છેલછબીલે છાંટી..(હોળી – ધૂળેટીની શુભેચ્છાઓ.(સ્વર-સૂર)..

હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

 

 

સૌને હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! ફાગણસુદ પડવોના દિવસે મુકેલોજય વસાવડા લિખિત લેખમાં આ ગીતના શબ્દો તો હતા.. પણ આ બંને સ્વરાંકનો આજના દિવસે તમારી સાથે વહેંચવા માટે બાકી રાખ્યા હતા.!.

 

 

દેશથી દૂર રહેતા અમારા જેવાના નસીબમાં હોળી તાપવાનું – પ્રદક્ષિણા કરનાવું હોય ના હોય, એટલે તમને મોકો મળે તો અમારા બધા વતી પણ હોળી તાપી લેજો.. અને હા – શેકેલા નાળીયેરનો પ્રસાદ પણ !!

 

 

છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી..
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી..

 

અણજાણ અકેલી વહી રહી હું
મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઇ
હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઇ
ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી..

 

શ્રાવણના સોનેરી વાદળ
વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી
એ જ ભૂલ થઇ ભાસે

 

સળવળ સળવણ થાય
મોરે જમ
પેહરી પોરી હો ફાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી..

 

તરબોળ ભીંજાણી, થથરી રહું,
હું કેમ કરીને છટકું..
માધવને ત્યાં મનવી લેવા,
કરીને લોચન લટકું

 

જવા કરું ત્યાં એની નજરની
અંતર પડતી આંટી..
છેલછબીલે છાંટી..

 

 

– પ્રિયકાંત મણીયાર
http://tahuko.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

मधुराष्ट्कम ॥ – વલ્લભાચાર્ય…

मधुराष्ट्कम ॥ – વલ્લભાચાર્ય…

 

 

વલ્લભાચાર્ય કૃત मधुराष्ट्कम એ કૃષ્ણમહિમા નું સૌંદર્યરસથી નિતરતું ઊત્કૃષ્ટ નિરુપણ છે!!

 

 

अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं ।
हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥१॥
वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं ।
चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥२॥
वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ ।
नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥३॥
गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं ।
रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥४॥
करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं ।
वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥५॥
गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा ।
सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥६॥
गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं ।
दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥७॥
गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा ।
दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥८॥
– વલ્લભાચાર્ય
સાભારઃજયશ્રીબેન
http://tahuko.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

(૧)કાનજી તારી મા કહેશે…(૨)કાનુડો માંગ્યો દેને…

(૧) કાનજી તારી મા કહેશે…નરસિંહ મહેતા.
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…કાનજી તારી મા…

 

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે…કાનજી તારી મા…

 

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે…કાનજી તારી મા…

 

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે…કાનજી તારી મા…

 

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…કાનજી તારી મા…

 

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…

 

 

– નરસિંહ મહેતા

 

 

સાભારઃhttp://tahuko.com.

 

 

(૨) કાનુડો માંગ્યો દેને…

 

કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા
મોહન માંગ્યો દે.

 

આજની રાત અમે રંગ ભરી રમશું
પરભાતે પાછો માંગી લે ને રે યશોદા મૈયા ..કાનુડો માંગ્યો

 

જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ
ત્રાજવડે તોળી તોળી દે ને રે યશોદા મૈયા .. કાનુડો માંગ્યો

 

કાંબી ને કડલા ને અણવટ વિછીયા
હાર હૈયાનો માંગી લે ને રે યશોદા મૈયા .. કાનુડો માંગ્યો

 

હાથી ઘોડા ને આ માલ ખજાના
મેલ્યું સજીને તમે લ્યોને યશોદા મૈયા .. કાનુડો માંગ્યો

 

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ મને દોને યશોદા મૈયા .. કાનુડો માંગ્યો

 

– મીરાંબાઈ

 

 

સાભાર: http://tahuko.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

સુવિચારોનું વૃંદાવન …

સુવિચારોનું વૃંદાવન …

 

 

 • સંતોષ કુદરતી દોલત છે,જ્યારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીબી છે.
 • ..સોક્રેટીસ..

 

પ્રાર્થના આત્માનો ખોરાક છે.

 • …ગાંધીજી..

 

 • ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.
 • ..કવિ કાલિદાસ..

 

 • તમારો ચહેરો સૂર્યપ્રકાશ તરફ રાખશો તો તમને પડછાયો નહીં દેખાઈ
 • ..સુરેશ દલાલ..

 

 • પ્રેમ તો હવાની જેમ હોવો જોઇએ.એ આસપાસ અનુભવાય એ પૂરતું છે.
  ..રજનીશજી..

 

 • જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાઓનો સંગમ.
  ..સ્વેટ મોર્ડન..

 

 • તમારા જીવનમાં વરસ ઉમેરવાની વાત મોટી નથી,પણ વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે.
 • …એલેક્સીલ કેરલ..

 

 • મૈત્રીનું એક ઉપનિષદ હોય છે.એમાં સચ્ચાઇથી ઓછું કશું ન ખપે.
  આત્મિયતાનો આવિષ્કાર હવાની જેમ અનુભવાય.
  ..સુરેશ દલાલ..

 

 • કવિતા ગહન હ્ર્દય-ગમ્ય સત્યનો આલાપ છે.
  ..શ્રી અરવિંદ..

 

 • કવિતા દ્વારા કવિ સત્યને સત્ય વડે તેનું સુંદરતમ સ્વરૂપ ઝડપે છે.
  ..ગેટે..

 

 • પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ’ છે.
  ..જયશંકર પ્રસાદ..

 

 • પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.
  .. થોરો..

 

 • ઇશ્વર એટલે એવું એક વર્તુળ,જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે,પણ જેનો પરીઘ ક્યાંય હોતો નથી…..
 • ..સેંટ ઓગસ્ટાઇન..

 

 • ક્ષણમાં જીવે એ માનવી,ક્ષણને જીવાડે એ કવિ.
  ..મિલ્ટન..

 

 • ભાવનાથી રંગાયેલી બુદ્ધિ એ જ કાવ્ય છે.
  ..પ્રો.વિલ્સન..

 

 • શબ્દ કવિને અમર બનાવે છે,જ્યારે કવિ શબ્દને ભાગ્યવાન બનાવે છે.
  ..રામનરેશ ત્રિપાઠી..

 

 • પ્રેમના બે લક્ષણો છે : પહેલું બાહ્ય જગતને ‘ભૂલી જવું, અને?બીજું ,પોતાના અસ્તિત્વ’ સુદ્ધાંને ભૂલી જવું.
  ..રામકૃષ્ણ પરમહંસ..

 

 • ટીકા પાળેલા કબૂતર જેવી છે.પાળેલા કબૂતર પોતાના માલિકના ઘેર જ પાછા ફરે છે…
 • ..ડેલ કારનેગી..

 

 • સજા આપવાનો અધિકાર માત્ર તેને જ છે,જે પ્રેમ કરે છે.
  ..ટાગોર..

 

 • વ્યક્તિ-સાધનાની ફલસિદ્ધિ સૌથી પ્રથમ વ્યક્તિને જ મળે છે.
  ..ફાધર વાલેસ..

 

 • પૃથ્વીમાં ગમે ત્યાં ખોદો ને ! બધે જ ‘ઝવેરાત્’ ભરી છે. શરત માત્ર એટલી કે
  ખોદતી વખતે તમારામાં શ્રધ્ધા ખેડૂતની હોવી જોઇએ.
  ..ખલીલ જીબ્રાન..

 

 • આપણને જે ગમે તે કરવા કરતાં જે કરીએ તે ગમાડવું તે વધુ મોટી સિદ્ધિ છે.
  ..બ્લેક..

 

 • મનુષ્ય સર્વત્ર મુક્તાવસ્થામાં જન્મે છે અને બંધનાવસ્થામાં મૃત્યુ પામે છે.
  ..રૂસો..

 

 • ઘાસ પૃથ્વી પર સહચાર શોધે છે.વૃક્ષો આકાશમાં એકાંતની શોધ આદરે છે.
  ..ટાગોર..

 

 • એકાંત એ માણસને પોતાને પામવાની ગુફા છે.ત્યાં ખુદ સાથે અને ખુદા સાથેનો સંબંધ છે.
 • ..સુરેશ દલાલ..

 

 • સ્વીકૃતી એ પૃથ્વીની પ્રકૃતિ છે,કશાયનો નકાર નહીં.નર્યો સ્વીકાર.
  ..સુરેશ દલાલ… 
 • ચિત્રકાર એટલે વેચાઇ શકે તેવી વસ્તુઓ ચીતરનારો, જ્યારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઇ જાય
 • …પિકાસો..

 

 • માનવમાત્ર માટે પ્રેમ રાખવો એ કલાકાર બનવા માટેની પહેલી શરત છે.
  ..ટોલ્સ્ટોય..

 

 • કલાકાર પ્રકૃતિનો પ્રેમી છે,એટલે તે એનો દાસ પણ છે અને સ્વામી પણ.
  ..રવિન્દ્રનાથ ટાગોર..

 

 • રૂદન એ માનવીની પ્રથમ અભિવ્યક્તિ છે.રૂદનમાંથી જ આપણે પ્રેરણા?પામીએ છીએ.

 

 • સૂક્ષ્મ દોષોને બાળવા માટે માનસિક તાપની જરૂર પડે છે.

 

 • પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠાં છે.

 

 • શબ્દ અને સ્વરવિહોણી આંખોની પણ એક ભાષા હોય છે.મંત્રદ્રષ્ટિનો જ એક વિશેષ પ્રકાર છે.

 

 • મહાનમાં મહાન સદગુણ આ છે: દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી.

 

 • એકલી સેવા કરવામાં શૂષ્કતા છે; સ્નેહ અને સેવાનુ સંયોજન કરવામાં જ જીવનનું સત્ય અને…. ….સૌંદર્ય સમાયેલું છે.

 

 • હ્ર્દયનો આવેગ જ્યારે અત્યંત પ્રબળ બને છે ત્યારે માનવી ગદ્ય છોડીને પદ્ય પકડે છે.

 

 • હાસ્ય એ ઇશ્વરની નજીક જવાનું સ્વર્ગીય ઝરણું છે.

 

 • જીવનનો મધુરતમ આનંદ અને કટુતમ વેદના પ્રેમ જ છે.

 

 • જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિઓમાંથી જ જન્મે છે.

 

 • લગ્નજીવનની સફળતાનું રહસ્ય :’ મૈત્રી,વિશ્વાસ અને સમર્પણ’.

 

 • જેનો પુરુષાર્થ જીવતો પડ્યો છે તેનું ભાગ્ય કદી યે મરતું નથી.

 

 • કંકુમાં પણી પડે છે ત્યારે પાણી પોતાનો રંગ વ્યક્ત કરવાનો આગ્રહ રાખતું નથી.એ પાણી મટીને ..કંકુ બની જાય છે.પ્રેમનું સાચું સ્વરુપ એ છે અને તર્પણ પણ એ જ હોઇ શકે.

 

 • નાનકડાં તાળામાં સમગ્ર મકાનને રક્ષણ કરવાની તાકાત છે.જગતને જીતી લેનારું મન પણ… ….નાનકડું જ છે ને..

 

 • દુ:ખ એ પાપનુ ફળ છે એમ કોણે કહ્યુ ‘ધર્મનું ફળ પણ દુ:ખ હોય છે.કેટલાંયે ધર્માત્મા જેવા …..પુરુષોનું જીવન દુ:ખ માં પસાર થાય છે.ધર્મનું ફળ સુખ જ હોય છે એવો કોઇ નિયમ નથી. ‘ધર્મનું ફળ ધર્મ જ છે’.

 

 • સાહિત્ય,સંગીત અને કલા વિનાનો માનવી,પૂંછડા અને શિંગડા વિનાનો?સાક્ષાત પશુ જ છે.

 

 • કુદરતનો વાંક કાઢવો સહેલો છે.કારણ કે ‘કુદરત સામો જવાબ ક્યાંથી આપી શકવાની છે’

 

 • મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો?માત્ર એક પડદો હોય છે.

 

 • વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે.તેમનો હેતુ એવો હોય છે કે આપણે ..પોતાને હાથે તેમાં જરા જરા ફેરફાર કરી,મનપસંદ બનાવી લઇ તેને સ્પષ્ટ આકાર આપીએ.

 

 • કિંમત ચૂકવ્યાં..વિના રત્ન પ્રાપ્ત થાય એ પધ્ધતિએ સત્યનો વ્યાપાર નથી ચાલતો.

 

 • ગઝલ એ વિરહની દર્દમય ખુમારીને લલકારવા મટે ઘણું અનુકૂળ વાહન છે.

 

 • મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો?માત્ર એક પડદો હોય છે.

 

 • પ્રેમની સફળતાનો આધાર શુધ્ધતા અને પવિત્રતા પર રહેલો છે.

 

 • જગત અને માનવ જીવન પ્રત્યે જોવાની ચિત્તની કોઇ અનોખી વૃતિ,?કોઇ છટકણા સૌંદર્યને પકડવાની સ્ફૂર્તિ એનું જ નામ પ્રેરણા.
 • બુદ્ધિના ગુમાનમાં બીજાને હલકાં ધારી પોતાને બુદ્ધિમાન કહેવડાવવા કરતાં,?બીજાને સારા ધારી પોતે અબુધ રહેવામાં પણ એકંદરે બુદ્ધિની કિંમત વધે છે.
 • મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દિવડાઓ કરતાં પણ અંતરના ઉંડાણમાં પ્રગટાવેલો……….. …..”શ્રધ્ધાદીપ આત્માને” વધુ પ્રકાશ આપનારો નીવડશે.

 

 • સમાધિમાં બેસીને “ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર કરતાં વ્યવહાર જગતમાં રહીને દરેક પળે …ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર મહાન છે.”
 • પવિત્રતાનો દંભી અંચળો ઓઢીને મહાત્મા બનનાર કરતા નિખાલસપણે કલંકનો કાળો કામળો.. …ઓઢી લેનાર પાપી વધારે સારો છે.
 • નબળી દલીલ કરતાં મૌન વિશેષ વજનદાર છે.

 

 • ધરતીકંપ કરતાં માનવ-માનવ વચ્ચેનો ધિક્કારકંપ વધુ ભયંકર હોનારત સર્જે છે.

 

 • પ્રત્યેક નીરોગી કરતાં પ્રત્યેક રોગી સ્નેહ અને મમતાનો વધુ ભુખ્યો હોય છે.

 

 • આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહારનિકળતો વિદ્યાર્થી જીવન-પ્રવેશ માટેનો ‘પાસપોર્ટ મેળવે છે, પરંતુ જીવન પ્રવાસ માટેનો વિસા પામે છે ખરો

 

 • આભને આધાર નથી છતાં એ ઉંચું છે,કારણ કે એ જેટલું ઉંચું છે તેટલું જ ચારે તરફ ઝુકેલું છે.

 

 • ખારાશમાં પણ મીઠાશ છે,નહિ તો ખારા એવા મીઠાનું નામ ‘મીઠું’ ન પડ્યું હોત.

 

 • દોરી વિનાનુ ખેંચાણ તેનું નામ પ્રેમ.

 

 • જેને પ્રસિધ્ધિની ગુલામીનો મોહ છે તે કદી યે સિધ્ધિનો સ્વામી બની શક્તો નથી.

 

 • જીવનની લપસણી ભૂમિકા પર પ્રલોભનની મેનકા જ્યારે પ્રવેશ પામે છે?ત્યારે સંયમનુ પદ્માસન બહુ ઓછા વિશ્વામિત્રો ટકાવી શકે છે.

 

 • કનૈયાના અધરે સ્થાન પામવા માટે વાંસળી ને કેટલી વાર વિંધાવુ પડ્યુ હશે?

 

 • જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિમાંથી જન્મે છે.

 

 • ખરબચડો પથ્થર શિલ્પીના તીણા ટાંકણાના પ્રહારમાંથી પસાર થયા પછી જ ઇશ્વરની મૂર્તિમાં… …પરિણમે છે.

 

 • ધ્વંસમૂર્તિને કલ્યાણમૂર્તિ તરીકે ઘડવાનો ભાર શિલ્પી પર હોય છે.પરંતુ શિલ્પીના નિષ્ઠુર…… …ટાંકણાના આઘાત માટે મૂર્તિને તૈયાર રહેવું પડશે.
 • ખંડેરોમાંથી જીવનનું સોહામણું પુનર્નિમાણ કરવું એ તો દરેક પંથ ભૂલેલા માનવીનો પ્રથમ હક્ક … છે.

 

 • ગાઢ અંધારા ઉતરે ત્યારે જ તારા ઝગમગે ને?..

 

 • મનની કોમળતા એ એક એવી નિર્બળતા છે, જે હ્ર્દયની કઠોરતા કરતાં પણ
  વધુ ખરાબ છે.

 

 • એકાંત અમૃત છે પણ એકલતા એ વિષ છે.

 

 • પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠા છે.

 

 • બનવા જોગ છે કે ભગવાન મેળવવા કરતાં માણસને મેળવવો વધારે મુશ્કેલ હોય?

 

 • અમૃતપાન કરવા ઇચ્છનારે તો બધા યે પીણાં ચાખી જોવા પડે,એમાં વિષ પણ બાકી ન રહે.

 

 • પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય,પરંતુ ક્ષમાનો ભાર ઉંચકવો સહેલો નથી.

 

 • અવસ્થામાં (વૃધ્ધાવસ્થામાં) યૌવન હોવું એનું નામ જીવન અને?યૌવનમાં અવસ્થા હોવી “એનુ નામ જીવનનો વિવેક.”

 

સંકલિત …

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

પ્રાર્થનાચિઠ્ઠી એક શિક્ષકની વેદના…એક બાળકની કલમે…

પ્રાર્થનાચિઠ્ઠી એક શિક્ષકની વેદના … (એક બાળક ની કલમે …) …
શ્રી ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા (શંખચક્રવાળા) …

 

સ્વર્ગ લોક,નર્કની સામે,
વાદળાની વચ્ચે
મુ.આકાશ.

 

 

પ્રિય મિત્ર ભગવાન,

 

જય ભારત સાથ જણાવાનું કે હું તારા ભવ્યમંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ છું.

 

મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.’હું શું કામ ભણું છું’

 

એની મારા માં-બાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા માં-બાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.

 

મારા સાહેબે કિધુ’તુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે’ !

 

પ્રશ્ન -૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી’દર ચોમાસે પાણી ટપકે છે, આ મને સમજાતુ નથી’ !

 

પ્રશ્ન -૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો’ય નથી’અને હું દરરોજ બપોરે મધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું’!આવું કેમ?’

 

પ્રશ્ન -૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા’!
સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું’!

 

પ્રશ્ન -૪ . તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર મારા શિક્ષકો’ને બાળકો’હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય ‘મારા મંદિરે’ કેમ ડોકાતા નથી’!

 

પ્રશ્ન -૫ . તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે’ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ ! મેં સાભળ્યું’ છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો,તો’ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ,તો’ય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી?’

 

શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે’મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે’!ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માં-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથી’તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું’વિચારીને કે’જે’! હું જાણું છું તારે’ય ઘણાયને પૂછવું પડે એમ છે.

 

પરંતુ ૭માં ધોરણની વાર્ષિક પરીક્ષા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.પાંચ ના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે’!ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ’પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ’ !

 

જલ્દી કરજે ભગવાન’સમય બહું ઓછો છે તારી પસે’અને મારી પાસે પણ’!

 

 

લી.
એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી
અથવા
ભારતના એક ભાવિ મજૂરના વંદે માતરમ્‌.

 

 

સાભાર : શ્રી સાંઈરામ દવે

 

http://www.sairamdave.com/

 

ઉપરોક્ત રચના  સૌરાષ્ટ્રના -ગોંડલ ગામના નામાંકિત સાહિત્યકાર શ્રી સાંઈ રામ દવેની છે. તેમની વધુ રચના માણવા તેમના બ્લોગ  લીંક પર ક્લિક કરી માણી શકો છો……..  (શ્રીવિનયભાઈ ખત્રી તરફથી  અમોને આપેલ ઉપરોક્ત લેન્કની માહિતી આપવા  બદલ, અત્રે તેમનો આભારી છું..)
બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

(૧) મત જા મત જા મત જા જોગી…(૨) મનવા રામનામ રસ પીજૈ…

24.jpg
(૧ )મત જા મત જા મત જા જોગી…

 

 

મત જા, મત જા મત જા

 

ઓ જોગી, પાંવ પડૂં મૈં તોરી … જોગી મત જા

 

પ્રેમભક્તિ કો પંથ હી ન્યારો
હમ કો જ્ઞાન બતા જા
ચંદન કી મૈં ચિતા રચાઉં
અપને હાથ જલા જા … જોગી મતજા

 

જલ જલ ભયી ભસ્મ કી ઢેરી,
અપને અંગ લગા જા,

 

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

 

જ્યોત મેં જ્યોત મિલા જા … જોગી મત જા

 

-મીરાંબાઇ

 

(૨) મનવા રામનામ રસ પીજૈ …

 

રામનામ રસ પીજૈ,
મનવા, રામનામ રસ પીજૈ.

 

તજ કુસંગ સતસંગ બૈઠ નિત,
હરિચરચા સુનિ લીજૈ … મનવા.

\

કામ ક્રોધ મદ લોભ મોહકૂં,
બહા ચિત્તસે દીજૈ … મનવા

 

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
તાહિકે રંગમેં ભીંજૈ … મનવા.

 

 

– મીરાંબાઇ

 

 

સાભારઃજયશ્રીબેન
http://tahuko.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

(૧) કર્મનો સંગાથી કોઈ નથી…

(૧) કર્મનો સંગાથી કોઈ નથી …

 

 

43.jpg

(૧) કર્મનો સંગાથી કોઈ નથી…

 

 

હે જી રે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી.
હે જી રે કર્મનો સંગાથી, હરિ વિણ કોઈ નથી.

 

હો એક રે ગાયનાં દો-દો વાછરું,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર … હે જી રે કર્મનો સંગાથી.

 

હો એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય … હે જી રે કર્મનો સંગાથી.

 

હો એક રે માટીનાં દો-દો મોરિયા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય … હે જી રે કર્મનો સંગાથી.

 

હો એક રે પત્થરનાં દો-દો ટુકડા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજીને ઘાટ … હે જી રે કર્મનો સંગાથી

 

હો એક રે વેલાના દો દો તુંબડાં,
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે તુંબડું સાધુના હાથમાં,
બીજું રાવળિયાને ઘેર … હે જી રે કર્મનો સંગાથી

 

હો એક રે વાંસની દો દો વાંસળી,
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનકુંવરની,
બીજી વાગે વાદીડાને રે ઘેર … હે જી રે કર્મનો સંગાથી.

 

હો એક રે માતને દો દો બેટડા,
લખ્યાં એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય ….

 

હે જી રોહીદાસ ચરણે મીરાંબાઈ બોલીયા,

 

દેજો -અમને -સંત -ચરણે વાસ…હે જી રે કર્મનો સંગાથી.

-મીરાંબાઇ

 

સાભારઃજયશ્રીબેન
http://tahuko.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

(૧) ઓધા નહીં રે આવું…(૨) કરના ફકીરી તબ ક્યા દિલગીરી…

(૧) ઓધા નહીં રે આવું … (૨) કરના ફકીરી તબ ક્યા દિલગીરી …

 

 

14.jpg

 

(૧) ઓધા નહીં રે આવું …

 

કામ છે, કામ છે, કામ છે, રે
ઓધા નહીં રે આવું મારે કામ છે.
શામળિયા ભીને વાન છે રે,
ઓધા નહીં રે આવું મારે કામ છે.
આણી તીરે ગંગા ને પેલી તીરે જમના,
વચમાં ગોકુળિયું ગામ છે રે … ઓધા નહીં રે આવું.
સોનું રૂપું મારે કામ ન આવે,
તુલસી તિલક પર ધ્યાન છે રે … ઓધા નહીં રે આવું.
આગલી પરસાળે મારો સસરાજી પોઢે,
પાછલી પરસાળે સુંદરશ્યામ છે રે … ઓધા નહીં રે આવું.
મીરાંબાઈ કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમળમાં મારો વિશ્રામ છે રે….ઑધા નહીં રે આવું.

 

 

– મીરાંબાઈ

 

 

(૨) કરના ફકીરી તબ ક્યા દિલગીરી?…

 

 

કરના ફકીરી તબ ક્યા દિલગીરી?
સદા મગનમેં રહેના જી … કરના ફકીરી.
કોઈ દિન ગાડી ને કોઈ દિન બંગલા,
કોઈ દિન જંગલ બસના જી … કરના.
કોઈ દિન હાથી ને કોઈ દિન ઘોડા,
કોઈ દિન પાંવ પે ચલના જી … કરના ફકીરી.
કોઈ દિન ખાજાં ને કોઈ દિન લાડુ,
કોઈ દિન ફાકમફાકા જી … કરના ફકીરી.
કોઈ દિન ઢોલિયા, કોઈ દિન તલાઈ,
કોઈ દિન ભોંય પે લેટના જી … કરના ફકીરી.
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
જો આન પડે સો સહના જી … કરના ફકીરી.

 

મીરાંબાઈ

 

સાભારઃજયશ્રીબેન
http://tahuko.com

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

(૧)અરજ કરે મીરા રાંકડી રે…(૨) એ રી મૈં તો પ્રેમદિવાની…

(૧) અરજ કરે મીરા રાંકડી  રે ...  (૨) એ રી મૈં તો પ્રેમદિવાની ….

 

05.jpg

(૧) અરજ કરે મીરા રાંકડી રે…

 

 

અરજ કરે છે મીરાં રાંકડી રે, ઊભી ઊભી.

 

મુનિવર સ્વામીમારા મંદિરે પધારો વહાલા,
સેવા કરીશ દિન-રાતડી રે … ઊભી ઊભી.

 

ફૂલના હાર વહાલા, ફૂલના ગજરા કરું,
ફૂલના તોરા ફૂલ પાંખડી રે … ઊભી ઊભી.

 

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરના ગુણ વહાલા,
તમને જોઈ ઠરે મારી આંખડી રે … ઊભી ઊભી
.

 

 

મીરાંબા

 

 

(૨) એ રી મૈં તો પ્રેમદિવાની …

 

એ રી મૈં તો પ્રેમદિવાની
મેરો દર્દ ના જાણે કોઈ … એ રી મૈં તો પ્રેમદિવાની.

 

શૂળી ઉપર સેજ હમારી,
કિસ બિધ સોના હોય,
ગગન મંડલ પર સેજ પિયા કી
કિસ બિધ મિલના હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.

 

ઘાયલ કી ગત ઘાયલ જાને,
ઔર ન જાને કોય,
જૌહરી કી ગતી જૌહરી જાણે,
કી જિન જૌહર હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.

 

દરદ કી મારી વન વન ભટકૂઁ
વૈદ્ય મિલ્યા નહીં કોય
મીરાં કી પ્રભુ પીડ મિટેગી
જબ વૈદ્ય સાંવરિયો હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.

 

મીરાંબાઈ
——
 (૩)

 

 

हे री मैं तो प्रेम-दिवानी, मेरो दरद न जाणै कोय ॥

 

घायल की गति घायल जाणै, जो कोई घायल होय ।
जौहरि की गति जौहरी जाणै, की जिन जौहर होय ॥

 

सूली ऊपर सेज हमारी, सोवण किस बिध होय ।
गगन मंडल पर सेज पिया की, किस बिध मिलणा होय ॥

 

दरद की मारी बन-बन डोलूं, बैद मिल्या नहिं कोय ।
मीरा की प्रभु पीर मिटेगी, जद बैद सांवरिया होय ॥

 

*********
સાભારઃજયશ્રીબેન
http://tahuko.com


બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

મીરાં નો ટુંકો પરિચય …

મીરાં નો ટુંકો પરિચય …

 

 

37.jpg
કૃષ્ણભક્તિનું અનન્ય ઉદાહરણ બની રાજસ્થાનને અમર કરનાર મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭)નો જન્મ મેડતાની ધરતી પર જોધપુર પાસે ચૌકડી ગામમાં થયો હતો. એમના પિતાનું નામ રત્નસિંહ હતું. મીરાં એના દાદા દુદાજી પાસે મોટી થઈ હતી. જેમની પાસેથી એને ગળથૂથીમાં કૃષ્ણભક્તિ મળી હતી. બાળ મીરાં કૃષ્ણની મૂર્તિ સાથે અનોખા ભાવબંધનથી બંધાઈ હતી. જ્યારે મીરાં ઉદયપુરના મહારાણા ભોજરાજ સાથે લગ્નગ્રંથિથી બંધાઈ હતી ત્યારે એ સાંવરા કૃષ્ણની મૂર્તિને સાથે લઈ ગઈ હતી. ભલે શરીરથી એ રાણા સાથે પરણી હતી પરંતુ મનઅંતરથી તો એણે ભગવાન શ્રીકૃષ્ણ સાથે સાત ફેરા ફરી નાખેલા. એથી રાજમહેલ એને માફક ન આવ્યો.

 

ઘેલી મીરાંની સાન ઠેકાણે લાવવા એના સાસરિયાઓએ જાતજાતના પ્રયત્નો કરી જોયા, ત્રાસ આપી જોયો, વિષ આપી મારી નાખવાની પણ કોશિશ કરી પણ રામ રાખે તેને કોણ ચાખે – ના ન્યાયે મીરાંબાઈ બચી ગયા. ત્રાસ અને સિતમની વચ્ચે એનો કૃષ્ણપ્રેમ છાપરે ચઢી બોલવા લાગ્યો. પતિનો દેહાંત થતાં મીરાં બાળવિધવા બની. જ્યારે મીરાંની દિવાનગી રાજપરિવારની હદોને પાર કરી ગઈ ત્યારે તેણે મહેલનો ત્યાગ કર્યો અને તીર્થાટન કરવા નીકળી ગઈ. માર્ગમાં તેને લોકોનો અપાર પ્રેમ અને આદર મળ્યા. ઘણાં લાંબા સમય સુધી વૃંદાવનવાસી બનીને રહ્યા પછી આખરે દ્વારિકામાં મીરાંબાઈ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગઈ.

 

મીરાંબાઈ સંત રહિદાસને પોતાના ગુરુ ગણતી હતી. મીરાંબાઈની ભક્તિની વિશેષતા એ હતી કે ભગવાન કૃષ્ણને પતિ ગણી પ્રેમ કરતી હતી. એમની રચનાઓમાં એ દિવાનગી જોઈ શકાય છે. ગુજરાતી ભાષાને એમણે કેટલાય સુંદર કૃષ્ણભક્તિ પદો આપ્યા છે. જો કે એમના બહુધા પદો રાજસ્થાની મિશ્રીત હિંદી ભાષામાં અને વ્રજભાષામાં લખાયેલા છે. કૃષ્ણભક્તિની અનોખી ઉંચાઈ હાંસલ કરનાર મીરાંબાઈના કેટલાક પ્રસિદ્ધ પદો અહીં પ્રસ્તુત કર્યા છે.

 

 

સાભારઃજયશ્રીબેન
http://tahuko.com

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]