“સ્તનપાન – એક જીવનામૃત ” અને હોમિયોપેથી …

“સ્તનપાન – એક જીવનામૃત ” …– અને  હોમિયોપેથી  

ડૉ. ગ્રીવા છાયા … M.D. (A.M.)BHMS; DNHE.

 

 indian women breast feeding.3

 

માતાનું ધાવણ એ જન્મેલા બાળક માટે અત્યંત ગુણકારી છે. જે જન્મતા જ બાળકને જન્મદાતા સાથે મન શરીરથી જોડી આપે છે. જન્મ્યા પછી બાળક માટે સ્તનપાન એ આપોઆપ તેમજ  સહજ  થતી ઘટના છે.

 

breast feeding.1

ગર્ભાવસ્થાના છેલ્લા સમયમાં તેમજ બાળક જન્મ્યા પછીના થોડા સમયમાં સ્તન દ્વારા થોડું જાડું, પીળાશ પડતું દૂધ સ્ત્રવે છે જેને કોલોસ્ટ્રમ કહે છે.  આ પ્રવાહી અતિશય ઉપયોગી પોષકતત્વોસભર તેમજ રોગ પ્રતીકારકતા બક્ષે છે. જે બાળક જન્મ્યાના 3 થી 5 દિવસમાં પૂર્ણ દૂધ સ્વરૂપે બની જાય છે.

સ્તનપાન – મુલ્યવાન પોષણ …

યોગ્ય પોષણ જો બાળકને એના શારીરિક વિકાસના શરૂઆતના ગાળામાં જ સ્તનપાન દ્વારા મળી જતું હોય તો તેના ભવિષ્યમાં આરોગ્ય સંબંધી બાબતો પર સીધી સારી અસર પડે છે.

સ્તનપાનમાં રહેલા અમૃત રૂપી પોષક્તત્વો કયા છે એ સમજીએ :

પાણી 90%

પ્રોટીન્સ

લિપિડ્ઝ

વિટામિન્સ

મિનરલ્સ

અંતઃસ્ત્રાવો

ઉત્સેચકો

વિકાસ માટે જરૂરી કેટલાક દ્રવ્યો

રક્ષણ માટે જરૂરી કેટલાક દ્રવ્યો

શક્તિ માટે જરૂરી કેટલાક પદાર્થો

 

 breast feeding.2a

સ્તનપાન કરાવતી વેળાની આદર્શ સ્થિતિ સમજીએ:

સ્તનપાન સમયે બાળક તેમજ માતા બંનેને અનુકૂળ હોય તેમજ બાળક પૂરતું ધાવણ યોગ્ય રીતે લઇ શકે એ સ્થિતિમાં બાળક ગોઠવાય  તે જરૂરી છે. શરૂઆતમાં માતાએ એ સમજવું પડે એ પછીથી તે ટેવાઈ જતી હોય છે.

જેમાં માતાનો ખોળો એ બાળક માટે ઘોડિયું બને –  કોણી દ્વારા બાળકનું માથું ટેકવાય તેમજ હાથ વડે તેનું શરીર .

બાળકનું નાક સ્તનને ના અડકે તેમ, માતાના નીપ્પલની આજુબાજુનો વર્તુળ વિસ્તાર એ બાળકના ખુલેલા મો દ્વારા ઘેરાઈ જાય.

 

સ્તનપાનનો સમયગાળો :

શરૂઆતમાં તો સ્તનપાન બાળક જયારે ઈચ્છે ત્યારે આપી શકાય છે. WHO એ પણ  એવી જ ભલામણ કરી છે કે પહેલા 6 મહિના ફક્ત માતાનું ધાવણ જ, બીજું કશું નહિ.

સ્તનપાન કેટલો સમય ચાલુ રાખવું એનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી. પરંતુ, તે સમય, સંજોગ અનુસાર બાળકની ઈચ્છા, પોષણની જરૂરિયાત, માતાની અનુકૂળતા વગેરે જેવા પરિબળો પર પણ આધારિત છે. આમ તો એવું કહેવાય કે માતાનું દૂધ છોડવા કે છોડાવવા માટે બાળક તથા માતા બંનેની તૈયારી કે અનુકૂળતા સ્વાભાવિકપણે જ સહજ રીતે ગોઠવાય ત્યારે એ સમય જ યોગ્ય રહેશે.

સામાન્ય રીતે સરેરાશ સવા થી દોઢ  વર્ષ જેટલા સમય સુધી બાળક સ્તનપાન કરતુ હોય છે. ફરીથી કહું આ સમયગાળો દરેક બાળક માટે અલગ હોઈ શકે.   6 મહિના સુધીતો ફક્ત સ્તનપાન જ બાળકનો યોગ્ય અને પૂર્ણ આહાર છે.   6 મહિના પછી ધીમે ધીમે સ્તનપાન સિવાય ના આહાર તરફ જઈ શકાય.  પણ હા, 6 મહિના પછી પણ જયારે બાળક બહારનું દૂધ તેમજ અન્ય લીક્વીડ ખોરાક પચાવી શકવા સક્ષમ હોય એ સાથે પણ માતાનું દૂધ તો ચાલુ જ રાખી શકાય છે. પછી જેમ જેમ બાળકની વિકાસ માટેના આહારની જરૂરિયાત વધતી જાય તેમ તેમ તેને અનુકૂળ પૌષ્ટિક આહાર ચાલુ કરી શકાય છે તેમ તેમ સ્તનપાનની બાળકની ઈચ્છા તેમજ જરૂરિયાત બંને ઓછા થતા જાય છે.

સ્તનપાનના અમૂલ્ય ફાયદા:

બાળકને થતા ફાયદા:

વિવિધ પ્રકારના ચેપજન્ય  રોગો સામે  સુરક્ષા આપે છે.

ખૂબ સુપાચ્ય છે.

ધાવણમાં રહેલા અંતઃસ્ત્રાવો, વિવિધ ચેપ સામે સુરક્ષિત રાખનાર દ્રવ્યો (એન્ટીબોડીઝ ) વગેરે તમામ બાળકની રોગ પ્રતીકારકતા મજબૂત કરી આપે છે.

બાળકમાં કાનને લાગતો ચેપ, ઝાડા થવા, ફેફસાને લગતા ચેપ વગેરે સામે પ્રતીકારકતા આપે છે.

ઉપરાંત, ભવિષ્યમાં મેદસ્વીતા, ડાયબીટીઝ તેમજ અસ્થમા જેવી બીમારીઓ જેમણે માં નું દૂધ નથી પીધું એવા બાળકમાં થવાની સંભાવના વધી જાય છે.

ખાસ કરીને બાળકોમાં થતું લ્યુકેમિઆ (બ્લડ કેન્સર ), કે અટોપીક ડર્મેટાઈટીસ (ચામડીનો રોગ) વગેરે જેવા રોગની સંભાવના  પણ સ્તનપાન કરેલ બાળકમાં થવાની સંભાવના ઘટી જાય છે, એવું એક સર્વે દ્વારા જાણી  શકાયું છે.

 

માતાને થતા ફાયદા :

માતામાં અવિરત રીતે બનતા દૂધ ના પ્રવાહ દ્વારા જન્મદાતા એ તેના બાળક માટે જીવનદાતા બની જાય છે. જે તેના માટે સહુ થી  મોટુ સૌભાગ્ય પણ છે અને ફાયદાકારક પણ.

સ્તનપાન બાળક અને માતા વચ્ચે એક સુરક્ષિત તેમજ હૂંફદાયક સંબંધનો સેતુ બાંધી આપે છે.

માતા માં સ્તન કેન્સર, અંડપીંડનું કેન્સર , વગેરે જેવા રોગો સામે સ્તનપાન રક્ષણ આપે છે.

 

સ્તનપાન અંગેની કેટલીક સમસ્યા:

ઘણી વખત સ્તનપાન અંગે કેટલીક નાની નાની સમસ્યા રહેતી હોય છે. કેટલીક થોડા સામાન્ય અખતરા કરવાથી સુલાજાવી શકાય છે, જયારે અન્ય કેટલીક સમસ્યા સામે યોગ્ય દવા કરાવવી જરૂરી હોય છે. એવી સમસ્યા જેમકે …

 

સ્તનપાન કરાવતી વખતે માતાને નિપ્પલમાં પીડા થવી કે ચીરા પડવા.

નિપ્પલમાં થી બ્લીડીંગ થવું.

માસ્ટાઈટીસ (સ્તનમાં સોજા સાથે પીડા થવી ).

માતાના સ્તન દ્વારા બાળકના મોમાં કે બાળકના મો દ્વારા માતાના સ્તનમાં ચેપ લાગવો.

એગેલેકટીઆ (દૂધનો સ્ત્રાવ ખૂબ ઓછો કે ન થવો ).

 

સ્તનપાન અંગેની સમસ્યાના હોમિયોપેથીક ઉપાય:

અહી ઉપર જાણેલી તકલીફોના સમાધાન માટે હોમીયોપેથીમાં કેટલીક શ્રેષ્ઠ દવાઓ છે. એમાય ખાસ કરીને જયારે માતામાં ને લીધે જયારે માતા બાળકને સ્તનપાન કરાવી શકવાના આનંદથી વંચિત રહી જાય છે ત્યારે આ દવાઓ જાદૂઈ રીતે એ આનંદને જાળવી રાખે છે.

Pulsatilla

Agaricus

Calcarea carb

Agnus castus

Asafetida

Causticum

China

Lac can

Lactuca ver

Lecithinum

Millefolium

Sabal ser

નીપ્પલમાં પડેલા ચીરા, દુખાવા કે બ્લીડીંગ કે માસ્ટાઈટીસ માટે નીચેની દવા તેમજ હોમીઓપેથીક ઓઈન્ટમેન્ટસ ખૂબ અક્ષીર છે.

Silica 30

Castor equorum

Phytolacca

Belladonna

Bryonia

Croton tig

Chamomilla

Calendula ointment

 

પ્લેસીબો:

આજની કેટલીક માતા પોતાના ” જરૂરી કામ “ પર પાછા જવાની ઉતાવળને લીધે પોતાના ‘સ્ત્રીત્વ’ના અપ્રતિમ સંતોષથી વંચિત રહેવાનું પસંદ કરે છે. આને શું કહેવું ?!?!

 

dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : [email protected]
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City   Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft.   Anandnagar Road, Prahladagar, Satellite,  Ahmedabad –380 015

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવ  ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

  

“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે    Privacy જાળવવી જરૂરી હોય તો આપની વિગત – dadi[email protected] અથવા  [email protected] અથવા [email protected] ના ઈ મેઈલ દ્વારા મોકલશો. – (જેમાં શક્ય હોય તો વજન, ઉંમર, ઉંચાઈ, સ્વાસ્થ્યની સમસ્યા – (કેટલા સમયથી છે), કોઈ ઉપચાર અગાઉ કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !   ‘દાદીમા ની પોટલી’

પૂરક માહિતી :

ગે૨માન્યતા (૧) – સપાટ કે અંતઃસ્થ ડીંટડી ધરાવતી સ્ત્રી સ્તનપાન નથી કરાવી શકતી હકીકત-   પ્રસૂતિ દ૨મ્યાન ૩૩% સ્ત્રીમાં થોડા ઘણાં અંશે સપાટ કે અંતઃસ્થ ડીંટડી જોવા મળે છે જેમાંથી માત્ર ૧૦% સ્ત્રીઓને ડિલીવરી સુધીમાં અંતઃસ્થ ડીંટડી ૨હે છે. વળી, યોગ્ય નિદાનથી બ્રેસ્ટ શેલનાં ઉ૫યોગથી આ આંકડો હજુ ઘટી જાય છે. જો છતાં ૫ણ અંતઃસ્થ ડીંટડી ડિલીવરી ૫છી ૫ણ ૨હી જાય તો ૫ણ યોગ્ય મદદથી શિશુને બરાબ૨ ગોઠવી વળગાડવાથી સ્તનપાન શકય બને છે. માત્ર જુજ કિસ્સામાં ખાસ કરી અધૂરા માસના બાળકો કે નબળી ચૂસ ધરાવતા બાળકોમાં કયારેક મુશ્કેલી નડે છે. જે નિ૫લ શિલ્ડ કે બ્રેસ્ટ પં૫ વા૫૨વાથી દૂ૨ કરી શકાય છે.

 

 

ગે૨માન્યતા (૨) – નાનાં / અલ્પ સ્તન હોય તો સ્તનપાન શકય નથી.

 

હકીકત- સ્તનનું કદ પ્રસૂતિ પૂર્વે અંતઃસ્ત્રાવની અસ૨થી સામાન્ય રીતે ગર્ભાવસ્થા પૂર્વેના કદથી વધે છે અને બાળકને સ્તનપાન કરાવવા જરૂરી સ્તન્યગ્રંથીનો પૂ૨તો વિકાસ થાય છે. આથી દેખાવમાં નાના જણાતા સ્તન ૫ણ શિશુને જરૂરી એટલું ધાવણ ખૂબ આસાનીથી પૂરૂ પાડી શકે છે. સ્તનના આકા૨ કે કદને ધાવણની માત્રા સાથે કોઈજ સંબંધ નથી.

 

ગે૨માન્યતા (૩) – સગર્ભાસ્ત્રીએ પોતાના આગળના બાળકને ધાવણ છોડાવી દેવું જોઈએ હકીકત –  જો માતા અને બાળક ઈચ્છે તો સ્તન૫ાન ચાલુ ૨ાખી શકાય છે. આમાં તબીબી દૃષ્ટિએ કોઈ જ નુકશાન નથી.

 

ગે૨માન્યતા (૪) – સગર્ભાવસ્થામાં જો સ્તનની ડીંટડી મજબૂત ન કરાય તો ૫છી ખૂબ દુઃખાવો થાય છે. 

 

હકીકત- ડીંટડીને મજબૂત ક૨વા કોઈજ પ્રક્રિયા / પ્રયોગ જરૂરી નથી. વળી, પ્રસુતિ ૫છી સ્તનની ડીંટડીમાં ચીરા ૫ડવાનો કે દુઃખાવો થવાનું મૂળ કા૨ણ બાળકને સ્તન સાથે અયોગ્ય રીતે વળગાડવામાં ૨હેલું છે. આમ, ડીંટડી મજબૂત ક૨વા અને પ્રસુતિ ૫છીના સ્તનપાનથી દુઃખાવામાં કોઈ તથ્ય નથી. વળી, આવા ઘ૨ગથ્થુ પ્રયોગો ડીંટડીને તો નુકશાન ૫હોંચાડે છે અને અધૂરા માસે પ્રસુતિ થવા માટેનું જોખમ વધારે છે.

 

ગે૨માન્યતા (૫) – સિઝેરીયન કરાવેલ માતાને શરૂઆતી દિવસોમાં ખોરાક ન લીધેલ હોય ધાવણ ન આવે. 

હકીકત- કોલોસ્ટ્રમ (શરૂઆતી ધાવણ) બનવાની પ્રકિૂયા તો ગર્ભાવસ્થાના છઠૃા માસથી જ ચાલુ છે. તેને એકાદ દિવસના ખોરાક સામે કોઈજ સંબંધ નથી. માતાને સૂતા સૂતા જ રાખીને ૫ણ શિશુને માતાની છાતી ૫૨ ઉંઘુ સુવડાવી ધવડાવી શકમાય છે. ઓછા પ્રમાણમાં ૫ણ ધાવણ આવે છે તે શિશુ માટે અમૃત સમાન પ્રથમ ૨સી છે.

 

ગે૨માન્યતા (૬) – શરૂઆતી ધાવણ (કોલોસ્ટ્રમ) શિશુ ૫ચાવી શકતું નથી. એ કાઢી નાખી દેવું જોઈએ.

 

હકીકત- શરૂઆતી ધાવણ (કોલોસ્ટ્રમ) પીળા રંગનું, ઘેરુ દૂધ છે જેમાં અત્યંત ઉચ્ચ ગુણવતા વાળી રોગ પ્રતિકા૨ક શકિતનો ભંડા૨ ૨હેલ છે. વળી, તેમાં શકિતનું પ્રમાણ ૫ણ શિશુની જરૂરીયાત મુજબ હોય છે. આવું ધાવણ શિશુને સુપાચ્ય છે અને વળી તે બાળકની પ્રથમ રોગપ્રતિકા૨ક ૨સી સમાન છે. જે મહિનાઓ સુધી શિશુનું રોગ સામે ૨ક્ષણ આપે છે. આ ધાવણ ને ફેંકી દેવું એ અંધશ્રઘ્ધા યુકત અને શિશુ પ્રત્યે અજ્ઞાનવશ આચરતા અ૫રાધ સમાન છે.

 

સાભાર : http://www.gujmom.com/  (ગુજમોમ.કોમ)

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • rajan patel.

  thank you for reply.

 • rajan patel.

  dear greevaben, very good blog. newborn ne zada stool ma bleeding aave to su karvu? is it mothers food problem or milk alergy?? and childs temp. is always 99 , is it normal?

  thnks. rajan.

  • ન્યુ બોર્ન બાળકના ઝાડામાં બ્લડ પડતું હોય તો તેના કારણો અંગે બાળકોના ડોક્ટર પાસે યોગ્ય તપાસ કરાવવી વધુ હિતાવહ છે. માતાની જમવા સંબંધી તકલીફને લીધે આવું થતું ન હોય. કારણ જાણ્યા બાદ જરૂરી કિસ્સામાં યોગ્ય સારવાર કરાવવી જરૂરી બને છે. હા, ધાવણનું દૂધ અપાચ્ય રહેતું હોય અથવા બાળકમાં મળદ્વાર પાસે ચીરા (ફીસર )ની સમસ્યા હોય એવું બની શકે, પણ અન્ય કારણો અંગે પણ તપાસ કરાવી પડે.

   Dr. Greeva Chhaya Mankad