કહેવત ભંડાર… (સુવિચારોનું વૃંદાવન) …

કહેવત ભંડાર…
 • અક્કરમીનો પડીઓ કાંણો
 • અક્કલ ઉધાર ન મળે
 • અણીનો ચૂક્યો સો વરસ જીવે
 • અતિ લોભ તે પાપનું મૂળ
 • અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડા ન ભરાય
 • અધૂરો ઘડો છલકાય ઘણો
 • અન્ન અને દાંતને વેર
 • અન્ન તેવો ઓડકાર
 • અવળે અસ્ત્રે મૂંડી નાખવો
 • અંગૂઠો બતાવવો
 • અંજળ પાણી ખૂટવા
 • અંધારામાં તીર ચલાવવું
 • આકાશ પાતાળ એક કરવા
 • આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
 • આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
 • આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
 • આજ રોકડા, કાલ ઉધાર
 • આજની ઘડી અને કાલનો દિ
 • આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
 • આદુ ખાઈને પાછળ પડી જવું
 • આપ ભલા તો જગ ભલા
 • આપ મુવા પીછે ડૂબ ગઈ દૂનિયા
 • આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
 • આપ સમાન બળ નહિ
 • આફતનું પડીકું
 • આબરૂના કાંકરા કરવા
 • આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
 • આમલી પીપળી બતાવવી
 • આરંભે શૂરા
 • આલિયાની ટોપી માલિયાને માથે
 • આવ પાણા પગ ઉપર પડ
 • આવ બલા પકડ ગલા
 • આળસુનો પીર
 • આંકડે મધ ભાળી જવું
 • આંખ આડા કાન કરવા
 • આંગળા ચાટ્યે પેટ ન ભરાય
 • આંગળી ચિન્ધ્યાનું પુણ્ય
 • આંગળી દેતાં પહોંચો પકડે
 • આંગળીથી નખ વેગળા જ રહે
 • આંગળીના વેઢે ગણાય એટલાં
 • આંતરડી દૂભવવી
 • આંધળામાં કાણો રાજા
 • આંધળી દળે ને કૂતરા ખાય
 • આંધળે બહેરું કૂટાય
 • આંધળો ઓકે સોને રોકે
 • ઈટનો જવાબ પથ્થર
 • ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
 • ઉડતા પંખીને પાડે તેવો હોંશિયાર
 • ઉતર્યો અમલદાર કોડીનો
 • ઉતાવળે આંબા ન પાકે
 • ઉંઠા ભણાવવા
 • ઉંદર બિલાડીની રમત
 • ઉંદરની જેમ ફૂંકી ફંકીને કરડવું
 • ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ
 • ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો
 • ઊંટની પીઠે તણખલું
 • ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
 • ઊંડા પાણીમાં ઉતરવું નહિ
 • ઊંધા રવાડે ચડાવી દેવું
 • ઊંધી ખોપરી
 • એક કરતાં બે ભલા
 • એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
 • એક કાંકરે બે પક્ષી મારવા
 • એક ઘા ને બે કટકા
 • એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
 • એક નન્નો સો દુ:ખ હણે
 • એક નૂર આદમી હજાર નૂર કપડાં
 • એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં
 • એક ભવમાં બે ભવ કરવા
 • એક મરણિયો સોને ભારી પડે
 • એક મ્યાનમાં બે તલવાર ન રહે
 • એક સાંધે ત્યાં તેર તૂટે
 • એક હાથે તાળી ન પડે
 • એકનો બે ન થાય
 • એના પેટમાં પાપ છે
 • એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
 • એરણની ચોરી ને સોયનું દાન
 • એલ-ફેલ બોલવું
 • ઓછું પાત્ર ને અદકું ભણ્યો
 • ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે
 • કજિયાનું મોં કાળું
 • કમળો હોય તેને પીળું દેખાય
 • કમાઉ દીકરો સૌને વહાલો લાગે
 • કરમ કોડીના અને લખણ લખેશરીના
 • કરો કંકુના
 • કરો તેવું પામો, વાવો તેવું લણો
 • કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા
 • કાકા મટીને ભત્રીજા ન થવાય
 • કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
 • કાગડા બધે ય કાળા હોય
 • કાગડો દહીંથરું લઈ ગયો
 • કાગના ડોળે રાહ જોવી
 • કાગનું બેસવું ને ડાળનું પડવું
 • કાગનો વાઘ કરવો
 • કાચા કાનનો માણસ
 • કાચું કાપવું
 • કાન છે કે કોડિયું?
 • કાન પકડવા
 • કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું
 • કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ
 • કાનાફૂંસી કરવી
 • કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ
 • કામ કામને શિખવે
 • કામના કૂડા ને વાતોના રૂડા
 • કારતક મહિને કણબી ડાહ્યો
 • કાળા અક્ષર ભેંશ બરાબર
 • કાંચિડાની જેમ રંગ બદલવા
 • કાંટો કાંટાને કાઢે
 • કીડી પર કટક
 • કીડીને કણ અને હાથીને મણ
 • કીધે કુંભાર ગધેડે ન ચડે
 • કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય
 • કુલડીમાં ગોળ ભાંગવો
 • કુંન્ડુ કથરોટને હસે
 • કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં
 • કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે
 • કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે
 • કૂતરું કાઢતા બિલાડું પેઠું
 • કૂવામાં હોય તો અવેડામાં આવે
 • કેટલી વીસે સો થાય તેની ખબર પડવી
 • કેસરિયા કરવા
 • કોઈની સાડીબાર ન રાખે
 • કોઠી ધોઈને કાદવ કાઢવો
 • કોણીએ ગોળ ચોપડવો
 • કોથળામાં પાનશેરી રાખીને મારવો
 • કોથળામાંથી બિલાડું કાઢવું
 • કોના બાપની દિવાળી
 • કોની માંએ સવા શેર સૂંઠ ખાધી છે
 • કોલસાની દલાલીમાં કાળા હાથ
 • ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?
 • ખણખોદ કરવી
 • ખંગ વાળી દેવો
 • ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે
 • ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે
 • ખાડો ખોદે તે પડે
 • ખાતર ઉપર દીવો
 • ખાલી ચણો વાગે ઘણો
 • ખાળે ડૂચા અને દરવાજા મોકળા
 • ખિસ્સા ખાલી ને ભભકો ભારી
 • ખીલાના જોરે વાછરડું કૂદે
 • ખેલ ખતમ, પૈસા હજમ
 • ખેંચ તાણ મુઝે જોર આતા હૈ
 • ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ
 • ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર
 • ગઈ તિથિ જોશી પણ ન વાંચે
 • ગગા મોટો થા પછી પરણાવશું
 • ગતકડાં કાઢવા
 • ગધેડા ઉપર અંબાડી
 • ગધેડાને તાવ આવે તેવી વાત
 • ગરજ સરી એટલે વૈદ વેરી
 • ગરજવાનને અક્કલ ન હોય
 • ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે
 • ગંજીનો કૂતરો, ન ખાય ન ખાવા દે
 • ગાજરની પીપૂડી વાગે ત્યાં સુધી વગાડવાની ને પછી ખાઈ જવાની
 • ગાજ્યા મેઘ વરસે નહિ ને ભસ્યા કૂતરા કરડે નહિ
 • ગાડા નીચે કૂતરું
 • ગાડી પાટે ચડાવી દેવી
 • ગાભા કાઢી નાખવા
 • ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય
 • ગામના મહેલ જોઈ આપણાં ઝૂંપડાં તોડી ન નખાય
 • ગામના મોંએ ગરણું ન બંધાય
 • ગાય દોહી કૂતરાને પાવું
 • ગાંઠના ગોપીચંદન
 • ગાંડા સાથે ગામ જવું ને ભૂતની કરવી ભાઈબંધી
 • ગાંડાના ગામ ન વસે
 • ગાંડી માથે બેડું
 • ગાંડી સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે
 • ગાંધી-વૈદનું સહીયારું
 • ગેંગે-ફેંફે થઈ જવું
 • ગોળ ખાધા વેંત જુલાબ ન લાગે
 • ગોળ નાખો એટલું ગળ્યું લાગે
 • ગોળથી મરતો હોય તો ઝેર શું કામ પાવું?
 • ગ્રહણ ટાણે સાપ નીકળવો
 • ઘડો-લાડવો કરી નાખવો
 • ઘર ફૂટે ઘર જાય
 • ઘર બાળીને તીરથ ન કરાય
 • ઘરડા ગાડા વાળે
 • ઘરડી ઘોડી લાલ લગામ
 • ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો
 • ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ
 • ઘરની ધોરાજી ચલાવવી
 • ઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત
 • ઘરે ધોળો હાથી બાંઘવો
 • ઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ
 • ઘી ઢોળાયું તો ખીચડીમાં
 • ઘી-કેળાં થઈ જવા
 • ઘીના ઠામમાં ઘી પડી રહ્યું
 • ઘેર ઘેર માટીના ચૂલા
 • ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય
 • ઘોડે ચડીને આવવું
 • ઘોરખોદિયો
 • ઘોંસ પરોણો કરવો
 • ચકીબાઈ નાહી રહ્યાં
 • ચડાઉ ધનેડું
 • ચપટી ધૂળની ય જરૂર પડે
 • ચપટી મીઠાની તાણ
 • ચમડી તૂટે પણ દમડી ન છૂટે
 • ચમત્કાર વિના નમસ્કાર નહિ
 • ચલક ચલાણું ઓલે ઘેર ભાણું
 • ચાદર જોઈને પગ પહોળા કરાય
 • ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા
 • ચાલતી ગાડીએ ચડી બેસવું
 • ચીભડાના ચોરને ફાંસીની સજા
 • ચીંથરે વીંટાળેલું રતન
 • ચેતતા નર સદા સુખી
 • ચોર કોટવાલને દંડે
 • ચોર પણ ચાર ઘર છોડે
 • ચોરની દાઢીમાં તણખલું
 • ચોરની માં કોઠીમાં મોં ઘાલીને રૂએ
 • ચોરની માંને ભાંડ પરણે
 • ચોરની વાદે ચણા ઉપાડવા જવું
 • ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે
 • ચોરને ઘેર ચોર પરોણો
 • ચોરનો ભાઈ ઘંટીચોર
 • ચોરી પર શીનાજોરી
 • ચોળીને ચીકણું કરવું
 • ચૌદમું રતન ચખાડવું
 • છકી જવું
 • છક્કડ ખાઈ જવું
 • છછૂંદરવેડા કરવા
 • છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું
 • છાગનપતિયાં કરવા
 • છાજિયા લેવા
 • છાતી પર મગ દળવા
 • છાપરે ચડાવી દેવો
 • છાશ લેવા જવી અને દોણી સંતાડવી
 • છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય
 • છાસિયું કરવું
 • છિનાળું કરવું
 • છીંડે ચડ્યો તે ચોર
 • છોકરાંને છાશ ભેગા કરવા
 • છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય
 • જણનારીમાં જોર ન હોય તો સૂયાણી શું કરે ?
 • જનોઈવઢ ઘા
 • જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ
 • જમવામાં જગલો અને કૂટવામાં ભગલો
 • જમાઈ એટલે દશમો ગ્રહ
 • જર, જમીન ને જોરું, એ ત્રણ કજિયાના છોરું
 • જશને બદલે જોડા
 • જંગ જીત્યો રે મારો કાણિયો, વહુ ચલે તબ જાણિયો
 • જા બિલાડી મોભામોભ
 • જા બિલ્લી કૂત્તે કો માર
 • જાગ્યા ત્યાંથી સવાર
 • જાડો નર જોઈને સુળીએ ચડાવવો
 • જાતે પગ પર કુહાડો મારવો
 • જીભ આપવી
 • જીભ કચરવી
 • જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વળે અને તેમ પણ વળે
 • જીવતા જગતીયું કરવું
 • જીવતો નર ભદ્રા પામે
 • જીવવું થોડું ને જંજાળ ઝાઝી
 • જીવો અને જીવવા દો
 • જીવ્યા કરતાં જોયું ભલું
 • જે ચડે તે પડે
 • જે જન્મ્યું તે જાય
 • જે નમે તે સૌને ગમે
 • જે ફરે તે ચરે
 • જે વાર્યા ન વરે તે હાર્યા વરે
 • જેસલ હટે જવભર ને તોરલ હટે તલભર
 • જેટલા મોં તેટલી વાતો
 • જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું લાગે
 • જેટલો બહાર છે તેથી વધુ ભોંયમાં છે
 • જેના લગન હોય તેના જ ગીત ગવાય
 • જેના હાથમાં તેના મોંમા
 • જેની લાઠી તેની ભેંસ
 • જેનું ખાય તેનું ખોદે
 • જેનું નામ તેનો નાશ
 • જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે
 • જેને રામ રાખે તેને કોણ ચાખે
 • જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં
 • જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
 • જેવા સાથે તેવા
 • જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
 • જેવી સોબત તેવી અસર
 • જેવું કામ તેવા દામ
 • જેવો ગોળ વિનાનો કંસાર એવો મા વિનાનો સંસાર
 • જેવો દેશ તેવો વેશ
 • જેવો સંગ તેવો રંગ
 • જોશીના પાટલે અને વૈદના ખાટલે
 • જ્યાં ગોળ હોય ત્યાં માખી બમણતી આવે જ
 • જ્યાં ચાહ ત્યાં રાહ
 • જ્યાં સંપ ત્યાં જંપ
 • જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ
 • ઝાઝા રસોઈયા રસોઈ બગાડે
 • ઝાઝા હાથ રળિયામણા
 • ઝાઝા હાંડલા ભેગા થાય તો ખખડે પણ ખરા
 • ઝાઝી કીડી સાપને ખાઈ જાય
 • ઝાઝી સૂયાણી વિયાંતર બગાડે
 • ઝેરના પારખા ન હોય
 • ટકાની ડોશી અને ઢબુનું મૂંડામણ
 • ટાઢા પહોરની તોપ ફોડવી
 • ટાઢા પાણીએ ખસ ગઈ
 • ટાલિયા નર કો’ક નિર્ધન
 • ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય
 • ટોપી ફેરવી નાખવી
 • ઠોઠ નિશાળિયાને વૈતરણા ઝાઝા
 • ડહાપણની દાઢ ઉગવી
 • ડાબા હાથની વાત જમણાને ખબર ન પડે
 • ડાહીબાઈને બોલાવો ને ખીરમાં મીઠું નખાવો
 • ડાંગે માર્યા પાણી જુદા ન પડે
 • ડુંગર દૂરથી રળિયામણા
 • ડૂબતો માણસ તરણું પકડે
 • ડોશી મરે તેનો ભો નથી, જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે
 • ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર
 • તમાચો મારી ગાલ લાલ રાખવો
 • તલમાં તેલ નથી
 • તલવારની ધાર ઉપર ચાલવું
 • તારા જેવા તાંબિયાના તેર મળે છે
 • તારા બાપનું કપાળ
 • તારી અક્કલ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી?
 • તારું મારું સહીયારું ને મારું મારા બાપનું
 • તાલમેલ ને તાશેરો
 • તાંબિયાની તોલડી તેર વાના માંગે
 • તીરથે જઈએ તો મૂંડાવું તો પડે જ
 • તીસમારખાં
 • તુંબડીમાં કાંકરા
 • તેજીને ટકોરો, ગધેડાને ડફણાં
 • તેલ જુઓ તેલની ધાર જુઓ
 • તેલ પાઈને એરંડિયું કાઢવું
 • તોબા પોકારવી
 • તોળી તોળીને બોલવું
 • ત્રણ સાથે જાય તો થાય ત્રેખડ ને માથે પડે ભેખડ
 • ત્રેવડ ત્રીજો ભાઈ છે
 • થાબડભાણા કરવા
 • થાય તેવા થઈએ ને ગામ વચ્ચે રહીએ
 • થૂંકના સાંધા કેટલા ટકે?
 • થૂંકેલું પાછું ગળવું
 • દયા ડાકણને ખાય
 • દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે
 • દળી, દળીને ઢાંકણીમાં
 • દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે
 • દાઝ્યા પર ડામ
 • દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
 • દાણો દબાવી જોવો
 • દાધારિંગો
 • દાનત ખોરા ટોપરા જેવી
 • દામ કરે કામ અને બીબી કરે સલામ
 • દાળમાં કાળું
 • દાંત કાઢવા
 • દાંત ખાટા કરી નાખવા
 • દાંતે તરણું પકડવું
 • દિ ભરાઈ ગયા છે
 • દિવાલને પણ કાન હોય
 • દીકરી એટલે સાપનો ભારો
 • દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
 • દીવા તળે અંધારું
 • દુ:ખતી રગ દબાવવી
 • દુ:ખનું ઓસડ દહાડા
 • દુ:ખે છે પેટ અને કૂટે છે માથું
 • દુકાળમાં અધિક માસ
 • દૂઝતી ગાયની લાત ભલી
 • દૂધ પાઈને સાપ ઉછેરવો
 • દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું
 • દૂધનો દાઝેલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીએ
 • દે દામોદર દાળમાં પાણી
 • દેખવું નહિ અને દાઝવું નહિ
 • દેવ દેવલા સમાતા ન હોય ત્યાં પૂજારાને ક્યાં બેસાડવા
 • દોડવું હતું ને ઢાળ મળ્યો
 • દોરડી બળે પણ વળ ન છૂટે
 • દ્રાક્ષ ખાટી છે
 • ધકેલ પંચા દોઢસો
 • ધણીની નજર એક, ચોરની નજર ચાર
 • ધનોત-પનોત કાઢી નાખવું
 • ધરતીનો છેડો ઘર
 • ધરમ કરતાં ધાડ પડી
 • ધરમ ધક્કો
 • ધરમના કામમાં ઢીલ ન હોય
 • ધરમની ગાયના દાંત ન જોવાય
 • ધાર્યું ધણીનું થાય
 • ધીરજના ફળ મીઠા હોય
 • ધોકે નાર પાંસરી
 • ધોબીનો કૂતરો, નહિ ઘરનો નહિ ઘાટનો
 • ધોયેલ મુળા જેવો
 • ધોળા દિવસે તારા દેખાવા
 • ધોળામાં ધૂળ પડી
 • ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે
 • ન ત્રણમાં, ન તેરમાં, ન છપ્પનના મેળમાં
 • ન બોલ્યામાં નવ ગુણ
 • ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારી
 • ન મામા કરતા કહેણો મામો સારો
 • નકલમાં અક્કલ ન હોય
 • નગારખાનામાં પીપૂડીનો અવાજ ક્યાંથી સંભળાય?
 • નદીના મૂળ અને ઋષિના કુળ ન શોધાય
 • નબળો ધણી બૈરી પર શૂરો
 • નમાજ પડતા મસીદ કોટે વળગી
 • નરમ ઘેંશ જેવો
 • નવ ગજના નમસ્કાર
 • નવરો ધૂપ
 • નવરો બેઠો નખ્ખોદ કાઢે
 • નવાણિયો કૂટાઈ ગયો
 • નવાણુંનો ધક્કો લાગવો
 • નવી વહુ નવ દહાડા
 • નવે નાકે દિવાળી
 • નવો મુલ્લો બાંગ વધુ પોકારે
 • નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા ઊભા થાય
 • નસીબ બેઠેલાનું બેઠું રહે, દોડતાનું દોડતું રહે
 • નસીબનો બળિયો
 • નાક કપાઈ જવું
 • નાક કપાવી અપશુકન ન કરાવાય
 • નાકે છી ગંધાતી નથી
 • નાગાને નાવું શું અને નીચોવવું શું ?
 • નાચવું ન હોય તો આંગણું વાંકુ
 • નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ
 • નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા ને પાણી
 • નાના મોઢે મોટી વાત
 • નાનો પણ રાઈનો દાણો
 • નીર-ક્ષીર વિવેક
 • નેવાના પાણી મોભે ના ચડે
 • પઈની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ
 • પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિ
 • પડ્યા પર પાટું
 • પડ્યો પોદળો ધૂળ ઉપાડે
 • પઢાવેલો પોપટ
 • પત્તર ખાંડવી
 • પથ્થર ઉપર પાણી
 • પરણ્યા નથી પણ પાટલે તો બેઠા છો ને?
 • પવન પ્રમાણે સઢ ફેરવવો
 • પહેલું સુખ તે જાતે નર્યા
 • પહેલો ઘા પરમેશ્વરનો
 • પંચ કહે તે પરમેશ્વર
 • પાકા ઘડે કાંઠા ન ચડે
 • પાઘડી ફેરવી નાખવી
 • પાઘડીનો વળ છેડે
 • પાણી પહેલા પાળ બાંધી લેવી સારી
 • પાણી પાણી કરી નાખવું
 • પાણી ફેરવવું
 • પાણીમાં બેસી જવું
 • પાણીમાં રહીને મગર સાથે વેર ન બંધાય
 • પાણીમાંથી પોરા કાઢવા
 • પાનો ચડાવવો
 • પાપ છાપરે ચડીને પોકારે
 • પાપડી ભેગી ઈયળ બફાય
 • પાપી પેટનો સવાલ છે
 • પારકા કજિયા ઉછીના ન લેવાય
 • પારકી આશ સદા નિરાશ
 • પારકી છઠ્ઠીનો જાગતલ
 • પારકી મા જ કાન વિંધે
 • પારકી લેખણ, પારકી શાહી, મત્તું મારે માવજીભાઈ
 • પારકે પૈસે દિવાળી
 • પારકે ભાણે લાડુ મોટો દેખાય
 • પાશેરામાં પહેલી પુણી છે
 • પાંચમની છઠ્ઠ ક્યારે ન થાય
 • પાંચમાં પૂછાય તેવો
 • પાંચે ય આંગળી ઘીમાં
 • પાંચે ય આંગળી સરખી ન હોય
 • પાંચે ય આંગળીએ દેવ પૂજવા
 • પિયરની પાલખી કરતાં સાસરિયાની સૂળી સારી
 • પીઠ પાછળ ઘા
 • પીળું તેટલું સોનું નહિ, ઊજળું તેટલું દૂધ નહિ
 • પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી
 • પેટ કરાવે વેઠ
 • પેટ ચોળીને શૂળ ઊભું ન કરાય
 • પેટ છે કે પાતાળ ?
 • પેટનો બળ્યો ગામ બાળે
 • પેટિયું રળી લેવું
 • પેટે પાટા બાંધવા
 • પૈસા તો ડાબા હાથનો મેલ છે
 • પોચું ભાળી જવું
 • પોતાની ગલીમાં કુતરો પણ સિંહ
 • પોતાનો કક્કો જ ખરો કરવો
 • પોથી માંહેના રીંગણા
 • પોદળામાં સાંઠો
 • પોપટીયું જ્ઞાન
 • પોપાબાઈનું રાજ
 • પોલ ખૂલી ગઈ
 • ફઈને મૂછ ઉગે તો તેને કાકો કહેવાય
 • ફાટીને ધુમાડે જવું
 • ફાવ્યો વખણાય
 • ફાંકો રાખવો
 • ફુલ નહિ તો ફુલની પાંખડી
 • ફૂલાઈને ફાળકો થઈ જવું
 • ફૂંકી ફૂંકીને પગ મૂકવો
 • બકરું કાઢતા ઊંટ પેઠું
 • બગભગત
 • બગાસું ખાતા પતાસું મળ્યું
 • બત્રીસ કોઠે દીવા પ્રગટ્યા
 • બધો ભાર કન્યાની કેડ પર
 • બલિદાનનો બકરો
 • બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું
 • બળિયાના બે ભાગ
 • બાઈ બાઈ ચારણી
 • બાડા ગામમાં બે બારશ
 • બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા
 • બાપ શેર તો દીકરો સવા શેર
 • બાપના કૂવામાં ડુબી ન મરાય
 • બાપનું વહાણ ને બેસવાની તાણ
 • બાપે માર્યા વેર
 • બાફી મારવું
 • બાર ગાઉએ બોલી બદલાય
 • બાર બાવા ને તેર ચોકા
 • બાર વરસે બાવો બોલ્યો, જા બેટા દુકાળ પડશે
 • બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી
 • બારે મેઘ ખાંગા થવા
 • બારે વહાણ ડૂબી જવા
 • બાવળ વાવો તો કાંટા ઉગે અને આંબો વાવો તો કેરી મળે
 • બાવાના બેઉ બગડ્યા
 • બાવો ઉઠ્યો બગલમાં હાથ
 • બાંધી મુઠ્ઠી લાખની, ઉઘાડી વા ખાય
 • બિલાડીના કીધે શિંકુ ન ટૂટે
 • બિલાડીના પેટમાં ખીર ન ટકે, બૈરાંના પેટમાં વાત ન ટકે
 • બિલાડીની ડોકે ઘંટ બાંધે કોણ?
 • બીજાની ચિતા પર પોતાની ભાખરી શેકી લેવી
 • બીડું ઝડપવું
 • બે ઘરનો પરોણો ભૂખે મરે
 • બે પાડા લડે તેમાં ઝાડનો ખો નીકળે
 • બે પાંદડે થવું
 • બે બદામનો માણસ
 • બે બાજુની ઢોલકી વગાડવી
 • બેઉ હાથમાં લાડવા
 • બૈરાંની બુદ્ધિ પગની પાનીએ
 • બોડી-બામણીનું ખેતર
 • બોલે તેના બોર વેંચાય
 • બંધ બેસતી પાઘડી પહેરી લેવી
 • બ્રાહ્મણી વંઠે તો તરકડે જાય
 • ભડનો દીકરો
 • ભણેલા ભીંત ભૂલે
 • ભલભલાને ભૂ પાઈ દેવું
 • ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ
 • ભાગતા ભૂતની ચોટલી ભલી
 • ભાગ્યશાળીને ભૂત રળે
 • ભાંગરો વાટવો
 • ભાંગ્યાનો ભેરુ
 • ભાંગ્યું તો ય ભરુચ
 • ભાંડો ફૂટી ગયો
 • ભીખના હાંલ્લા શિકે ન ચડે
 • ભુવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે
 • ભૂત ગયું ને પલિત આવ્યું
 • ભૂતનું સ્થાનક પીપળો
 • ભૂલ્યા ત્યાંથી ફરી ગણો
 • ભૂંડાથી ભૂત ભાગે
 • ભેખડે ભરાવી દેવો
 • ભેજાગેપ
 • ભેજાનું દહીં કરવું
 • ભેંશ આગળ ભાગવત
 • ભેંશ ભાગોળે, છાસ છાગોળે અને ઘેર ધમાધમ
 • ભેંશના શીંગડા ભેંશને ભારી
 • મગ જે પાણીએ ચડતા હોય તે પાણીએ જ ચડાવાય
 • મગજમાં રાઈ ભરાઈ જવી
 • મગનું નામ મરી ન પાડે
 • મગરનાં આંસુ સારવા
 • મણ મણની ચોપડાવવી
 • મન હોય તો માળવે જવાય
 • મન, મોતી ને કાચ, ભાંગ્યા સંધાય નહિ
 • મનનો ઉભરો ઠાલવવો
 • મનમાં પરણવું ને મનમાં રાંડવું
 • મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા
 • મરચા લાગવા
 • મરચાં લેવા
 • મરચાં વાટવા
 • મરચું-મીઠું ભભરાવવું
 • મરતાને સૌ મારે
 • મરતો ગયો ને મારતો ગયો
 • મસાણમાંથી મડા બેઠા કરવા
 • મસીદમાં ગયું’તું જ કોણ?
 • મહેતો મારે ય નહિ અને ભણાવે ય નહિ
 • મળે તો ઈદ, ન મળે તો રોજા
 • મંકોડી પહેલવાન
 • મા તે મા, બીજા બધા વગડાના વા
 • માખણ લગાવવું
 • માણસ માત્ર ભૂલને પાત્ર
 • માથા માથે માથું ન રહેવું
 • માથે દુખનાં ઝાડ ઉગવા
 • માથે પડેલા મફતલાલ
 • મામા બનાવવા
 • મામો રોજ લાડવો ન આપે
 • મારવો તો મીર
 • મારા છગન-મગન બે સોનાના, ગામનાં છોકરાં ગારાના
 • મારે મીર ને ફૂલાય પીંજારો
 • માં કરતાં માસી વહાલી લાગે
 • માં તેવી દીકરી, ઘડો તેવી ઠીકરી
 • માંગ્યા વિના મા પણ ન પીરસે
 • મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી
 • મિયાંની મીંદડી
 • મીઠા ઝાડના મૂળ ન ખવાય
 • મુલ્લાની દોડ મસીદ સુધી
 • મુવા નહિ ને પાછા થયા
 • મુસાભાઈના વા ને પાણી
 • મૂઈ ભેંશના ડોળા મોટા
 • મૂછે વળ આપવો
 • મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય
 • મૂરખ મિત્ર કરતાં દાનો દુશ્મન સારો
 • મૂરખના ગાડાં ન ભરાય
 • મેથીપાક આપવો
 • મેરી બિલ્લી મૂઝસે મ્યાઉં
 • મેલ કરવત મોચીના મોચી
 • મોઢાનો મોળો
 • મોઢામાં મગ ભર્યા છે?
 • મોઢું જોઈને ચાંદલો કરાય
 • મોરના ઈંડાને ચીતરવા ન પડે
 • મોસાળમાં જમણ અને મા પીરસનાર
 • મોં કાળું કરવું
 • મોં પરથી માંખી ઉડતી નથી
 • મોં માથાના મેળ વિનાની વાત
 • યથા રાજા તથા પ્રજા
 • રાઈના પડ રાતે ગયા
 • રાજા, વાજા ને વાંદરા, ત્રણેય સરખા
 • રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી
 • રાત ગઈ અને વાત ગઈ
 • રાત થોડી ને વેશ ઝાઝા
 • રાતે પાણીએ રોવાનો વખત
 • રામ રમાડી દેવા
 • રામ બોલો ભાઈ રામ થઈ જવું/રામશરણ પહોંચવું
 • રામના નામે પથ્થર તરે
 • રામબાણ વાગ્યા હોય તે જાણે
 • રાંડ્યા પછીનું ડહાપણ
 • રાંધવા ગયા કંસાર અને થઈ ગયું થૂલું
 • રાંધેલ ધાન રઝળી પડ્યા
 • રૂપ રૂપનો અંબાર
 • રોગ ને શત્રુ ઉગતાં જ ડામવા પડે
 • રોજની રામાયણ
 • રોટલાથી કામ કે ટપટપથી
 • રોતા રોતા જાય તે મુવાની ખબર લઈ આવે
 • રોદણા રોવા
 • લખણ ન મૂકે લાખા
 • લગને લગને કુંવારા લાલ
 • લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય
 • લંકાની લાડી ને ઘોઘાનો વર
 • લંગોટીયો યાર
 • લાકડાના લાડુ ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય
 • લાકડાની તલવાર ચલાવવી
 • લાકડે માંકડું વળગાવી દેવું
 • લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો
 • લાગ્યું તો તીર, નહિ તો તુક્કો
 • લાજવાને બદલે ગાજવું
 • લાલો લાભ વિના ન લોટે
 • લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય
 • લીલા લહેર કરવા
 • લે લાકડી ને કર મેરાયું
 • લોઢાના ચણા ચાવવા
 • લોઢું લોઢાને કાપે
 • લોભને થોભ ન હોય
 • લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે
 • લોભે લક્ષણ જાય
 • વખાણેલી ખીચડી દાઢે વળગે
 • વટનો કટકો
 • વઢકણી વહુ ને દિકરો જણ્યો
 • વર મરો કે કન્યા મરો, ગોરનું તરભાણું ભરો
 • વરને કોણ વખાણે? વરની માં!
 • વરસના વચલા દહાડે
 • વહેતા પાણી નિર્મળા
 • વહેતી ગંગામાં ડુબકી લગાવવી
 • વહેમનું કોઈ ઓસડ નથી
 • વહોરાવાળું નાડું પકડી ન રખાય
 • વા વાતને લઈ જાય
 • વાઘ પર સવારી કરવી સહેલી છે પણ નીચે ઉતરવું અઘરું છે
 • વાઘને કોણ કહે કે તારુ મોં ગંધાય છે
 • વાડ ચીભડા ગળે
 • વાડ વિના વેલો ઉપર ન ચડે
 • વાણિયા વાણિયા ફેરવી તોળ
 • વાણિયા વિદ્યા કરવી
 • વાણિયાની મૂછ નીચી તો કહે સાત વાર નીચી
 • વાણિયો રીઝે તો તાળી આપે
 • વાત ગળે ઉતરવી
 • વાતનું વતેસર કરવું
 • વાતમાં કોઈ દમ નથી
 • વારા ફરતો વારો, મારા પછી તારો, મે પછી ગારો
 • વાર્યા ન વળે તે હાર્યા વળે
 • વાવડી ચસ્કી
 • વાળંદના વાંકા હોય તો કોથળીમાંથી કરડે
 • વાંઢાને કન્યા જોવા ન મોકલાય
 • વાંદરાને સીડી ન અપાય
 • વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે
 • વિદ્યા વિનયથી શોભે
 • વિના ચમત્કાર નહિ નમષ્કાર
 • વિનાશકાળે વિપરીત બુદ્ધિ
 • વિશનખી વાઘણ
 • વિશ્વાસે વહાણ તરે
 • વિંછીના દાબડામાં હાથ નાખીએ તો પરિણામ શું આવે?
 • વેંત એકની જીભ
 • શંકા ભૂત અને મંછા ડાકણ
 • શાંત પાણી ઊંડા હોય
 • શાંતિ પમાડે તે સંત
 • શિયા વિયાં થઈ જવું
 • શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી
 • શીરા માટે શ્રાવક ન થવાય
 • શીંગડા, પૂંછડા વિનાનો આખલો
 • શેક્યો પાપડ ભાંગવાની તાકાત નથી
 • શેઠ કરતાં વાણોતર ડાહ્યાં
 • શેઠની શિખામણ ઝાંપા સુધી
 • શેર માટીની ખોટ
 • શેરના માથે સવા શેર
 • શોભાનો ગાંઠીયો
 • સઈની સાંજ ને મોચીની સવાર ક્યારે ય આવે નહિ
 • સતી શાપ આપે નહિ અને શંખણીના શાપ લાગે નહિ
 • સત્તા આગળ શાણપણ નકામું
 • સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા
 • સંઘર્યો સાપ પણ કામ આવે
 • સંતોષી નર સદા સુખી
 • સંસાર છે ચાલ્યા કરે
 • સાચને આંચ ન આવે
 • સાપ ગયા અને લીસોટા રહ્યા
 • સાપના દરમાં હાથ નાખવો
 • સાપને ઘેર સાપ પરોણો
 • સાપે છછુંદર ગળ્યા જેવી હાલત
 • સાંઠે બુદ્ધિ નાઠી
 • સીદીભાઈને સીદકાં વહાલાં
 • સીદીભાઈનો ડાબો કાન
 • સીધી આંગળીએ ઘી ન નીકળે
 • સીંદરી બળે પણ વળ ન મૂકે
 • સુકા ભેગુ લીલું બળે
 • સુખમાં સાંભરે સોની ને દુ:ખમાં સાંભરે રામ
 • સુતારનું મન બાવળિયે
 • સુરતનું જમણ ને કાશીનું મરણ
 • સૂપડાં સાફ થઈ ગયાં
 • સૂળીનો ઘા સોયથી સર્યો
 • સેવા કરે તેને મેવા મળે
 • સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો
 • સો વાતની એક વાત
 • સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રૂમઝૂમ
 • સોના કરતાં ઘડામણ મોંઘું
 • સોનાની થાળીમાં લોઢાનો મેખ
 • સોનાનો સુરજ ઉગવો
 • સોનામાં સુગંધ મળે
 • સોનીના સો ઘા તો લુહારનો એક ઘા
 • સોનું સડે નહિ ને વાણિયો વટલાય નહિ
 • સોળે સાન, વીશે વાન
 • સ્ત્રી ચરિત્રને કોણ પામી શકે ?
 • સ્ત્રી રહે તો આપથી અને જાય તો સગા બાપથી
 • હલકું લોહી હવાલદારનું
 • હવનમાં હાડકાં હોમવા
 • હવેલી લેતા ગુજરાત ખોઈ
 • હસવું અને લોટ ફાકવો બન્ને સાથે ન થાય
 • હસે તેનું ઘર વસે
 • હળદરના ગાંઠીયે ગાંધી ન થવાય
 • હળાહળ કળજુગ
 • હાથ ઊંચા કરી દેવા
 • હાથના કર્યા હૈયે વાગ્યા
 • હાથમાં આવ્યું તે હથિયાર
 • હાથી જીવે તો લાખનો, મરે તો સવા લાખનો
 • હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા
 • હાથીની પાછળ કૂતરા ભસે
 • હાર્યો જુગારી બમણું રમે
 • હિંમતે મર્દા તો મદદે ખુદા
 • હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો
 • હું પહોળી ને શેરી સાંકડી
 • હું મરું પણ તને રાંડ કરું
 • હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા
 • હૈયે છે પણ હોઠે નથી
 • હૈયે રામ વસવા
 • હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
 • હોળીનું નાળિયેર
 • ક્ષમા વીરનું ભૂષણ છે
 • અપના હાથ જગન્નાથ
 • અબી બોલા અબી ફોક
 • એક પંથ દો કાજ
 • કાજી દૂબલે ક્યું તો બોલે સારે ગાંવકી ફીકર
 • ખુદા મહેરબાન તો ગદ્ધા પહેલવાન
 • ઘાયલકી ગત ઘાયલ જાને
 • તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ
 • તેરે માંગન બહોત તો મેરે ભૂપ અનેક
 • પંચકી લકડી એક કા બોજ
 • ભૂખે ભજન ન હોઈ ગોપાલા
 • મન ચંગા તો કથરોટમેં ગંગા
 • મફતકા ચંદન ઘસબે લાલિયા
 • માન ન માન મૈં તેરા મહેમાન
 • મિયાં-બીબી રાજી તો ક્યા કરેગા કાજી
 • મુખમેં રામ, બગલમેં છૂરી
 • રામનામ જપના પરાયા માલ અપના
 • લાતોંકે ભૂત બાતોંસે નહીં માનતે
 • લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ
 • વો દિન કહાં કિ મિયાં કે પાઉં મેં જૂતિયા
 • સૌ ચૂહે મારકે બિલ્લી ચલી હજકો

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

મા કેમ મરી ગઈ ? – કોઈચી એગુચી (14 વર્ષનો છોકરો)…

મા કેમ મરી ગઈ? …કોઈચી એગુચી (14 વર્ષનો છોકરો)…

 

 

{ વાત થોડીક જૂની છે, જાપાનના પહાડોની ગોદમાં યામામોટો નામનું નાનકડું ગામડું વસેલું છે, બીજા વિશ્વયુધ્ધ પછી આ શાળામાં ફરજીયાત અભ્યાસ શરૂ કરાયો છે, પણ શાળામાં છાજલી વરસાદ અને બરફ વર્ષાની રાહ જોઈને ઉભી છે, કોઈ સાધનો નથી, નકશા નથી, સંદર્ભગ્રંથો નથી, પુસ્તકો નથી, દરેક વિષયનું એક પાઠ્યપુસ્તક, પાટી અને ચોક છે. પણ શાળાની સૌથી મોટી મૂડી તેના વિદ્યાવ્યસની વિદ્યાર્થીઓ અને લગની વાળા શિક્ષકો છે. પહાડના બાળકોની આ માનીતી શાળા છે, અને તેના માટે એ બધી મુસીબતો વેઠે છે. સેઈક્યો મુચાકુ નામના ૨૪ વર્ષના શિક્ષક પોતાના દેશની ‘?ગામની હાલત એ નિશાળીયાઓ સમજે, સુધારવાની તમન્ના જાગે એ માટે તે મહેનત કરે છે. પોતાના જીવનના કોયડાઓ, મુસીબતો અને સમાજ માટેના ખ્યાલો વિશે જાણવા તે વિદ્યાર્થીઓ પાસે નિબંધ લખાવે છે, છોકરાઓએ ગામડાનું જીવન જેવું જોયું, એવું આલેખ્યું. આ લખાણોમાં એ બાળકોએ એમના જીવનનું, આસપાસના વાતાવરણનું હૂબહુ પ્રતિબિંબ પાડ્યું છે, જાપાનમાં એક સમયે સહુથી વધુ વેચાતી, વંચાતી અને ચર્ચાતી આ નાનકડી પુસ્તિકા એટલી પ્રખ્યાત થઈ કે જાપાનના શિક્ષણ પ્રધાને એ ગામ સુધીની સફર ખેડીને એ ગામઠી શાળાના શિક્ષકો ? બાળકોને શાબાશી આપી. આ ચોપડી પરથી ફિલ્મ પણ ઉતરી, ‘ઈકોઝ ફ્રોમ એ માઊન્ટેન સ્કૂલ’. કોઈચી એગુચી નામના ૧૪ વર્ષના એક કિશોરની વાત મને ખૂબ સ્પર્શી ગઈ, આજે પ્રસ્તુત છે એ કિશોરના મનોભાવો.

 

શ્રી મહેન્દ્ર મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથી, ‘પહાડી નિશાળના પડઘા’, મૂળ સંપાદક શ્રી સેઈક્યો મુચાકુ, ગુજરાતી અનુવાદ શ્રી મહેન્દ્ર મેઘાણી – માંથી સાભાર. }

 

 

બા ગુજરી ગઈ તેને કાલે પાંત્રીસ દિવસ થશે. આજા આખો દિવસ મને બાના ને અમારા ઘરની દુર્દશાના જ વિચાર આવ્યા કર્યા છે. અમે એટલા બઘા ગરીબ છીએ કે કાલ પાંત્રીસમા દિવસની વિઘિ ઊકલી ગયા પછી કાકા મારા નાના ભાઈને લઈ જશે ને એને દત્તક લઈ લેશે. ભાઇ જતો રહે તે મને બહુ વસમું લાગે છે. એવો ડાહ્યો છોકરો છે, ને હું જેમ કહું તેમ કરે છે! મારી નાની બહેન સુએકોને બીજા કાકા દત્તક લેવાના છે. પણ બા ગુજરી ગઈ ત્યારનું એને ઉટાંટિયું થયું છે તે મટશે પછી જ એ કાકાને ઘેર જશે. પછી ઘરમાં રહેશું, દાદી ને હું- બે જ જણ. 74 વરસનાં દાદી બે જણનું રાંઘણું યા માંડ માંડ રાંઘે છે. બા એ અમને બઘાં ભાંડરડાંને ભેગાં રાખવા બહુ મથામણ કરી; પણ હવે એ ગઈ, ને અમે વેરણછેરણ થઈ જવાનાં. 2/3એકરની અમારી જમીન છે ‘?તેમાં ઘર ને ખેતર બઘું આવી જાય. બાપા ગુજરી ગયા પછી એટલી જમીનમાંથી અમારો રોટલો પેદા કરવા બાએ એકલે હાથે ખૂબ મહેનત કરી. હવે મારે એ જમીના ઉપર મજૂરી તો કરીને દાદીનો ને મારો ગુજારો કરવાનો આવ્યો છે. બાને એક હોંશ હતી કે હું ઝટ મોટો થઈને એને કામમાં મદદ કરું. એના શરીરમાં તો ઝાઝું કૌવત મળે નહિ, પણ અમારાં પેટ ભરવા અને સરકારી કરા વેરા ભરવા એણે કામ ખેંચ્યે રાખ્યું. છેલ્લા દિવસોમાં, શુદ્ઘિ રહી નહિ તે પછી પણ, એ ગણગણતી હતી: ‘લાકડા વીણી આવ્યા?’ ;’ગાજરની સુકવણી કરેલી તેને મીઠું ને ચોખાનો આથો ચડાવ્યો?’;લીલાં શાકને અથાણું કરવા ઘોઈને તૈયાર રાખ્યા?’ કોઈ રોગને લીઘે મા મરી ગઈ તેનાં કરતાં આ ઢોર મજૂરીમાં જા એ ઉકલી ગઈ, એમ મારું મન તો કહ્યા કરે છે. એને મદદ કરવા હું મથામણ તો ઘણીય કરતો, ને નિશાળ પડતી મૂકીને ઘેરા રહેતો. પણ માને માથે કામનો કેવો ડુંગર જેવડો બોજો હતો તેની તો, મરણપથારીએથી એ જે બબડતી હતી તે સાંભળીને જ મને ખબર પડી. એ શબ્દો મારાથી સાંભળ્યા જતા નહિ એટલે,બા પાસે બેસવાનું મન હતું છતાં, હું દોડીને કામે ચડી જતો.

 

 

12મી નવેમ્બરે, બાના મરણના આગલા દિવસે, જંગલ માંથી લાકડાં લાવવામાં પાડોશીઓએ મને મદદ કરી. એમની મદદ વિના મારું કોણ જાણે શું યે થયું હોત! તા.13મીએ ગામની ઈસ્પિતાલમાંથી સંદેશો આવ્યો કે બા છેલ્લાં ડચકાં ભરી રહી છે.

 

 

એની પથારીની આજુબાજુ અમે બઘાં ભેગાં થયાં ત્યારે મેં બાને વાત કરી કે લાકડાં લાવવામાં પાડોશીઓએ મને કેવી મદદ કરી હતી. સાંભળીને બા હસી: હું જીવીશ ત્યાં સુઘી એનું એ હસવું ભુલાશે નહિ. ખરી રીતે, ત્યાર પહેલાં કોઈ દી મેં બાને હસતાં જોયેલી પણ નહિ.

 

 

બાની જિંદગીમાં હસવા જેટલું સુખ હતું નહિ. પરણી ને આવી ત્યારથી, ને ખાસ તો બાપા ગુજરી ગયા પછી, એનું શરીર ને એનો આત્મા કુટુંબને ટકાવી રાખવાની હોડમાં ઊતર્યા હતા- ને હારતાં જતાં હતાં. દિવસોના દિવસો સુઘી, મહિનાઓ સુઘી, વરસો સુઘી,અમારી હાલત સુઘારવા એ જાણે કે જુદ્ઘે ચડી હતી. સરકારી મદદ ના લેવી પડે તે માટે એણે કાળી મજૂરી કરીને કાયા ઘસી નાખેલી.પણા માથે દેણું વઘતું જતું હતું. એટ્લે છેવટે 1948માં એ અને દાદી ગામની સરકારી કચેરીએ મદદ માંગવા ગયાં. તે દિવસથી બા જાણે બદલાઈ જા ગઈ. અમે સરકારી મદદ ઉપર નભતાં હતાં એ વાત બા ને દાદી વારેઘડીએ અમને યાદા કરાવતાં.

 

 

તે પછી એકા વરસ ને નવ મહિને માંદી બાની હાલત એવી થઈ કે પથારીમાંથી ઉઠાય પણ નહિ. જો કે એતો કીઘા જ કરે કે, થોડા દિવસામાં હું હરતી ફરતી થઈ જઈશ. પણ એની હાલત બગડતી જ ચાલી. દાદીમા વારેવારે કહે કે દાક્તરને બોલાવીએ. પણ બાના પાડે કે, ‘આપણને દાક્તર પોસાય ક્યાંથી? ‘એતો એવો વખત આવે,’ દાદીમા કહેતાં:’ તો ખેતર વેચીને યા દવા કરાવવી પડે.’ પણ ખેતર કદી વેચાયું નહિ,ને બા સાજી થઈ નહિ.

 

 

એક દિવસ બાજુમાંથી તારોસાન આવેલા તેમણે દાદીમાને દાક્તરની વાત કરતાં સાંભળ્યાં. એ તો ચોંકી ઊઠ્યાં: ‘તે શું હજી સુઘી તમે દાક્તરને તેડાવ્યા નથી? તમને ખબર નથી કે સરકારી મદદ જેને મળતી હોય તેને દાક્તરી મદદ પણ મફત મળે છે? હમણાં જ જઈને હું દાક્તરને મોકલું છું.’

 

 

દાક્તરે બાને તપાસીને કહ્યું કે એને તરત ઇસ્પિતાલે લઈ જવી પડશે; એના હ્રદયમાં ભારે રોગ પેસી ગયો હતો. ‘ઇસ્પિતાલ’નું નામ સાંભાળતાં જ ઘરમાં ફફળાટ થઈ જતો,કારણકે દરદીની સંભાળ રાખવા ઘરના બઘા બીજા કોઈ માણસને પણ એની સાથે ત્યાં જવું પડે. મેં સાંભળ્યું છે કે પરદેશની ઈસ્પિતાલોમાં નર્સો જ દરદીની બઘી સંભાળ રાખે છે.અને ઇસ્પિતાલના રસોડમાં જ બઘાં દરદીની રસોઈ થાય છે.આ તો બહુ સરસ ગોઠવણ કહેવાય.એવું જાપાનની ઇસ્પિતાલોમાં પણ થાય તો કેવું સારું!

 

 

પહેલો સવાલા મારે એ ઊભો થયો કે બાની સંભાળ રાખવા ને એની રસોઈ કરવા ઇસ્પિતાલમાં કોણ જાય? જો હું જાઉં તો કામા કરનારું કોઈ રહે નહિ. ત્યારે, દાદી તો બહું ઘરડાં હતાં. બાકી રહી નાની સુએકો. પણ એ નવ વરસની છોકરી, માંદાની માવજાતના કાંઈ અનુભવા વિનાની, કેવી રીતે દરદીનું બીજું બઘું કામ કરે? પણ બીજું કોઈ તો હતું જ નહિ; સુએકોને મોકલ્યા વિના છૂટ્કો જ નહોતો.

 

 

દાક્તર અમારે ઘેર જ્મ્યા, તે પછી ગયા, એટલે હું ને દાદી બાને ઇસ્પિતાલે પહોંચાડવાની તૈયારીમાં પડ્યાં.

 

 

વળતે દિવસે, કાકા કોઈની સાઇકલ-રિક્ષા માગી લાવ્યા. એમાં અમે ગાદલાં પાથર્યા, ને બાને એની ઉપર સુવડાવી. ગોદ્ડું ઓઢાડ્યું. એ બઘાંની ઉપર પાછો ચીકણો કાગળ પાથરી દીઘો ? એટલે વરસાદ ના લાગે. પછી બાના મોઢા ઉપર રહે તેવી રીતે એકા ખુલ્લી છત્રી રિક્ષા ઉપર અમે બાંઘી; અને પછવાડે શાકભાજી, ચોખા ને ઠામવાસણ બાંઘ્યાં. ઇસ્પિતાલે પહોંચતાં પહોંચતાં બાને બહુ હડદા લાગ્યા; પણ એણે ઘીરજથી સહન કર્યે રાખ્યા. બા ઇસ્પિતાલમાં જઈને સારવાર પામશે એ વિચારે હું રાજી થયો. પણા પછી ખેડનાં કામનો બઘો ભાર માથે આવ્યો. બાની પાસે જવાનું ઘણુંયે મન થાય, પણા વખત જ ના મળે. એમાં નિશાળે જવાનો તો સવાલા ક્યાંથી આવે?

 

 

કામ ખેંચ્યે રાખવા સિવાય મારે બીજો કોઈ રસ્તો નહોતો, એ દિવસોમાં પછી ગામનાં લોકો મને મદદ કરવા લાગતાં, નવેમ્બર ૧૩મીએ બા ગુજરી ગઈ.

 

 

મારા વર્ગના છોકરાઓએ અંતિમ સંસ્કાર માટે થોડા પૈસાનું ઉઘરાણું કર્યું હતું, એ છોકરાઓને લઈને અમારા બે શિક્ષક સ્મશાનમાં આવ્યાં હતાં, અંતિમ સંસ્કારનો બધો ખર્ચ ચૂકવાઈ ગયા પછી દાદી કહે કે, ‘હવે આપણી પાસે ૭૦૦ યેન રહ્યા છે, તારા બાપા ગુજરી ગયા ત્યારે તો ઘરમાં આટલાય પૈસા નહોતા.’ પણ અમે કરજ ચૂકવવા માંડ્યા તો ૭૦૦૦ યેન તો ચટ થઈ ગયા ને ઉલટું ૪૫૦૦ યેન નું દેવું માથે રહ્યું.

 

 

આ બધો વિચાર કરતા મને મારા બાપા મરી ગયા તે દિવસો યાદ આવ્યા, ત્યારે હું હતો છ વરસનો જ્ પણ મને બધું યાદ છે, બાએ ને દાદીએ એની વાતો એટલી બધી વાર મારે મોઢે કરી છે કે મારાથી એ ભૂલાય જ નહીં. બાપા ગયા પછી બીજે દિવસે ઘરમાં ચોખા ક્યાંથી આવવાના હતા તેની બાને કે દાદીને ખબર નહોતી. એ બેઊ મંડ્યા ઘાસની સપાટ બનાવવા, ને એના બદલે ચોખા લઈ આવ્યા, એ દિવસોમાં જેટલી સપાટ એ બનાવે તેના છ શેર ચોખા મળે. બા કહે કે, સપાટના એ ભાવ સારા કહેવાય. ઘરમાં અમે નાનાં છોકરાં હતાં તેથી રોજના ચાર શેર ચોખાથી અમારે થઈ રહેતું. એ રીતે ધીમે ધીમે અમારી પાસે થોડીક સિલક ભેગી થવા માંડી.

 

 

તનતોડ મજૂરી કરી અમે દિવસ કાપતાં, બા ને એમ કે હું મોટો થાઊં ત્યાં સુધી જેમતેમ કરીને ખેંચી નાખીએ તો પછી વાંધો નહીં આવે. કેટલીયે વાર બા કહેતી કે ‘કોઈચી મોટો થઈને આપણને કામમાં મદદ કરશે પછી તો આપણે બધું દેવું માથેથી ઉતારી નાખીશું.’

 

 

બસ બા નાં જીવનમાં આ એક જ વાતની શાતા હતી, પણ એનું એ સ્વપ્ન કદી સાચું પડ્યું નહીં, ગરીબીએ એને ભીંસી જ નાખી. ગમે તેવી કાળી મહેનત કરે તો પણ કાંઈ વળતું નહીં, બા શું ખરેખર એમ માનતી હશે કે ભણી ગણીને કામે પડીશ એટલે અમારી હાલત સુધરી જશે? આખરે તો, બાએ જે કર્યું તેથી વધારે હું શું કરી શકવાનો હતો? આવા બધા વિચારો આડે મને ઉંઘ પણ આવતી નથી. બહુ બહુ વિચાર કરીને પછી એક યોજના બનાવીને અમારા માસ્તરને મોકલવાનું મેં નક્કી કર્યું.

 

 

આવતે વરસે મિડલ સ્કૂલમાં મારું છેલ્લું વર્ષ છે, ફરજિયાત ભણતર ત્યારે પૂરું થશે. મારે વરસ આખું નિયમિત નિશાળે જવું છે, તે પછીના વરસે હું થાય એટલી મહેનત કરીને અમારું દેણું ચૂકવીશ, કો’ક દી’ય જો મારી પાસે પૈસા બચશે તો એમાંથી મારે ચોખાનું એક ખેતર લેવ્ છે. અત્યારે તો અમારા ખેતરમાં એકલાં શાકપાન ઉગે છે, એટલાથી અમારું પૂરું થાય નહિં. મારે નવું નવું ભણીગણીને હુશિયાર થવું છે; એટલે પછી બકરાની જેમ કોઈ ચારો નીરે ત્યારે ખાવાને બદલે હું માણસની જેમ કામ કરી શકું.

 

 

પણ આ બધી યોજનાનો મેં ફરી વિચાર કર્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી કેટલી બધી ભૂલ થતી હતી. પહેલા તો ચોખાનું ખેતર લેવા જેટલા પૈસા જ હું ક્યાંથી બચાવી શકવાનો હતો? વળી હું જે ખેતર ખરીદું તે બીજા કો’ક કુટુંબ પાસેથી જ આવવાનું ને ? એટલે પછી એ બાપડાં આજે અમે છીએ તેવા જ ગરીબ થઈ જવાનાં ને ?

 

 

હજી તો અમારે માથે કરજ ઉભા છે, દાદીમાનો, મારો ને નાના બે ભાઈ બહેનનો ગુજારો કરવાનો કોઈ રસ્તો નથી. એટલે તો એ બેયને દત્તક લેવાનું અમારા કાકાને કહેવું પડ્યું. પણ એ બે ન હોય તો યે બે ટંક ખાવાના જ અમારે મહિને ૨૦૦૦ યેન જોઈએ. લૂગડાં ને બળતણ તો જુદાં. એ ઉમેરીએ તો તો ૨૫૦૦ યેન થઈ જાય. અમારા ખેતરમાં તમાકુ થાય છે, તેની આવક અને સરકારી મદદ બેયની મળીને એટલી રકમ થાય, પણ પેલા દેણાં તો ઉભાં ને ઉભાં જ રહે છે. એટલે ચોખાનું ખેતર ખરીદવાની મારી રૂડીરૂપાળી યોજના સ્વપ્ન જેવી જ રહેશે.

 

 

અમે ગરીબ છીએ એ કાંઈ અમારી અશક્તિ કે આળસને લીધે નથી. અમારી પાસે પૂરતી જમીન નથી એ એક જ એનું કારણ છે. પાંચ જણનું કુટુંબ પોણા એકરના ટુકડા ઉપર કેમ કરીને નભી શકે? અમારા નસીબમાં આખરે તો ગરીબી જ મંડાયેલી રહેશે. બાપાના નસીબમાં એ હતી, બાના નસીબમાં યે હતી ને મારા નસીબમાંયે કદાચ એ જ રહેશે.

 

 

૨૯મી નવેમ્બરે મારા માસ્તરે ને હેડમાસ્તરે મને બોલાવ્યો ત્યારે મારા નસીબમાં શું મંડાયું હશે તે તેમને પૂછવાનો મારો વિચાર હતો પણ હજી હું કાંઈ બોલું તે પહેલા મચાકુભાઈએ પૂછ્યું તમે હજી રોજ ડુંગરામાં લાકડા વીણવા જાવ છો? શિયાળો આખો ચાલે એટલાં લાકડાં ભેગાં કરતાં તમને કેટલા દિવસ લાગશે? ને લાકડા લાવ્યા પછી તમારા ઘરનું શું શું કામ બાકી રહેશે?..

 

 

એમને મેં કહ્યું કે, ‘પાડોશીઓ મને મદદ કરે છે તે છતાં હજી મારે ઘણું બળતણ લાવવાનું બાકી છે. ને તે પછી તમાકુના પાન વીણીને તેને ચપટાં બનાવવાનાં છે.’

 

 

‘એમાં કેટલાં દિવસ લાગશે?’ એમણે પૂછ્યું.

 

‘કોણ જાણે ! મને તો ખબર પડતી નથી’ મેં કહ્યું.

 

‘વરસ આખાનાં બઘાં કામનો હિસાબ રાખવો જોઇએ. તો જ આપણને ખબર પડે કે શેમાં કેટલો વખત જાય છે. આજથી જ નોંઘ રાખવા માંડજો!? હ્ં, તો પછી ક્યું કામ બાકી રહેશે?’

 

 

‘બરફ પડવા માંડે તે પહેલાં ઘરનાં છાપરાં ઉપર સાદડી લગાડવાની છે. તે પછી મારે નિશાળે અવાશે.’

 

 

‘તો તો પછી આ સત્રમાં થોડાક દિવસ જ તમે નિશાળે આવી શકશો;’ માસ્તર બોલ્યાઃ ‘એ તો કામ ન જ આવે. જુઓ, કાલે તમે ચોખાનું ‘રેશન’ લેવા જાવ ત્યારે નિશાળે આવજો. મહિના દીથી તમે નિશાળે નથી આવ્યા. બઘા છોકરાઓને તમારે મળવાનું છે; તમારી બા ગુજરી ગયાં ત્યારે એમણે જે મદદ કરેલી તે માટે એમનો ઉપકાર માનવાનો છે. કાલે તમે આવો ત્યારે તમારા કામનો એક નકશો બનાવીને લેતા આવજો; હું એમની ઉપર નજર નાખી જઈશ.’

 

 

એ શબ્દો સાંભળીને મારી છાતી ઉપરથી જાણે મોટો ભાર ઓછો થયો. ક્યા કામમાં કેટલા દિવસ જશે તે બતાવતો કોઠો તૈયાર ક્ર્યો ત્યારે મેં જોયું કે માસ્તર કહેતા હતા તેમ ડિસેમ્બર મહિનાના છેલ્લા એક-બે દિવસ રહે ત્યારે જ હું નિશાળે જઈ શકવાનો હતો.

 

 

બીજે દિવસે એ કોઠો લઈને હું નિશાળે ગયો; મુચાકુભાઈન એ એ બતાવ્યો.

 

 

થોડી વાર સુઘી એમણે એ કાળજીથી જોયો; ને પછી કહ્યું;’તમે ‘- તોઝાબુરો, સોજુ, શુનિચિ અને સુતોમુ ‘- તમે જરા શિક્ષકોના ઓરડામાં લઈ જાવ, ત્યાં હું આ આવ્યો.’

 

 

ત્યાં આવીને એમણે મારા કામનો કોઠો તોઝાબુરોના હાથમાં મુક્યો, ને કહ્યું ;’આ તમને કેમ લાગે છે?’

 

 

તોઝાબુરોએ વાંચીને બીજાના હાથમાં મુક્યો. બઘાં વાચી રહ્યાં પછી શિક્ષક બોલ્યાઃ ‘કાં, કેમ લાગે છે?’

 

 

‘અમે બઘાં ભેગા મળીને એ કામ ઝપાટામાં ઉકેલી નાખશું;’ તોઝાબુરો બોલ્યોઃ ‘કાં અલ્યાવ, નહિ કે’ તે પછી કોઈચી પણ આપણી જેમ નિશાળે આવી શકશે.’

 

 

બીજા છોકરાઓએ હસતે મોઢે ડોકાં ઘુણાવીને હા પાડી. હું કાંઈ બોલી શકયો નહિ.આંખમાંથી પાણીઊભરાતાં હતાં તેને રોકી રાખવા હું પાંપણ પટપટાવ્યે જતો હતો.

 

 

‘પણ કામ બરાબર પાકું થાય તેનું ઘ્યાન રાખજો, હો!’ શિક્ષક બોલ્યાઃ સહુ ભાગે પડતું વહેંચી લો, ને ઝપાટાબંઘ પૂરું કરી નાખો.’

 

 

હવે આંસુ રોક્યાં રોકાયા નહિ; લાજશરમ મૂકીને એ મારા ખોળામાં ટપક્યાં.

 

 

૩જી ડિસેમ્બર ને શનિવાર આવ્યો ત્યાં સુઘીમાં નિશાળના છોકરાઓએ ને થોડાં ગામલોકોએ મળીને મારું તમામ કામ આટોપી નાંખ્યું હતું. નિશાળે ક્યારે જવાશે તેની ચિંતા હવે મારે રહી નહોતી. કેવા સારા શિક્ષક ને કેવા મજાના દોસ્ત મને મળ્યા છે!

 

 

બા ગુજરી ગઈ એનો કાલે પાંત્રીસમો દિવસ છે. એના આત્માને આ બઘી વાત હું કહીશ. બાને હું વચન આપીશ કે, હું ખૂબ ખૂબ મહેનત કરીને ભણીશ; ને ભણીગણીને હું શોઘી કાઢીશ કે બા આટઆટ્લું વૈતરું કરતી છતાં તેમાંથી કેમ ઊપજતું નહિ? બીજાં લોકો એની જેમ મિનિટે- મિનિટ મજૂરી કરે છે તોય એમના ગુજરાન જેટલું એ કેમ રળી શકતાં નથી? ભણીગણીને બીજું મારે એ શોઘી કાઢવું છે કે જે માણસ મને પોતાનું ખેતર વેચે તેને મુસીબતમાં મૂક્યા વિના હું ચોખાનું ખેતર કઈ રીતે ખરીદી શકું?

 

 

અમારી શાળામાં ટોશીઓ નામનો બીજો એક છોકરો છે. એના ઘરની હાલત તો મારા કરતાંય ખરાબ છે. એને તો ત્રીસે દી ને બારે ય મહિના ડુંગરામાંથી લાકડાં ઘસડી લાવવાની ને કોલસા પાડવાની મજૂરી કરવી પડે છે. એટલે એ ક્યારેક જ નિશાળે આવે છે. અમે બઘાં ભેગા મળીએ તો બીજા છોકરાઓએ મને મદદ કરી તેમ કદાચ એને પણ અમે મદદ કરી શકશું.

 

 

– કોઈચી એગુચી (14 વર્ષનો છોકરો)

 

 

સાભારઃઅક્ષરનાદ…
http://AksharNaad.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

વહોરાભાઇનું નાડું…

વહોરાભાઇનું નાડું …

 

 

એક નાનું સરખું ગામ હતું. તેમાં એક વહોરાજી રહે.

 

 

વહોરાજી દિલના બહુ સાફ અને નેક. બીજાને મદદ કરવા કાયમ તૈયાર હોય. ગામના લોકો પણ તેમને ઘણું માન આપે. પણ ઘણી વખત પોતાના ભોળા સ્વભાવના કારણે એ એવા છબરડા વાળી બેસે કે બધાં હસી હસીને થાકી જાય. પછી પોતાની ભૂલ સમજાય એટલે વહોરાજી પણ બધાંની સાથે પોતે પણ હસવા લાગે.

 

એક વખત એક પટેલ ખેતરેથી લીલું ઘાસ ગાડામાં ભરી ઘેર આવતા હતા. રસ્તામાં વહોરાજી મળ્યા.

 

પટેલ કહે – ચાચા, પગે ચાલતા શા માટે જાઓ છો ? ગાડા ઉપર બેસી જાઓ. પણ, રસ્તામાં ખાડા ટેકરા આવે છે. તેથી આંચકા લાગશે, તમે નાડું બરાબર પકડજો, નહિતર ક્યાંક નીચે જમીન પર ઉથલી પડશો.

 

વહોરાજી કહે – પટેલ, સારૂં થયું તમે કહ્યું. હું નાડું મજબૂત રીતે પકડી રાખીશ. છોડીશ જ નહી ! એમ કહીને વહોરાજીએ તો પોતાના સૂંથણાનું નાડું બરાબર પકડી રાખ્યું. બે હાથે નાડું પકડીને બેઠા.

 

ગાડું આગળ ચાલતાં રસ્તામાં એક મોટો ખાડો આવ્યો. ગાડું ઉછળ્યું ને વહોરાજી ગાડામાંથી ઉછળીને ખાડામાં પડ્યાં. વહોરાજીએ તો મોટેથી બૂમ પાડી – અરે પટેલ ! ગાડું ઊભું રાખો. હું પડી ગયો છું.

 

પટેલ જૂએ તો વહોરાજી ખાડામાં પડેલા દેખાયા. પટેલે વહોરાજીને પૂછયું – કેમ કરતાં પડી ગયા? તમે નાડું બરાબર પકડી નહોતું રાખ્યું ?

 

વહોરાજી જમીન પર પડ્યાં પડ્યાં સૂંથણાનું નાડું બતાવીને કહે – જુઓ તો ખરા, પડી ગયો તોય હજી મેં નાડું છોડ્યું નથી….

 

પટેલે ધ્યાનથી જોયું તો વહોરાજીએ બે હાથે સૂંથણાનું નાડું પકડી રાખ્યું હતું. પટેલ હસી પડ્યા ને બોલ્યા – અરે ચાચા ! તમે સૂંથણાનું નાડું પકડી બેઠા છો પછી પડી જ જવાય ને ‘?મેં તો તમને આ ઘાસ જે દોરડાથી બાંધ્યું છે ઈ નાડું એટલે કે જાડું દોરડું પકડી રાખવા કહ્યું હતું. તમને ખબર પડી ન હતી તો બરાબર પૂછી લેવું હતું ને ‘?સૂંથણાનું નાડું તે કાંઈ પકડવાનું હોય ?

 

વહોરાજીને પણ પોતાની ભૂલ સમજાઈ અને હસતા હસતાં ફરી ખરું નાડું મજબૂત રીતે પકડીને ગાડામાં બેઠા.

 

 

સાભારઃમાવજીભાઇ
http://mavjibhai.com/

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

ઉપકારનો બદલો અપકાર …

ઉપકારનો બદલો અપકાર …

એક કૂતરી હતી. કૂતરીને ચાર ગલૂડિયાં હતાં. રહેવા માટે તેની પાસે કોઈ જગ્‍યા નહોતી. શિયાળો આવી પહોંચ્‍યો. ખૂબ ઠંડી પડવા માંડી. કૂતરી અને બચ્‍ચાં ઠંડીમાં ધ્રૂજવા માંડ્યાં. કૂતરીને થયું કે જો રહેવાની કોઈ વ્‍યવસ્‍થા નહીં કરું તો બચ્‍ચાં મરી જશે. નજીકમાં જ એક કૂતરાની બખોલ હતી. કૂતરી કૂતરાને આજીજી કરીને બોલી, ‘ભાઈ, મારાં ગલૂડિયાં ટાઢમાં મરી જશે. બખોલમાં જગ્‍યા હોય તો બચ્‍ચાંને રહેવા દો.’

 

કૂતરો ભલો હતો. તે બોલ્‍યો, ‘બચ્‍ચાંને પણ લઈ આવ અને તું પણ આવી જા. હું બીજે જાઉં છું. થોડા દિવસ પછી આવીશ. ત્‍યાં સુધીમાં ટાઢ ઓછી થઈ જશે.’

 

કૂતરો જતો રહ્યો. જોતજોતામાં થોડાં દિવસો વીતી ગયા. ટાઢ પણ ઓછી થઈ ગઈ. એક દિવસ કૂતરો આવી પહોંચ્‍યોં. કૂતરીને કહ્યું, ‘હવે મારું ઘર ખાલી કરી આપ.’

 

કૂતરીને એ ઘર છોડવું નહોતું. એણે બહાનું કાઢીને કહ્યું, ‘મારાં બચ્‍ચાં હજી નાનાં છે. એમને લઈને ક્યાં જાઉં? થોડા દિવસ હજી અમને રહેવા દો તો મહેરબાની.’

 

કૂતરો બોલ્‍યો, ‘ભલે, થોડા દિવસ રહો. પણ હવે પાછો આવું ત્‍યારે ઘર ખાલી કરી આપજે.’

 

કૂતરો જતો રહ્યો. થોડો સમય વીતી ગયો. એક દિવસ કૂતરો આવી પહોંચ્‍યો. કૂતરાને દૂરથી આવતો જોઈને કૂતરી બખોલમાંથી બહાર આવી ગઈ. કૂતરો બોલ્‍યો, ‘હવે તો બચ્‍ચાં મોટાં થઈ ગયાં ને ?’

 

કૂતરીએ કહ્યું, -હા બહુ મોટાં થઈ ગયાં છે. એ ચાર ને હું પાંચમી. ને તું છે એકલો. જરાપણ ડબડબ કરીશ તો જોવા જેવી થશે. માટે છાનોમાનો જતો રહે અહીંથી..

 

કૂતરો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે. એણે પોતાનું ઘર પચાવી પાડ્યું છે. એ કંઈ બોલવા જાય ત્યાં તો મોટામોટા ચાર ડાઘીયા કૂતરા બહાર આવ્‍યા ને ઘૂરકવા માંડ્યા. કૂતરો નિરાશ થઈ ત્‍યાંથી ચાલતો થયો. ઘર ગુમાવ્‍યાનું એને બહુ દુઃખ થયું. પણ વધુ દુઃખ તો એને એ વાતનું થયું કે જે કૂતરી પર દયા કરી એ કૂતરીએ જ એનું ઘર આંચકી લીધું. પોતે એના પર ઉપકાર કર્યો પણ એણે કેવો બદલો વાળ્યો.

 

બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત હંમેશા યાદ રાખવી કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી પણ વાળે છે !

 

 

સાભારઃમાવજીભાઇ
http://mavjibhai.com/

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

(૧) ગોકુળમાં આજ દીવાળી….

(૧) ગોકુળમાં આજ દીવાળી  …
ગોકુલમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી.રે.. (૨) ગોકુલમાં..
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી..
ઘરેઘર થી ગોપીઓ આવે, હારે મનગમતા સાજ સજાવે,
વ્હલાજીના ગુણ ગાવે ..ગોકુલમાં…

 

 

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી..
નાચે ને કુદે ગોવાળો, હારે એને હૈયે હરખ ના માયે,
નીરખવાને નંદલાલા ગોકુળમાં..

 

 

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી..
હારે અબીલ ગુલાલ ઉડાડે, હારે મારગડે મહી છલકાવે,
ગોરસ રસ રેલાવે ગોકુળમાં..

 

 

નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી..
નંદરાય તણા દરબારે, હારે ત્યાં ભીડ ભરાણી ભારે,
ત્રિભુવન જયજયકાર કરે ગોકુળમાં..

 

 

નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી..
પારણીયે વિશ્વ વિહારી, હારે ઝુલાવે જશોદા માડી,
ગોવિંદ જાયે બલિહારી રે..ગોકુળમાં..

 

 

નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી..
હાથી દિયા ઘોડા દિયા ઔર દિયા પાલખી,
હે વ્રજ મેં આનંદ ભયો..જય કનૈયા લાલકી..
હે જશોદા કો લાલો ભયો.. જય કનૈયા લાલકી..

 

 

શ્રીવલ્લભાધીશકી જય…શ્યામ સુંદર યમુને મહારાનીકી જય… શ્રી બાલક્રિશ્ન લાલકી જય…!!

 

 

સાભારઃ chetu
http://samnvay.net

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

(૧) મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રે…(ધોળ)..

(૧) મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રે …

 

મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રે..
મારા ભવના દુ:ખડા ખોયા શ્રી જમુનાજી રે..

 

પહેરી ચોળી કસુંબા સાડી, એવા સ્વરૂપ નિરખવા ધારી
માં એ સોળે સજ્યા શણગાર, શ્રી જમુનાજી રે..

 

નાકે નકવેશ્વર છે મોતી, ભાલુક ચમકે જગમગ મોતી
માણેક હીરાની અતિ જ્યોતિ, શ્રી જમુનાજી રે..

 

નુપૂર ઘુઘરી રણકે ચરણે, મારુ મનડું તમારે શરણે
ભુજ કંકણમાં રૂડા શોભે, શ્રી જમુનાજી રે..

 

સુંદર સ્વરૂપે શ્યામ સ્વરૂપ, તન ને મોહ્યાં છે વ્રજનાં ભુપ
લાલ કમળમા માં લપટાણા, શ્રી જમુનાજી રે..

 

સદા બિરાજો વ્રજની માય, પુષ્ટિ મારગની કરવા સહાય
શ્યામ ચરણમા દ્યો માં દ્રઢ ભક્તિ, શ્રી જમુનાજી રે..

 

શોભા જોઇ કહે હરિદાસ, અમને આપજે વ્રજમાં વાસ
લાલા લહેરી સેવક તારો, શ્રી જમુનાજી રે..

 

માજી હુ તો તમારો દાસ, રાખો ચરણ કમલ ની પાસ
જોતા જનમ સુધાર્યો આજ, શ્રી જમુનાજી રે ..

 

 

સાભારઃ chetu
http://samnvay.net

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

(૧) ઝગમગતા તારલાની હવેલી હોજો …

(૧) ઝગમગતા તારલાની હવેલી હોજો …

 

 

ઝગમગતા તારલાની હવેલી હોજો,
એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો,..સોના રૂપાની હવેલી હોજો…!
અમે અમારાં રણછોડજીને કેસરથી પૂજીશું,
કેસર ના મળે ચંદનથી પૂજીશું, ચંદન થી સુંદર કસ્તૂરી હોજો..!
અમે અમારાં કાંનજીને ફૂલડાંથી સજાવીશું,
ફૂલડાં ના મળે તો અમે કળીઓથી સજાવીશું, કળીઓ થી સુંદર તુલસી હોજો..!
અમે અમારાં શામળીયા ને સોનાથી સજાવીશું,
સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું, રૂપા થી સુંદર હિરલાં હોજો..!
અમે અમારા માધવ ને મંદિર માં પધરાવિશુ,
મંદિર ના મળે તો અમે મનડામાં સજાવીશું, મનડા થી સુંદર ભાવ મારાં હોજો..!
ઝગમગતા તારલાની હવેલી હોજો,
એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો સોના રૂપાની હવેલી હોજો…!

 

 

સાભારઃ chetu
http://samnvay.net

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

(૧) ઓરા આવો તો વહાલા નિરખું શ્રીનાથજી….

(૧ )ઓરા આવો તો વહાલા નિરખું શ્રીનાથજી …

 

 

ઓરા આવો તો વહાલા નિરખું શ્રીનાથજી
આંખલડી મારી પાવન થાયે શ્રીનાથજી
તમ સાથે જોડી પ્રિતડી શ્રીનાથજી
હૈયું હાથ રહ્યું જાય ના શ્રીનાથજી ઓરા આવો—–
કાનમાં કહેવી તમને વાતડી શ્રીનાથજી
મંગલ આશિષ વરસાવો શ્રીનાથજી ઓરા આવો———
તમ કૃપાએ જીવનમાં ભાતડી શ્રીનાથજી
વૈષ્ણવોનો સંગ પામી શ્રીનાથજી ઓરા આવો———–
બંસીના નાદે થઈ ઘેલી શ્રીનાથજી
વિશ્રામઘાટે ભાન ભૂલી શ્રીનાથજી ઓરા આવો———–
હૃદયના દ્વાર ખુલ્લા મેલ્યા શ્રીનાથજી
આગમનની ઘડીઓ ગણાતી શ્રીનાથજી ઓરા આવો——-
જીવનપથ પર સંગ તારો શ્રીનાથજી
અંત સમયે સાથ સાધજો શ્રીનાથજી ઓરા આવો——–

 

 

સાભારઃ chetu
http://samnvay.net

 


 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

(૧) Pushti Goshthi * પુષ્ટિ ગોષ્ઠી…

(૧)  Pushti Goshthi * પુષ્ટિ ગોષ્ઠી…

 

 

Surdasji
પુષ્ટિ ગોષ્ઠી
Pushti Marg means the path of attainning God through grace.The foundation of Pushti Marg is Hari-Guru-Vaishnav. Pushti Marg is the path of love, seva & remembrance.

 

Pushti Marg is experienced when one has ?dinta? i.e.humbleness.PushtiMarg is path of pure Prem-Lakshna Bhakti, i.e.Bhakti manifested with supreme Love.God menifestedPushtiMarg to have His Seva performed by Pushti souls.

 

*
સ. આપણા સંપ્રદાયનું આખુ નામ શું છે ?
જ. આપણા સંપ્રદાયનું આખું નામ ?શુદ્ધદ્વેત પુષ્ટિ ભક્તિ માર્ગ? છે.
Q. What is the full name of our Sampraday (sect) ?
A. The full name of our Sampraday is Shuddhdvait Pushti Bhakti Marg.
*
સ. શ્રી પુષ્ટિ માર્ગના સ્થાપક કોણ છે ?
જ. શ્રી પુષ્ટિ માર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી છે.
Q. Who is the founder of Shri Pushti marg ?
A. The founder of Shri Pushti Marg is Shri Vallabhachary Mahaprabhuji.
*
સ. શ્રી મહાપ્રભુજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો?
જ. શ્રી મહાપ્રભુજીનો જન્મ ચંપારણ્યમાં -વિક્રમ સંવંત ૧૫૩૫માં -ચૈત્ર સુદ અગિયારસના દિવસે થયો.
Q. When & where was Shri Mahaprabhuji born?
A. Shri Mahaprabhuji was born on the 11th day of Chaitra Vad Vikram Samvant 1535 in Champarany.

 

*
સ. શ્રી મહાપ્રભુજીના પિતાશ્રીનું નામ શું હતું?
જ. શ્રી મહાપ્રભુજીના પિતાશ્રીનું નામ શ્રી લક્ષ્મણ ભટ્ટજી હતું.
Q. What was Shri mahaprabhuji?s father?s name?
A. Shri mahaprabhuji?s father?s name was Shri Laxman Bhattji.

 

*
સ. શ્રી મહાપ્રભુજીના માતાનું નામ શું હતું?
જ. શ્રી મહાપ્રભુજીના માતાનું નામ ઈલ્લમ્માગરુજી હતું.
Q. What was Shri mahaprabhuji?s mother?s name?
A. Shri mahaprabhuji?s mother?s name was Illammagarooji.

 

*
સ . શ્રી મહાપ્રભુજીના પત્નીનું નામ શું હતું?
જ. શ્રી મહાપ્રભુજીના પત્ની ( વહુજી) નું નામ મહાલક્ષ્મીજી હતું.
Q. What was Shri mahaprabhuji?s wife?s (vahuji) name?
A. Shri mahaprabhuji?s wife?s (vahuji) name was Mahalaxmiji.

 

*
સ. શ્રી મહાપ્રભુજીના પુત્રોના નામ શું હતા?
જ. શ્રી મહાપ્રભુજીના પુત્રોના નામ : (૧ ) શ્રી ગોપીનાથજી (૨) શ્રી વિઠ્ઠલનાથજી ( ગોસાંઈજી )હતા.
Q. What were the names of Shri mahaprabhuji?s sons?
A. The name of Shri mahaprabhuji?s sons were : 1 Shri Gopinathji 2 ShriVitthalnathji ( Shri gosaiji )
*
(૨)  શ્રી કૃષ્ણ શરણં મમ: શ્રી કૃષ્ણ શરણં મમ:…(મહામંત્ર)…
શ્રી...ના ઉચ્ચારથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
કૃ...ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે.
ષ્ણ...ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
શ...ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે- જન્મને બાળી નાખે છે.
ર...ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ણં...ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
મ...ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
મ...ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.
શ્રી...ના ઉચ્ચારથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
કૃ...ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે.
ષ્ણ...ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
શ...ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે- જન્મને બાળી નાખે છે.
ર...ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ણં...ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
મ...ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
મ...ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.
સાભારઃ chetu
http://samnvay.net

 

બ્લોગ લીંક : http://das.desais.net email : [email protected]

(૧) વસંતવધાઇ પદ …

(૧) વસંતવધાઇ પદ …

 

 

* રાગ વસંત *
આઇ ૠતુ-બસંત કી ગોપીન કિયે સિંગાર
કુમકુમ બરની રાધિકા સો નિરખતિ નંદકુમાર
આઇ ૠતુ-બસંત કી મૌરે સબ બનરાઇ
એકુ ન ફૂલૈ કેતકી ઔ ફૂલી બનજાઇ
શ્રી ગિરિરાજધરનધીર લાડિલૌ લલન-બર ગાઇએ
શ્રીનવનીત પ્રિય લાડિલૌ લલન-બર ગાઇએ
શ્રી મદમ મોહન પિય લાડિલૌ લલન-બર ગાઇએ
કુંજ કુંજ ક્રીડા કરૈં, રાજત રુપ-નરેસ
રસિક, રસીલૌ, રસભર્યૌ, રાજત શ્રીમથુરેસ
શ્રીગિરિરાજધરનધીર લાડિલૌ લલન બર ગાઇએ
સાભારઃ chetu
http://samnvay.net

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]