કંકુ છાટી કંકોતરી મોકલી …(માણેકથંભ રોપતી વખતે..) …

કંકુ છાટી કંકોતરી મોકલી …  (માણેકથંભ રોપતી વખતે ..) …

 

 

કંકુ છાટી કંકોતરી મોકલી
એમાં લખિયું લાડકડીનું નામ રે
માણેકથંભ રોપિયો
કેસર છાટી કંકોતરી મોકલી
એમાં લખિયું લાડકડાનું નામ રે
માણેકથંભ રોપિયો
પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી
કાકા હોંશે ભત્રિજી પરણાવો રે
માણેકથંભ રોપિયો
બીજી કંકોતરી મામા ઘેર મોકલી
મામા હોંશે મોસાળુ લઈ આવો રે
માણેકથંભ રોપિયો
કંકુ છાટી કંકોતરી મોકલી
કેસર છાટી કંકોતરી મોકલી
કંકુ છાટી કંકોતરી મોકલી

 

 

ક્લીક કરો અને સાંભળોઃ
Manekthanbh_Ropiyo.mp3

 

 

સાભાર: http://mavjibhai.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

કંકુ છાંટી કંકોતરી મોકલો…(લગન લખતી વખતે..)..

કંકુ છાંટી કંકોતરી મોકલો …  (લગ્ન લખતી વખતે ) …

 

 

કંકુ છાંટી કંકોતરી મોકલો
એમાં લખજો અમીબેનનાં નામ રે
લગન આવ્યાં ઢૂકડાં
બેનના દાદા આવ્યા ને દાદી આવશે
બેનના માતાનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂકડાં
બેનના કાકા આવ્યા ને કાકી આવશે
બેનના ફૈબાનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂકડાં
બેનના મામા આવ્યા ને મામી આવશે
બેનના માસીબાનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂકડાં
બેનના વીરા આવ્યા ને ભાભી આવશે
બેનની બેનીનો હરખ ન માય રે
લગન આવ્યાં ઢૂકડાં

 

 

સાભાર:http://mavjibhai.com
 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો …(લગ્ન લખતી વખતે..)

સોના વાટકડીમાં કંકુ ધોળાવો … (લગ્ન લખતી વખતે) …

 

 

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે
ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે
સજ જો રે ઘરની મેનાને શણગાર રે
ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે
સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે
ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે
અક્ષર અક્ષર પરોવતા મંગળતા કોતરી
કંકુ છાંટીને આજ લખી રે કંકોતરી
તેડાવો રે મંગલ ગીતો ગાતાં નર ને નારને
ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે
કંકુને પગલે પગલે પ્રભુતા પગ માંડશે
જીવનના સાથિયામાં ઈન્દ્રધનુ જાગશે
રેલાવો રે રંગોળીમાં રંગ ધાર રે
ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે
સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે
ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે

 

 

ક્લીક કરો અને સાંભળોઃ
Sona_Vatakadi_Man.mp3

 

 

સાભાર: http://mavjibhai.com

હેતે લખિયે કંકોતરી રે લોલ…(કુળદેવીને નિમંત્રણ)..

હેતે લખિયે કંકોતરી રે લોલ …  (કુળદેવીને નિમંત્રણ) …

 

 

હેતે લખિયે કંકોતરી રે લોલ
હેતે લખિયે કંકોતરી રે લોલ
લખિયે રૂડાં કુળદેવીના નામ કે
કુળદેવી માત વેલા આવજો રે લોલ
હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ
અવસર આવ્યો છે ?રૂડો આંગણે રે લોલ
લગનના કંઈ વાગે રૂડા ઢોલ જો
કુળદેવી માત વેલા આવજો રે લોલ
હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ
સુખડના મંડપ રોપાવિયા રે લોલ
બાંધ્યા બાંધ્યા લીલુડા તોરણ જો
કુળદેવી માત વેલા આવજો રે લોલ
હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ
આવીને અવસર ઉજાળજો રે લોલ
બાલુડાને આપજો આશિષ કે
કુળદેવી માત વેલા આવજો રે લોલ
હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ

 

 

ક્લીક કરો અને સાંભળોઃ
Hete_Lakhie_Kankotri.mp3

 

 

સાભાર: http://mavjibhai.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

એક ઊંચો તે વર ના જોશો રે દાદા…(સાંજીનું ગીત)

એક ઊંચો તે વર ના જોશો રે દાદા  …  (સાંજીનું ગીત) …

 

 

એક તે રાજને દ્વારે રમંતા બેનીબા
દાદે તે હસીને બોલાવિયાં
કાં કાં રે દીકરી તમારી દેહ જ દુબળી
આખંલડી રે જળે તે ભરી
નથી નથી દાદા મારી દેહ જ દુબળી
નથી રે આંખલડી જળે ભરી
એક ઊંચો તે વર ના જોશો રે દાદા
ઊંચો તો નિત્ય નેવાં ભાંગશે
એક નીચો તે વર ના જોશો રે દાદા
નીચો તો નિત્ય ઠેબે આવશે
એક ધોળો તે વર ના જોશો રે દાદા
ધોળો તે આપ વખાણશે
એક કાળો તે વર ના જોશો રે દાદા
કાળો તે કુટુમ્બ લજાવશે
એક કેડે પાતળિયો ને મુખે રે શામળિયો
તે મારી સૈયરે? વખાણિયો
એક પાણી ભરતી તે પાણીઆરીએ વખાણ્યો
ભલો તે વખાણ્યો મારી ભાભીએ

 

ક્લીક કરો અને સાંભળોઃ

Uncho_Te_Var.mp3

 

 

સાભાર: http://mavjibhai.com

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

નવે નગરથી જોડ ચુંદડી વાપરી … (લગ્ન ગીત) …

નવે નગરથી જોડ ચુંદડી વાપરી …  (લગ્ન ગીત) …

 

 

નવે નગરથી જોડ ચુંદડી વાપરી
આવી રે અમારે દેશ રે
વોરો રે દાદા ચુંદડી
ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી
વચમાં તે ટાંકેલા ઝીણા મોર રે
વોરો રે દાદા ચુંદડી
શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે
વોરો રે દાદા ચુંદડી
અમદાવાદની જોડ ચુંદડી વાપરી
આવી રે અમારે દેશ રે
વોરો રે વીરા ચુંદડી
ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી
ઉખેડું તો જગમોહનની ભાત રે
વોરો રે વીરા ચુંદડી
શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે
વોરો રે વીરા ચુંદડી
જુનાગઢથી જોડ ચુંદડી વાપરી
આવી રે અમારે દેશ રે
વોરો રે કાકા ચુંદડી
ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી
વચમાં છે ચોખલીયાળી ભાત રે
વોરો રે કાકા ચુંદડી
શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી
ઉખેડું તો ટહૂકે ઝીણા મોર રે
વોરો રે કાકા ચુંદડી

 

 

ક્લીક કરો અને સાંભળોઃ
Nave_Nagarthi_Jod.mp3

 

 

સાભાર: http://mavjibhai.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

ગણેશ પાટ બેસાડિયે…(સાંજીનું ગીત) …

ગણેશ પાટ બેસાડિયે …  (સાંજીનું ગીત) …

 

 

ganeshji

ગણેશ પાટ બેસાડિયે વા’લા નીપજે પકવાન
સગા સંબંધીને તેડિયે જો પૂજ્યા હોય મોરાર
જેને તે આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર
સાંજ સવારે પૂજિયે જો પૂજ્યા હોય મોરાર
જેને તે આંગણ ગાવડી તેનો ધન્ય ધન્ય અવતાર
સાંજ સવારે દોણું મળે જો પૂજ્યા હોય મોરાર
જેને તે પેટે દીકરી તેનો ધન્ય થયો અવતાર
સાચવેલ ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર
જેને તે પેટે દીકરો તેનો ધન્ય થયો અવતાર
વહુવારુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર
રાતો ચૂડો તે રંગભર્યો ને કોરો તે કમખો હાર
ઘરચોળે ઘડ ભાંગીએ? જો પૂજ્યા હોય મોરાર
કાંઠા તે ઘઉંની રોટલી માંહે ઢાળિયો કંસાર
ભેગા બેસી ભોજન કરે જો પૂજ્યા હોય મોરાર
ગણેશ પાટ બેસાડિયે ભલા નીપજે પકવાન
સગા સંબંધીને તેડિયે જો પૂજ્યા હોય મોરાર

 

 

ક્લીક કરો અને સાંભળોઃ
Ganesh_Pat_Besadie.mp3

 

 

સાભાર: http://mavjibhai.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

વાગે છે વેણુ.. (ગણેશ) …(લગ્ન ગીત) …

વાગે છે વેણુ….  (લગ્ન ગીત) …
(કન્યાપક્ષે ગણેશમાટલીનું ગીત)

 

 ganeshji

વાગે છે વેણુ ને વાગે વાંસલડી
અમી બેનીના વિવાહ આદર્યા
કાકા વીનવીએ કાન્તિલાલભાઈ તમને
રૂડા માંડવડા બંધાવજો
માંડવડે રે કાંઈ દીવડા પ્રગટાવજો
અમી બેનીના વિવાહ આદર્યા
માસી વીનવીએ મીનાબેન તમને
નવલા ઝવેરી તેડાવજો
ઝવેરી તેડાવજો ને ઘરેણાં ઘડાવજો
અમી બેનીના વિવાહ આદર્યા
વીરા વીનવીએ વિનુભાઈ તમને
મોંઘેરા મહેમાનો તેડાવજો
મોંઘેરા મહેમાનોએ શોભે માંડવડો
અમી બેનીના વિવાહ આદર્યા
મામા વીનવીએ મહેશભાઈ તમને
નવલાં ચૂડો પાનેતર લાવજો
ચૂડો પાનેતર આપણી વ્હાલી બેનને સોહે
અમી બેનીના વિવાહ આદર્યા

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

ગણેશ સ્થાપના-૨… (લગ્ન ગીત) …

ગણેશ સ્થાપના-  (૨) … (લગ્ન ગીત) …

 

 

 

ganpati[1]

પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા
તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યા
હરખ્યાં ગોવાળિયાનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યા
હરખ્યાં માળીડાનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા સરોવર પધાર્યા
હરખ્યા પાણિયારીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યા
હરખ્યા પાડોશીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યા
હરખ્યા સાજનિયાંનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા માંડવે પધાર્યા
હરખ્યા માતાજીનાં મન રે, મારા ગણેશ દુંદાળા
તેત્રીસ કરોડ દેવતા માયરે પધાર્યા
હરખ્યા વરકન્યાનાં મન રે, મારા ગણેશ દુંદાળા

 

 

સાભાર: http://mavjibhai.com

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

ગણેશ સ્થાપન -૧ (લગ્ન ગીત)…

ગણેશ સ્થાપન ..૧ (લગ્ન ગીત) …

 

 

ganeshji

 

પરથમ ગણેશ બેસાડો રે
મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા
ગણેશજી વરદાન દેજો રે
મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડા ઘોડલા શણપગારો
ઘોડલે પિત્તળિયાં પલાણ રે
મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો
હાથીડે લાલ અંબાડી રે
મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડા જાનીડા શણગારો
જાનડી લાલ ગુલાલ રે
મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો
ધોરીડે બબ્બે રાશું રે
મારા ગણેશ દુંદાળા
કૃષ્ણની જાને રૂડા ધોરીડાં શણગારો
વેલડિયે દશ આંટા રે
મારા ગણેશ દુંદાળા
વાવલિયા વાવ્યા ને મેહુલા ધડૂક્યા
રણ રે વગડામાં રથ થંભ્યા રે
મારા ગણેશ દુંદાળા
તૂટ્યા તળાવ ને તૂટી પીંજણિયું
ધોરીડે તૂટી બેવડ રાશું રે
મારા ગણેશ દુંદાળા
ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ્વર
તમે આવ્યે રંગ રે’શે રે
મારા ગણેશ દુંદાળા
અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા
અમ આવ્યે તમે લાજો રે
મારા ગણેશ દુંદાળા
અમારે જોશે સવા મણનો રે લાડુ
અમે આવ્યે વેવાઈ ભડકે રે
મારા ગણેશ દુંદાળા
વીવા, અઘરણી ને જગવને જનોઈ
પરથમ ગણેશ બેસાડું રે
મારા ગણેશ દુંદાળા

 

ક્લીક કરો અને સાંભળોઃ
Mara_Ganesh_Dundala.mp3

 

 

સાભાર: http://mavjibhai.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]