“વંધ્યત્વ – એક અભિશ્રાપ” અને હોમિયોપેથી ….

“વંધ્યત્વ – એક અભિશ્રાપ” અને હોમિયોપેથી ….

ડૉ. ગ્રીવા માંકડ … M.D. (A.M.)BHMS; DNHE.

 

 

infertiity

 

મિત્રો … ‘સ્વાસ્થય નો મીઠો સ્વાદ અને હોમીઓપેથી’ શ્રેણીને વધુ આગળ વધારવા માટે આપણને ડૉ.ગ્રીવા માંકડ નો સાથ અને સહકાર સતત મળી રહ્યો છે ;   તેમના દ્વારા સ્ત્રી રોગો વિશે જાણકારી આપતા લેખ – ‘દાદીમા ની પોટલી’ પર નિયમિત આપણે માણતા આવીએ છીએ. આપના દ્વારા તેમની મૂકેલી પોસ્ટ પર ખૂબજ સુંદર પ્રતિભાવ અમોને સતત મળ્યાં છે., જે બદલ અમો આપના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

સ્ત્રી રોગ વિશેની શ્રેણી ને આજે વધુ આગળ વધારીએ, સ્ત્રી રોગ વિશેનો આ ચૌદમો લેખ છે; “વંધ્યત્વ – એક અભિશ્રાપ” તે વિશેનો છે. –

 

  ‘દાદીમા ની પોટલી’ પર આજનો લેખ મોકલવા બદલ અમો ડૉ.ગ્રીવા માંકડ ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

વાચક મિત્રો અગાઉના લેખમાં આપણે “ઓવેરિયન સિસ્ટ -અબોલ છતાં થકવી નાખતી તકલીફ”   વિશે સમજ્યા. આ વખતે આપણે, સ્ત્રીઓમાં …”વંધ્યત્વ – એક અભિશ્રાપ” વિશે સમજીશું….

 

કોઈ પણ પરિણીત સ્ત્રી માટે મનોમન પૂર્ણતા ત્યારે જ અનુભવે છે, જયારે તે માતા બને છે.  દરેક સ્ત્રી એ પોતાના શરીરની અંદર એક નવા જ જીવ નું સર્જન કરીને છેક નવ મહિના સુધી તેનું પોષણ, ઉછેર અને સંસ્કારોનું સિંચન કરી શકવાનો હક વરદાન સ્વરૂપે મેળવેલ છે.  હવે જો કુદરતે સર્જેલી આવી અભૂતપૂર્વ રચનામાં કૈંક ખલેલ પહોચે છે, ત્યારે એ જ વરદાન અપૂર્ણ રહી જતા શ્રાપ સમાન બની રહે છે.

 

વંધ્યત્વ -એ સમજવા માટે આમ તો એક વિસ્તૃત મુદ્દો છે.  આમ છતાં, આપણે અહી ટૂંકાણમાં છતાં સ્પષ્ટ રીતે સમજીશું.

 

વંધ્યત્વ પોતે કોઈ રોગ નથી.  પરંતુ, અલગ અલગ રોગને લીધે ઉભી થનાર એક પરિસ્થિતિ છે.

 

વંધ્યત્વને ખુબ જ સરળ શબ્દોમાં  સમજાવુંતો  “જૈવિક રીતે ગર્ભધારણ કરી શકવા ની પ્રક્રિયા માટે અસમર્થ હોવું “

 

એટલે કે,

 

૩૫ વર્ષથી નાની ઉમરની સ્ત્રીમાં ૧ વર્ષ અને ૩૫વર્ષથી મોટી ઉમરની સ્ત્રીમાં ૬ મહિના સુધી  ગર્ભનિરોધક એવા કોઈ પણ સાધનોના વપરાશ વિના ગર્ભધારણ થઇ શકવાના પ્રયત્નો છતાં ગર્ભ ન રહે ત્યારે તેને વંધ્યત્વ ના માપદંડ માં મૂકી શકાય .

 

ઉપરાંત, જે સ્ત્રી ગર્ભધારણ તો કરી શકે, પરંતુ તેને છેક સુધી ટકાવી ન શકે તેને પણ વંધ્યત્વ જ કહેવાય છે.

 

 

વંધ્યત્વ એ સ્ત્રી સંબંધી હોય છે તેમ પુરુષ સંબંધી એટલે કે, પુરુષોમાં કોઈ મુશ્કેલીને પરિણામે પણ હોઈ શકે.  ઉપરાંત બંને પાર્ટનર ની સામુહિક અસમર્થતાને લીધે પણ હોઈ શકે.  એક સર્વે મુજબ વંધ્યત્વનું પ્રમાણ સ્ત્રીને લીધે 40%, પુરુષને લીધે 40%, સ્ત્રી-પુરુષ બંનેને લીધે 20% પ્રવર્તે છે.

 

infertiity .3

 

 

અહી આપણે સ્ત્રી સંબંધી વંધ્યત્વને સમજીશું.

 

 

વંધ્યત્વના પ્રકાર:

 

પ્રાયમરી 

 

જેમાં સ્ત્રી એક પણ વાર ગર્ભધારણ કના કરી શકી હોય કે પછી ગર્ભધારણ થયા બાદ તેને ટકાવી ના શકી હોય એવી સ્થિતિને પ્રાયમરી વંધ્ય તવ કહે છે.

 

 

સેકન્ડરી 

 

જેમાં સ્ત્રી એક કે વધુ બાળકને જન્મ આપ્યા બાદ ઉપરાંત કોઈ ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ ન કરવા છતાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી ગર્ભધારણ થઇ શકવામાં અસક્ષમ હોવી.

 

 

વંધ્યત્વના કારણો:

 

આ અભિશ્રાપ ના કારણોને નીચે મુજબ સમજી શકાય….

 

 

 • અંડ મોચનની પ્રક્રિયામાં તકલીફ

 

 • પોલીસીસ્ટીક ઓવેરિયન સિન્ડ્રોમ 

 

 • અંડ વાહિનીની રચના માં ખોડખાપણ હોવી 

 

 • અંડ વાહિનીમાં ચેપ હોવો 

 

 • એન્ડોમેટ્રીઓસીસ (માસિકધર્મ સમયે ગર્ભાશયમાં જે પેશીઓ વિકાસ પામે છે તે જ પેશીઓ અસામાન્ય રીતે અંડ વાહિનીમાં પણ વિકસિત થાય  ) 

 

 • પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડીસીઝ (પ્રજનનતંત્રમાં ચેપ )

 

 • ગર્ભાશય ને લગતી  કોઈ તકલીફ હોવી 

 

નીચે મુજબના પરિબળો સ્ત્રીમાં વંધ્યતા થવા માટે જવાબદાર છે :

 

ઉમર 

તાણ (stress)

અપ્રમાણ ખોરાક 

ખુબ વધુ કે ખુબ ઓછું વજન 

ડાયાબિટીઝ, હાઇપર ટેન્શન  કે થાયરોઈડ જેવી બીમારી  

સ્મોકિંગ 

વધુપડતો અલ્કોહોલ

અન્તઃસ્ત્રાવી અસમતુલા ધરાવતો કોઈ રોગ હોવો 

 

 

વંધ્યત્વ ના ઉપાયો :

 

વંધ્યત્વ ની તકલીફ સ્વાભાવિક રીતે જ કોઈ પણ સ્ત્રી માટે જરૂર કરતા વધારે ચિંતા ઉપજાવનારી ઘટના બની રહે છે.

 

આવા સમયે સૌ પ્રથમ તો ધીરજ ધરી એ તકલીફ હોવા પાછળના પાયાનું કારણ જાણી એની સાવચેતી પૂર્વક સારવાર કરાવવી જ હિતાવહ બની રહે છે.

 

 

આવા સમયે હોમિયોપેથીક દવાઓ ખાસ કરીને પહેલાતો  સ્ત્રીને  માનસિક રીતે તૈયાર કરી આપે છે.

 

હોમીયોપેથીમાં ખુબ બધી દવાઓ સ્ત્રીની પ્રકૃતિનો ઊંડાણપૂર્વક અભ્યાસ કાર્ય બાદ જો આપવામાં આવે તો  આ પ્રકારની તકલીફમાં થી જલ્દી જ રાહત આપી શકે છે 

 

હોમિયોપેથીક દવા મુખ્યત્વે વંધ્યત્વ થવા પાછળ ના કારણને જ ઠીક કરવામાં મદદ કરે છે.

 

 

કેટલીક મુખ્ય દવા તરીકે,

 

 

Sepia જેવી દવા અંડમોચન એટલે કે સ્ત્રીબીજ બનવાની પ્રક્રિયાને ઝડપી બનાવીને ગર્ભધારણ સરળ બનાવે છે.

PHOSPHORUS જેવી દવા અનિયમિત અને વધુપડતા  માસિક સ્ત્રાવ તેમજ વંધ્યત્વ અંગેની કે બીજી કોઈ પણ  ચિંતા  કે તાણ માંથી મુક્તિ આપે છે. 

 

SABINA જેવી દવા ગર્ભધારણ થઇ ગયા બાદ વારંવાર એબોર્શન થતા હોય તેવી પરિસ્થિતિમાં અક્ષીર કામ કરે છે.

AURUM MET જેવી દવા નવી પરિસ્થિતિમાં વધુપડતી જવાબદારીને લીધે ઉભા થતા STRESS સામે રાહત આપે છે.

ALETRIS FERINOSA જેવી દવા વારંવાર થતા એબોર્શન ને લીધે તેમજ વધુપડતા માસિક સ્ત્રાવને લીધે ઓછું લોહતત્વ તેમજ માનસિક રીતે થાકી ગયેલ સ્ત્રી માટે ખુબ અગત્યની સાબિત થાય છે. 

અમુક દવાઓ ખાસ કરીને સ્ત્રીની અન્તઃસ્ત્રાવી ગ્રંથિઓ અને પરિણામે અંતઃસ્ત્રાવો પર અસર કરી તેમના યોગ્ય અને સપ્રમાણ નિયમન માટે ખૂબ કારગત નીવડે છે.

 

ઉપરાંત,

 

BORAX

NATRUM CARB

NATRUM MUR

CALCAREA CARB

GRAPHITES PULSATILLA

PLATINA

SILICEA

SYPHILINUM

SULPHURIC ACID

IODUM

 

વગેરે વંધ્યત્વની  યોગ્ય  સારવાર માટે ખુબ ઉપયોગી નીવડેલ દવાઓ છે.

 

 

પ્લેસીબો :

infertiity .1

 

infertiity .2

 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

ડૉ.ગ્રીવા માંકડ સફળ હોમીઓપેથીક પ્રેક્ટીસ કરી રહ્યા છે, તેઓ દર્દી ને સમજવા માં ખુબ નિપુણ અને દવાઓના પ્રિસ્ક્રીપ્શન માટે પણ ખુબ નિપુણ છે. અન્ય કલીનીકો જોવા ની સાથે સાથે તેઓ સ્વાસ્થ્ય હોમીઓપેથીક કલીનીક માં ખાસ સ્ત્રી રોગ અને બાળ રોગો નો વિભાગ સંભાળે છે, ને જેમાં તેમનો બહોળો અનુભવ પણ છે. હોમીઓપેથી સાથે તેઓ રેકીમાં પણ નિષ્ણાંત છે, અને દર્દી ને રેકી આપીને પણ ફાયદો આપી શકે છે. તેમણે રેકી વિષય સાથે એમ.ડી. પણ કરેલું છે. ઉપરાંત તેઓ ફૂડ અને ન્યુટ્રીશન વિષે પણ સલાહ આપતા રહે છે.

 

સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે, તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

યાદી : (ફરી એક વખત)

આપ સર્વે ને જણાવતાં  ડૉ. પાર્થ માંકડ દ્વારા સ્વાસ્થય તેમજ  રોગોની પ્રાથમિક  જાણકારી આપતી    વિડ્યો સ્વરૂપે (દ્રશ્યમાન તેમજ શ્રવણ કરી શકો તે પ્રકારની) શ્રેણી ની વ્યવસ્થા અહીં બ્લોગ પર  આપણે શરૂ કરેલ છે, તો  તેનો લાભ જરૂરથી લેશો. ઉપરોક્ત સુવિધા શરૂ કરવા બદલ અમો ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા માંકડ નાં અંતરપૂર્વકથી આભારી છીએ. નોંધ : ડૉ. ગ્રીવા  માંકડ છાયા નાં લેખ અહીં નિયમિત આપને માણવા મળશે જ…

કદાચ આપને  ઉપરોક્ત પોસ્ટની લીંક માણવાનું રહી ગયું હોય તો ચિંતા કરશો નહિ… આ સાથે નીચે જણાવલે લીંક પર ક્લિક કરવાથી વિડીયો કલીપ સાથેની લીંક માણી શકાશે.

ડૉ.પાર્થ માંકડ દ્વારા  વિડ્યો (કલીપ) – ની પોસ્ટ, (લીંક) જોવા અને માણવા માટે અહીં  નીચે દર્શાવેલ લીંક પર  ક્લિક કરશો : 

 

‘સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ હોમીઓપથી – રૂબરૂ’ …

 

 

આજના સમયમાં  રોગ અને તેની ઉપલબ્ધ સારવાર અંગે દરેકને સ્વાસ્થ્ય અંગેની પ્રાથમિક જાણકરી મળી રહે તેવી અમારી સતત કોશિશ છે, તે પાછળ અમારો કે અહીં બ્લોગ પર સેવા આપતા કોઇપણ તજજ્ઞ ડૉ. પરિવારનો કોઈ જ પ્રકારનો કોમર્શિયલ હેતુ નથી જેની નોંધ લેવા વિનંતી.

 

આપના પ્રતિભાવ એ જ અમારું મૂલ્ય અને પ્રેરણા છે, આભાર !

‘દાદીમા ની પોટલી’ 

‘રામનવમી’ … ના શુભ પર્વ નિમિત્તે  સર્વે પાઠક મિત્રો તેમજ તેમના પરિવારજન ને ‘દાદીમા ની પોટલી’ પરિવાર તરફથી શુભકામના સાથે શુભેચ્છાઓ  પાઠવીએ છીએ …. 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • B

  thanks, nice post.

 • Usha P. Chovatia

  aapni post thi kay ne kay navu janva male che thanks