(૧) મત જા મત જા મત જા જોગી…(૨) મનવા રામનામ રસ પીજૈ…

24.jpg
(૧ )મત જા મત જા મત જા જોગી…

 

 

મત જા, મત જા મત જા

 

ઓ જોગી, પાંવ પડૂં મૈં તોરી … જોગી મત જા

 

પ્રેમભક્તિ કો પંથ હી ન્યારો
હમ કો જ્ઞાન બતા જા
ચંદન કી મૈં ચિતા રચાઉં
અપને હાથ જલા જા … જોગી મતજા

 

જલ જલ ભયી ભસ્મ કી ઢેરી,
અપને અંગ લગા જા,

 

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

 

જ્યોત મેં જ્યોત મિલા જા … જોગી મત જા

 

-મીરાંબાઇ

 

(૨) મનવા રામનામ રસ પીજૈ …

 

રામનામ રસ પીજૈ,
મનવા, રામનામ રસ પીજૈ.

 

તજ કુસંગ સતસંગ બૈઠ નિત,
હરિચરચા સુનિ લીજૈ … મનવા.

\

કામ ક્રોધ મદ લોભ મોહકૂં,
બહા ચિત્તસે દીજૈ … મનવા

 

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
તાહિકે રંગમેં ભીંજૈ … મનવા.

 

 

– મીરાંબાઇ

 

 

સાભારઃજયશ્રીબેન
http://tahuko.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

(૧) કર્મનો સંગાથી કોઈ નથી…

(૧) કર્મનો સંગાથી કોઈ નથી …

 

 

43.jpg

(૧) કર્મનો સંગાથી કોઈ નથી…

 

 

હે જી રે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી.
હે જી રે કર્મનો સંગાથી, હરિ વિણ કોઈ નથી.

 

હો એક રે ગાયનાં દો-દો વાછરું,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર … હે જી રે કર્મનો સંગાથી.

 

હો એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય … હે જી રે કર્મનો સંગાથી.

 

હો એક રે માટીનાં દો-દો મોરિયા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય … હે જી રે કર્મનો સંગાથી.

 

હો એક રે પત્થરનાં દો-દો ટુકડા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજીને ઘાટ … હે જી રે કર્મનો સંગાથી

 

હો એક રે વેલાના દો દો તુંબડાં,
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે તુંબડું સાધુના હાથમાં,
બીજું રાવળિયાને ઘેર … હે જી રે કર્મનો સંગાથી

 

હો એક રે વાંસની દો દો વાંસળી,
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનકુંવરની,
બીજી વાગે વાદીડાને રે ઘેર … હે જી રે કર્મનો સંગાથી.

 

હો એક રે માતને દો દો બેટડા,
લખ્યાં એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય ….

 

હે જી રોહીદાસ ચરણે મીરાંબાઈ બોલીયા,

 

દેજો -અમને -સંત -ચરણે વાસ…હે જી રે કર્મનો સંગાથી.

-મીરાંબાઇ

 

સાભારઃજયશ્રીબેન
http://tahuko.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

(૧) ઓધા નહીં રે આવું…(૨) કરના ફકીરી તબ ક્યા દિલગીરી…

(૧) ઓધા નહીં રે આવું … (૨) કરના ફકીરી તબ ક્યા દિલગીરી …

 

 

14.jpg

 

(૧) ઓધા નહીં રે આવું …

 

કામ છે, કામ છે, કામ છે, રે
ઓધા નહીં રે આવું મારે કામ છે.
શામળિયા ભીને વાન છે રે,
ઓધા નહીં રે આવું મારે કામ છે.
આણી તીરે ગંગા ને પેલી તીરે જમના,
વચમાં ગોકુળિયું ગામ છે રે … ઓધા નહીં રે આવું.
સોનું રૂપું મારે કામ ન આવે,
તુલસી તિલક પર ધ્યાન છે રે … ઓધા નહીં રે આવું.
આગલી પરસાળે મારો સસરાજી પોઢે,
પાછલી પરસાળે સુંદરશ્યામ છે રે … ઓધા નહીં રે આવું.
મીરાંબાઈ કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમળમાં મારો વિશ્રામ છે રે….ઑધા નહીં રે આવું.

 

 

– મીરાંબાઈ

 

 

(૨) કરના ફકીરી તબ ક્યા દિલગીરી?…

 

 

કરના ફકીરી તબ ક્યા દિલગીરી?
સદા મગનમેં રહેના જી … કરના ફકીરી.
કોઈ દિન ગાડી ને કોઈ દિન બંગલા,
કોઈ દિન જંગલ બસના જી … કરના.
કોઈ દિન હાથી ને કોઈ દિન ઘોડા,
કોઈ દિન પાંવ પે ચલના જી … કરના ફકીરી.
કોઈ દિન ખાજાં ને કોઈ દિન લાડુ,
કોઈ દિન ફાકમફાકા જી … કરના ફકીરી.
કોઈ દિન ઢોલિયા, કોઈ દિન તલાઈ,
કોઈ દિન ભોંય પે લેટના જી … કરના ફકીરી.
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
જો આન પડે સો સહના જી … કરના ફકીરી.

 

મીરાંબાઈ

 

સાભારઃજયશ્રીબેન
http://tahuko.com

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

(૧)અરજ કરે મીરા રાંકડી રે…(૨) એ રી મૈં તો પ્રેમદિવાની…

(૧) અરજ કરે મીરા રાંકડી  રે ...  (૨) એ રી મૈં તો પ્રેમદિવાની ….

 

05.jpg

(૧) અરજ કરે મીરા રાંકડી રે…

 

 

અરજ કરે છે મીરાં રાંકડી રે, ઊભી ઊભી.

 

મુનિવર સ્વામીમારા મંદિરે પધારો વહાલા,
સેવા કરીશ દિન-રાતડી રે … ઊભી ઊભી.

 

ફૂલના હાર વહાલા, ફૂલના ગજરા કરું,
ફૂલના તોરા ફૂલ પાંખડી રે … ઊભી ઊભી.

 

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરના ગુણ વહાલા,
તમને જોઈ ઠરે મારી આંખડી રે … ઊભી ઊભી
.

 

 

મીરાંબા

 

 

(૨) એ રી મૈં તો પ્રેમદિવાની …

 

એ રી મૈં તો પ્રેમદિવાની
મેરો દર્દ ના જાણે કોઈ … એ રી મૈં તો પ્રેમદિવાની.

 

શૂળી ઉપર સેજ હમારી,
કિસ બિધ સોના હોય,
ગગન મંડલ પર સેજ પિયા કી
કિસ બિધ મિલના હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.

 

ઘાયલ કી ગત ઘાયલ જાને,
ઔર ન જાને કોય,
જૌહરી કી ગતી જૌહરી જાણે,
કી જિન જૌહર હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.

 

દરદ કી મારી વન વન ભટકૂઁ
વૈદ્ય મિલ્યા નહીં કોય
મીરાં કી પ્રભુ પીડ મિટેગી
જબ વૈદ્ય સાંવરિયો હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.

 

મીરાંબાઈ
——
 (૩)

 

 

हे री मैं तो प्रेम-दिवानी, मेरो दरद न जाणै कोय ॥

 

घायल की गति घायल जाणै, जो कोई घायल होय ।
जौहरि की गति जौहरी जाणै, की जिन जौहर होय ॥

 

सूली ऊपर सेज हमारी, सोवण किस बिध होय ।
गगन मंडल पर सेज पिया की, किस बिध मिलणा होय ॥

 

दरद की मारी बन-बन डोलूं, बैद मिल्या नहिं कोय ।
मीरा की प्रभु पीर मिटेगी, जद बैद सांवरिया होय ॥

 

*********
સાભારઃજયશ્રીબેન
http://tahuko.com


બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

મીરાં નો ટુંકો પરિચય …

મીરાં નો ટુંકો પરિચય …

 

 

37.jpg
કૃષ્ણભક્તિનું અનન્ય ઉદાહરણ બની રાજસ્થાનને અમર કરનાર મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭)નો જન્મ મેડતાની ધરતી પર જોધપુર પાસે ચૌકડી ગામમાં થયો હતો. એમના પિતાનું નામ રત્નસિંહ હતું. મીરાં એના દાદા દુદાજી પાસે મોટી થઈ હતી. જેમની પાસેથી એને ગળથૂથીમાં કૃષ્ણભક્તિ મળી હતી. બાળ મીરાં કૃષ્ણની મૂર્તિ સાથે અનોખા ભાવબંધનથી બંધાઈ હતી. જ્યારે મીરાં ઉદયપુરના મહારાણા ભોજરાજ સાથે લગ્નગ્રંથિથી બંધાઈ હતી ત્યારે એ સાંવરા કૃષ્ણની મૂર્તિને સાથે લઈ ગઈ હતી. ભલે શરીરથી એ રાણા સાથે પરણી હતી પરંતુ મનઅંતરથી તો એણે ભગવાન શ્રીકૃષ્ણ સાથે સાત ફેરા ફરી નાખેલા. એથી રાજમહેલ એને માફક ન આવ્યો.

 

ઘેલી મીરાંની સાન ઠેકાણે લાવવા એના સાસરિયાઓએ જાતજાતના પ્રયત્નો કરી જોયા, ત્રાસ આપી જોયો, વિષ આપી મારી નાખવાની પણ કોશિશ કરી પણ રામ રાખે તેને કોણ ચાખે – ના ન્યાયે મીરાંબાઈ બચી ગયા. ત્રાસ અને સિતમની વચ્ચે એનો કૃષ્ણપ્રેમ છાપરે ચઢી બોલવા લાગ્યો. પતિનો દેહાંત થતાં મીરાં બાળવિધવા બની. જ્યારે મીરાંની દિવાનગી રાજપરિવારની હદોને પાર કરી ગઈ ત્યારે તેણે મહેલનો ત્યાગ કર્યો અને તીર્થાટન કરવા નીકળી ગઈ. માર્ગમાં તેને લોકોનો અપાર પ્રેમ અને આદર મળ્યા. ઘણાં લાંબા સમય સુધી વૃંદાવનવાસી બનીને રહ્યા પછી આખરે દ્વારિકામાં મીરાંબાઈ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગઈ.

 

મીરાંબાઈ સંત રહિદાસને પોતાના ગુરુ ગણતી હતી. મીરાંબાઈની ભક્તિની વિશેષતા એ હતી કે ભગવાન કૃષ્ણને પતિ ગણી પ્રેમ કરતી હતી. એમની રચનાઓમાં એ દિવાનગી જોઈ શકાય છે. ગુજરાતી ભાષાને એમણે કેટલાય સુંદર કૃષ્ણભક્તિ પદો આપ્યા છે. જો કે એમના બહુધા પદો રાજસ્થાની મિશ્રીત હિંદી ભાષામાં અને વ્રજભાષામાં લખાયેલા છે. કૃષ્ણભક્તિની અનોખી ઉંચાઈ હાંસલ કરનાર મીરાંબાઈના કેટલાક પ્રસિદ્ધ પદો અહીં પ્રસ્તુત કર્યા છે.

 

 

સાભારઃજયશ્રીબેન
http://tahuko.com

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]