સ્તનની કેન્સરજન્ય ગાંઠ- અને હોમિયોપેથી …

સ્તનની કેન્સરજન્ય ગાંઠ- અને હોમિયોપેથી …

ડૉ. ગ્રીવા માંકડ … M.D. (A.M.)BHMS; DNHE.

 

breast cancer.1

 

મિત્રો … ‘સ્વાસ્થય નો મીઠો સ્વાદ અને હોમીઓપેથી’ શ્રેણીને વધુ આગળ વધારવા માટે આપણને ડૉ.ગ્રીવા માંકડ નો સાથ અને સહકાર મળી રહ્યો; તેમના દ્વારા સ્ત્રી રોગો વિશે જાણકારી આપતા લેખ – ‘દાદીમા ની પોટલી’ પર નિયમિત આપણે માણતા આવીએ છીએ. આપના દ્વારા તેમની મૂકેલી પોસ્ટ પર ખૂબજ સુંદર પ્રતિભાવ અમોને સતત મળ્યાં છે., જે બદલ અમો આપના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

સ્ત્રી રોગ વિશેની શ્રેણી ને આજે વધુ આગળ વધારીએ, સ્ત્રી રોગ વિશેનો આ દસમો લેખ છે;  જે …  જે સ્ત્રીના સ્તનમાં જોવા મળતી કેન્સરજન્ય ગાંઠ વિશેનો છે. –

 ‘દાદીમા ની પોટલી’ પર આજનો લેખ મોકલવા બદલ અમો ડૉ.ગ્રીવા માંકડ ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

વાચકમિત્રો અગાઉના લેખમાં આપણે સ્તનની સાદી ગાંઠ વિષે સમજ્યા આ વખતે થોડો ચિંતા ઉપજાવનાર અને જેનું પ્રમાણ આજકાલ વધતું ચાલ્યું છે એવા પ્રશ્ન – સ્તનની કેન્સરજન્ય ગાંઠ વિષે સમજીશું.

 

આજકાલ ઘણાબધા પ્રકારના કેન્સરનો વ્યાપ દિવસે ને દિવસે વધતો ચાલ્યો છે .કેન્સર નામ માત્ર થીજ વ્યક્તિના મનમાં ચિંતા, નિરાશા, ડર જેવી ઘણી લાગણીઓનું વહેણ ફરી વડે છે .પરંતુ,જે પ્રમાણે આ પ્રકારના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે તે જ રીતે એની સામે લડવા માટે મેડીકલ સાયન્સની ઘણી બધી શાખાઓ તેમજ વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓ સતત પ્રયત્નશીલ છે અને હજી વધુ સશોધનો પણ ચાલુ છે.જેથી હવે ક્યાંક ને ક્યાંક લોકોમાં કેન્સર સામે લડવા માટે જરૂરી લડાયક અભિગમ અપનાવાય એ જરૂરી બની રહે છે.

 

આજે આપણે હમણાં જ  ૪થી  ફેબ્રુઅરી- ના ગયેલા વર્લ્ડ કેન્સર દિવસ નિમિતે, હોમિયોપેથીક શસ્ત્ર વડે સ્તનના કેન્સરના અલગ અલગ સ્તરે કેમ મા’ત આપી શકાય છે એ સમજીશું.

 

કોઈ કારણસર કોષોનું ડીવીઝન નિશ્ચિત માત્ર કે દર કરતા અનિયંત્રિત રીતે થવા માંડે ત્યારે એંગમાં ગાંઠો બને છે। આ પ્રકારે બનેલી ગાંઠો સાદી ન રહેતા કેન્સરજન્ય બને છે.

 

સ્ત્રીઓને થતા અલગ અલગ તમામ પ્રકારના કેન્સરમાં સ્તનના કેન્સરનું પ્રમાણ અંદાજીત 23% જેટલું જોવા મળ્યું છે.

 

 

સ્તનમાં મુખ્યત્વે બે પ્રકારના કેન્સર જોવા મળે છે.

 

૧. ડકટલ કર્સીનોમાં:

જે સ્તનમાં દૂધનું નીપલ સુધી વહન કરતી નળી માં થાય છે.

 

૨. લોબ્યુલાર કર્સીનોમાં:

જે સ્તનમાં દૂધ બનાવતી પેશીમાં થાય છે.

 

બહુ ઓછા કિસ્સાઓમાં સ્તનના બીજા કોઈ ભાગોમાંથી કેન્સર શરુ થતું જોવા મળે છે.

 

કેન્સરજન્ય કોષો નો વ્યાપ એ જ્યાંથી ઉદ્ભવ્યું છે એ પુરતો માર્યાદિત છે કે સ્તનમાં અન્ય જગ્યા એ પણ એ જોવા મળે છે એ પરથી એનું પ્રમાણ નક્કી કરાય છે.

 

મર્યાદિત પ્રમાણના કેન્સરને ‘in situ’ કહેવાય છે ।

 

જે એ જગ્યા પુરતું મર્યાદિત નથી એ પ્રકારના કેન્સરને invasive પ્રકારનું કહેવાય છે.

 

લોબ્યુલાર પ્રકારના કેન્સરમાં કેન્સરજન્ય કોષો એ જ સ્તનમાં આજુબાજુ કે પછી બીજા સ્તનમાં પણ ફેલાય એવી શક્યતાઓ વધુ રહે છે.

 

સ્ત્રીમાં સ્તન કેન્સરની ગાંઠ પર અંતઃસ્ત્રાવ ઈસ્ટ્રોજનની અસર વ્યાપક જોવા મળે છે।એટલેકે ની હાજરીમાં આ પ્રકારની ગાંઠ વધી શકે છે.

 

સ્તનના કેન્સરના સંભવિત કારણો :

 

૧.  ઉંમર 

સામાન્ય રીતે ૫૦ની ઉમર વટાવી ચુકેલી  સ્ત્રીમાં જોવા મળી શકે.

 

૨.  ફેમિલી હિસ્ટરી

જે સ્ત્રીના બ્લડ રેલેટીવને સ્તન। ગર્ભાશય,અંડ પિંડ કે આંતરડાનું કેન્સર થયેલ હોય એવી સ્ત્રીમાં સામાન્ય કરતા ૩૦% જેટલા કિસ્સામાં સ્તનના કેન્સર થવાની સંભાવના રહી શકે.

 

૩. જનીન:

આપણા શરીરમાં ખાસ પ્રકારના પ્રોટીન રહેલા છે કે જે કેન્સર સામે રક્ષણ આપે છે આ પ્રકારના પ્રોટીન BRCA1 તેમજ BRCA2 પ્રકારના જનીનોને આભારી છે। માટે જો સ્ત્રીમાં એ ખામીયુક્ત જનીનો તેના માતાપિતા દ્વારા મળે તો એ સ્ત્રીને કેન્સર થવાની શક્યતા રહે છે.

 

૪.  માસિકચક્ર

જે  સ્ત્રીમાં માસીક્ચાક્રની શરૂઆત વહેલી એટલે કે ૧૨ વર્ષની ઉમર પહેલાથી જ થયેલ હોય.

 

૫.  બાળકનો જન્મ

જે સ્ત્રી ક્યારેય માતા બની નથી અથવાતો તે 35 વર્ષ ની ઉમર પછી મ્પહેલા બાળકને જન્મ આપે છે.

 

૬.  રેડીએશન

કોઈ કારણસર કે કેન્સરની સારવારના  ભાગ રૂપે છાતીના એરિઆ માં અપાવ્યું હોય તેવા કિસ્સામાં

 

૭.  ઈસ્ટ્રોજન ધરાવતી દવાઓ

 

 

સ્તનના કેન્સરના ના લક્ષણો:

 

સ્તનના કેન્સરમાં એના શરૂઆતના સમયગાળામાં કોઈ લક્ષણો સામાન્ય રીતે જોવા નથી મળતા.

 

જેમ જેમ ગાંઠ વિકસિત થતી જાય છે એમ નીચે મુજબ લક્ષણો તારવી શકાય.

 

૧.  બગલના ભાગથી સ્તન તરફની જગામાં થોડી સખત તેમજ અસમતલ કિનારી વાળી ગાંઠ.

૨.  સ્તન ના કદ કે આકાર માં અમુક પ્રકાર નો ફેરફાર જોવા મળવો.

૩.  સ્તન ની ચામડીમાં કોઈ પ્રકાર નો ફેરફાર દેખાવો.

૪.  નીપલ ના કદ, આકાર તેમ જ પોઝીશન માં પણ ફેરફાર જોવા મળવો.

૫.  નીપલ માં થી ક્યારેક કોઈ પ્રકાર નું પ્રવાહી નીકળવું.

૬.  નીપલ ની આસપાસ લાલાશ પડતો ભાગ થઇ જવો.

૭. સ્તન થી લઇ ને છેક બગલ અને કેટલાક કિસ્સા માં ખભા સુધી દુખાવો થવો.

 

 

breast cancer

 

સ્તન કેન્સર ના હોમીઓપેથીક ઉપાયો :

 

કેન્સર એક એવી બીમારી છે કે જેમાં એને મટાડવા માટે ઘણા અભિગમ ને સાથે જોવા પડે માત્ર કોઈ પણ એક થેરેપી કે ઉપાય જ અપૂરતા છે. કેન્સર નું સમયસર નું નિદાન થઇ જાય એટલે તો પહેલા તો આપને અડધી જંગ જીત્યા. નિદાન પછી તેના માટે ની જરૂરી કેમો-રેડીઓ થેરેપી પણ યોગ્ય માત્ર માં લેવાવી અનિવાર્ય છે પરંતુ, માત્ર એનો ઉપયોગ પુરતો નથી કારણ કે,

 

૧.  તેની અધધધધ કહી શકાય એટલી આડઅસરો છે.

 

૨.  તે લીધા પછી પણ મોટેભાગે કેન્સર એ જ કે કોઈ અન્ય ભાગ ના કેન્સર સ્વરૂપે ઉથલો મારે જ છે,
આવા સમયે સાથે ને સાથે જ જો હોમીઓપેથી જેવી સારવાર પદ્ધતિ ની મદદ લેવા તો ઘણો જ ફાયદો થઇ શકે છે.

 

હોમીઓએપેથી માં સ્તન ના કેન્સર માટે :

 

Carcinocin

Conium Mac

Graphites

Phytolacca

Ars.Iod

Silicia

Carbo Animalis

 

 

જેવી દવાઓ અસરકારક પરિણામો આપે છે.

 

 

પ્લેસીબો:

 

કેન્સર સામે દવાઓ ની સાથે સાથે દર્દી નો રોગ સામે નો અભિગમ સૌથી વધુ અગત્ય નો ભાગ ભજવે છે.

‘નિદાન નો હિંમત પૂર્વક સ્વીકાર, પરિવાર – મિત્રો ની મદદ અને હુંફ, જરૂરી સારવાર માટે નું કો- ઓપરેશન,હકારાત્મક અભિગમ, વિકલ્પીક ચિકિત્સા પદ્ધતિ નો સમજણ પૂર્વક નો ઉપયોગ અને ઈશ્વર પર ની શ્રદ્ધા આ બધું જ જો સાથે રખાય તો કોઈ પ્રકાર ના કેન્સર ને જીતવું શક્ય છે.‘

 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

ડૉ.ગ્રીવા માંકડ સફળ હોમીઓપેથીક પ્રેક્ટીસ કરી રહ્યા છે, તેઓ દર્દી ને સમજવા માં ખુબ નિપુણ અને દવાઓના પ્રિસ્ક્રીપ્શન માટે પણ ખુબ નિપુણ છે. અન્ય કલીનીકો જોવા ની સાથે સાથે તેઓ સ્વાસ્થ્ય હોમીઓપેથીક કલીનીક માં ખાસ સ્ત્રી રોગ અને બાળ રોગો નો વિભાગ સંભાળે છે, ને જેમાં તેમનો બહોળો અનુભવ પણ છે. હોમીઓપેથી સાથે તેઓ રેકીમાં પણ નિષ્ણાંત છે, અને દર્દી ને રેકી આપીને પણ ફાયદો આપી શકે છે. તેમણે રેકી વિષય સાથે એમ.ડી. પણ કરેલું છે. ઉપરાંત તેઓ ફૂડ અને ન્યુટ્રીશન વિષે પણ સલાહ આપતા રહે છે.

 

સ્વાસ્થય અંગેના આજના  લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને સદા બળ પૂરે છે, તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં મૂકવા માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Vimal Prajapati

    Nice Sharing … Inspirational …