છેલછબીલે છાંટી..(હોળી – ધૂળેટીની શુભેચ્છાઓ.(સ્વર-સૂર)..

હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

 

 

સૌને હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! ફાગણસુદ પડવોના દિવસે મુકેલોજય વસાવડા લિખિત લેખમાં આ ગીતના શબ્દો તો હતા.. પણ આ બંને સ્વરાંકનો આજના દિવસે તમારી સાથે વહેંચવા માટે બાકી રાખ્યા હતા.!.

 

 

દેશથી દૂર રહેતા અમારા જેવાના નસીબમાં હોળી તાપવાનું – પ્રદક્ષિણા કરનાવું હોય ના હોય, એટલે તમને મોકો મળે તો અમારા બધા વતી પણ હોળી તાપી લેજો.. અને હા – શેકેલા નાળીયેરનો પ્રસાદ પણ !!

 

 

છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી..
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી..

 

અણજાણ અકેલી વહી રહી હું
મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઇ
હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઇ
ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી..

 

શ્રાવણના સોનેરી વાદળ
વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી
એ જ ભૂલ થઇ ભાસે

 

સળવળ સળવણ થાય
મોરે જમ
પેહરી પોરી હો ફાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી..

 

તરબોળ ભીંજાણી, થથરી રહું,
હું કેમ કરીને છટકું..
માધવને ત્યાં મનવી લેવા,
કરીને લોચન લટકું

 

જવા કરું ત્યાં એની નજરની
અંતર પડતી આંટી..
છેલછબીલે છાંટી..

 

 

– પ્રિયકાંત મણીયાર
http://tahuko.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]