહનને એક ઉપાય મળી ગયો. તે પોતાનો શ્વાસ રોકી જમીન પર મડદાની જેમ સૂઈ ગયો. ના હાલે કે ના ચાલે. થોડી વારમાં રીંછ મોહનની નજીક આવ્યું. તેણે એના શરીરને સૂંઘી જોયું. રીંછને થયું કે આ તો મરેલો જ છે. એટલે તે ત્યાંથી આગળ જતું રહ્યું. ગોપાલે આ જોયું પણ એને ખબર ન પડી કે રીંછ શું કરતું હતું.
રીંછના ગયા પછી ગોપાલ ઝાડ પરથી નીચે ઊતર્યો. એણે મોહનની મજાક કરતાં પૂછ્યું – અલ્યા મોહન ! શું રીંછ તારું સગું થતું હતું કે શું ? એણે તારા કાનમાં શું કહ્યું ?
મોહન કહે – રીંછ મને શિખામણ આપી કે મુસીબતમાં સાથ છોડી જાય તેનો કદી વિશ્વાસ ન કરવો.
મોહનનો આવો જવાબ સાંભળીને ગોપાલનું માથું શરમથી નીચું થઈ ગયું.
સાભારઃમાવજીભાઇ
http://mavjibhai.com/

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]