(૧)તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો.. હે નાથ .. શ્રીનાથ..!

(૧) તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો.. હે નાથ .. શ્રીનાથ..!  …

 

 

તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો ..હે નાથ .. શ્રીનાથ..!

 

અંતરમાં મુજ અડસઠ ધામો, શીદ ને શોધું બીજે વિસામો..
સોના પર સુહાગા શ્રીજી, આપ મળ્યા સર્વોત્તમ..
આ ભવ તરવાને, પાર ઉતરવાને, બન્યા સહારા છો- હે નાથ .. શ્રીનાથ..!

 

તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો ..હે નાથ .. શ્રીનાથ..!

 

ગોકુળ, દ્વારકા, ડાકોર, મથુરા.. રઝળું તોયે રહે ઓરતાં અધુરાં..
ઘટમાં વસ્યાં છે તીરથ તારા, રોમેરોમ વસનારા,
સેવા મેળવવા, શ્રધ્ધા કેળવવા, સહુનાં દાતા છો..હે નાથ .. શ્રીનાથ..!

 

તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો ..હે નાથ .. શ્રીનાથ..!

 

વ્હાલો ચવુદે ભુવનનો સ્વામી, મારો શ્રીનાથ છે, અંતરયામી ,
ચરણ એના પડતા સહુનાં, અંતર દ્વાર ઉઘડતા.
રાગ દ્વેષ હરવાને, નિર્મળ કરવાને , શાંતિદાતા છો ..હે નાથ .. શ્રીનાથ..!

 

તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો ..હે નાથ .. શ્રીનાથ..!

 

હે નાથ .. શ્રીનાથ..! હે નાથ .. શ્રીનાથ..! હે નાથ .. શ્રીનાથ..! હે નાથ .. શ્રીનાથ..!

 

 

સાભારઃ chetu
http://samnvay.net

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

(૧)મન મોહન ક્રિષ્ન મુરારી…

(૧) મન મોહન ક્રિષ્ન મુરારી …
મન મોહન ક્રિષ્ન મુરારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
ઓ કાન્હા કુંજ બિહારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
જોઇ વળ્યો હું મંદિર મંદિર, જોઇ વળ્યો હું હવેલી..
ક્યાંય ના જોઇ જાદવ તારી, શ્યામ સુરત અલબેલી..!
તલસે આંખલડી મારી..તને ગોતું ક્યાં ગિરિધારી?..
ખુંદી વળ્યો હું ગોકુળ, મથુરા, દ્વારિકા ની ધરતી..
ક્યાંય મળી ના માધવ મુજને, મનહર તારી મુરતી..!
હવે હામ ગઇ હું હારી..તને ગોતું ક્યાં ગિરિધારી?..
કોક બતાવો સાચુ મુજને, શ્યામ તણું સરનામુ ..
હું પરવશ મુજ પ્રાણ જીવન નાં, ક્યાં જઇ દર્શન પામુ..?
તારા દર્શન વિણ દુઃખિયારી.. તને ગોતું ક્યાં ગિરિધારી?..
મન મોહન ક્રિષ્ન મુરારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
ઓ કાન્હા કુંજ બિહારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
સાભારઃchetu
http://samnvay.net

 
 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

(૧)રઘુવર! તુમકો મેરી લાજ….

(૧) રઘુવર! તુમકો મેરી લાજ….(તુલસીદાસ) …
રઘુવર ! તુમકો મેરી લાજ,
સદા સદા મૈં સરન તિહારી, તુમ બડે ગરીબ નવાજ;
પતિતઉધારન બિરુદ તિહારો, શ્રવણન સુની આવાજ….રઘુવર….

 

હૌં તો પતિત પુરાતન કહિયે, પાર ઉતારો જહાજ;
અઘ-ખંડન, દુઃખ-ભંજન જનકે યહી તિહારો કાજ….રઘુવર….

 

‘તુલસીદાસ’ પર કિરપા કરીયે, ભક્તિદાન દેહુ આજ….રઘુવર….

 

 

– તુલસીદાસ
સાભારઃટહુકો…
http://tahuko.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

(૧) મંગલ જોઈ મુખડું તારું…

(૧) મંગલ જોઈ મુખડું તારું  …

 

 

મંગલ જોઈ મુખડું તારું, રૂદિયે થાતું મંગલ મંગલ
કરશું રૂડાં કામ તમારા, જીવન થાશે મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી..
રૂદિયે રોપી શણગાર તમારો, ત્યજશું જીવનના શણગાર
ગાઈ મંગળા જગાડીએ રે, જગન્નાથ હે પાલનહાર
તમેય જાગી કરો પ્રભાતે, આ સૃષ્ટિને મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી..
સ્વરૂપ નિહાળી તુજ મંગળાનું, ભૂલ્યા અમે તો જો આ ભાન
મનડું મારું મોહ્યું છે તે, કામણગારા વ્હાલા કાન
ભવસાગર આ તારી દેજો, દર્શન દેજો મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી…

 

 

શબ્દ રચના: જીતેન્દ્ર પારેખ
સાભારઃ chetu
http://samnvay.net

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

(૧)સમય મારો સાધજે વ્હાલા …

(૧)સમય મારો સાધજે વ્હાલા …

 

 

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા
અંત સમય મારો આવશે, જયારે નહિ રહે દેહનું ભાન
એવે સમય મુખે તુલસી દેજો, દેજો યમુના-પાન.. સમય મારો..
જીભલડી મારી પરવશ બનશે, જો હારી બેસું હું હામ
એવે સમય મારે વ્હારે ચડીને, રાખજે તારું નામ? સમય મારો..
કંઠ રૂંધાશે ને નાડીયું તૂટશે, છૂટશે જીવન ડોર
એવે સમય મારા અલબેલાજી, કરજો બંસરી શોર.. સમય મારો..
આંખલડી મારી પાવન કરજો, ને દેજો એક જ ધાણ
શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, ભક્તો છોડે પ્રાણ ..!!
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા..
કરું હું તો કાલાવાલા..કરું હું તો કાલાવાલા..કરું હું તો કાલાવાલા..
*
સાભારઃ chetu
http://samnvay.net

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

(૧) આજ બિરજ મેં હોરી રે રસિયા…(૨) હોરી આઈ રે આઈ રે આઈ રે હોરી આઈ રે…

(૧) આજ બિરજમેં હોરી રે રસિયા…

 

 

આજ બિરજમેં હોરી રે રસિયા,
હોરી રે રસિયા બરજોરી રે રસિયા..
ઇતતે આયે કુંવર કનૈયા
ઉત્તતે આઈ રાધા ગોરી રે રસિયા..
ઊડત ગુલાલ અબીલ કુમકુમ
કેશર ગાગર જોરીરે રસિયા..
બાજત તાલ મૃદંગ બાંસુરી
ઔર નગારકી જોરી રે રસિયા..
કૃષ્ણ જીવન રચી રામ કે પ્રભુસો
ફગુવા લિયો ભર જોરીરે રસિયા..
આજ બિરજમેં હોરી રે રસિયા,
હોરી રે રસિયા બરજોરી રે રસિયા..
હોરી રે રસિયા બરજોરી રે રસિયા
***********************

 

 

(૨)  હોરી આઈ રે આઈ રે આઈ રે…

 

 

હોરી આઈ રે આઈ રે આઈ રે હોરી આઈ રે
હોરી તો બ્રીજ્વાસી ખેલે, ખેલે બ્રીજ કી નાર ..!!
બ્રીન્દાવન મેં યમુનાતટ પર ખેલ રહ્યો નંદલાલ
મોર મુકુટ સોહે, કાને કુંડલ્, ઉડે અબીલ ગુલાલ ..!!
પિત પિતાંબર માંકો સોહે ચલે માધુરી ચાલ
ભર પિચકારી રંગ ભર મારે ગોપી ઔર ગ્વાલ..!!
ગ્વાલ બાળ કે સંગ સંગ દેખો આયે નંદકુમાર
સખીયન કે સંગ રાધે આઈ ..રાધે .. રાધે.. રાધે ..ચાલે હૈ મસ્ત ચાલ ..!!
ફાગ કે રંગ મેં રંગ ગયે બ્રીજ જન, જાયે તનમન વાર
ઐસી શોભા વ્રજ કી દેખત,બલ બલ જાયે દાસ ..!!
હોરી આઈ રે આઈ રે આઈ રે હોરી આઈ રે
હોરી તો બ્રીજ્વાસી ખેલે, ખેલે બ્રીજ કી નાર ..!!
*
સાભારઃ chetu
http://samnvay.net

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

(૧) શ્રી મધુરાષ્ટકમ સ્તોત્ર…(૨) શ્રીકૃષ્ણાષ્ટ્કમ…

(૧) શ્રી મધુરાષ્ટ્કમ  સ્તોત્ર … (૨)  શ્રી કૃષ્ણાષ્ટકમ  …
શ્રીમધુરાષ્ટકમ સ્તોત્ર દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનનાં મધુર-દિવ્ય સ્વરૂપની ઝાંખી કરી શકાય છે ..!!

 

 

શ્રી મહાપ્રભુજી એકવાર ઠકુરાણી ઘાટ પર પોઢી રહ્યા હતા ત્યારે એમને વિચાર આવ્યો કે, આ કલિકાલમાં જીવ નો ઉદ્ધાર કેવી રીતે થશે..’ ત્યારે શ્રીયામુનાજીએ એમને સ્વપ્ન માં આવી દર્શન આપ્યા અને કહ્યું કે, તમે જે જીવોને બ્રહ્મ સંબંધ આપશો એ જીવો નો અંગીકાર પ્રભુ તરત કરશે ‘! ત્યાર બાદ એમને ઓશિકા નીચે.. મિશ્રી,પવિત્રા,કંઠી અને કંકુ દેખાયા.. અને’ પહેલું બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાનીજીને આપ્યું ત્યારે એમણે’ ..શ્રી યમુનાષ્ટકની રચના કરી અને’ ત્યારબાદ.. શ્રીજીનાં સક્ષાત દર્શન થયા..એટલે શ્રાવણ સુદ અગિયારસના દિવસે શ્રી મધુરાષ્ટકની રચના કરી..

 

 

અધરં મધુરં, વદનં મધુરં, નયનં મધુરં, હસિતં મધુરમ્ ।
હૃદયં મધુરં, ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૧॥

 

વચનં મધુરં, ચરિતં મધુરં, વસનં મધુરં, વલિતં મધુરમ્ ।
ચલિતં મધુરં, ભ્રમિતં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૨॥

 

વેણુર્મધુરો, રેણુર્મધુરઃ, પાણિર્મધુરઃ, પાદૌ મધુરૌ ।
નૃત્યં મધુરં, સખ્યં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૩॥

 

ગીતં મધુરં, પીતં મધુરં, ભુક્તં મધુરં, સુપ્તં મધુરમ્ ।
રૂપં મધુરં, તિલકં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૪॥

 

કરણં મધુરં, તરણં મધુરં, હરણં મધુરં, રમણં મધુરમ્ ।
વમિતં મધુરં, શમિતં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૫॥

 

ગુઞ્જા મધુરા, માલા મધુરા, યમુના મધુરા, વીચી મધુરા ।
સલિલં મધુરં, કમલં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૬॥

 

ગોપી મધુરા, લીલા મધુરા, યુક્તં મધુરં, મુક્તં મધુરમ્ ।
દૃષ્ટં મધુરં, શિષ્ટં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૭॥

 

ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિમધુરા સૃષ્ટિમધુરા |
દલિતં મધુરં ફલિતં? મધુરં મધુરાધિપતેરખિલં મધુરં ||૮||

 

શ્રીમદ્ વલ્લભાચાર્યજી વિરચિતમધુરાષ્ટકમ …

 

 

 

(૨) આદિ શ્રીશંકરાચાર્યજી રચિત શ્રીકૃષ્ણાષ્ટ્કમ …

 

 

krishna-021
ભજે વ્રજૈકમણ્ડનં સમસ્તપાપખણ્ડનં
સ્વભક્તચિત્તરંજનં સદૈવ નન્દનન્દનમ્ ।
સુપિચ્છગુચ્છમસ્તકં સુનાદવેણુહસ્તકં
અનંગરંગસાગરં નમામિ કૃષ્ણનાગરમ્ ।।૧।।
મનોજગર્વમોચનં વિશાલ લોલલોચનં
વિઘૂતગોપશોચનં નમામિ પદ્મલોચનમ્ ।
કરારવિન્દભૂધરં સ્મિતાવલોકસુન્દરં
મહેન્દ્ર માનદારણં નમામિ કૃષ્ણવારણમ્ ।।૨।।
કદમ્બસૂનકુણ્ડલં સુચારુગણ્ડમણ્ડલં
વ્રજાંગનૈકવલ્લભં નમામિ કૃષ્ણદુર્લભમ્ ।
યશોદયા સમોદયા સગોપયા સનન્દયા
યુતં સુખૈકદાયકં નમામિ ગોપનાયકમ્ ।।૩।।
સદૈવ પાદપંકજં મદીયમાનસે નિજં
દધાન મુત્તમાલકં નમામિ નન્મદબાલકમ્ ।
સમસ્ત દોષશોષણં સમસ્ત લોકપોષણં
સમસ્ત ગોપમાનસં નમામિ નન્દલાલસમ્ ।।૪।।
ભુવો ભરાવતારકં ભવાબ્ધિ કર્ણધારકં
યશોમતી કિશોરકં નમામિ ચિત્તચોરકમ્ ।
દગન્ત કાન્ત ભંગિનં સદાસદાલ સંગિનં
દિને દિને નવં નવં નમામિ નન્દસંભવમ્ ।।૫।।
ગુણાકરં સુખાકરં કૃપાકરં કૃપાપરં
સુરદ્વિષન્નિકન્દનં નમામિ ગોપનન્દનમ્ ।
નવીનગોપનાગરં નવીનકેલિલંપટં
નમામિ મેઘસુન્દરં તડિત્પ્રભાલ સત્પટમ્ ।।૬।।
સમસ્તગોપનન્દનં હૃદમ્બુજૈકમોદનં
નમામિ કુંજમઘ્યગં પ્રસન્નભાનુશોભનમ્ ।
નિકામકામદાયકં દગન્તચારુસાયકં
રસાલવેણુગાયકં નમામિ કુંજનાયકમ્ ।।૭।।
વિદિગ્ધગોપિકામનોમનોજ્ઞતલ્પશાયિનં
નમામિ કુંજકાનને પ્રવૃઘ્ધવહ્નિપાયિનમ્ ।
યદાતદા યથા તથા તથૈવ કૃષ્ણસત્કથા
મયા સદૈવ ગીયતાં તથા કૃપા વિધીયતામ્ ।
પ્રમાણિકાષ્ટકદ્વયં જપત્યધીત્ય ય: પુમાન્
ભવેત્સ નન્દનન્દને ભવે ભવે સુભક્તિમાન્ ।।૮।।
**************
સાભારઃ chetu
http://samnvay.net

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

(૧) મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રે…

(૧)  મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રીજમુનાજી રે …
મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રે..
મારા ભવના દુ:ખડા ખોયા શ્રી જમુનાજી રે..
પહેરી ચોળી કસુંબા સાડી, એવા સ્વરૂપ નિરખવા ધારી
માં એ સોળે સજ્યા શણગાર, શ્રી જમુનાજી રે..
નાકે નકવેશ્વર છે મોતી, ભાલુક ચમકે જગમગ મોતી
માણેક હીરાની અતિ જ્યોતિ, શ્રી જમુનાજી રે..
નુપૂર ઘુઘરી રણકે ચરણે, મારુ મનડું તમારે શરણે
ભુજ કંકણમાં રૂડા શોભે, શ્રી જમુનાજી રે..
સુંદર સ્વરૂપે શ્યામ સ્વરૂપ, તન ને મોહ્યાં છે વ્રજનાં ભુપ
લાલ કમળમા માં લપટાણા, શ્રી જમુનાજી રે..
સદા બિરાજો વ્રજની માય, પુષ્ટિ મારગની કરવા સહાય
શ્યામ ચરણમા દ્યો માં દ્રઢ ભક્તિ, શ્રી જમુનાજી રે..
શોભા જોઇ કહે હરિદાસ, અમને આપજે વ્રજમાં વાસ
લાલા લહેરી સેવક તારો, શ્રી જમુનાજી રે…
માજી હુ તો તમારો દાસ, રાખો ચરણ કમલ ની પાસ
જોતા જનમ સુધાર્યો આજ, શ્રી જમુનાજી રે ..

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી….

આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી …

 

 

અમારા દાદીમાની (મમ્મીના) પૂણ્યતિથી દીને (07 Mar.) તેમનુ આ અતિ પ્રિય ભજન…!!
પ્રભુ આપણા મન રૂપી મંદિરમાં, આમ જ મ્હાલતા રહે ..!!

*

આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી..
જોને સખી કેવા રુમઝુમ ચાલે શ્રીનાથજી..!!

જશોદાના જાયાં ને નંદના દુલારા..
મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી..!!

જરકશી જામો ધરી ઉભા શ્રીનાથજી..
જગતના છે સાચેસાચા સુબા શ્રીનાથજી..!!

મોહનમાળા મોતીવાળી ધરી શ્રીનાથજી..
પુષ્પની માળા પર જાઉં વારી શ્રીનાથજી..!!

શ્રીનાથજીને પાયે ઝાંઝર શોભે શ્રીનાથજી..
સ્વરૂપ દેખી મુનીવરના મન લોભે શ્રીનાથજી..!!

ભાવ ધરી ભજો તમે બાલકૃષ્ણ લાલજી..
વૈષ્ણવજનને અતિ ઘણા વ્હાલા શ્રીનાથજી..!!

શ્રી વલ્લભના સ્વામી ને અંતર્યામી..
દેજો અમને વ્રજમાં વાસ શ્રીનાથજી ..!!

આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી..
જોને સખી કેવા રુમઝુમ ચાલે શ્રીનાથજી.!!

*

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]